ચંદ્રપ્રભ
ચંદ્રપ્રભ | |
---|---|
૮મા જૈન તીર્થંકર | |
ચંદ્રગિરિ વાટિકામાં ચંદ્રપ્રભની મૂર્તિ, તિજારા | |
અન્ય નામો | ચંદ્ર પ્રભુ |
ધર્મ | જૈન ધર્મ |
પુરોગામી | સુપાર્શ્વનાથ |
અનુગામી | સુવિધિનાથ અથ્વા પુષ્પદંત |
પ્રતીક | અર્ધ ચંદ્ર |
ઊંચાઈ | ૧૫૦ ધનુષ્ય (૪૫૦ મીટર) |
ઉંમર | ૧,૦૦૦,૦૦ પૂર્વ (૭૦.૫૬ ક્વિંટિલેયન વર્ષો) |
વર્ણ | ધવલ, સફેદ |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | ચંદ્રપુરી |
દેહત્યાગ | શિખરજી |
માતા-પિતા |
|
ચંદ્રપ્રભ અથવા ચંદ્રપ્રભુ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૮મા તીર્થંકર છે. ચંદ્રપ્રભનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં ચંદ્રપુરીમાં રાજા મહાસેના અને રાણી સુલક્ષણાદેવીને ઘેર થયો હતો. જૈન મત અનુસાર તેમણે પોતાન સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા
જીવન
[ફેરફાર કરો]ચંદ્રપ્રભ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૮મા તીર્થંકર છે.[૧] ચંદ્રપ્રભનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં ચંદ્રપુરીમાં રાજા મહાસેના અને રાણી લક્ષમણાદેવીને ઘેર થયો હતો.[૧] જૈન ગ્રંથો અનુસાઅર તેમની જન્મ તિથિ પોષ વદ બારસ છે. તેમણે પોતાન સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા.
મુખ્ય મંદિરો
[ફેરફાર કરો]- તિજારા જૈન મંદિર
- સોનાગિરિ જૈન મંદિર
- સાવીરા કમ્બદા બસાડી, મૂડબીદ્રી
- જૈનીમેડુ જૈન મંદિર
- નલિયા જૈન દેરાસર
- ભિલોડા જૈન મંદિર
- ચંદ્રાવતી
- પ્રભાસ પાટણ
- કન્યાકુમારીનું નાગરાજ મંદિર, જેના નામ પરથી નાગરકોઈલ શહેરનું નામ પડ્યું છે એ પહેલાં એક જૈન મંદિર હતું. હાલમાં ખોદકામ દરમ્યાન મળેલી કોતરણી પરથી જણાયું છે ૧૯મી સદી સુધી આ એક જૈન મંદિર હતું જેને પાછળથી હિંદુ મંદિર બનાવી દેવામાં આવ્યું.
નાગ એ અહીંના સમાજના દરેક વર્ગના લોકોના જાણેતા માનીતા દેવ હતા. સ્થાનીય દેવોને પણ (તીર્થંકર સાથે) દેવતા તરીકે મંદિરમાં પૂજવામાં આવતા. તેઓ નાગરાજ એટલેકે ધરણેન્દ્ર દેવને પુજતા. આ ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથના સાશન દેવ અને યક્ષ હતા.
એક બ્રિટિશ સંગ્રાહકે જણાવ્યું હતું કે આ ચંદ્રપ્રભ મંદિર હતું અને આયુર્વેદિક ઈલાજ માટે જાણીતું હતું. ટી. એ. ગોપીનાથ રાઓ નામના શિલાલેખ વિશારદે જણાવ્યું હતું કે ઈ.સ. ૧૯૦૦ સુધી જૈન સાધુ ના અનુયાયીઓ આ મંદિરમાં રહેતા હતા. આ સાથે સ્થાનીય લોકો અનુસાર મંદિરની કોતરણીમાં ૨૪મા તીર્થંકર વર્ધમાન મહાવીર, ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ તેમની યક્ષી પદ્માવતી, અંબિકા યક્ષી, આદિનાથ અને નેમિનાથ ભગવાનના અરોહણ પણ જોવા મળે છે.
ચંદ્રપ્રભુને પ્રાયઃ અર્ધ ચંદ્ર ચિન્હ, નાગ વૃક્ષ, વિજય અને શ્યામ યક્ષ(દિગંબર) અને વિજય યક્ષ (શ્વેતાંબર) તથા જ્વાલામાલિની યક્ષી(દિગંબર) અને ભૃકુટી યક્ષી (શ્વેતાંબર) સાથે દર્શાવાય છે.[૨]
ચિત્રો
[ફેરફાર કરો]મૂર્તિ
[ફેરફાર કરો]-
સવીરા કદમ્બ બસાડી
-
તિરાજાની પ્રખ્યાત મૂર્તિ
-
ચંદ્રપ્રભુ ભગવાન, સોનાગિરિ
-
ચંદ્રપ્રભુની મૂર્તી પટનાગંજ, રેહ્લી મધ્ય પ્રદેશ
મુખ્ય મંદિરો
[ફેરફાર કરો]-
સાવીરા કમ્બદ બસાડી (૧૦૦૦ સ્તંભનું મંદિર) અનુઅ નામ ચંદ્રનાથ મંદિર
-
જેસલમેરના કિલ્લાની અંદર આવેલુંં ચંદ્રપ્રભુ જૈન મંદિર
-
સોનાગિરી જૈન તીર્થ
-
સોનાગિરિ જૈન મંદિર
-
તિજારા જૈન મંદિર, તિજારા રાજસ્થાન,
-
ચંદ્રનાથ બાસાડી ધર્મસ્થલા
-
નલિયા જૈન દેરાસર
આ પણ જુઓ
[ફેરફાર કરો]
નોંધ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Tukol 1980.
- ↑ Tandon 2002.
સંદર્ભો
[ફેરફાર કરો]- Johnson, Helen M. (1931), Candraprabhacaritra (Book 3.6 of the Trishashti Shalaka Purusha Caritra), Baroda Oriental Institute, https://www.wisdomlib.org/jainism/book/trishashti-shalaka-purusha-caritra/d/doc213156.html
- Tukol, T. K. (1980). Compendium of Jainism. Dharwad: University of Karnataka.
- Tandon, Om Prakash (2002) [1968], Jaina Shrines in India (1 ed.), New Delhi: Publications Division, Ministry of Information and Broadcasting, Government of India, ISBN 81-230-1013-3