ચર્ચા:નાની મોરસલ (તા. ચોટીલા)
Appearance
[૧] આ કડિને અને આ ગામને કાંઇ સંબંધ ખરો? શું આ ગામની જ દંતકથા છે? સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૭:૧૯, ૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
- ખૂબ ઝીણવટભર્યા વાંચન બદલ શાબાશી મહર્ષિભાઈ. એ કડી પર મોરસર નામના ગામનો ઉલ્લેખ છે, જ્યારે અહિં મોરસલ છે, ચોક્કસ રીતે કશું કહેવું અઘરૂં છે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૫૭, ૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
- વાહ ! મહર્ષિભાઈ. વાર્તામાં ‘ચોટીલો ડુંગર’, ’માંડવના ડુંગર’, ’સાંઢસર અને સીંઢસર તળાવની પાળે’ (અહીં પણ મોરસલની ઉગમણે-આથમણે બે તલાવડીઓ છે પણ નામ જાણમાં નથી), જેવા ઉલ્લેખોથી એમ લાગે છે કે આ મોરસલ એ જ વાર્તા માંહ્યલું મોરસર. જો કે ધવલભાઈએ કહ્યું તેમ ચોક્કસ કહેવું અઘરૂં છે. મૂળમાં આ ’મોરસલ’ હાલના તેનાં કદને જોતાં કોઈ રીતે ’રાજધાનીના નગર’ની વ્યાખ્યામાં નથી બેસતું. જો કે આપે "શોધ" કરી અને અહીં સુધી વાત પહોંચાડી એ પણ "વિકિમિત્રો" માટે ગૌરવની વાત છે. ધન્ય !--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૦૦, ૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
- સીતારામ ધવલભાઇ અને અશોકભાઇ, મને ગામ તો એક જ લાગે છે અને રાજધાનીની લોકવાયકા હોય તેમા કંઇ ખોટું નથી. આજનું પાટણ જોઇ તેની પ્રભુતા હતી એટલી ભવ્ય કલ્પી ન શકાય. મારું સિહોર ગામ ભૂતકાળમાં ભાવનગર શહેર કરતા ઘણું મોટું અને ભવ્ય હતું પણ આજે... સોનાની દ્વારકા વગેરે અનેક ઉદાહરણો. પણ આ ગામના જ માણસો આ વાયકાની પુષ્ટિ કરે તો અહિં કડીં ઉમેરી શકાય! હાલમાં તો મારા બાળકને વાર્તા કહી શકું અને સાથે સાથે થોડું જ્ઞાન આપી શકું એટલા માટે વાંચતા આ વાત ધ્યાન પર આવી. બીજુ કે આકાશ દર્શન
માટે કોઇ સરળ ગુજરાતી પુસ્તક ખરું... તારાઓની ઓળખ મને જરાય નથી માટે થોડી જીજ્ઞાસા થાય છે... બાકી આપ મિત્રો સહ:કુટુંમ્બ કુશળ હશો. જલદીથી રૂબરુ મળવાનો અવસર મળે તો આનંદ થાય! સીતારામ... મહર્ષિ
નાની મોરસલ (તા. ચોટીલા) વિશે ચર્ચા શરુ કરો
Talk pages are where people discuss how to make content on વિકિપીડિયા the best that it can be. You can use this page to start a discussion with others about how to improve નાની મોરસલ (તા. ચોટીલા).