ચર્ચા:ગાંડા
Appearance
- શ્રી નરેશભાઇ, આપ નવોજ વિષય લાવ્યા !!!!! સરસ આ વિષય પણ માહિતીયોગ્ય તો ખરોજ! જો આપ ગંભીરતાપૂર્વક આ લેખ પર થોડું વધુ લખવા માંગતા હોય તો અંગ્રેજી વિકિ પર આજ વિષયનો એક લેખ છે (Insanity) જે સંદર્ભમાટે ઉપયોગી થશે. બીજું કે આ લેખનું નામ "ગાંડા" ને બદલે "પાગલપણું" કે તેવું કંઇક વધુ અર્થપુર્ણ રાખ્યું હોય તો કેમ? વિચારશો. (અને મને આ વિષયમાં "રસ" પડ્યો તેથી મારી મનોશ્થીતી વિષે કશું આડુંઅવળું વિચારશો નહીં :-)હો!!! હો!! હો!). આભાર. --અશોક મોઢવાડીયા ૧૧:૨૨, ૧૦ જુલાઇ ૨૦૦૯ (UTC)
- શ્રી અશોકજી, ગાંડા એટલે અસ્થિર મગજ હોય તે કે ધુની માણસ ? તેમાં પણ મારા મતે ગાંડાનું નામ પાગલ કરી શકાય. અને જો ગાંડપણ હોય તો પાગલપણું કરી શકાય. જેથી આ લેખમાં થોડી વિસ્તૃત માહિતીઓ ઉમેરવી જરૂરી છે. જેમાં અસ્થિર મગજનાં માણસો ગાંડા વિષે માહિતી ઉમેરવા દરેક મિત્રોને વિનંતી અને અશોકભાઈની લેખનાં નામ બદલવાની પહેલમાં આપના વિચારો જણાવવા વિનંતી. અશોકભાઈ, પ્રધાનજી ધવલભાઈ કયાં છે ? એ પણ એકલા એકલા ફરવા નથી નીકળી ગયા ને ? જય માતાજી..--જીતેન્દ્રસિંહ ૦૪:૩૨, ૧૧ જુલાઇ ૨૦૦૯ (UTC)
- આ દુનિયામાં કોઈ પણ માણસનું મગજ સ્થિર નથી. એવો માનવ જનમ્યો નથી કે જનમશે નહી. જય માતાજી--Vkvora2001 ૧૮:૧૮, ૧૧ જુલાઇ ૨૦૦૯ (UTC)
- વોરા સાહેબની સાથે તાર્કિક રીતે સંમત થઉં છું, પરંતુ, દુનિયામાં સામાન્ય કક્ષાની સરખામણીએ વધુ અસ્થિરતા વાળું મગજ ધરાવતા લોકોને ગાંડા ગણવામાં આવે છે, અને તેમાં કશું ખોટં નથી. જે રીતે માણસ પણ એક પ્રાણીજ છે, છતાં તેનો સમાવેશ પ્રાણીઓમાં ના થતાં 'માણસ' તરિકે થાય છે, તેમ બધા અસ્થિર મગજ વાળાઓમાં સૌથી વધુ અસ્થિરતા ધરાવતા સમુદાયને 'ગાંડા' કહેવાય છે.
ગાંડા વિશે ચર્ચા શરુ કરો
Talk pages are where people discuss how to make content on વિકિપીડિયા the best that it can be. You can use this page to start a discussion with others about how to improve ગાંડા.