લખાણ પર જાઓ

ચર્ચા:સંચળ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

મિત્રો, હિંદીમાં રહેલા મૂળ લેખમાં કેટલીક વિષય વસ્તુની ભૂલ લાગે છે, જો આપ આ લેખને હિંદી સાથે સરખાવશ્ઓ તો માલુમ પડશે કે સૌ પ્રથમતો તેની બનાવટ કંઇક યોગ્ય નથી લાગતી, જેથી મેં આ લેખમાં અલગ પાડીને લખ્યું છે, જો કોઇની પાસે ચોક્કસ માહિતિ હોય કે સંચળ ક્યાંથી મળે છે, તો અહિં ઉમેરશો. અમે લોકો જ્યારે શ્રીનાથજી જઈએ ત્યારે ત્યાંથી સંચળ અને સિંધવ બંને લઈ આવીએ, કેમકે ત્યાં તે સારૂ અને સસ્તું મળે છે, પરંતુ માહિતિ નથી કે તે રાજસ્થાનમાં ક્યાંક આજુબાજુમાંથી મળી આવે છે કે કેમ. આ રીતે જ હિંદીમાં તેના ઉપયોગો વિષે જે લખ્યું છે તે પણ બંધ બેસતું નહી હોવાને કારણે મેં અહીં લખ્યું નથી તેને બદલે અન્ય ઉપયોગો લખ્યા છે. જો કોઇને વધુ માહિતિ હોય તો અહીં ઉમેરવા વિનંતી.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૦૫, ૧૯ મે ૨૦૦૯ (UTC)

ધવલભાઇ, માર્ગદર્શન આપવા તેમ જ લેખનું ભાષાંતર પુરું કરવા બદલ આભાર.--117.98.128.136 ૧૭:૩૦, ૧૯ મે ૨૦૦૯ (UTC)
ધવલભાઇ, માર્ગદર્શન આપવા તેમ જ લેખનું ભાષાંતર પુરું કરવા બદલ આભાર.--સતિષચંદ્ર ૧૭:૩૫, ૧૯ મે ૨૦૦૯ (UTC)
મિત્રો મારા મત મુજબ અહીં લેખમાં બે બાબતો ભેળસેળ થયેલ લાગે છે,
(૧) ઉત્તર ભારત તરફ મુખવાસ કે પાચક ગોળી સ્વરૂપે જે વાપરવામાં આવે છે તેને પણ "સંચળ" કહેવામાં આવે છે. લેખમાં પ્રથમ તે રીત દર્શાવેલ લાગે છે. આનો ઉલ્લેખ ભગવદ્ગોમંડલમાં પણ મળ્યો છે જે અહીં ટાંકું છું ("સંચળ = એ નામે એક જાતનો ક્ષાર; ઔષધિમાં પકવેલું મીઠું; સાજીખાર અને સૂરોખારની એક જાતની બનાવટથી બનેલો પદાર્થ. સંધિવા અને વાયુ વગેરેના અનેક દરદો પર તે દવા માટે વપરાય છે. પંચલવણ કે બે કૃત્રિમ લવણમાં તેની ગણતરી થાય છે. કોઈ વળી તેને આઠ જાતના લવણમાં જણાવે છે. હિંદીમાં તેને કાલાનિમક કહે છે. મરાઠી લોકો તેને પાદેલૂણ કહે છે. સંચળની અંદર બધાં લવણ કરતાં અપાન વાયુનો મોક્ષ કરવાનો ગુણ વધારે રહેલો છે. મીઠા સાથે થોડો સાજીખાર ભેળવી ભઠ્ઠીમાં તેનો રસ કરી તેને ઢાળવાથી તે બને છે. તે દીપક, પાચક અને વાતહર તરીકે ૨૦ થી ૪૦ ગ્રેનની માત્રામાં ચૂંક, આફરો, ગુલ્મ, ઈત્યાદિ ઉપર અપાય છે.")
(૨) આપણે ત્યાં જે ગાંગડારૂપે (અને તેનો ભુકો કરતા આછો ગુલાબી રંગ દેખાય છે તે) મળતું "સંચળ" એક કુદરતી ખનિજ હોય છે જે લેખમાં પછીનાં ફકરામાં વર્ણવેલ છે,આ ખનિજરૂપે મળતું સંચળ પણ ગુણ તો લગભગ ઉપરોક્ત સંચળ સમાનજ ધરાવે છે. આ સંચળ થરનાં રણ ક્ષેત્રમાં (પાકિસ્તાન તરફે વધુ માત્રામાં) મળતું હોવાનું જાણ્યું છે (જો કે આ માહિતી કાચી છે).કારણકે જથ્થાબંધ સંચળ (ખનિજ)નો વેપાર પાકિસ્તાનથી વધુ થાય છે. --અશોક મોઢવાડીયા ૧૧:૦૪, ૨૯ મે ૨૦૦૯ (UTC)
અશોકભાઈ, આભાર, એ બીજા ફકરાનો જે ઉલ્લેખ કરો છો તે મૂળ લેખમાં નથી, પરંતુ મારી જાણ મુજબ મેં અહીં ઉમેર્યું છે, તમે તે ક્યાં થાય છે તેની વધુ માહિતિ આપી તે સારૂં થયું. કોઇક જગ્યાએથી સંદર્ભ શોધી કાઢીએ તો છાતી ઠોકીને કહી શકીએ. જ્યાં સુધી પહેલા મુદ્દાનો સવાલ છે, ત્યાં સુધી પાચક ગોળી તરીકે વપરાતા 'સંચળ'ની વાત હોય તેમ લાગતું નથી, કેમકે હિંદી લેખમાં તેને કાલા નમક કહ્યું છે, માટે તે આ ગોળી નહી પણ ગાંગડાની જ રીત જણાવી લાગે છે. અને તેનો સંદર્ભ આપેલી વેબસાઇટ પર જોતાં ત્યાં એવી કોઇ રીત લખેલી માલુમ પડતી નથી. મારી પાસે 'ઇન્ડિયન મટેરિયા મેડિકા' નામનું પુસ્તક હતું, તેનો પ્રથમ ભાગ ખનીજો અને બીન વાનસ્પતિક પદાર્થો વિષે છે, જ્યારે બીજો ભાગ વનસ્પતિ ઔષધો પર છે, અહીં તે પુસ્તક હાથવગુ નથી, નહીતર કદાચ તેમાંથી માહિતિ મળી રહેત. જુઓ તમારે ત્યાં કદાચ લાયબ્રેરીમાં તે મળી રહે તો. મેં લેખમાં તે પુસ્તકનો સંદર્ભ ઉમેર્યો છે, લેખક વિગેરેની માહિતિ માટે જરૂર પડે તો. માફ કરજો, તમને કામ સોંપુ છું તે બદલ, અને હા, સતિષભાઈ, તમારાથી પણ બની શકે તો આ પુસ્તક શોધવાનો પ્રયત્ન કરશો. હું પણ જો મેળ પડેતો સૃષ્ટિમાં કોઇકનો સંપર્ક કરીને તેમને એટલીસ્ટ પુછી જોઈશ કે તેમાં સંચળનો ઉલ્લેખ છે કે નહી. Black Salt તરિકે ઉલ્લેખ હોવો જોઇએ.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૩૦, ૨૯ મે ૨૦૦૯ (UTC)

સંદર્ભ સહ માહિતી

[ફેરફાર કરો]

ધવલ ભાઇ, આ તો મજેદાર (ખારેદાર !!!) કામ થયું! આપે સુચવેલ પુસ્તક શોધી કાઢ્યું અને તેના પાના ૯૮-૯૯ પર સંચળ વિશે માહિતી મળી, હવે અહીં તેની કડી મુકું છું. જરા અભ્યાસ કરી સુચન કરશો. મને તો તે વાંચતા લાગ્યું કે સંચળ એ કુદરતી નહીં પણ ખનીજો વડે બનાવાતી ચીજ જ હોવી જોઇએ. જો કે યોગ્ય માહિતી તારવી રજુ કરવાની જવાબદારી આપે વહન કરવી પડશે. કડી: (books.google.co.in,Dr. K. M. Nadkarni's Indian Materia medica) આભાર.--અશોક મોઢવાડીયા ૧૯:૦૬, ૨૯ મે ૨૦૦૯ (UTC)
અશોકભાઇ, ખૂબ જ ઝડપથી માહિતી મેળવી એ બદલ આપનો આભાર. ખરેખર આપની મહેનત યોગ્ય દિશામાં હોઇ આવું સરસ પરિણામ મળે છે. ધન્યવાદ.--સતિષચંદ્ર ૦૪:૪૧, ૩૦ મે ૨૦૦૯ (UTC)