સભ્યની ચર્ચા:Hirenvbhatt

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સ્વાગત[ફેરફાર કરો]

સ્વાગત![ફેરફાર કરો]

ભાઈશ્રી Hirenvbhatt, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--સતિષચંદ્રચર્ચા/યોગદાન

આભાર[ફેરફાર કરો]

હિરેનભાઈ, ડાકોર લેખને આટલો સમૃદ્ધ કરવા બદલ આપનો ઘણો ઘણો આભાર. આજે લેખ ફરીથી વાંચ્યા પછી મને એમ લાગે છે કે, આપણે ડાકોર લેખમાં ફક્ત ગામ વિષેની માહિતી રાખીએ અને બોડાણા-રણછોડરાયજીની આ કથા જે રણછોડબાવનીને ગદ્ય સ્વરૂપે ફેરવીને લખી હોય તેમ લાગે છે, તેને રણછોડજી કે રણછોડરાય નામે અલગ લેખ બનાવી તેમાં ઉમેરીએ તો કેવું રહેશે? આપનો શું અભિપ્રાય છે?--ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૦, ૫ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

ઉત્કંઠેશ્વર[ફેરફાર કરો]

હિરેન ભાઈ - તમારા દ્વારા લખેલ આ લેખ નાનો પણ સુંદર છે. એક નવા સ્થળ વિષે જાણવા મળ્યું. આવા અન્ય સ્થળોની જાણ કારી પણ આપતાં રહેશો. આવા સ્થળો માટે એક નવી શ્રેણી તૈયાર કરી શકાય. તમે ધવલ ભાઈની મદદ લઈને નવી શ્રેણી શરૂ કરી શકો જેમકે - ગુજરાતના મહાદેવ મંદિરો. જો આપને અનુકુળ અને સુવિધા જનક હોય તેના ફોટા પણ લગાડી શકો. --sushant ૧૫:૫૩, ૨૨ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

સયાજી બાગ (કમાટી બાગ)‎[ફેરફાર કરો]

હિરેનભાઇ, નમસ્કાર. આપ ગુજરાતી વિકિમાં સરસ યોગદાન આપી રહ્યા છો. વધુમાં આજે આપ સયાજી બાગ(કમાટી બાગ) વિશે નવું પાનું લખવાની શરુઆત કરી રહ્યા છો. નવા લેખ માટેના શીર્ષકમાં મુખ્ય વિગત અને કૌંસમાંની વિગત વચ્ચે સ્પેસ રાખવી જરુરી છે. જેમ કે સયાજી બાગ (કમાટી બાગ)‎. હવે પછી આ બાબતનું ધ્યાન રાખશો. હાલના સયાજીબાગ લેખમાં જઇ નામ બદલો પર ક્લીક કરી, આપ નવું સ્પેસ સાથેનું શીર્ષક કાયમી કરી શકશો. આપનું સુંદર યોગદાન હંમેશાં ગુજરાતી વિકિને મળતું રહે એવી શુભેચ્છા સહ--સતિષચંદ્ર ૦૯:૪૩, ૨૫ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)‎

રણછોડરાય[ફેરફાર કરો]

હિરેનભાઈ, આપ વડોદરા શ્રેણીનાં ઘણા સુંદર લેખો બનાવી રહ્યા છો જે ખુબ સુંદર કાર્ય છે. આપે બનાવેલા લેખ રણછોડરાયને મેં થૉડો મઠારવાનો પ્રયત્ન કર્યો છે, આપ જોઈ લેશો. મેં તેમાં થોડી નજીવી માહિતીમાં ફેરફાર કર્યો છે અને તેવીજ થોડી માહિતીુમેરી છે, જે આપ જોઈને નિર્ણય કરશો કે તે યોગ્ય છે કે નહી. આ ઉપરાંત મને કથામાં રહેલી અમુક વિસંગતતાઓ જણાય છે, જે સંદર્ભે મેં લેખનાં ચર્ચાનાં પાનાં પર નવી ચર્ચા શરૂ કરી છે, જો આપ તે જોઈને ત્યાં પણ આપનાં અભિપ્રાય આપશો તો ઘણુ સારૂ રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૮, ૧ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

આભાર હિરેનભાઈ, તમે કહ્યું તે મુજબ હવે સાચુ લાગે છે, મને વચ્ચેની આ ખુટતી કડી વાળી કથા ક્યારેય સાંભળવા નહોતી મળી માટે સંશય જાગ્યો હતો. ડાકોર મંદિરની માહિતી ટૂંક સમયમાં જોવા મળે તેવી અપેક્ષા. અને હા, છેલ્લે છેલ્લે એક સુચન કરવાનું કે, ચર્ચાનાં પાનાં પર સંદેશો લખીને તેને અંતે --~~~~ ટાઈપ કરવાથી આપની સહી ઉમેરાઈ જશે, જે અન્ય સભ્યોને જાણવામાં મદદરૂપ થશે કે જે-તે સંદેશો કોણે અને ક્યારે લખ્યો છે, અને તે સભ્યનો સંપર્ક કરવું પણ સરળ થઈ પડશે.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૧૭, ૨ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)
ખુબજ સુંદર માહિતી ઉમેરી છે, લેખ ખરેખર દિપી ઉઠ્યો છે. આપે ચઢાવેલી ફાઈલ બાબતે એક વાતનું ધ્યાન દોરવાનું કે, વિકિપીડિયામાં પ્રકાશનાધિકારનું ખુબ જ ધ્યાન રાખવામાં આવે છે, અને તેને ખુબજ માન પન આપવામાં આવે છે. માટે, અહીં આપ પ્રકાશનાધિકારથી સુરક્ષિત (Copyrighted or Copyright protected) કોઈ પણ સાહિત્ય ના ઉમેરી શકો, ભલે તે ચિત્ર, અન્ય ફાઈલ કે લખાણ જ કેમ ના હોય. અને માટે જ, આપે ચઢાવેલી ફાઈલ આપની પોતાની માલિકિની છે તેમ સાબિત અને જાહેર કરવા માટે જ આ લાયસન્સ પ્રથા ઉમેરવામાં આવી છે. આપે કહ્યું તેમ આપે અપલોડ કરેલી ફાઈલ સ્કેન કરેલી હોવાથી તેની માહિતી નહોતી, પણ મૂળ પ્રશ્ન ઉઠે છે કે જે ચિત્રને આપે સ્કેન કર્યું તે ક્યાંથી મેળવ્યું હતું? જો તે ફોટો આપે પોતે પાડ્યો હોય તો, અથવાતો તમને પાકી ખાત્રી હોય કે તેના પર કોઈનો પ્રકાશનાધિકાર નથી (એટલેકે તે ફોટો પબ્લિક ડોમેઇનમાં છે) તો જ ચઢાવી શકો છો, અથવાતો તેના પ્રકાશનાધિકાર ધરાવતી વ્યક્તિ/સંસ્થાની પરવાનગી આપે લાવવાની રહે છે. પહેલી દૃષ્ટિએ આ વિષય થોડો જટિલ લાગે છે, પરંતુ તેમ છે નહી. હવે ફોટાઓ ભારતિય કાયદા મુજબ પબ્લિક ડોમેઇનમાં ત્યારે જ આવે છે, જ્યારે તે ફોટો પાડનાર ફોટોગ્રાફરનાં મૃત્યુ પછી ૬૦ વર્ષ વિતી જાય. અથવા જો તે ફોટો કોઈક અન્ય જગ્યાએ પ્રકાશિત થયો હોય તો તે પ્રકાશિત માધ્યમ પ્રકાશનાધિકારથી મુક્ત થાય. આપની પાસે રહેલો ફોટો આપે ક્યાંથી મેળવ્યો તે જો જણાવો તો તેને કયું લાયસન્સ લાગુ પાડીને ચઢાવી શકાય તે વિષે વિચારી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૬, ૫ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)
ના હિરેનભાઈ, કમનસિબે તે ના લઈ શકાય, કેમકે આપણને ખબર નથી કે તે ફોટો કોણે પાડ્યો હશે, અને તે હજુ જીવિત છે કે નહી, વધારામાં આ પત્રિકાઓ પણ પ્રકાશનાધિકારથી સુરક્ષિત હોઈ શકે છે. આપતો ડાકોરનાં જ છો, અને બ્રાહ્મણ પણ છો, તો જો કોઈક 'સેવક' પરિવાર સાથે સંબંધ કે પરિચય હોય તો તેમના દ્વારા ટેમ્પલ મેનેજમેન્ટ કમિટી પાસેથી આપ આ કે અન્ય એકાદ રણછોડરાયના ફોટા માટેની પરવાનગીની વ્યવસ્થા કરી શકાયતો તે શ્રેષ્ઠ રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૧૭, ૮ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)
હિરેનભાઈ, મેં પણ આ સખડીભોગનાં વખાણતો ખુબ સાંભળ્યા છે, ભારતમાં હતો ત્યારે અમે લોકો દર મહિને (પૂનમે નહી) એક વાર ડાકોર જતાં, પણ રાત ભાગ્યેજ રોકાતા. મારા ઘરમાં બધાએ સખડીભોગનો પ્રસાદ લીધો છે, કદાચ મેં પણ લીધો છે, પણ નાનપણમાં એટલે કશું યાદ નથી. પણ જરૂર હવે જ્યારે ફરીથી ભારત જવાનું થશે ત્યારે ડાકોર એવી રીતે જઈશું કે સખડી ભોગ આરોગી શકાય. અને હા, આ લેખમાં હવે કોઈક ચિત્ર જોઈ શકાય છે, ફાઈલનું નામ ચકાસતા તે જુનાગઢ મંદિરનો રણછોડરાયજીનો ફોટો હોય તેમ લાગે છે, પરંતુ, ફોટામાં રણછોડજી તો ક્યાંય દેખાતા જ નથી? રાધા-કૃષ્ણ છે અને કદાચ તેમની સાથે સ્વામિનારાયણ ભગવાન ઉભેલા દેખાય છે કે પછી સ્વામિનારાયણ સંપ્રદાયનાં કોઈક ગુરૂ. માટે મારૂં સુચન છે કે આ ફોટાને લેખમાંથી દૂર કરવો જોઈએ. રણછોડજીનું સ્વરૂપ ચતુર્ભુજ છે અને સીધા ઉભેલા છે, જ્યારે તસવીરમાં ત્રીભંગ છટામાં ઉભેલા દ્વિભુજ કૃષ્ણનું સ્વરૂપ છે અને જે સીધું ઉભેલું સ્વરૂપ છે તે પણ દ્વિભુજ છે, એટલે શંકા છે કે એમાં ખરેખર રણછોડજીનાં ખરા સ્વરૂપનું દર્શન થાય છે કે કેમ.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૪૬, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)
ચોક્કસ હિરેનભાઈ, ફરી જ્યારે અવીશ ત્યારે તમને અવશ્ય સાથે લઈને જ જઈશ, ડાકોરના વતની મારી સાથે હોય તેથી વધારે સૌભાગ્ય વળી શું હોઈ શકે? અને માફ કરજો, મેં ધ્યાન ના આપ્યું કે ફોટો તમે નહી સુશાંતે ચઢાવ્યો હતો. હું તેને પણ સંદેશો લખું છું અને ફોટો દૂર કરૂં છું.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૩૪, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

ડાકોર[ફેરફાર કરો]

હિરેનભાઇ, નમસ્કાર. વધુમાં મેં ડાકોર મંદિરના ફોટા અંગ્રેજી વિકિપીડિયામાંથી લીધા છે. આ બંને ફોટાઓ એક જ વ્યક્તિ દ્વારા કોમન્સ પ્રોજેક્ટ પર એક સાથે જ ચઢાવવામાં આવેલ હતી. હું તો ડાકોર બે વાર અને તમારા સંદેશાને કારણે મેં ધ્યાનથી જોયું, તમારી વાત સાચી છે. ખરેખર અંગ્રેજી વિકિ પરની આ તસવીર સોમનાથ મંદિરની છે. હવે આ તસવીરને સોમનાથના પાના પર ખસેડવી પડશે તેમ જ અંગ્રેજી વિકિમાં સાચી વાત જણાવવા માટે ધવલભાઇને કહેવું પડશે. ફરી મળતા રહેશો તેમ જ તમારું યોગદાન કરતા રહેશો એવી આશા સહ --સતિષચંદ્ર ૧૭:૨૨, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

હિરેનભાઈ, ધ્યાન દોરવા બદલ આભાર. મેં અંગ્રેજીમાં પણ તેને ડાકોરમાંથી ખસેડીને સોમનાથમાં ગોઠવી છે, તથા કોમન્સમાં પણ તેનું નામ ડાકોરથી બદલાવીને સોમનાથ કરાવ્યું છે, જેથી ભવિષ્યમાં કોઈને ગેરસમજ ના થાય.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૪૮, ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

આપના પ્રતિભાવની આવશ્યકતા[ફેરફાર કરો]

મિત્ર Hirenvbhatt, મેં તાજેતરમાં ચોતરા ઉપર બે ચર્ચાઓ શરૂ કરી છે જે વિકિપીડિયાની નીતિઓ નિર્ધારિત કરવામાં અને આવશ્યક ફેરફારો માટે જરૂરી છે. આપને વિનંતી છે કે જો શક્ય હોય તો ચોતરા પર Mailing List અને ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર અંગેની ચર્ચામાં ભાગ લઈ આપના અભિપ્રાયો જણાવશો. આ અભિપ્રાયો જેટલા વહેલા જણાવી શકશો તેટલા ઝડપથી આપણે ફેરફારો અહીં લાવી શકીશું. પરિવર્તન એ સૃસ્ટિનો નિયમ છે, અને આપણું ગુજરાતી વિકી વિકસી રહ્યું છે એટલે આપણે વખતો વખત આપણી નીતિઓ ઘડતા રહેવું પડે અને નવા ફેરફારો લાવતા રહેવું પડે. આમ કરતી વખતે અહીં રહેલા બહુમતિ સક્રિય સભ્યોની સહમતી મેળવવી હું આવશ્યક માનું છું, અને માટે આપનો મત જાણવાની ઉત્કંઠા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૨, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

હિરેનભાઈ, આપનો આભાર અને અભિનંદન. આપણી ટપાલ યાદી (મેઈલિંગ લિસ્ટ) હવે તૈયાર થઈ ગઈ છે, આપ અહીં મુલાકાત લઈને તેમાં જોડાઈ શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૫૯, ૧૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

બ્રાહ્મણ[ફેરફાર કરો]

હિરેનભાઈ, લાંબા સમય પછી તમે અહિં સક્રિય થયા છો, અને આપણા બ્રાહ્મણો વિષેના લેખને સમૃદ્ધ કરવાનું કાર્ય ઉપાડ્યું છે તે સરાહનિય છે. મેં ચર્ચા:બ્રાહ્મણમાં એક સંશય અંગ્રે ચર્ચા શરૂ કરી છે. સમય મળ્યે જરા ધ્યાન આપશો તો આભારી થઈશ.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૫૬, ૧૯ માર્ચ ૨૦૧૨ (UTC)

હિરેનભાઈ, ખેલદિલી બદલ ખુબખુબ આભાર.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૫૫, ૨૪ માર્ચ ૨૦૧૨ (UTC)