ચક્રવાક
Stone-curlews | |
---|---|
Bush stone-curlew, Burhinus grallarius | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Charadriiformes |
Family: | Burhinidae Mathews, 1912 |
Genera | |
ચક્રવાક, જે ચકવા-ચકવીના નામે પણ ઓળખાય છે, પક્ષીની જાતિમાં નવ જેટલી પેટા જાતિઓનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકનામ બર્હાનીડેઇ તરીકે ઓળખાતી આ પક્ષી જાતિ સમશિતોષ્ણ અને ઉષ્ણ કટિબંધમાં વ્યાપક પણે જોવા મળે છે. આ પક્ષીની બે જાતિઓ ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળે છે. કાદવ ખુંદનારા પક્ષીઓ તરીકે વર્ગીકરણ પામ્યા હોવા છતા મોટા ભાગની પેટા-જાતિઓ સુષ્ક અને અર્ધ-સુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે.
વર્ણન
[ફેરફાર કરો]આ જાતિના પક્ષીઓ મધ્યમથી લઇને મોટા કદ સુધીની મજબુત કાળી અથવા પીળાશપડતા કાળા રંગની ચાંચ અને મોટી પીળી આંખો ધરાવે છે જેને લીધે તે દેખાવમાં સરીસૃપ અને સાંકેતીક-કળ સમાન પીછાઓ વાળા લાગે છે. ચક્રવાક ગુજરાતી નામ સંસ્કૃત નામ चक्रवाक પરથી ઉતરી આવેલું છે અને લોક-બોલીમાં તેને ચકવા-ચકવી તરીકે ઓળખવામાં આવે છે. બન્ને નામ સામાન્યપણે ઉપયોગમાં લેવાય છે.[૧]
વર્તણુક
[ફેરફાર કરો]આ પક્ષીઓ મોટેભાગે નિશાચર છે. અજવાળી રાત્રી દરમ્યાન એમનું બુલંદ ગાન સાંભળવા મળી જાય છે. આ વર્તણુક ખલેલી ને મળતી આવતી ગણીને અંગ્રેજીમાં એને સ્ટોન કર્લ્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે.[૨] ખોરાક મુખ્યત્વે જીવાત અને નાના કદના કરોડરજ્જુ ધરાવતા પ્રાણીઓ છે. અલબત્ત સરીસૃપોને કે નાના સસ્તન પ્રાણીઓને પણ તેઓ એમનો ખોરાક બનાવી શકે છે.[૨] મોટાભાગની પેટાજાતીઓ પ્રવાસ નથી કરતી પણ, યુરેશીયન ચક્રવાક જે સમષિતોષ્ણ યુરોપમાં ઉનાળો ગાળીને શિયાળો આફ્રીકામાં ગાળવા પુરતો ઉનાળુ પ્રવાસ ખેડતા જોવા મળ્યા છે.
પ્રજાતિઓ
[ફેરફાર કરો]ચિત્ર | નામ | દ્વિપદ નામકરણ (Binomial name) |
---|---|---|
યુરેશીયન ચક્રવાક | Burhinus oedicnemus | |
ભારતીય ચક્રવાક | Burhinus indicus | |
સેનેગલ ચક્રવાક | Burhinus senegalensis' | |
જળપ્લાવિત ચક્રવાક | Burhinus vermiculatus | |
ટપકીલો ચક્રવાક | Burhinus capensis | |
દ્વી-પટ્ટીત ચક્રવાક | Burhinus bistriatus | |
પેરૂવિયન ચક્રવાક | Burhinus superciliaris | |
ઝાંડીનો ચક્રવાક | Burhinus grallarius (formerly B. magnirostris, the bush thick-knee). | |
મોટો ચક્રવાક | Esacus recurvirostris | |
દરીયા-કીનારાનો ચક્રવાક | Esacus magnirostris |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Kochan, Jack B. (1994). Feet & Legs. Birds. Mechanicsburg: Stackpole Books. ISBN 0-8117-2515-4.
- ↑ ૨.૦ ૨.૧ Harrison, Colin J.O. (1991). Forshaw, Joseph (સંપાદક). Encyclopaedia of Animals: Birds. London: Merehurst Press. પૃષ્ઠ 105–106. ISBN 1-85391-186-0.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ચક્રવાકને લગતાચલચિત્રો :: ઇન્ટરનેટ બર્ડ કલેકશન પર.