લખાણ પર જાઓ

ચર્ચા:ભગવદ્ગોમંડલ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

http://gujaratilexicon.com/blog/

Is this the source?

હા, મહર્ષિભાઈ, તમારી વાત સાચી છે, તે જ સ્ત્રોત છે આ માહિતિનો. હવે તમે કહો, શું કરવું? લેખને વિકિની નીતિ મુજબ દૂર કરવો કે પછી કોઈ તેને મૌલિક ભાષામાં લખવા તૈયાર છે?--ધવલચર્ચા/યોગદાન ૨૨:૪૨, ૩ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)

Here is link of this website:

--અશોક મોઢવાડીયા ૦૯:૨૨, ૩ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)

અશોક્ભાઈ, આપે આપેલી કડિ ભગવદ્ગોમંડલની વેબ સાઈટની છે, જ્યારેઔપર મહર્ષિભાઈ લેખનાં લખાણનાં સ્ત્રોતની વાત કરે છે તેમ મને લાગે છે, અને આ લખાણ ઉપરોક્ત વેબસાઈટ પરથી બેઠું ઉઠાંતરી કરેલું છે, માટે મારા મતે તે પ્રકાશનાધિકાર ભંગ કરે છે. આપનાં વ્યુહ જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૪૨, ૩ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)


ખરી વાત છે ધવલભાઇ, લેખનાં લખાણનાં સ્ત્રોતની વાત કરવા હું માગતો હતો પરંતુ થોડું અસ્પષ્ટ લખાઇ ગયું. હું પણ પહેલા કોઇક વેબ સાઇટ પરથી બેઠી કોપિ કરી લેતો હતો પરંતુ આપના માર્ગદર્શન નીચે સમયાંતરે થોડું શીખ્યો. જો મારા લેખોને કારણ આપ્યા વીના જ દુર કરવામાં આવતા હોત તો આજે હું થોડું-ઘણું પણ યોગદાન આપતો ન હોત! આવી જ રીતે ધીરજ રાખીને, લેખને દૂર કર્યા વિના, જો સમજાવટ થી કામ થઇ શકે તો વધુ ઠિક થશે એવો મારો નમ્ર મત છે. તો આપ યોગ્ય નિર્ણય લેશો... સીતારામ --મહર્ષિ --Maharshi675 ૦૮:૪૬, ૪ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)
ખરી વાત ધવલભાઇ, જો કે આપે કહ્યું તેમ મહર્ષિભાઇ ની વાત સમજવામાં મારી ગફલત રહી, અને સ્ત્રોત ની વાત બાબતે મને પણ શંકા જણાઇ કે આ ક્યાંકથી બેઠેબેઠો લીધેલ લેખ છે. તેથી મેં લેખની શરૂઆતમાં (સંદર્ભ આપો) ટેગ મુકેલ. તો કાંતો મુળ લખાણ કર્તાને વિનંતીકે પોતાના શબ્દોમાં ફરીથી લેખ વ્યવશ્થીત કરી વિકિપીડિયાનાં જે અમુક માર્ગદર્શક નિયમો છે તે મુજબ લખે,અથવા આપ પ્રકાશનાધિકાર ભંગની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરો. મહર્ષિભાઇ અને આપને (જરા મોડા પડવા બદલ દિલગીરી શાથે) 'ગાંધીગીરી' કરવા બદલ અભિનંદન.--અશોક મોઢવાડીયા ૦૯:૫૦, ૪ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)
મિત્રો, આપની વાત સાચી છે, ગાંધી ગિરિનો માર્ગ ઉમદા માર્ગ છે, પરંતુ તે માર્ગ ફક્ત આપનાં જેવા નિયમિત સભ્યો સાથે જ કામ લાગે છે, આવા સભ્યો કે જે એક વખત યોગદાન કરીને ફરી પોતાનાં ચર્ચાનાં પાના પણ વાંચતાં ના હોય પ્રબંધક હોવાને નાતે હું તેવા પ્રકાશનાધિકાર ભંગ કરતાં લેખોને લાંબો સમય અહિં રહેવા પણ ના દઈ શકું, માટે એક સંમતિ કરીએ કે, આવા કિસ્સાઓમાં આપણે તેમને કોઈક મહેતલ આપીએ (એક અઠવાડિયું બહુ થઈ રહેશે?) અને જો તે મહેતલમાં તેઓ યોગ્ય પગલાં ના લે તો તેમનાં લખાણોને દૂર કરવા, અને જે રીતે તેઓએ કામ કર્યું છે, તે જોતાં જો તે પાછા ના ફરે તો તેમને નિષ્ક્રિય સમજીને તેમનાં પર પ્રતિબંધ મુકવામાં શું વાંધો? --ધવલચર્ચા/યોગદાન ૧૮:૦૪, ૪ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)


I agree with you Dhavalbhai... સીતારામ --મહર્ષિ --Maharshi675 ૦૮:૫૫, ૫ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)


ધવલભાઇ, આ લખાણ ગુજરાતીલેક્સિકોન.કોમ ટીમે જ તૈયાર કરેલ છે. તે માટે પરવાનગી લેવાની હોય તો મને કહેજો. આ મૂળ લેખ પબ્લિક ડોમેઇનમાં મૂકેલ છે, તેવી નોંધ હું તેના પર મૂકી દઉં છું. --Kartik ૦૫:૨૬, ૫ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)
કાર્તિકભાઈ, ઘણા સમય પછી તમને પાછા ફરેલા જોઈને આનંદ થયો. સારું લાગે છે જ્યારે જુના સભ્યોને અહિં યોગદાન કરતાં જોઉ છું ત્યારે. અમારું સદભાગ્ય છે કે તમે ગુજરાતીલેક્સીકોન સાથે કામ કરો છો અને માટે આપ ઉપર જણાવ્યું તે પ્રમાણે નો>ધ ત્યાં મુકાવી શકો તેમ છો. પરંતુ, મારી એક વિનંતિ છે, કે જો કોઈ લખાણ એક જગ્યાએ હોય, તો તેને બેઠે બેઠું અહિં મુકવાથી શું ફાયદો? મારી વાતનો ઉલટો અર્થ ના લેશો, મારે ફક્ત એટલું જ કહેવું છે કે જો આ લખાણને આપણે મૌલિક ભાષામાં રૌ કરીએ અને નીચે બાહ્ય કડિઓ હેઠળ http://gujaratilexicon.com/blog/ ની લિંક ઉમેરીએ તો કેવું રહે? ભલે આપણે અહિં એક સ્ટબ કક્ષાનો જ લેખ બનાવી શકીએ તેનાથી વાંધો નથી, પરંતુ, અહિં વિકિમાં શોધનાર વ્યક્તિને ભગવદ્ગોમંડલ વિશે માહિતિ મળી જાય અને સાથે સાથે ગુજરાતી લેક્સિકોનની લીંક પણ મળી રહે.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૪૫, ૫ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)

CD મેળવો

[ફેરફાર કરો]

અથવા તમે નીચે આપેલ માહિતીથી પણ મેળવી શકો છો. Vkvora2001 ૧૮:૨૮, ૨૭ મે ૨૦૦૯ (UTC)

વોરા સાહેબ, આપણે આવી કોઇ પણ બાબતોથી દૂર રહીએ તો સારૂં, કે જેને કોઈ પણ વ્યક્તિ જાહેરાત કે પ્રચાર ગણી શકે છે. હું તમને સારી રીતે ઓળખું છું એટલે જાણું છું કે આમ કરવા પાછળનો તમારો આશય ફક્ત લોકોને માહિતિ પુરી પાડવાનો હતો, પરંતુ, છતાં કોઇ વાંધો ના ઉઠાવે માટે થઈને મેં લખાણ અહીંથી દૂર કર્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૩૩, ૨૮ મે ૨૦૦૯ (UTC)

ભગવદ્ગોમંડલ

[ફેરફાર કરો]

ગુજરાતી મીત્રો, આનંદો !, આનંદો  !! ભગવદ્ગોમંડલ આખે આખું ડાઉન લોડ થઈ શકે છે. એની સાઈટ પર જઈ ડાઉન લોડ કરી વાંચો. Vkvora2001 ૦૩:૨૨, ૨૯ મે ૨૦૦૯ (UTC)