ચર્ચા:રણછોડ બાવની

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

This is દુર્ભાગ્ય of our wikipedia that we don't have page of Bodana. I request to make bodana page as fast as possible .

જી હા, બોડાણા વિષે લેખ હોવો જોઈએ. પણ તેમના વિષે અધિક્ર્ત માહિતી સસંદર્ભ મળી રહે તેવું કોઈ વિશ્વાસનિય પુસ્તક કે સાહિત્ય છે તમારા ધ્યાનમાં? વધુમાં જણાવવાનું કે રણછોડ બાવનીને ગુજરાતી વિકિપીડિયામાં સ્કોપ નથી. કેમકે તેમાં જાણવા જેવું કશું નથી. આ એક સાહિત્યિક કૃતિ છે, જેને માટે વિકિસ્રોત જેવું સ્થળ ઉચિત છે. પણ અફસોસ સાથે કહેવાનું કે આ રચના મારા ખ્યાલે રામ ભગત નામના ભજનિકની છે, અને માટે તે તેમના પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. તેથી આપણે તેને વિકિસ્રોત પર પણ ચઢાવી શકીએ તેમ નથી. આ લેખને અહિંથી દૂર કરવો પદશે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૯, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
ધવલભાઇ, બોડાણા વિષે લેખ હોવો જોઇએ એ હું પણ માનું છું અને લેખ બનાવવા પણ તૈયાર છું. મારી સમસ્યા એ છે કે તમે જેમ કહ્યું તેમ સંદર્ભ મળવો જોઇએ તો શું રણછોડરાય મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા પ્રકાશિત મંદિરની વિડિયો સીડી નો સંદર્ભ અપાય? બીજી વાત, મારી જાણકારી મુજબ રણછોડ બાવની એ સંતશ્રી પુનિત મહારાજની કૃતિ છે કે જેઓ રણછોડજીના અનન્ય ઉપાસક હતા અને તેમણે રણછોડ બાવની ઉપરાંત રણછોડજી પર અનેક ભજન, આરતીનું નિર્માણ કર્યુ છે. આ માહિતી ફક્ત આપની જાણકારી અર્થે છે. --Hiren V Bhatt (talk) ૧૨:૩૭, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
ભાઈ મને પણ રણછોડ બાવની પુનિત મહારાજની રચેલી જ લાગતી હતી. હું તે રોજે ગાઉં છું પણ ખરો, પણ પુનિત મહારાજે પંદર તિથીઓ અને સાતવાર તથા બીજા અનેક ભજનો રણછોડજી માટે રચ્યા છે. તેમાંથી એકેયમાં તેમણે 'રામભક્ત' શબ્દ વાપર્યો નથી. વધુમાં જો આખું ભજન રણછોડજી અને બોડાણા પર હોય તો તેમાં પુનિત મહારાજ શા માટે રામભક્ત જે કરશે પાઠ એવું લખે? આ જે રામ ભગતની મેં વાત કરી ઉપરના સંદેશામાં, મેં તેમને સાંભળ્યાં પણ છે. મેં પુનિત ભજનાવલિઓમાં પણ રણછોડ બાવની શોધવાનો પ્રયત્ન કર્યો હતો અને મળે મળી નહોતી. એટલે મારૂં માનવું છે કે આ રચના મુનિત મહારાજની ના હોઈ ને રામ ભગતની હોઈ શકે. રામ ભગત પોતાની (જો બધી નહીં તો) ઘણી રચનાઓમાં 'પુનિત' શબ્દ ઉમેરે છે, પણ ખાસીયત એ છે કે સાથે સાથે 'રામભક્ત' શબ્દ પણ ઉમેરે જ છે. જો કે હું ખોટો પણ હોઉં.
એક સમયે સ્વિકારી પણ લઈએ કે રણછોડ બાવનીના સર્જક પુનિત મહારાજ છે, તો પણ તે પ્રકાશનાધિકારથી મુક્ત નથી થઈ જતી, અને માટે આપણે તેને વિકિસ્રોત પર પણ ના મુકી શકીએ.
હવે વાત કરીએ બોડાણાની, તો હા, રણછોડજી મંદિરની સીડીનો ઉપયોગ સંદર્ભ તરીકે કરી શકીએ. પણ લેખ બનાવતી વેળા એટલું ધ્યાન રાખવું કે સીડીનો સહારો ફક્ત જાણકારી પુરતો જ લેવો, બેઠેબેઠું તેમાં હોય તેમ અહિં ન ઉતારવું, નહિતર પાછો પ્રકાશનાધિકારનો પ્રશ્ન ઊભો થાય. અને લેખ કથા જેવો પણ ના લાગવો જોઈએ, માહિતી પૂરતો હોવો જોઈએ. ભલે ટૂંકો હોય પણ પ્રશસ્તિપૂર્વક ના બનવો જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૮, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

મારા ધ્યાન માં છે ત્યાં સુધી રણછોડ બાવની ના રચયિતા શ્રી રામલાલ ભગત છે.60-70 ના વરસો માં અમે તેમને સાંભળેલા છે. પુનિત મહારાજ ના ઘણા ભક્તો માં મુખ્ય બે હતા એક રામભગત અને શ્યામલાલ ભગત. શ્યામલાલ ભગત કંસારા હતા. અમદાવાદ ની કંસારા માંડવી ની પોળ માં રહેતા હતા. રામભગત અને શ્યામભગત ની જોડી હતી. પુનિત મહારાજ ના ભજનો ગામે ગામ ગાતા હતા. વડોદરા માં આયુર્વેદિક કોલેજ ,પાણીગેટ પાસે ઉદ્યોગનગર માં એક રણછોડરાય નું મન્દિર રામલાલભગતે પુનિતમહારાજ ની સ્મૃતિ માં બંધાવ્યું હતું. જે આજે પણ રણછોડજી મન્દિર છે. 70 ની સાલ માં જે લોકો ડાકોર ના જઇ શકે તે લોકો દર પૂનમ અહીં ભરતા. અને વડોદરા ના શહેરીજનો રોજની આરતી નો નિયમ દર્શન કરતા. રણછોડ બાવની આ પુનિત ભક્ત રામલાલ ભગતે રચી છે.