ચર્ચા:મકર રાશિ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ધ્યાને આવ્યું કે આ રાશીઓનાં બે-ત્રણ લેખમાંથી (કુંભ રાશી, સિંહ રાશી વ.) સભ્ય:Chauhan Mahipal દ્વારા વિકિ ફોર્મેટમાં થયેલાં કોષ્ટક, શ્રેણી, આંતરવિકિ લિંક્સ વગેરે હટાવી જ્યોતિષ શાસ્ત્રનાં પુસ્તકમાં શોભે તેવું, અસંદર્ભ, લખાણ કરાયેલું છે. જે ફોર્મેટ અને માહીતિ બંન્ને પ્રકારે અહીં યોગ્ય નથી લાગતું. તેથી આવા ફેરફાર હટાવવા કે રાખવા વિષયે પ્રબંધકશ્રી (ધવલભાઈ) અને અન્ય મિત્રો સલાહ આપે તેવી વિનંતી. બીજું આ રાશીઓનાં પાનાં શ્રેણી:સમયમાં દાખલ કરાયા છે તે યોગ્ય ગણાય કે નહિ તે વિશે પણ જાણકાર મિત્રો માર્ગદર્શન કરે તેવી વિનંતી. અને સભ્ય:Chauhan Mahipalશ્રીને વિનંતી કે પ્રબંધકશ્રી અને જાણકાર મિત્રો આ વિષયે પોતાનું માર્ગદર્શન ન કરે ત્યાં સુધી કૃપયા આ રાશીઓ વાળા પાનાંમાં ફેરફાર ન કરે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૫૧, ૨૫ જૂન ૨૦૧૨ (IST)

અશોકભાઈ, ધ્યાને લાવવા બદલ આભાર. ના, હાલમાં રહેલું ફોર્મેટ તો હજુ કદાચ ચલાવી લઈએ, પણ લેખનશૈલી કદાપી ચલાવી લેવાય તેમ નથી. અને શ્રેણી:સમય પણ મને તો યોગ્ય લાગતી નથી. શ્રેણી:જ્યોતિષ જ યોગ્ય લાગે છે. તમે અહિં કર્યું તેમ અન્ય પણ જે પાનાં ધ્યાને ચડે તેને પુન:સ્થાપિત કરવા માંડો. ભાઈ, તમે પણ પ્રબંધક છો, તમે જે નિર્ણય લો તે વિકિના હિતમાં જ હોવાનો છે.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૧૧, ૨૬ જૂન ૨૦૧૨ (IST)