ચર્ચા:ગરબા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અહીં લેખનું નામ ગરબા છે કિંતુ આ લેખ ગરબા-ગરબો જેમાં શબ્દ, કંઠ, તાલ, નૃત્ય, પરંપરા અને તહેવાર એમ સઘળાં પાસાને આવરી લે છે. કેમ કે ઉચ્ચારભેદે ગરબા-ગરબો વિવિધ અર્થોમાં બોલાય-લખાય શકે છે. જેમ કે, ’ગરબો ખરીદવો કે પ્રગટાવવો’ એ માટીનું એક કાણાવાળું પાત્ર ખરીદવા કે તેમાં દીપ પ્રગટાવવાના અર્થમાં. તો, ’ગરબો ગાવો’ એ ગરબા પ્રકારમાં આવતી કોઈ ગીતરચનાને કંઠ આપવો એ અર્થમાં. તો, ’ગરબો રમવો’ કે ’ગરબે ઘુમવું’ કે ’ગરબા લેવા’ એ વળી ગરબા પ્રકારનું નર્તન કરવું એ અર્થમાં. તો, ’ગરબો લખવો કે વાંચવો’ એ વળી ગરબા પ્રકારનાં ગીતનાં શબ્દાંકનના અર્થમાં હોઈ શકે. આમ આ સઘળા, એકંદરે એકબીજા સાથે સંકળાયેલા, અર્થને આપણે અહીં એક જ લેખમાં સમાવ્યા છે. સંપાદકો અને વાચકો આ મુદ્દો ધ્યાને રાખે.--અશોક મોઢવાડીયાગરબેચર્ચા/યોગદાન ૧૩:૧૫, ૧૯ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]