ચબુતરો

વિકિપીડિયામાંથી
સંસ્કાર કેન્દ્ર, અમદાવાદ ખાતે આવેલો ૧૨૦ વર્ષ જૂનો ચબુતરો. મૂળમાં તે ક્ષેત્રપાલની પોળમાં હતો.
સીનુગ્રા, કચ્છમાં આવેલો ૧૦૦ વર્ષ જૂનો ચબુતરો[૧]

ચબુતરો એટલે પંખીઓને બેસવા માટે, ચણવા માટે તેમ જ પાણી પીવા માટે કરવામાં આવેલી વ્યવસ્થા.

ભારત દેશમાં ત્રણ-ચાર દાયકા પહેલાંના દરેક ગલી કે ફળીયાંમાં નાનો કે મોટો ચબુતરો લગભગ જોવા મળતો હતો. ભારતીય સંસ્કૃતિમાં પંખીઓને ચણવા માટે દાણા નાખવાનો અનેરો મહિમા છે, જેના પરિણામે આ ચબુતરાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ચબુતરામાં સામાન્ય રીતે પાંચ -છ ફૂટથી વધુ ઉંચાઇ પર બે-ત્રણ ચોરસ ફૂટ જેટલી જગ્યામાં છાપરી બનાવી છાંયો કરેલો હોય છે. એમાં પાણી માટે અલાયદી વ્યવસ્થા કરેલી હોય છે. ચબુતરાની આસપાસ ચણ માટેના દાણા નાખવામાં આવે છે. આ ચણ ખાઇને પંખીઓ પાણી પી ને ચબુતરા પર બેસી વિરામ કરી શકે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Shree Kutch Gurjar Kshatriya Samaj : A brief History & Glory of our fore-fathers : by Raja Pawan Jethwa. (2007) Calcutta. Section:(I) KGK and Architect built by them mainly in Princely State of Cutch.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]