લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Pradipsinh hada

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત[ફેરફાર કરો]

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Pradipsinh hada, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--Tekina ૦૩:૧૪, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)

સંયમ વાળુ ભાષાંતર ની હિમાયત તથા હેલ્પ[ફેરફાર કરો]

જેમ કે આપ જાણો છો કે, સામાન્ય શીક્ષણ ધરાવતા ગુજરાતી લોકો પણ પોતાના રોજીંદા જીવન મા ઘણા શબ્દો મુળ અંગ્રેજી ભાષા ના એટલા હદે બોલતા હોય છે કે તેઓ તેનો મુળ ગુજરાતી શબ્દ મોટાભાગે જાણતા નથી હોતા અથવા તો કદી ઉપયોગ કરતા નથી હોતાં, દા.ત., ટ્રેઈન, પોલીસ સ્ટેશન, વોટરબેગ, કેસ, સેવ, ડીલીટ.. વગેરે વગેરે. આવા તો અગણીત શબ્દો હશે. મારી મચડી ને કરેલુ ભાષાંતર કેટલીક વાર હાસ્યાસ્પદ, કંટાળાજનક, અથવા ન સમજાય તેવુ બની રહે છે. હુ આવી જ તકલીફ gu.wikipedia.org મા અનુભવુ છું. અહીં ના મેનુ મને સમજાતાં નથી અથવા તો ઘણુ વીચાર્યા પછી સમજાય છે. હુ પહેલે થી ગુજરાત માં જ રહ્યો છુ અને ગુજરતી મીડીયમ મા જ ભણ્યો છુ, આમ મારૂ ગુજરાતી નુ શબ્દ-ભંડોળ વિકસીત છે, આમ છતા કેટલાક શબ્દો નો અર્થ ખબર હોવા છતા તેમનુ અહી શુ પ્રયોજન છે તે હુ સમજી શક્તો નથી. જેમકે ચોતરો, ઢાંચો વગેરે જેવા શબ્દો. આમ હુ લાગતા વળગતા લોકો (એડમીન, મોડરેટર) ને હીમાયત કરૂ છુ કે તેઓ અમુક ગુજરાતી ભાષા ના સર્વ સ્વીક્રુત શબ્દો ને એમ જ રહેવા દે તો તેઓ વધુ સુંદર લાગશે, જેમકે save ને સાચવો ની બદલે 'સેવ કરો'/'સેવ' લખવુ deletને 'ડીલીટ' લખો. edit ને સંપાદન કરવા ની બદલે 'એડીટ' અથવા edit જ રાખો તો વધુ સરળ લાગશે.

વધુ મા હુ આપની અમુક બાબતે મદદ ઈચ્છૂ છુ. ૧. હુ કોઇ અંગ્રેજી વીકીપીડીયા ના લેખ ને ગુજરાતી ,મા ભાષાંતરીત કરવા ઈચ્છતો હોવ તો તેમા મારે રેફરંસ લીંક મુકવાની જરૂર ખરી? રેફરંસ લીંક કઈ રીતે મુકાય? ૨. ઉપરાંત ફોટા કઈ રીતે મુકાય? 'ભૂરી કડી' કઈ રીતે બનવાય? (કોઈ લેખ મા કોઇ ચોક્કસ શબ્દ વીષે માહીતી આપતુ પેજ વીકીપેડીયા મા તૈયાર હોય તો તે શબ્દ ને તે પેજ ની લિંક રૂપે કઈ રીતે દર્શાવાય?) -મારા ખ્યાલ પ્રમાણે હેલ્પ સેક્શન મા html code નો કઈ રીતે ઉપયોગ કરવો અને મે પુછેલા અન્ય સવાલ ના જવાબ આપતુ કોઇ પેજ હશે જ, પરંતુ એ હાલ મને મળતુ નથી.. આપ ને એ પેજ ની લીંક હોય તો મોકલવા વિનંતી.--સભ્ય:Pradipsinh hada

આજે વ્યસ્તતાને કારણે તમારા પ્રશ્નોના જવાબ નથી આપી શકતો. આવતી કાલે જરૂરથી વિસ્તારથી જણાવીશ. પણ એક વાત, આ સ્થળ ફક્ત સમાચારો માટે છે, અહિં આ ચર્ચાને સ્થાન નથી.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૪, ૨૧ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
બરાબર ધવલભાઇ. ખસેડી લીધુ છે. --user:pradipsinh hada 9:35pm 21st june
મોટાભાઈ તમે તો પાનું જ ખસેડી નાખ્યું. ધવલભાઈ આ રીતે પાનુ ખસેડવાનું નહોતા કહેતા. આ ચર્ચા તમે ધવલભાઈ અથવા તમારા ચર્ચાનાં પાના પર આગળ વધારો એવો કંઈક તેમનો કહેવાનો મતલબ હતો. હવે આ પાનું તમે પાછું મૂળ નામે ખસેડી દો.--Vyom25 (talk) ૨૨:૨૧, ૨૧ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
શ્રી પ્રદિપભાઈ, આ ચર્ચા સમાચાર વિભાગમાંથી ખસેડીને અહિં લાવવા બદલ આભાર અને તમને જણાવેલા સમયમાં ઉત્તર ન લખી શકવા બદલા દિલગીરી. નીચે તમારા પ્રશ્નોના ક્રમવાર ઉત્તરો આપવાનો પ્રયત્ન કરું છું. જો કે તેમાંના ઘણા બધા પ્રશ્નો તો તમને જો તમે તમારો સ્વાગત સંદેશો ધ્યાનથી વાંચ્યો હોય અને તેમાં આપેલી બધી જ કડીઓ એક વખત જોઈ લીધી હોય તો મળી જ જવો જોઈતો હતો.
 1. હા, અહિં સંદર્ભ (reference) વિનાનું સાહિત્ય સંશયની દૃષ્ટિથી જોવામાં આવે છે, એટલે કે તેની વિશ્વનિયતા પર પ્રશ્ન ઊઠી શકે છે, માટે જો તમારી પાસે સંદર્ભો ઉપલબ્ધ હોય તો અવશ્ય ઉમેરતા જવા. તમે જો અંગ્રેજી વિકિપીડિયામાંથી લખાણ અહિં લાવી તેનું ભાષાંતર કરતા હોવ તો તેમાં સંદર્ભે કેવી રીતે ઉમેરવા તેની ચિંતા રહેતી નથી કેમકે તે લખાણમાં ઉમેરેલા જ હશે. જો તેમ ન હોય તો Template:Cite book, Template:Cite journal, Template:Cite news, Template:Cite video કે ઢાંચો:Cite webની મુલાકાત લો, ત્યાં આ દરેક પ્રકારના સંદર્ભો લેખમાં કેવી રીતે ઉમેરવા તે પણ સમજાવ્યું છે. આ ઉપરાંત લેખમાં ફેરફાર કરતી વખતે ProveIt નામનું ગેજેટ દેખાશે જેના દ્વારા પણ તમે સહેલાઈથી સંદર્ભ ઉમેરી શકો છો. એક વાતનું ધ્યાન રાખશો કે બ્લૉગ્સના સંદર્ભો અહિં માન્ય ગણાતા નથી.
 2. સ્વાગત સંદેશામાં આપેલી કડી વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલોની મુલાકાત લો, તેમાં ચિત્રો કેવી રીતે મૂકવા તે વિગતે સમજાવેલું છે.
  1. કોઈ પણ લેખમાં લખેલા શબ્દને ચોરસ કૌંસમાં એટલે કે [[ અને ]] નિશાનીઓની વચ્ચે મૂકશો તો તે શબ્દ પર આંતરિક કડી ઉમેરાઇ જશે. જો તે શબ્દથી લેખ અસ્તિત્વમાં હશે તો તે વાદળી/ભૂરી દેખાશે નહિતર લાલ. લાલ કડીઓ સામાન્યત: લેખમાં હોવી જોઈએ નહિ, અર્થાત્ જો કોઈ શબ્દ પર અહિં લેખ ન હોય તો તેને ચોરસ કૌંસમાં મૂકવો નહિ, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો જે લેખો અહિં અસ્તિત્વમાં હોય તેવા જ શબ્દોની કડીઓ ઉમેરવી.
  2. સ્વાગત સંદેશામાં તમને વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલોની કડી આપેલી જ છે. હું તો હિમાયત કરીશ કે અમે લોકોએ મહેનત કરીને બનાવેલા સ્વાગત સંદેશાને ધ્યાનથી વાંચો, તેમાં આપેલી સૂચનાઓનો અમલ કરો, કડીઓની મુલાકાત લો, તો આપોઆપ ઘણું કામ સરળ થઈ જશે. જો ત્યાંથી જવાબ ન મળે અને વધુ મદદની જરૂર હોય તો મારા ચર્ચાનાં પાને સંપર્ક કરતા ખચકાશો નહિ.

અને હા, તમે અંગ્રેજી શબ્દોના ઉપયોગ વિષેની જે વાત કરી તેના સંદર્ભે યોગેશભાઈએ નીચે આપેલા જવાબ સાથે તમે સહમત થાવ છો એટલે એમ ધારી લઉં છું કે હવે તે મુદ્દે ચર્ચા કરવાની આવશ્યકતા નથી અને માટે તેનો જવાબ આપવાનો ટાળું છું. છતાં જો તમને જરૂરી લાગે તો જણાવશો, હું મારા વ્યુ પોઇન્ટ્સ પણ તમને જણાવીશ.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૯, ૨૩ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

સંયમ વાળુ ભાષાંતરની હિમાયત તથા હેલ્પ[ફેરફાર કરો]

પ્રિય પ્રદિપસિંહજી,

આપના સૂચન સાથે હું પૂર્ણ રીતે સહમત થઈ શકતો નથી. કારણ કે, આપણી ભાષામાં લખવાનું હોય તો આપણી ભાષાના જ શબ્દો વપરાયને ! આ તો સ્વાભાવિક છે. હવે, રહી વાત શુદ્ધ ગુજરાતીમાં લખેલું સમજાતું નથી તો એ આપણી કમનસિબી છે. બીજું એ કે આપણે લોકોને આપણી ભાષા ભૂલાવી દેવાની નથી. અંગ્રેજી જાણતા લોકોએ આપણી ભાષા પણ શીખવી જ પડશે. બેફામ રીતે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થાય છે એને પ્રોત્સાહન આપવું જરાય યોગ્ય નથી. બીજું એ કે આપે કહ્યું છે તેમ દા.ત. ટ્રેન, વોટરબૅગ, પોલીસ સ્ટેશન, એડીટ, ડીલિટ વગેરે શબ્દોને અંગ્રેજી ઉચ્ચારમાં જ રાખવા જોઇએ. ટ્રેનની શોધ અંગ્રેજોએ કરી છે આપણે તેને ટ્રેન જ કહીએ તો ચાલે. પણ, વોટરબૅગ માટે પાણીનો જગ વો શબ્દ છે જ. એડીટ માટે સંપાદન કરવું એવો શબ્દ છે જ. સેવ કરો માટે સાચવો શબ્દ આપણી ભાષામાં છે જ. આ રીતે ડીલિટ માટે રદ્દ કરો કે હટાવો એવો શબ્દ છે. આપણી ભાષામાં આભાર-ધન્યવાદ જેવા સુંદર શબ્દો હોય તો હું થેંક્સ શા માટે લખું ?

બીજું કે આપણે આપણી ભાષાના શબ્દોનો ઉપયોગ નહિ કરીએ તો ક્યા બિન ગુજરાતી લોકો તેનો ઉપયોગ કરવાના ? આપણે એ શબ્દોનો ઉપયોગ નહિ કરીએ તો એ ભૂલાઇ જવાના છે. આપણી ભાષા ઘણી જ સમૃદ્ધ છે, આપે તેને શીખવાનો મહાવરો કરવો પડશે.

આપ કોઇ લેખનું ભાષાંતર કરતા હો તો તેમાં અંગ્રેજી વિકિમાં સંદર્ભ કડી હોય તો તે જ અહિં મૂકવી. આપ સંદર્ભ શોધીને પણ મૂકી શકો છો.

આપે તસવીરો મૂકવી હોય તો પહેલા તેને વિકિમિડીયા કોમન્સમાં ચડાવવી પડે છે. પછી જ અહિં મૂકી શકાય છે.

જે તે શબ્દ ધરાવતું પાનું વિકિ અસ્તિત્વમાં હોય અને આપે તેને દર્શાવવું હોય તો એ એક્દમ સરળ છે. તે શબ્દની આગળ પાછળ [[]] મૂકી દેશો.

આપને વધુ માર્ગદર્શન શ્રી ધવલભાઇ આપશે.--સભ્ય:યોગેશ કવીશ્વર

કટ્ટર ગુજરાતી કે સહજ ગુજરાતી?[ફેરફાર કરો]

આપની લાગણી ને હુ બરાબર સમજુ છું. તથા હું ગુજરાતી ભાષા પ્રત્યે આપના જેમ જ ભીનો ખુણો ધરાવુ છું. એના પ્રમાણ રૂપે જ હુ અહીં છું. આમ પણ આપની વાત સાચી છે કે જ્યારે ખાસ કરી ને ગુજરાતી માટે જ આ સાઈટ બાનાવવા માં આવી છે ત્યારે તેમા ગુજરાતી ની સાથે અંગ્રેજી ઉચ્ચારો ભેળવવા સામાન્ય રીતે જ અસાહજીક લાગે. અને આમ પણ આપના કહ્યા મુજબ ગુજરાતી ભાષા પૂરતી સમ્રુદ્ધ છે. આપણે વાત કરી એ પ્રમાણે ટ્રેન નો પણ ગુજરાતી શબ્દાર્થ છે જ, 'આગગાડી'. બાળક ને નાનપણ થી બારાક્ષરી માં 'આ' આગગાડી નો 'આ' એવુ શિખવવા માં પણ આવે છે, આમ છતા મોટાભાગે બધે જ ટ્રેન ને ટ્રેન જ બોલાય અને લખાય છે.

અહીં આ સાઈટ પર આવતા મુલાકાતીઓ નો હેતું સરળ ગુજરાતી ભાષા માં કોઇક માહીતી મેળવવાનું હોય છે, કદાચ સાવ અંગ્રેજી ના જાણતા હોય તેવા મુલાકાતી જો અહી આ સાઈટ પર પહોચ્યા હશે તો પણ તેઓ કોંમ્પ્યુટર કે ફોન અંગે ની માહીતી તો ધરાવતા જ હશે. તેઓ એ જ્યારે કોંપ્યુટર કે ફોન અંગે નુ પ્રાથમિક જ્ઞાન મેળવ્યુ હશે ત્યારે તેઓ, 'મેનુ' 'એડીટ' 'સેવ' 'ટૂલ્સ' અને 'ડીલીટ' વગેરે જેવા શબ્દો થી માહીત-ગાર થયા હશે, હવે આવા ચીર-પરીચીત શબ્દો ને બદલી ને આવા કોમ્પ્યુટર ની દુનિયા માં અસાહજિક લાગતા શબ્દો દ્વારા નવા વાંચકો કે સભ્યો ને મુઝવણ માં નાખવાથી કોઇ હેતુ સિદ્ધ થતો નથી. દા.ત., *ઢાંચો, ચોતરો વગેરે નો હુ ગુજરાતી મા અર્થ સમજુ છુ પંણ એનો અહીં શુ ઉપયોગ છે અથવા અહીં એ ક્યા બટન નુ ગુજરાતી કરવા મા આવ્યુ છે એ મને નથી સમજાતું. *'રદ્દ કરો' બટન દબાવતા હુ ડરૂં છું કેમકે મને નથી ખબર કે આ 'કેન્સલ' નુ ગુજરાતી છે કે 'ડીલીટ' નું.

અંગ્રેજી ભાષા દુનિયા ની સૌથી સમ્રુદ્ધ ભાષા એટલા માટે છે કે તેમણે દુનિયા ની દરેક ભાષાના શબ્દો ને કોઇ જાત ના દંભ રાખ્યા વગર જેમ છે તેમ સ્વિકાર્યા છે અને પોતાના માં સમાવ્યા છે. અંગ્રેજી ભાષા એ હીંદી અને ગુજરાતી માંથી પણ ઘણા શબ્દો ઉછીના લીધા છે. ત્યારે આપણે દરેક સામાન્ય વેબસાઈટ/ફોરમ ના મેનુ માં વપરાતા શબ્દો ને ગુજરાતી ભાષા માં સ્વીકારવા માં છોછ રાખવો જોઈએ નહીં.

મારૂ મંતવ્ય ફક્ત મેન્યુ માટે છે, હુ ઈચ્છુ કે તેમને સરળતા ખાતર ગુજરાતી અક્ષર માં જ પણ તેના અંગ્રેજી ઉચ્ચાર સાથે લખવામાં આવે.--Pradipsinh hada (talk) ૧૯:૨૮, ૨૨ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

આપની વાત સાચી છે પણ બીજી ભાષાના શબ્દો સ્વીકારવા અને આપણી ભાષામાં યોગ્ય શબ્દ હોય છતાં અન્ય ભાષાના શબ્દોનો ઉપયોગ કરવો તે બન્ને અલગ-અલગ બાબતો છે. બાપુ તમને રદ કરો એમ વાંચીને આ કૅન્સલનું ગુજરાતી હશે કે ડીલિટનું ગુજરાતી હશે એમ કેમ યાદ આવે છે ? ક્યાંક તો તમારા મગજમાં અંગ્રેજીભાષા સ્થાન જમાવીને બેઠી છે એટલે ! રદ કરો એટલે આને દૂર કરવાનું છે એમ મગજમાં ન આવે ? મને તો આવે છે !! તમે પણ આપણી ભાષાને ચાહો જ છો પણ તમને એ બધા શબ્દો અંગ્રેજીમાં સાંભળવાનો મહાવરો છે એટલે આ થોડુંક અલગ પડતું અને અજુગતું લાગે છે. પછી ગુજરાતી શબ્દ સારી રીતે સમજાઇ જતા તે શબ્દ બીજે ક્યાંકથી ઊતરી આવ્યો હોય એવુ નહિ લાગે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૩:૧૦, ૨૨ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

સહમત થયો છું.--Pradipsinh hada (talk) ૨૩:૨૨, ૨૨ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

આભાર બાપુ, આનંદ થઇ ગયો !--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૩:૩૦, ૨૨ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
યોગેશભાઈ, સચોટ દલીલ કરી છે. આ ચર્ચા ખાસ વાંચવા માટે હું અન્ય લોકોને ભલામણ કરીશ. ચર્ચા કરનાર બંને સભ્યોનો આભાર.--Vyom25 (talk) ૦૦:૩૩, ૨૩ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
ધન્યવાદ વ્યોમભાઇ, સુપ્રભાત.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૭:૦૨, ૨૩ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

www.ijcm.org.in/article.asp?issn=0970-0218;year=2005;volume=30;issue=3;spage=81;epage=83;aulast=Singh www.gujaratindia.com/media/news.htm?enc=KIN4q/jNm90+toii5qZl5EPC7kzGIsfoo/Golnrswj7PkrflFUqQPYG0kEql86jV1FrdaxCSf0fQBGUkM9wiGK+LMzo7jWLEyXrsJcEfnHPd59PG3t3v8A6D/ogbwiZFHMVfrLU0X0aDslD5ZlkKxQ==

www.dailypioneer.com/state-editions/ranchi/jvm-alleges-irregularities-in-anti-rabies-injection-purchase.html

સંદર્ભ[ફેરફાર કરો]

શું સંદર્ભ કોઈ પણ પૂસ્તક માંથી આપી શકાય?

હા, આપી શકાય, તેના માટે પુસ્તકનું નામ, પાના નંબર કે જ્યાંથી તમે માહિતી લીધેલ છે અને શક્ય હોય તો ISBN નંબર આપી અને સંદર્ભ તરીકે મૂકી શકાય. ફક્ત એક જ વાતનું ધ્યાન રાખવાનું કે માહિતી તમારા શબ્દોમાં લખવી પુસ્તકની બેઠી ન રાખવી.--Vyom25 (talk) ૧૬:૪૯, ૪ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]
અને પુસ્તક વિવાદાસ્પદ ન હોવું જોઈએ, એટલે કે જે વિષયની માહિતી તે પુસ્તકમાં હોય, તે જ જો વિવાદાસ્પદ કે એકતરફી (બાયસ્ડ) હોય તો તેવા પુસ્તકનો સંદર્ભ યોગ્ય નથી. જેમ કે ગૌમૂત્રના અર્કના ફાયદા ઉપર ગૌમૂત્રનો અર્ક વેચતી કોઈ સંસ્થાએ બનાવેલું પુસ્તક હોય તો તેનો સંદર્ભ ગૌમૂત્રના કે ગૌમૂત્રના અર્કના લેખમાં યોગ્ય ન ગણાય, કેમ કે તે પુસ્તક એકતરફી જ હોવાનું.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૩, ૫ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]
પણ ધવલભાઈ ધારો કે આપણે ડૉ. કલામની આત્મકથા વિંગ્સ ઓફ ફાયરમાંથી માહિતી ડો. કલામના લેખમાં ઉમેરીએ તો ચાલે?--Vyom25 (talk) ૧૦:૪૮, ૫ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]
કોઈ ચોક્કસ જવાબ આપવો અઘરો છે. કયા પ્રકારની માહિતી લઈએ છીએ અને આત્મકથાની સત્યાર્થતા કેટલા અંશે પ્રસ્થાપિત થયેલી છે તેના પર નિર્ધાર રહે છે. એક્ રીતે જોવા જઈએ તો કોઈ ચોક્કસ નીતિ છે નહી જેમાં એમ કરી જ શકાય કે ન જ કરી શકાય એવું સ્પષ્ટ હોય. અંગ્રેજી વિકિ પર રેફરન્સિંગની ઘણી ગાઇડલાઇન્સ છે, તેનો અભ્યાસ કરવો ઘટે. કલામનું વ્યક્તિત્વ જોતા તેમની આત્મકથામાંથી કશું વાંધાજનક ન મળે એ શક્ય છે, પણ એવું દરેક વ્યક્તિ માટે ન કહી શકીએ. આત્મકથા સામાન્ય રીતે સ્વપ્રશસ્તિ હોઈ શકે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૬, ૬ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]
ધવલભાઈ તમારી સાથે સહમત. મારી દૃષ્ટિએ દરેક કિસ્સો અને વિષય અલગ અલગ હોઈ શકે માટે જે તે કિસ્સો સામે આવે ત્યારે તે મુજબ તેની સાથે કામ પાડવું. ધારો કે લાન્સ આર્મસ્ટ્રોન્ગની આત્મકથામાં એણે પોતે કશે ઉલ્લેખ નથી કર્યો કે તે ડોપિંગમાં સામેલ હતો પણ હકીકતમાં તે હતો માટે દરેક કિસ્સો અલગ ગણવો.--Vyom25 (talk) ૧૧:૫૬, ૬ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.