પઢિયાર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

Lua error in package.lua at line 80: module 'Module:No globals' not found.


પ્રતિહાર-પરિહાર -પઢિયાર-પડિહાર તેઓને અગ્નિવંશી ક્ષત્રિય જણાવવામાં આવે છે પરંતુ તેમના મળી આવેલા પ્રાચીન ગ્રંથ માં તેમજ શિલાલેખો માં તેમને ક્યાય પણ અગ્નિવંશી જણાવ્યા નથી પણ વિક્રમ સવંત ૯૦૦ ની આસપાસ ના ગ્વાલિયર ના કિલ્લા માંથી મળી આવેલા શિલાલેખ માં પ્રતિહારો પડિહારો પઢિયારો ને રઘુવંશી શ્રી રામ ના નાના ભાઈ લક્ષ્મણજી ના વંશજો બતાવવા માં આવ્યા છે. શ્રી રામ ભગવાન ના વનવાસ દરમિયાન લક્ષ્મણજી તેમના મોટાભાઈ રામચંદ્રજી ના પ્રતિહાર રહ્યા હતા અને તેથી લક્ષ્મણજી ના વંશજો પ્રતિહાર વંશી થી ઓળખાતા થયા. અને આમ પ્રતિહારો એટલે કે પઢિયારો લક્ષ્મણજી ના વંશજો હોવાથી તેઓ ને રઘુવંશી એટલે કે સૂર્યવંશી ક્ષત્રિય ગણાયા છે. અને કનોજ ના પ્રતાપી રાજા પ્રતિહાર (પઢિયાર) મહેન્દ્રપાલ ના ગુરુ પ્રસિદ્ધ કવિ રાજ શેખર કે જે વિક્રમ સવંત ની દશમી શતાબ્દી માં થયા હતા તે પણ તેમને રઘુવંશી ક્ષત્રિય જણાવે છે.

સ્મિથ હવેનસાંગ ના જણાવ્યા મુજબ તેઓ નું મૂળ સ્થાન એટલે કે તેઓની મૂળ રાજધાની આબુપર્વત ની ઉત્તર પશ્ચિમ માં આવેલ "ભીનમાલ" હતી. અને બીજા કેટલાક વિદ્વાનો ના મતે તેઓનું મૂળ સ્થાન "અવંતી" હતું. રાજસ્થાન ના જોધપુર રાજ્ય માંથી પ્રાપ્ત થયેલા વિ.સં. ની નવમી અને દશમી શતાબ્દીના અન્ય શિલાલેખો માં પ્રતિહારો(પઢિયારો) ની ઉત્પતિ ના સંબંધ થી એવા ઉલ્લેખ છે કે, રાજા હરિશ્ચંદ્ર ને બે સ્ત્રી હતી. જેમાની એક બ્રાહ્મણ હતી અને બીજી ક્ષત્રિય હતી અને તેમાની ક્ષત્રિય રાની ને જે પુત્રો થયા તેઓ પ્રતિહાર ક્ષત્રિય વંશ ના શાસકો કેહવાયા. પૃથ્વીરાજ સમા સિવાય કોઈપણ ગ્રંથ માં કે લેખ માં પ્રતિહાર(પઢિયાર) ને અગ્નિવંશી જણાવ્યા નથી. પ્રતિહારો નું રાજ્ય પ્રથમ મારવાડ માં હતું. જ્યાંથી તેમણે પોતાના બાહુબળ થી કનોજ નું રાજ્ય જીતી લીધું અને કનોજ ને એક મહા પ્રબળ રાજ્ય સ્થાપિત કર્યું હતું.

પ્રતિહાર ની બાર શાખા હતી : જેમાં મુખ્ય ઈંદા અને સિંધલ હતી. આ બંને શાખાઓ ના થોડા લોકો 'લુણી' નદી ની આસપાસ (રાજસ્થાન) માં મળી આવે છે. પ્રતિહાર વંશ ને ગુર્જર પ્રતિહાર વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે દેશ ને સંકટ માંથી ઉદ્ધારવા તેનો ઉદય થયો છે ! આ એક કર્તવ્ય પરાયણ જતી છે. આરબ પ્રજા જયારે ભારત ઉપર આવી ત્યારે તે ધખધાગતા આક્રમણકારો ને આ પ્રતિહાર રાજપૂત વીરો એ તલવાર બળે તેમણે ડાર્યા હતા અને આરબો સામે દેશ નું રક્ષણ કર્યું હતું. શરુ થીજ આ પ્રતિહાર(પઢિયાર) રાજપૂત વીરો બહાદુર અને નીડર સામંતો હતા, ક્ષત્રિય વીરો હતા.

રાજપૂત વંશ સાગર માં બતાવ્યા મુજબ તેમજ લેખક શ્રી લક્ષ્મણ બુર્દક ના લેખ માં જણાવ્યા મુજબ પઢિયાર વંશ : પઢિયાર વંશ - શાખા - ગોત્ર : • ઉત્પતિ - આબુ પવૅત • ગોત્ર - કશ્યપ • પિતા - કશ્યપ • માતા - ભાનુકશીના • કુલદેવી - ચંડિકા ચામુંડા દેવી • અધિષ્ઠાદેવી - ગાજન ભવાની માતા • ગુરૂ – વશિષ્ઠ • કુળ – અગ્નિ • વંશ - સુયૅવંશ(રઘુવંશી) • વેદ – યજુવૅદ • ક્ષેત્ર – અયોધ્યા • નદી – સરયુ, સરસ્વતી • નગર – પિંગલગઢ • કુલદેવ – રામચંદૃ • ઇષ્ટદેવ – વિષ્ણુ • મહાદેવ – નીલકંઠ • પરવર - ૐ રવી • તલવાર – અજીત • ઘોડો – શ્યામકરણ • ગણપતિ – એકદંતી • શાખા – વજસ્નેહી • મંત્ર – ગાયત્રી • ઉપવેદ – ધનુવૅદ • તીથૅ - ચિત્રકુટ, પુષ્કર • પક્ષી – ગરૂડ • વૃક્ષ – પીપળો • નિશાન – લાલ ઝંડા મા સૂયૅ નુ નિશાન

પ્રતિહાર પઢિયાર વંશ ના ચક્રિય શાસકો :

• દાદ્દા ૧ (ઈ.સ. ૬૫૦ - ? ) એટ નંદીપુર (નંદોલ) • દાદ્દા ૨ • દાદ્દા ૩ (? - ઈ.સ. ૭૫૦) • નાગભટ્ટ ૧ (ઈ.સ. ૭૫૦ - ૭૮૦) • વત્સરાજ (ઈ.સ. ૭૮૦ - ૮૦૦) • નાગભટ્ટ ૨ (ઈ.સ. ૮૦૦ - 833) • રામભદ્ર (ઈ.સ. ૮૩૩ - ૮૩૫) • મહાન સમ્રાટ મિહિર ભોજ (ભોજ પ્રથમ) (ઈ.સ. ૮૩૫ - ૮૯૦) • મહેન્દ્રપાલસિંહ ૧ (ઈ.સ. ૮૯૦ - ૯૧૦) • ભોજ ૨ (ઈ.સ. ૯૧૦ - ૯૧૩) • સમ્રાટ મહિપાલસિંહ (ઈ.સ. ૯૧૩ - ૯૪૪) • મહેન્દ્રપાલસિંહ ૨ (ઈ.સ. ૯૪૪ - ૯૪૮) • દેવપાલસિંહ (ઈ.સ. ૯૪૮ - ૯૫૪) • વિનાયક્પાલસિંહ (ઈ.સ ૯૫૪ - ૯૫૫) • મહિપાલસિંહ ૨ (ઈ.સ. ૯૫૫ - ૯૫૬) • વિજયપાલસિંહ ૨ (ઈ.સ ૯૫૬ - ૯૬૦) • રાજ્યપાલસિંહ (ઈ.સ ૯૬૦ - ૧૦૧૮) • ત્રીલોચનપાલ સિંહ (ઈ.સ ૧૦૧૮ - ૧૦૨૭) • યશપાલસિંહ (ઈ.સ ૧૦૨૪ - ૧૦૩૬)