ચાંપરાજ શ્રોફ
Appearance
ચાંપરાજ શ્રોફ | |
---|---|
જન્મની વિગત | ૨૩ ફેબ્રુઆરી ૧૯૦૯ કચ્છ |
મૃત્યુની વિગત | ૩ જાન્યુઆરી ૧૯૬૮ |
અભ્યાસ | બી.એસસી. |
ચાંપરાજ શ્રોફ (૨૩ ફેબ્રુઆરી ૧૯૦૯ - ૩ જાન્યુઆરી ૧૯૬૮) ગુજરાતના ઉદ્યોગપતિ હતા, તેઓ ગુજરાતના રસાયણ ઉદ્યોગના પિતા તરીકે ઓળખાય છે.[૧]
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૨૩ ફેબ્રુઆરી ૧૯૦૯ના રોજ કચ્છના ખ્યાતનામ શ્રોફ પરિવારમાં થયો હતો. બી.એસસી.ના અભ્યાસ બાદ તેમણે કારખાનામાં નોકરી શરૂ કરી હતી. ઇ.સ. ૧૯૪૧માં તેમણે 'એક્સલ'ની શરૂઆત કરી હતી. તેમણે પ્રયોગશાળામાં અનેક રસાયણો બનાવ્યાં હતાં. આઝાદીની લડત દરમ્યાન તેમણે ૧૯૪૨-૪૩માં ભૂગર્ભવાસીઓને હાથ બનાવટના બોમ્બ પૂરાં પાડ્યાં હતાં. હવાઇદળને ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ સ્મોકસ્ક્રીનની જરૂરિયાત પણ પૂરી પાડી હતી. અનાજને જીવાણું મુક્ત કરવા સરકારને સેલ્ફોસની જરૂરિયાત પણ પૂરી પાડેલી. ૧૯૭૦માં 'એક્સલ'ને 'એક્સપોર્ટ સબસ્ટિટ્યુશન'નો સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો. પ્લાસ્ટિકનું ફર્નિચર બનાવવાનો શ્રેય પણ ચાંપરાજ શ્રોફને જાય છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |