ચર્ચા:૧૮૫૭ની ભારતીય ક્રાંતિ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

શીર્ષક સંબંધે વાંધો[ફેરફાર કરો]

આ લેખના શીર્ષકમાં "વિપ્લવ" શબ્દ વપરાયો છે. ગુજરાતી લેક્સિકોન પ્રમાણે તેના શબ્દાર્થ "નાશ, સંહાર. (૨) ઊથલપાથલ. (૩) બખેડો, ધાંધલ. (૪) બળવો, બંડ" છે. ૧૮૫૭ની ક્રાંતિ એ અંગ્રેજો માટે બળવો કે વિપ્લવ હોઈ શકે પણ ખરા અર્થમાં તે "બળવો" કે "બંડ" ન હતો. સ્વતંત્રતા મેળવવાનો પ્રયત્ન કે પરદેશી સતાને હટાવી દેવાનો પ્રયત્ન હતો. આપણે ભારતીયો માટે તે ક્રાંતિ, ઉત્થાન, સંગ્રામ, સંઘર્ષ હતો. તે હિસાબે આનું નામ બદલીને યોગ્ય શબ્દ વપરાવવો જોઈએ. --sushant ૦૬:૨૬, ૧૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)