ચર્ચા:ભારતીય ઉપખંડના પક્ષીઓની યાદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

આ યાદી હજુ અધુરી છે, ગુજરાતી નામો/ઉચ્ચારોમાં થોડીઘણી ક્ષતિ પણ હોઈ શકે છે. (આ યાદીનો મૂળ માહિતીસ્રોત અહીં siddhadreams.wordpress.com પર છે. આપણે તેનો ઉપયોગ માત્ર દ્વિજાતિ નામો અને ગુજરાતી નામો સરખાવવામાં કર્યો છે.) મિત્રો આને આધારે નવા લેખ બનાવી મદદરૂપ બની શકે છે. ચકાસણી કરી અને ખાત્રીબંધ જણાય તે નામના પક્ષી વિશે પ્રાથમિક લેખ બનાવી શકાય છે. હાજર લેખમાંથી (શ્રેણી:પક્ષી) શોધી અને અહીં જોડી પણ શકાય છે. નામો અને સુધારા વિશેના સૂચનો અહીં ચર્ચાના પાને ઉપયોગી થશે. મદદરૂપ થનાર સૌ મિત્રોનો આગોતરો આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૨:૦૦, ૨૬ એપ્રિલ ૨૦૧૪ (IST)

અશોકભાઇ, ભારતીય ઉપખંડમાં ૧૨૫૦ કરતા વધારે જાતીનાં પક્ષી હોવા જોઇએ. ગુજરાતની યાદી ૪૫૦+ જેટલી થવા જાય છે. ઉચ્ચારણોમાં તમારી વાત સાચી છે. ઉપરાંત ગુજરાતી નામોમાં વિસંગતતા બહુ જ છે. આપણે મ.કુ. ધર્મકુમારસિંહજીએ અને પધ્યુમન દેસાઇએ આપેલા નામ વધારે આધારભુત ગણવા જોઇએ. --49.213.61.167 ૧૦:૨૩, ૨૬ એપ્રિલ ૨૦૧૪ (IST)
સાચું ! મારી પાસે પણ એક પુસ્તક છે જેમાં ઉપરોક્ત મહાનુભાવો સમેત અન્ય ઘણાં આદરપાત્ર પક્ષીવિદો દ્વારા ચોકસાઈપૂર્વક અપાયેલાં ગુજરાતી નામો, દ્વિપદ નામ સાથે, ની યાદી છે. એ પુસ્તક બહુ વર્ષ પહેલાં ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત કરાયેલું. બસ મારા સંગ્રહમાંથી એ હાથ લાગે એટલી વાર છે ! આપણે શક્ય એટલી ચોકસાઈ વર્તવા ઇચ્છા રાખીશું. જ્યાં વિસંગતતા/માહિતીદોષ જણાય, નામ કે વિગતોમાં, ત્યાં સૌ જાણકાર મિત્રો સુધારે કે ચર્ચાને પાને લખે. મારો નમ્ર પ્રયાસ અહીં ગુજરાતી નામ ધરાવતા દરેક પક્ષી વિશે એક એક સ્ટબ લેખનો છે. ધન્યવાદ. (આપ સન્નિષ્ઠ વિકિસભ્ય હોવાનું જણાય છે, સંભવ હોય તો લોગઈન થઈ કાર્ય કરવા નમ્ર વિનંતી. અને ન હોય તો સભ્યપદ નોંધાવશો એ અમને ગમશે જ. જો કે અહીં એ માટેનો દૂરાગ્રહ નથી જ હોતો.) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૪૨, ૨૬ એપ્રિલ ૨૦૧૪ (IST)
@ધવલભાઇ - હા, ચોક્કસ ધ્યાનમાં રાખીશું. @અશોકભાઇ - આપનો આશય ઉમદા છે એમાં કોઇ જ શંકા કે બે મત નથી. --Guptvanshi (talk) ૧૦:૩૯, ૨૭ એપ્રિલ ૨૦૧૪ (IST)