ચર્ચા:ધારી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

મીઠાપુર - ડુંગરી[ફેરફાર કરો]

આ ગામનું સ્થાન લેટલોંગ.નેટ પર અમુક ખેતર કે વાડીમાં મળ્યું. આ સ્થળની આજુબાજુ કોઈ ગામ ન મળ્યું. ઘરોનો એક સમુહ મળ્યો જેમાં ચાર પાંચ ઘર હશે. ભારતીય વસ્તી ગણતરી ૨૦૧૧ અનુસાર આ આ ગામ ૩૧૯ ઘર અને ૧૭૪૫ માણસોની વસ્તી ધરાવે છે. આથી તે ચાર પાંચ ઘરો વાળું સ્થાન તે ગામનું ન હોઈ શકે.

વિકિમેપિયા પર સામાન્ય જનમાનસ દ્વારા અંકિત રેખાંકનો પર શોધતાં જણાયું કે ચાલાલા (કે પછી ચાલાળા? અ=21.409665, રે=71.166451)ગામના પશ્ચિમ ભાગને મીઠાપુર-ડુંગરી તરીકે કોઈએ અંકિત કર્યો છે. આ એક મોટું ક્ષેત્ર છે અને તે વસતી ગણતરીના આંકડાને ટેકો આપે છે.

તો શું મીઠાપુર-ડુંગરી એ ચાલાલાની હદને અડીને આવેલું જ ક્ષેત્ર છે કેમ?

જો કે વસતી ગણતરી અનુસાર ચાલાલા એ એક નગર છે. જેમાં ૩૦૪૪ ઘર અને ૧૬૯૧૫ની વસતી છે.

જો કોઈને જાણકારી હોય તો મદદ કરશો. --Sushant savla (talk) ૨૨:૩૬, ૭ જાન્યુઆરી ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]