ચર્ચા:ખોડિયાર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સૌ મિત્રોને જય માતાજી,

અત્યારે શ્રી ખોડિયાર માતાજી નો લેખ તૈયાર થઈ રહ્યો છે તેમાં આપણા મિત્ર અશોકભાઈએ ખુબજ સરસ સુચન કરેલ છે જેને હું આવકારૂ છું. જોઈએ તેનાં શબ્દોમાં કે તે શું કેવા માંગે છે. (મારો અન્ય એક નમ્ર વિચાર છે જો આપ, ધવલ ભાઇ અને આપણાં સૌ મિત્રોની પણ સહમતી હોય તો, "ખોડિયાર માતાજી" અને તેવા અન્ય મોટા લેખોને એક કરતા વધુ લેખોમાં વિભાજીત કર્યા હોય તો કેવું? જેમકે મુળ લેખમાં "માટેલ મંદિર" પેટા શીર્ષક હેઠળ ફક્ત પ્રાથમીક માહિતી આપી અને અલગ "માટેલ મંદિર" લેખ બનાવી તેની કડી ત્યાં 'વધુ માટે જુઓ' લખીને મુકવી, આમ મુળ લેખનાં મહત્વનાં ભાગો પર પણ વધુ માહિતી અને ચિત્રો મુકી શકાય અને લેખની લંબાઇ પણ બહુ વધે નહીં. આ એક નમ્ર સુચન છે. બાકી આપ અને આપણાં સૌ મિત્રો જે કંઇ સારૂં (ફક્ત સારૂં :-) કહેવત છે ને:સારાનાં સૌ ભાગીદાર) કાર્ય કરો છો તેમાં ખિસકોલી (રામસેતુ !!) જેટલી ભાગીદારી કરવાનું પણ મળે તો મારૂં સદભાગ્ય ગણાશે.--અશોક મોઢવાડીયા ૧૭:૫૫, ૮ જૂન ૨૦૦૯) ... તો મિત્રો આ બાબતે આપ સૌ સુચન કરશો કે શું કરવુ યોગ્ય ગણાશે. જો કે આ પહેલા પણ લગભગ મને ધવલભાઈએ શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધારનાં લેખ વિષે કદાચ આવીજ કાંઈક સલાહ આપી હતી, પણ મને વધારે કાંઈ સમજાણુ ન હતુ (કારણકે ત્યારે હું વિકિમાં નવો નિશાળીયો હતો:). જેથી ફરીથી ધવલભાઈને તે બાબતે પણ સુચન કરવા વિનંતી છે કે અશોકભાઈનાં સુચન મુજબ કરી તો કેમ રહે ? તો મિત્રો તમારા પ્રતિભાવ અને સુચન જણાવવા વિનંતી...આભાર જય માતાજી....--જીતેન્દ્રસિંહ ૦૪:૩૨, ૯ જૂન ૨૦૦૯ (UTC)