ચર્ચા:પે સેન્ટર ગ્રૂપ શાળા, બદલપુર
Appearance
વિકિ અલાયક લેખ
[ફેરફાર કરો]ખરેખર તો આ લેખ વિકિલાયક નથી, પણ છતાં રહેવા દીધો છે. લેખ ફક્ત શાળાની જાહેરાત કરે છે, વિકિપીડિયા કે કોઈ પણ જ્ઞાનકોશમાં હોય એવી પાયાની વિગતોનો સંપૂર્ણ અભાવ છે, જેમ કે, શાળાની સ્થાપના કોણે કરી, કોણ એનું સંચાલન કરે છે, અન્ય કોઈ કેન્દ્રો છે કે કેમ, વગેરે. કૃપા કરી આ બધી માહિતી ઉમેરવી.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૨૧, ૧ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
- જી, હમણા હકારાત્મક અભિગમવાળી ચર્ચાની અસર હેઠળ - જે તે સભ્યને હકારાત્મક વાતાવરણ અનુભચચા મળે એ માટે જ - મેં એ લેખમાં વીકીલાયક બનાવવા માટેનો સંદેશો આપતો ઢાંચો ઉમેર્યો હતો અને લેખ સંપુર્ણપણે જાહેરાત હોવા છતા રહેવા દેવો ઠીક સમજ્યો હતો. --એ. આર. ભટ્ટ ૦૮:૪૮, ૧ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
- આપ બન્ને પ્રબંધકોના હકારાત્મક અભિગમ માટે ખૂબ ખૂબ આભાર. પ્રથમ દ્રષ્ટિએ મને પણ આ લેખ પ્રચાર, જાહેરાત અને વિકિ માટે ઉલ્લેખનિય નથી તેવો લાગ્યો હતો. પણ લેખમાં વાંચતા એવું લાગે છે કે ગાંધી વિચાર આધારિત બુનિયાદી શિક્ષણ આપતી શાળા છે. છે કે નહિ તેની ખાતરી નથી પણ લેખ વાંચતા એવું લાગ્યુ હતુ. આવી શાળાઓ અમુક જ છે એ દ્રષ્ટિએ તે ઉલ્લેખનિય ગણાય. જો એવું ન હોય તો હટાવવો જોઇએ. આભાર સહ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૦૧, ૧ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
- જી, હમણા હકારાત્મક અભિગમવાળી ચર્ચાની અસર હેઠળ - જે તે સભ્યને હકારાત્મક વાતાવરણ અનુભચચા મળે એ માટે જ - મેં એ લેખમાં વીકીલાયક બનાવવા માટેનો સંદેશો આપતો ઢાંચો ઉમેર્યો હતો અને લેખ સંપુર્ણપણે જાહેરાત હોવા છતા રહેવા દેવો ઠીક સમજ્યો હતો. --એ. આર. ભટ્ટ ૦૮:૪૮, ૧ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
- હકારાત્મક અભિગમ વિશે સવિનય જણાવવાનું કે એ કોઇ દેખાડાની વસ્તુ નથી. આપણા વાણી, વર્તન, વ્યવહારમાં એ આપોઆપ દેખાઇ આવે છે. આ હકારાત્મ અભિગમ છે એવું જાહેર કરવાની જરુર રહેતી નથી. બીજી એક એ વિનંતી છે કે મને સારુ લાગે કે હકારાત્મક વાતાવરણ અનુભવાય તે માટે આપ કરો છો એ માટે હું હ્રદયપૂર્વક આભારી છું પણ માત્ર મારા માટે ન્ કરવા વિનંતી. આપને યોગ્ય લાગે તો અને તો જ હકારાત્મક અભિગમ દાખવવો. આભાર સહ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૦૪, ૧ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
- હું અને અન્ય પ્રબંધકો હકારાત્મક વલણ જ રાખત આવ્યા છીએ, ફક્ત તમારી નજરે નહોતું ચડતું, તમને નકારાત્મક લાગતું હતું એટલે હવે સ્પષ્ટ કરતો રહું છું કે આ હકારાત્મક છે, જેમ તમે નકારાત્મક તરફ આંગળી ચીંધો છો તેમ હું હકારાત્મક તરફ. અને આ લેખ ને રાખવા કે ન રાખવા પાછળ અગત્યનો મુદ્દો છે તેમાં હોવી જોઈએ એવી પાયાની વિગતો ઉપલબ્ધ હોવી કે ન હોવી, તે શાળા બુનિયાદી શિક્ષણ ન આપતી હોય તો પણ જો યોગ્ય વિગતો હોય તો લેખને રહેવા જ દેવો જોઈએ એવું હું સ્વતંત્ર પણે માનું છું, તમારી માન્યતા જૂદી છે, જે એને સ્થાને યોગ્ય હોઈ શકે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૦૧, ૧ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)