પે સેન્ટર ગ્રૂપ શાળા, બદલપુર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

પે સેન્ટર ગ્રૂપ શાળા કે પે સેન્ટર ગૃપ શાળા ગુજરાત રાજ્યના ખંભાતના અખાતના દરિયાકિનારે આવેલા બોરસદ તાલુકાનાં બદલપુર ગામમાં આવેલી એક પ્રાથમિક શાળા છે. બુનિયાદી તાલીમ માળખા પર રચાયેલી આ આ શાળાએ ગાંધીજીના ખાદી પ્રચારના રચનાત્મક કાર્યક્રમને સ્વીકાર્યો છે. દરરોજ કાર્યનુભાવના તાસમાં કપાસ લોઢવો, કીરી વીણવી, રૂ પીજવુ, પૂણી બનાવવી તથા કાંતવું એવી પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલતી હતી. હાલ સુધી વણાટશાળા હયાત હતી.

આ શાળામાં ૨૬ ઓરડા છે. ઉચ્ચ શૈક્ષણીક લાયકાતો ધરાવતા ૨૧ શિક્ષકો તથા ૮૫૦ વિદ્યાર્થીઓ શિક્ષણ અને શિક્ષણેત્તર પ્રવૃત્તિઓમાં હૃદયપૂર્વક સંલગ્ન રહે છે. શાળામાં પંચાયત, ગણિત-વિજ્ઞાન મંડળ, ભાષા મંડળ, પ્રાર્થના સંમેલન, માતૃ સંમેલન, પ્રવાસ-પર્યટન, રમત-ગમત, વિવિધ હરીફાઈઓ, ઉત્ત્સવ ઉજવણી જેવી પ્રવૃત્તિઓ ચલાવે છે. કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન લેબ, સામાજિક વિજ્ઞાન રૂમ,પુસ્તાક્લય વગેરેની પણ સુવિધા છે. ૫૦૦૦ ચો.ફૂટનો વિશાળ પ્રાર્થનાખંડ ફક્ત લોકભાગીદારીથી ગ્રામજનોના સહકારથી બનાવવામાં આવ્યો છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]