સભ્ય:Vkvora2001

વિકિપીડિયામાંથી

મારા શબ્દોમાં મારો પરિચય[ફેરફાર કરો]

મારું નામ વીકે વોરા (વલ્લભજી કેશવજી વોરા) અને ઉમર વર્ષ 74 છે. ગુજરાત રાજ્યના કચ્છ જીલ્લાના અબડાસા તાલુકાના નારાણપુર ગામમાં છ ધોરણ સુધી અભ્યાસ કરેલ છે. પાંચમાં ધોરણમાં કલાઈ વીશ્વ વીદ્યાલયની ગામમાં કલ્પના કરેલ જ્યાં ખેતરો છે. પછી ૧૯૬૨ થી ૧૯૬૭ સુધી પાંચ વર્ષ બાજુના ડુમરા ગામે અભ્યાસ કરેલ છે. ડુમરા ગામમાં વાંચનાલય હતું અને હું રોજ નીયમીત મુલાકાત લેતો. વીક્ટર હ્યુગોની લા મીઝરેબલનો ગુજરાતી પ્રથમ ભાગ ડુમરામાં નવમાં ધોરણમાં વાંચેલ છે. એટલે ડુમરા યુનીવર્સીટી ને હું હારવર્ડ, ઓક્ષફર્ડ, કેમ્બ્રીજ કે માશાકુશેટ ઘણું છું.


કચ્છ જીલ્લાની ડુમરા સરકારી હાઈસ્કૂલમાંથી ૧૯૬૭માં મેટ્રીક પાસ કરેલ છે એના પછી છ વર્ષ મુંબઈમાં અભ્યાસ કરેલ છે. હાલ મારો વષવાટ મુંબઈમાં છે. એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વીકીપીડીયાની ખબર પડી અને એનો નીયમીત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું.

જે સગવડ ન ગામમાં હતી ન છાત્રાલયમાં એ જોડા સીલાઈ અને હાથે હજામતની કળા મને ખબર હતી. ખરું કહું તો મુંબઈના લોકો જોડા પહેરી ફરે છે એ મને ખબર પડી. મુંબઈમાં હું પેટીયું રળવા આવેલ અને જીવનભર વીદ્યાર્થી બની ગયો.

મુંબઈના ગુજરાતી રેશનલીસ્ટ ગ્રુપનો હું સભાસદ છું એટલે મારી જોડણી ઉંજાં જોડણી સમજવી જેમાં ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ દેખાશે.

નીચેની લીન્ક ઉપર વધુ વીગતો આપેલ છે.

http://www.vkvora.in email : vkvora2001@yahoo.co.in

.....

ચાલો થોડોક વધુ પરીચય[ફેરફાર કરો]

હું એથેઈસ્ટ, રેશનલીસ્ટ અને હ્યુમનીસ્ટ છું. અનમેરીડ, સીન્ગલ એન્ડ અલોન. ઓન્લી મેમ્બર ઓફ વીકે રોયલ સોસાયટી.

સોમનાથ મંદિરને હું કલંક ઘણું છું. દેશની જાતી પ્રથાનું આ પ્રતીક છે. મહમદ્દ ગજનવીએ હજાર વર્ષ પહેલાં એનો નાશ કરેલ જેનું સરંદાર પટેલ, મહાત્મા ગાંધી અને કનૈયાલાલ મુનશી આ ત્રણ મહાનુભાવો દ્વારા સ્વતંત્ર, ડેમોક્રેટીક અને રીપબ્લીક દેશમાં સર્જન થયેલ છે એટલે એને દેશનું કલંક ઘણું છું.

ગુજરાતી સાહીત્ય પરીષદનો સભાસદ છું. વીધ્યાપીઠનો શબ્દકોષ ૧૯૭૧થી જોઉં છું. ૧૯૭૧માં ફેક્ષ વીશે ખ્યાલ હતો પણ ૧૯૭૫ સુધી મને સ્વપને ખ્યાલ ન હોતો કે આ દેશમાં કોમ્પ્યુટર આટલા સરળ થશે. સાય્ન્ટીફીક કેલ્ક્યુલેટર ૧૯૭૫માં હાથવગું થયુ. કોમમ્પ્યુટર ૧૯૮૯થી વાપરું છું. ચેસમાસ્ટર ૨૦૦૦ની સીડી ૧૯૯૦માં લીધેલ પછી ચેસ માસ્ટર ૮૦૦૦ અને ચેસ માસ્ટર ૯૦૦૦ લીધેલ છે. ૨૦૦૦માં ઈમેલ આઈડી બનાવેલ છે.

ગુજરાતી વીકીપીડીયા ઉપર આજ શુક્રવાર ૧૮.૦૧.૨૦૦૮ રાતના પ્રથમ હેમચંદ્રાચાર્ય ને હાથ લગાડેલ છે. મધ્ય પ્રદેશ હીન્દી સાહીત્ય અકાદમીની હીન્દીમાં પીડીએફ ફાઈલ મારી પાસે છે. જોઈએ શું થાય છે.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં રહી દોષથી બચવા જય હીન્દ ની સાથે જય ગુજરાત કહીં દઉં છું.