લખાણ પર જાઓ

ચર્ચા:ભારતવર્ષ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ભારતવર્ષ અને ભારત એક જ?

[ફેરફાર કરો]

શું ભારતવર્ષ એ પૌરાણિક શબ્દ નથી જેમાં આર્યાવર્તના બધા પ્રદેશો (હાલના બાંગ્લાદેશ, ભૂટાન, શ્રીલંકાથી માંડી અફઘાનિસ્તાન અને ઇરાન સુધીના પ્રદેશોનો સમાવેશ થતો હતો? ભારતવર્ષને ભારત પર રિડાયરેક્ટ કરવું કદાચ ગેરમાર્ગે દોરનારું ગણાશે. જો આ બંને એક જ એવા કોઈ સંદર્ભ હોય તો શોધવા વિનંતિ જેથી લેખમાં ઉમેરી શકાય.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૨, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)[ઉત્તર]

આમ તો ભારતવર્ષ અને ભારત આ બે શબ્દોમાં કોઈ અંતર હોઈ શકે એમ સંસ્કૃત વિશ્વમાં તો કોઈ વિચારતું નથી. કારણકે વારંવાર ભારત અને ભારતવર્ષ ને સમાનાર્થીશબ્દો તરીકે જ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કાલાંતરે 1947 માં ભારતનો જન્મ થયો એવી ભ્રમણાં આ દેશમાં પ્રવર્તી ગઈ છે. અને ભારત અટલે અત્યારનું ભારત અને ભારતવર્ષ એટલે અફઘાન થી માન્માર સુધીનું એવું સ્વીકારાઈ ગયું. પરંતુ ભારત અને ભારતવર્ષ બે શબ્દોં માં કોઈ અંતર નથી. ઘણાં વિદ્વાનો અને સામાન્ય વક્તાઓનાં સંદર્ભ જ અત્યારે આપી શકું એમ છું.

અસ્તુ, જય ભારતલિ., નેહલ દવે ૧૯:૨૧, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)[ઉત્તર]

આભાર નેહલભાઈ, તો એનો અર્થ એમ થયો કે ભારતવર્ષ એ ફક્ત સંસ્કૃત નામ છે. અને માટે એ નામથી રિડાયરેક્ટ રાખવું યોગ્ય નથી, એના બદલે સંસ્કૃત નામ હેઠળ લેખમાં જ એ નામ સમાવી લેવું જોઈએ. કારણ કે હિંદી અને ઉર્દુમાં હિંદુસ્તાન, હિંદ, અંગ્રેજીમાં ઇન્ડિયા, વગેરે નામો વપરાય છે. પરંતુ આપણે અહિં એ પરભાષાના નામોથી લેખો બનાવીને રિડાયરેક્ટ આપતા નથી. આશા રાખું કે આપ સહમત થશો.
નવો લેખ હોય એમાં મને વાંધો નથી. પરંતુ ભારતવર્ષમાં હશે શું. ભારત આટલું વિશાળ હતું ઇત્યાદિ? પરંતુ ભારતવર્ષ = ભારત છે. ઇંડિયા એવું ના આપીએ એ સમજાય કારણ કે એ પર ભાષા છે. સંસ્કૃત અને ગુજરાતીમાં શુ પરભાષા અને સ્વભાષા. આમાં તો સમાનાર્થી જ હોય. છતાં તમે વિચારતા હશો તો ઉચિત જ હશે. આપની સહમતી માં મારી સહમતી. અસ્તુ. લિ., નેહલ દવે ૧૯:૩૧, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)[ઉત્તર]