ચર્ચા:થરાદ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્થાપના દિનની ઉજવણી[ફેરફાર કરો]

થરાદ નગરનો 1973 મો સ્થાપ્ના દિન ઉજવાયો.

૨૦ મી માર્ચ ના રોજ બનાસકાંઠા જિલ્લામાં સૌ વાર થિરપુર નગરનો સ્થાપ્નાદિન ની ઉજવણી ઈતિહાસના ઈતિહાસકારો અને થરાદના પ્રજાજનો દ્વારા નગરપાલિકાના સંગાથે કરવામાં આવ્યુ હતું . થરાદની સ્થાપના ( થિરપુર ) થિરપાલ પરમાર (ધરૂ)એ 20મી માર્ચે ઈ.સ.0045 ના રોજ કરી હતી. આ કાર્યક્રમની શરૂઆત નગર પાલિકાથી રેલી સ્વરૂપે થઈ હતી. આ રેલી મેઈન બજાર થી રેફરલ ત્રણ રસ્તા પહોંચી ત્યાં બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફુલહાર કરી ત્યાંથી થી પરત ફરી સ્વામી વિવેકાનંદની પ્રતિમા તથા થિરપાલ પરમાર ની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યું હતું. વરખડી ધામમાં આવેલ હોલમાં ઈતિહાસ ગૌરવ ગાથા સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું . આ ગૌરવગાથા સભામાં ભારતસિંહ વાઘેલા , માવજીભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, અર્જુનસિંહ વાઘેલા , પ્રમુખ લવજીભાઈ વાણિયા ,કૉલેજના આચાર્ય ભરતભાઈ કણઝારિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ ગૌરવગાથા સભામાં સરકારી વિનયન અને વાણિજય કૉલેજ ના ઈતિહાસ ના અધ્યક્ષ વિનુભાઈ ભરવાડ એ આઝાદીની ચળવળમાં મારૂ થિરપુર નગર , પ્રકાશ જી.સુથાર એ ઈતિહાસની અટારીએ મારૂ થિરપુર નગર ,જોરાભાઈ જે.રબારી થરાદનાં હિન્દુ ધાર્મિક સ્થળો અશ્વિન ચૌધરી થરાદનાં જૈન સ્થાપત્યો અને મંદિરો એ ઈતિહાસની ગૌરવગાથા વર્ણવી હતી. આ કાર્યક્રમમાં "દિલ ગુજરાતી" હિતેશ સુથારની રચના "આ છે થરાદ" ની પંક્તિઓ બોલવામાં આવી હતી. આ ઉપરાંત શ્રધ્ધા વાણિયા એ ઈતિહાસ ને ઉજાગર કરતું ગીત ગાયું હતું. SUTHAR PRAKASHKUMAR GANPATBHAI (ચર્ચા) ૧૧:૫૨, ૨૨ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]

અહેવાલ કેમ કાઢી નાખવામાં આવે છે?? SUTHAR PRAKASHKUMAR GANPATBHAI (ચર્ચા) ૧૧:૫૬, ૨૨ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]

ગુજરાતી વિકિપીડીયા પર કોઈ પણ માહિતિ ઉમેરવી હોય તો એને સસંદર્ભ જ ઉમેરી શકાય છે. એમાં પણ જ્યારે લખાણમાં કોઈ દાવો કે દાવાઓ કરવામાં આવ્યા હોય ત્યારે એને પ્રતિષ્ઠિત અને પુરવાર કરી શકાય એવા સંદર્ભોનો ટેકો પુરો પાડવો અનિવાર્ય છે. આપે ઉમેરેલા લખાણમાં આ પ્રકારના સંદર્ભો ગેરહાજર હોવાથી એ લખાણને કાઢી નાખવામાં આવે છે. જો આપ કોઈ સંદર્ભો પુરા પાડી શકવા સક્ષમ હો તો કહો તો એ અહેવાલ પણ ઉમેરી દઈ શકાશે. આવુ સુંદર યોગદાન કરતા રહેશો. આભાર. A. Bhatt (ચર્ચા) ૧૩:૪૮, ૨૨ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]