લખાણ પર જાઓ

ચર્ચા:દીક્ષાભૂમિ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અશોકભાઇ મોઢવાડીયા

માહિતિ ચોખટુ કેમ બનાવવુ??? વિગત લખવા માટે?

માહિતિ આપશો....

અનિલભાઈ, માફ કરજો, આપે અશોકભાઈને પૂછેલા પ્રશ્નનો જવાબ હું આપું છું. માહિતીચોકઠાંઓ પહેલેથી બનાવેલા ઢાંચાઓ છે. અહિં ઉપલબ્ધ ચોકઠાંઓમાંથી યોગ્ય ચોકઠું પસંદ કરી તેના પરિમાણો લઈને તે લેખમાં ઉમેરી શકાય છે. આ લેખ માટે મને માહિતીચોકઠું મંદિર ઉચિત લાગે છે. તે ઉમેરવા માટે તમારે આ જોઈ જુઓ. ત્યાં ઉપયોગ હેઠળ સફેદ ચોરસમાં જે લખાણ દેખાય છે તેને કોપી કરીને લેખની શરૂઆતમાં ઉમેરો. હવે તેમાં અંગ્રેજી શબ્દોને યથાવત રાખીને તે-તે પરિમાણો માટેની માહિતી =ની નિશાની સામે લખો. આપનું માહિતીચોકઠું હવે લેખમાં દેખાવા માંડશે. વધુ માહિતીની જરૂર હોય તો વિનાસંકોચે મારો પણ સંપર્ક કરી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૨, ૨૬ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

આભાર ધવલભાઇ

[ફેરફાર કરો]

ખુબ ખુબ આભાર હુ કાલનો મદદ માટે રાહ જોઇ રહ્યો હતો....

--અનિલ (talk) ૧૬:૧૮, ૨૬ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

આભાર ધવલભાઈ, આ પ્રશ્ન મારે ધ્યાને પણ નહોતો ચઢ્યો અને કદાચ હું આ વિશે આટલું માર્ગદર્શન પણ ન કરી શકત. (કારણ આ મંદિરનાં ઢાંચાની મને પણ જાણ ન હતી !) ભ‘ઈ આ ઢાંચો:માહિતીચોકઠું મંદિર તો ઘણો ઉપયોગી છે. આપણે એવું કશુંક કરી શકીએ (કે છે) જ્યાં વિષય પ્રમાણે કે ઉપયોગીતા પ્રમાણે જરૂરી બધાં ઢાંચાઓની યાદી એકસાથે દેખાય ? આ તો શું કે બધા મિત્રોને (અને મને પણ !) જોઈતા ઢાંચાઓ શોધવા સહેલા પડે. આ માત્ર શક્યતાઓ ચકાસવા ખાતરની પૂછપરછ છે. અને હા, રસપૂર્વક વિકિ પર પ્રદાન કરવા બદલ અનિલભાઈને પણ ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૧૭, ૨૬ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

અશોકભાઇ સાથે સહમત --અનિલ (talk) ૨૦:૧૨, ૨૬ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

અશોકભાઈ, થોડા દિવસ પહેલા મહર્ષિભાઈએ હર્ષભાઈને એક માહિતીચોકઠું બનાવવા માટે કહ્યું હતું, જે ગુજરાતી નામ સાથે આપણી પાસે હતું જ, મને યાદ હતું કેમકે મેં જ તે બનાવ્યું હતું (માહિતીચોકઠું:નૃવંશ સમુદાય), મને ત્યારે પણ થયું હતું કે કોઈ એક સ્થળે આવા ચોકઠાઓની યાદિ હોય તો સારૂ. ગઈકાલે જ્યારે અહિં સંદેશો લખતો હતો ત્યારે પણ મને પાછું એ યાદ આવ્યું અને નક્કી કર્યું હતું કે તેના પર કામ કરવું, પણ ક્યારે કરવું તે નક્કી નહોતું કર્યું. તમારો સંદેશો વાંચીને અને અનિલભાઈની પણ તે સબબની સહમતી જોઈને નક્કી કર્યું કે કાલ કરે સો આજ કર, અને આજ કરે સો અબ. તો લો વિકિપીડિયા:માહિતીચોકઠું બનાવ્યું છે. પ્રારંભિક ધોરણે આટલું સુઝ્યું છે એટલે એટલેથી અટક્યો છું. તમને વધુ જરૂર જણાય તો ઉમેરી શકો છો. આ ઉપરાંત બધા જ માહિતીચોકઠાંને શ્રેણી:માહિતીચોકઠાંમાં ઉમેર્યા છે.--ધવલચર્ચા/યોગદાન ૦૭:૦૨, ૨૭ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
આ પેટાચર્ચાનું તો શિર્ષક જ આભાર ધવલભાઈ છે ! ખરે જ સૌ મિત્રોને ઉપયોગી એવું કામ થયું, હવે આ પ્રકારનો નવો ઢાંચો બનાવતી વખતે પ્રથમથી જ આ શ્રેણીમાં દાખલ કરી દેવાનો રહેશે. ઘણ્ણ્ણ્ણો ઘણ્ણ્ણ્ણો આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૪૦, ૨૮ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
ખુબ ખુબ આભાર --અનિલ (talk) ૧૨:૨૩, ૨૮ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
ખોટો શરમમાં નાખો છો ભાઈઓ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૭, ૨૯ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

માહિતિ ચોકઠામાં GPS Location કેવી રિતે ઉમેરવુ

[ફેરફાર કરો]

માહિતિ ચોકઠામાં GPS Location કેવી રિતે ઉમેરવુ??
--અનિલ (talk) ૧૬:૫૮, ૨૬ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

|latd = 21| latm = 7 | lats = 41| latNS = N
|longd= 79| longm= 4| longs =1| longEW = E ----- આ પ્રમાણે ઢાંચામાં લોકેશન ભરવાનું...હાલ લેખમાં મેં ભર્યું છે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૨૬, ૨૬ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]


આભાર અશોકભાઇ --અનિલ (talk) ૨૦:૧૧, ૨૬ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]