લખાણ પર જાઓ

ચર્ચા:મધિયો

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

હટાવેલુ પાનુ "મધિયો બાજ"નું ચર્ચાનુ પાનું અહીં લાવ્યા

[ફેરફાર કરો]

મધીયો એ બાજ સાથે જોડાયેલ નથી. એથી મધીયો બાજ એ ખોટો શબ્દ પ્રયોગ છે. મધીયાનું અત્રે વપરાયેલું ચિત્ર જો દ્યાનથી જોશો તો એનો માથાનો આકાર કબુતરના માથાના અાકારને મળતો અાવતો લાગશે. જોકે એ કબુતર સાથે પણ જોડાયેલ નથી. --210.56.144.49 ૧૩:૦૦, ૨૬ એપ્રિલ ૨૦૧૪ (IST)[ઉત્તર]

અહીં હું સસંદર્ભ આપની સાથે અસહમત થઉં છું. શ્રી ધર્મકુમાર સિંહજી અને ડૉ.સલીમ અલીના પુસ્તક ‘ગુજરાતના પક્ષીઓ ૧-૨’ના આધારે અને શ્રી શીવરાજકુમાર ખાચર, લાલસિંહભાઈ રાઓલ અને લવકુમાર ખાચરના નિરિક્ષણના આધારે કરાયેલી, ગુજરાત સરકાર દ્વારા "ગુજરાત - પક્ષી વિશેષાંક" (પ્રકાશન: ડિસે.૧૯૮૪)માં, ગુજરાતમાં જોવા મળતા પક્ષીઓની યાદીમાં ક્રમ ૨૮ પર "સમડી અને મધીયો (કાઈટ)- બાજ" એ વર્ગ હેઠળ ૧૨ પક્ષીઓની યાદી છે જેમાં Crested Honey Buzzard એટલે મધીયો/મધીયો બાજ નામકરણ છે. એ જ પુસ્તકના પાના નં. ૫૩ પર શ્રી.રાજેન્દ્રકુમાર વ્યાસ દ્વારા અપાયેલા લેખમાં "મધીયો બાજ - મધ ખોળી તેનો આહાર કરનાર" એવી ઓળખ છે. આથી પક્ષીનું નામ "મધીયો બાજ" હોવાનું સ્પષ્ટ છે. સસંદર્ભ છે. આ વર્ગના અન્ય પક્ષીઓ;
  • કપાસી - બ્લેક વિંગ્ડ કાઈટ
  • સમડી - કોમન પેરિયાદ કાઈટ
  • કાશ્મીરી સમડી - બ્લેક ઈયર્ડ કાઈટ
  • શંકર ચીલ - બ્રાહ્મની કાઈટ
  • શિકરો - ઈન્ડીયન શિકરા
  • બાજ - ગોશહોક (જેનો આપણે ત્યાં બાજ (પક્ષી) નામે લેખ છે.
  • બાશા - ઈન્ડીયન સ્પેરો હોક
  • બેસરો - બેસરાહોક
  • ધોતી - હોબી
  • ભારતીય ધોતી - ઈન્ડીયન હોબી
  • લર્જી - કેસ્ટ્રેલ
આટલા છે. આ દરેકનાં અંગ્રેજી નામ, દ્વિપદ નામ અલગ હોય આપણે તેના દ્વિપદ નામને અનુસરીએ છીએ. આપે ઝીણવટભેર રસ લઈ ચોક્કસાઈ ઉપર ભાર મુક્યો એ ધન્યવાદને પાત્ર છે, આપની અમુલ્ય સેવા અમને મળતી રહો એવી અભ્યર્થનાસહ: આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૧૭, ૨૬ એપ્રિલ ૨૦૧૪ (IST)[ઉત્તર]
આ જ વિસંગતતાની વાત છે. Hawk અને Falcon માટે બાજ શબ્દ યોગ્ય છે. પણ મધીયો એ Buzzard છે. શ્રી ધર્મકુમાર સિંહજીએ કે લાલસિંહજી રાઓલે એને બાજ ગણાવ્યાનું ધ્યાનમાં નથી. હા, એક સંદર્ભ પરથી તૈયાર થતા અન્ય પુસ્તકોમાં એક કે બીજા કારણે હકીકતદોષ ધુસી જ જાય છે. તમે અસહમત હો એનો મને કોઇ જ વાંધો નથી પણ હું મારી જાણકારી વિષે પુરો મક્કમ છું. (મારા ગુજરાતના પક્ષીઓ વિષે ૩૫ કરતા વધારે વર્ષના અનુભવને સંદર્ભે) અહીયા આપણે માહીતી ન બદલીયે તો પણ મને કોઇ જ વાંધો નથી. આભાર.--210.56.144.49 ૧૫:૩૮, ૨૬ એપ્રિલ ૨૦૧૪ (IST)[ઉત્તર]
આપની એ વાત સાચી છે કે આ પક્ષી Buzzard છે, અને આપ કહો તો આપણે આ નામ "મધિયો બાજ" હટાવવા પણ સહમત છીએ. પણ માત્ર ગુજરાતીમાં જ નહિ, અંગ્રેજીમાં પણ આ Buzzard જાતિની વિવિધ પ્રજાતિઓના નામમાં Hawk શબ્દ સામેલ છે. જેમ કે, Red-tailed Hawk, Swainson's Hawk, Galápagos Hawk વગેરે. અંગ્રેજી શબ્દ Buzzard માટે ભ.ગો.મં. દ્વારા "શિકાર કે લૂંટફાટ કરનારું એક પક્ષી, ગીધ, બાજ ઇત્યાદિ" (સં:Buzzard) એવું લખ્યું છે જેમાં પણ "બાજ" શબ્દ છે. ઉપર મેં પક્ષીવિદો અને સરકાર દ્વારા અધિકૃતપણે છપાયેલાં પુસ્તકનો સંદર્ભ આપ્યો તેમાં પણ આ રીતે નામકરણ છે. જો કે અહીં આપણે તો સંદર્ભ પ્રમાણે ચાલવાનું હોય છે પણ ચોક્કસપણે વધુ સાચી વિગત મળતી હોય તો વધુ ઉત્તમ કાર્ય થાય/જ્ઞાનકોશ વધુ માહિતીપ્રદ બને, એ પણ આશય રહે જ. આથી આપના દ્વારા અપાતી માહિતી મુલ્યવાન જ ગણાય. આથી દલીલ માટે નહિ પણ જાણકારી માટે પ્રશ્ન કરૂં છું; તો પછી Buzzard માટે અલગથી કયો શબ્દ ગુજરાતીમાં વપરાય ? બીજું મળતા સંદર્ભોને અનુસરીએ તો, Upland Buzzard = હિમાલયા ટીસો અને Longlegged Buzzard = મૌસમી ટીસો તથા White-eyed Buzzard = ટીસો કે શ્વેતનેણ ટીસો એવા શબ્દો મળે છે તો, આપણે Buzzard = ટીસો એવું રાખીએ તો સાચું ગણાય કે નહિ ? આપ ધ્યાને ચઢે તેવા વિસંગતતાપૂર્ણ નામોના વધુ સાચા, પ્રચલિત અને આધારભુત ગુજરાતી નામો આપતા રહેશો તો અમો આપના આભારી થઈશું. બાકી મારા જેવાને તો આટલી વિવિધતા અને વિસંગતતાઓ જાણીને જ ચક્કર આવવા લાગ્યા છે ! :-) કૃપયા મદદરૂપ થતા રહેશો. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૩૬, ૨૬ એપ્રિલ ૨૦૧૪ (IST)[ઉત્તર]
જો મધિયાની જ વાત કરીએ તો એના માથાનાં દેખાવ અને ખોરાક લેવાની રીતને કારણે એ અન્ય Buzzardથી પણ ખાસ્સો અલગ પડે છે. એ શીકાર પણ ભાગ્યે જ કરતો હોય એમ મનાય છે. મોટેભાગે એ મધપુડા ખાતો જોવા મળે છે. આ ચિત્રમાં પણ એ મધપુડો ખાતો જોવા મળે છે. એથી એને ફ્કત મધિયો કહીએ અને પાછળ બાજ શબ્દ ન ઉમેરીએ તો વધારે યોગ્ય કહેવાશે. --210.56.144.49 ૧૭:૧૭, ૨૬ એપ્રિલ ૨૦૧૪ (IST)[ઉત્તર]
એમ જોઇએ તો તમારો સવાલ યોગ્ય જ છે કે તો પછી અમુક Buzzardને hawk કેમ કીધા છે? એ નો કોઇ ચોક્કસ જવાબ નથી પણ જ્યારે નામકરણ થઇ રહ્યા હતા એ સમય નો ઇતિહાસ જોઇએ તો વિવિધ જાતીના નામકરણ કરી ને પછી એકસુત્રતા જળવાઇ રહે એ માટે ઇંગ્લેંડ મોકલતા અને ત્યાં ની રોયલ સોસાયટી એને Approve કરે પછી એ નામ પ્રચલીત બનતું. પણ એ સમયનાં ટાંચા સંદેશા વ્યવહારના સાધનોને લીધે દરેક વખતે એ શક્ય બનતું નહી. એથી એ નામ પ્રચલીત જે તે સ્થળે લોકભોગ્ય બની ગયા. અને એથી એને બદલવામાં અડચણો આવી. આવું ગોટાળીયું કામ ખાસ કરીને અલગ અલગ ખંડોના જીવો વચ્ચે જોવા મળે છે. જેમકે તમે જેના ઉદાહરણ આપેલા છે તેમાંથિ Red-tailed Hawk અમેરીકામાં અને અન્ય આફ્રીકા ખંડના નિવાસી છે. આમ, એક સ્થળે એમ નક્કી થયુ કે આવા પક્ષીઓને Buzzard કહીશું ત્યારે એ માહીતિ અન્ય સ્થળે પુરતી જલદી ઉપલબ્ધ ન થવાને કારણે એ લોકોએ hawkનામકરણ કરી નાખ્યુ. અને પછી બદલવાની તસ્દી લીધિ નહી. અન્ય એક કારણ એવું પણ છે (જે આ કિસ્સામાં લાગુ પડતું નથી) કે ઘણી વખત પક્ષીઓને ફક્ત દેખાવ પરથી કોઇ એક કુળ કે કુટુંબમાં મુકવા અઘરા પડતા હોય છે. ઉદાહરણ તરીકે તમારા જુનાગઢ જિલ્લામાં જોવા મળતું પક્ષી "કાળા માથાનો કશ્યો" જેને Cuckoo કહેવો કે Shrike કહેવો એ નક્કી ન થઇ શકતા એનું અંગ્રજી નામ Black Headed Cuckoo-Shrike પાડ્યું છે. એટલે જ મને ગણીત હંમેશા સહેલું લાગે છે. જગત ના કોઇપણ ખુણામાં બે વત્તા બે ચાર જ થાય. જ્યારે જીવવિજ્ઞાનમાં નિયમો અને અપવાદો અને એના પણ અપવાદોનો ઢગલો છે. --210.56.144.49 ૧૭:૩૭, ૨૬ એપ્રિલ ૨૦૧૪ (IST)[ઉત્તર]
સમજ્યો, આભાર. આ ચર્ચાથી ઘણી સરસ જાણકારી મળી. પાનું "મધિયો બાજ" હટાવાશે. આ ચર્ચાનું લખાણ, આગળ ઉપર પણ સૌને માહિતીપ્રદ બની રહે એવા શુભહેતુથી, પાના "મધિયો" ના ચર્ચાના પાને લઈ લેશું. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૫૩, ૨૭ એપ્રિલ ૨૦૧૪ (IST)[ઉત્તર]