લખાણ પર જાઓ

ચર્ચા:પઢિયાર

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

પઢિયાર[ફેરફાર કરો]

પ્રતિહાર-પરિહાર -પઢિયાર-પડિહાર નો ઇતિહાસ....

પ્રતિહાર-પરિહાર -પઢિયાર-પડિહાર પોતાને અગ્નીવંશી જણાવે છે પરંતુ તેમના મળી આવેલા પ્રાચીન ગ્રંથ માં તેમજ શિલાલેખો માં તેમને ક્યાય પણ અગ્નીવંશી જણાવ્યા નથી પણ વિક્રમ સવંત ૯૦૦ ની આસપાસ ના ગ્વાલિયર ના કિલ્લા માંથી મળી આવેલા શિલાલેખ માં પ્રતીહારો પડીહારો પઢિયારો ને રઘુવંશી શ્રી રામ ના નાના ભાઈ લક્ષ્મણજી ના વંશજો બતાવવા માં આવ્યા છે. શ્રી રામ ભગવાન ના વનવાસ દરમિયાન લક્ષ્મણજી તેમના મોટાભાઈ રામચંદ્રજી ના પ્રતિહાર રહ્યા હતા અને તેથી લક્ષ્મણજી ના વંશજો પ્રતિહાર વંશી થી ઓળખાતા થયા. અને આમ પ્રતિહારો એટલે કે પઢિયારો લક્ષ્મણજી ના વંશજો હોવાથી તેઓ ને રઘુવંશી એટલે કે સૂર્યવંશી ગણાયા છે. અને કનોજ ના પ્રતાપી રાજા પ્રતિહાર (પઢિયાર) મહેન્દ્રપાલ ના ગુરુ પ્રસિદ્ધ કવિ રાજ શેખર કે જે વિક્રમ સવંત ની દશમી શતાબ્દી માં થયા હતા તે પણ તેમને રઘુવંશી જણાવે છે.

સ્મિથ હવેનસાંગ ના જણાવ્યા મુજબ તેઓ નું મૂળ સ્થાન એટલે કે તેઓની મૂળ રાજધાની આબુપર્વત ની ઉત્તર પશ્ચિમ માં આવેલ "ભીનમાલ" હતી. અને બીજા કેટલાક વિદ્વાનો ના મતે તેઓનું મૂળ સ્થાન "અવંતી" હતું. રાજસ્થાન ના જોધપુર રાજ્ય માંથી પ્રાપ્ત થયેલા વિ.સં. ની નવમી અને દશમી શતાબ્દીના અન્ય શિલાલેખો માં પ્રતીહારો(પઢિયારો) ની ઉત્પતિ ના સંબંધ થી એવા ઉલ્લેખ છે કે, રાજા હરિશ્ચંદ્ર ને બે સ્ત્રી હતી. જેમાની એક બ્રાહ્મણ હતી અને બીજી ક્ષત્રિય હતી અને તેમાની ક્ષત્રિય રાની ને જે પુત્રો થયા તેઓ પ્રતિહાર ક્ષત્રિય વંશ ના શાસકો કેહવાયા. પૃથ્વીરાજ સમા સિવાય કોઈપણ ગ્રંથ માં કે લેખ માં પ્રતિહાર(પઢિયાર) ને અગ્નિવંશી જણાવ્યા નથી. પ્રતીહારો નું રાજ્ય પ્રથમ મારવાડ માં હતું. જ્યાંથી તેમણે પોતાના બાહુબળ થી કનોજ નું રાજ્ય જીતી લીધું અને કનોજ ને એક મહા પ્રબળ રાજ્ય સ્થાપિત કર્યું હતું.

પ્રતિહાર ની બાર શાખા હતી : જેમાં મુખ્ય ઈંદા અને સિંધલ હતી. આ બંને શાખાઓ ના થોડા લોકો 'લુણી' નદી ની આસપાસ (રાજસ્થાન) માં મળી આવે છે. પ્રતિહાર વંશ ને ગુર્જર પ્રતિહાર વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે દેશ ને સંકટ માંથી ઉદ્ધારવા તેનો ઉદય થયો છે ! આ એક કર્તવ્ય પરાયણ જતી છે. આરબ પ્રજા જયારે ભારત ઉપર આવી ત્યારે તે ધખધાગતા આક્રમણકારો ને આ પ્રતિહાર રાજપૂત વીરો એ તલવાર બળે તેમણે ડાર્યા હતા અને આરબો સામે દેશ નું રક્ષણ કર્યું હતું. શરુ થીજ આ પ્રતિહાર(પઢિયાર) રાજપૂત વીરો બહાદુર અને નીડર સામંતો હતા, ક્ષત્રિય વીરો હતા.

જય રાજપૂતાના......

જય ક્ષાત્ર ધર્મ..... Amitsih007 (ચર્ચા) ૧૪:૦૬, ૬ ફેબ્રુઆરી ૨૦૨૩ (IST)[ઉત્તર]