ચર્ચા:હાથણબારી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ગામનું સાચુ નામ શું ?[ફેરફાર કરો]

હાલમાં આ લેખના મથાળા મુજબ ગામનું નામ હાથણબારી છે, કોઇ અનામી સભ્યએ ગામના નામમાં હથાનબારી એવો ફેરફાર કર્યો હતો જે મેં હાલ પુરતો પાછો વાળ્યો છે. વલસાડ જિલ્લા પંચાયતની વેબ સાઇટમાં હાતથણબરી એવું નામ છે. જોકે જિલ્લા પંચાયતોની સાઇટમાં ગામના નામોમાં ગરબડ અને ગોટાળા હોય છે. પણ કદાચ આ ગામનું નામ હાથણબારી ન હોય તેથી સુધારો કરનારા અનામી સભ્ય તે ગામના હોય અને સુધારવા માટે પ્રેરાયા હોય. કોઇ પ્રકાશ પાડે તો સારું--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૫:૧૨, ૨૨ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

ઘણી વખત ગામ ના નામ, વ્યક્તિ ના નામ પર પ્રાદેશીક ભાષાનો પ્રભાવ પડતો હોય છે. બની શકે અમુક વર્ગ તેમેને હથાનબારી કહેતા હોય, પણ એ ગામ નું નામ હાથણબારી જ છે.--Pradipsinh hada (talk) ૧૬:૪૧, ૨૨ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
હા, પ્રદિપભાઇ, એવું બની શકે. જોકે હાલ તો ગામનું નામ હાથણબારી જ રાખ્યું છે અને આ જ સાચુ છે એમ લાગે છે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૭:૦૫, ૨૨ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
પ્રદિપભાઈ, આપને આ ગામનાં નામની જાણકારી છે? મેં મહદ્‌ અંશે નોંધ્યું છે કે ગામના લેખોના લખાણમાં જે-તે ગામના રહેવાસીઓ ફેરફાર કરતા હોય છે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૮, ૨૩ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]