લખાણ પર જાઓ

ચર્ચા:પર્યાયોક્તિ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

જુઓ ચર્ચા:સૌમ્યોકિત--ધવલચર્ચા/યોગદાન ૧૧:૪૧, ૨૯ નવેમ્બર ૨૦૧૦ (UTC)

ભાઈ, આ લેખનું નામ તો બદલી નાંખ્યુ અને તેમાં સૌમ્યોક્તિને બદલે પર્યાયોક્તિ પણ કરી નાંખ્યું પણ મને તો આ આખેઆખો લેખ જ ઉડાવી દેવાનું મન થાય છે. લેખ વાંચીને (આ ટોળકી કરેલા અન્ય ભાષાંતરોની જેમ જ) મૂર્છા આવી ગઈ. આતે કઈ જાતનું ભાષાંતર છે? સાલી કશી ખબર જ ના પડે કે શું વાંચીએ છીએ? પહેલા એકાદ બે ફકરાને મઠારીને બાકીની બધી જ વસ્તુ હટાવી દેવી જોઈએ તેમ હું માનુ છું, કેમકે આ કક્ષાનો લેખ ફક્ત આપણા ગુજરાતી વિકિની આબરૂ જ બગાડે એટલું નહી, આપણા સહુ ગુજરાતીઓની પણ આબરૂના ધજાગરા ઉડાવે એવો છે. વધુમાં, લેખ આખેઆખો અંગ્રેજી પર્યાયોક્તિનાં શબ્દો માટે લખાયેલો છે, હવે તે અંગ્રેજી શબ્દોને ગુજરાતી કરવાથી આમે તેમાં કોઈ હાર્દ રહેતું નથી, માટે પાછળનો બધો મસાલો તો આમે નકામો લાગે છે. શું કહો છો તમે? અને આની સાથે સાથે હવે તો મને એમ થાય છે કે, આપણે સહિષ્ણુતા બહુ દાખવી, આ ગુગલ ટ્રાન્સ્લેશન ટૂલકીટનો ઉપયોગ કરનારી DC મંડળીનાં બનેલા બધા જ લેખો ફક્ત સ્ટબ કે સબસ્ટબ રૂપે રાખીને તેમાંથી બાકીનું બધુ દૂર કરવું જોઈએ, જો આપણી ગુણવત્તા જાળવવી હોય તો. મને ખબર છે કે આ ખૂબ સંવેદનશીલ વિષય છે, માટે મહર્ષિભાઈ, સતિષભાઈ, સુશાંતભાઈ, પીએસ પટેલ, વગેરે સહુ નિયમિત યોગદાનકર્તા મિત્રોની સહિયારી ચર્ચા પછી જ આખરી નિર્ણય લઈશું.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૫, ૨૯ નવેમ્બર ૨૦૧૦ (UTC)
સાવ અપ્રસ્તુત ભાષાંતર હતું તે વાત સાથે સહમત થાઉ છું. મારા મત મુજબ અમુક લેખો માં થોડું મઠારતા સારા લેખો ની તુલના માં આવી શકે તેવા છે. બને તેટલા લેખોમાં હું તત્કાળ સુધારા કરવાનો પ્રયત્ન કરું છું. પણ જો આપણે આવા લેખો ને કોઇ ખાસ category કે wacth listમાં મુકીયે તો કેમ? સીતારામ... મહર્ષિ --Maharshi675 ૦૯:૪૧, ૧ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
મોટેભાગે આ ટોળકી શબ્દશ: ભાષાંતત કરે છે, અનુવાદ અને ભાષાંતર વચ્ચેની ભેદરેખા છે જેને આ લોકો વટાવતા નથી, વધુમાં ઘણી વખત પહેલેથીજ અસ્તિત્વમાં લેખો (જેમકે દ્રૌપદી)ને જોયા-જાણ્યા વગર, ઉમેરો કરવાને બદલે રિપ્લેસ કરી દે છે, આવાતો ઘણા કારણો છે, એ લેખોને મઠારવાને બદલે શું રિ-રાઈટ કરવા વધુ સહેલા ના બને? મેં જોયું છે કે તમે ઘણા લેખોમાં તત્કાલિન સુધારાઓ કરો છો, પરંતુ ભાષાંતર એટલી નિમ્ન કક્ષાનું હોય છે કે વાચકને ખરેખર કશી સમજ જ ના પડે. રહ્યો સવાલ તેમને કોઈક category કે wacth listમાં મુકવાનો તો તેમાં {{cleanup}} કે {{translate}} ઉમેરીને તેમને અલગ તારવી શકાય, કેમકે ટેક્નિકલી જોતાં આ લેખોનું ભાષાંતર પૂર્ણ થયેલું ના ગણી શકાય જ્યાં સુધી તે સમજી શકાય તેવી ગુજરાતીમાં ના હોય ત્યાં સુધી.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૦, ૧ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
{{cleanup}} કે {{translate}} ઉમેરવાની વાત યોગ્ય છે. મુળ પ્રશ્ન એકે તેઓ કદી ચર્ચાના પાના કે અન્ય કોઇ રીતે સંપર્કમાં આવતા નથી. કોઇ પણ પ્રોજેક્ટના ભાગ રુપે આ કામ થતુ હોય કે શોખ ખાતર પણ ફક્ત તેઓ અનુવાદ અને ભાષાંતર વચ્ચેની ભેદરેખા સમજે અને યોગદાન કરે તો આપણે સફાઇ કામ ઓછું કરવું પડે.. સીતારામ... મહર્ષિ --Maharshi675 ૦૯:૪૭, ૨ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)

પર્યાયોક્તિ વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો