ચારુચંદ્ર બોઝ

વિકિપીડિયામાંથી
ચારુચંદ્ર બોઝ
જન્મની વિગત(1890-02-26)26 February 1890
શોભના, ખુલના જિલ્લો, બ્રિટીશ ભારત
મૃત્યુMarch 19, 1909(1909-03-19) (ઉંમર 19)
અલીપોર જલ, કલકત્તા, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત
વ્યવસાયક્રાંતિકારી
સંસ્થાઅનુશીલન સમિતિ
ચળવળભારતીય સ્વતંત્રતા ચળવળ

ચારુચંદ્ર બોઝ અથવા ચારુચરણ બોઝ (૨૬ ફેબ્રુઆરી ૧૮૯૦–૧૯ માર્ચ ૧૯૦૯) એક ભારતીય ક્રાંતિકારી અને અનુશીલન સમિતિના સભ્ય હતા.[૧][૨]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

ચારુચંદ્ર બોઝનો જન્મ ૨૬ ફેબ્રુઆરી ૧૮૯૦ ના રોજ બાંગ્લાદેશના ખુલના જિલ્લાના શોભના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કેશવચંદ્ર બોઝ હતું. તેમને જન્મથી જ જમણા હાથની હથેળી નહોતી.[૩][૪] [૫]

ક્રાંતિકારી પ્રવૃત્તિઓ[ફેરફાર કરો]

ચારુચંદ્ર બોઝ ૧૨ વર્ષ સુધી તાલીગન્જમાં ૧૩૦, રૂસા રોડ પર રહ્યા હતા. તેમણે કોલકાતા અને હાવડામાં રહેવા માટે વિવિધ પ્રેસ અને અખબારોમાં કામ કર્યું હતું. તેઓ બ્રિટિશ ભારતની ક્રાંતિકારી સંસ્થા અનુશીલન સમિતિમાં જોડાયા હતા. તેઓ ક્રાંતિકારી સંગઠન યુગાંતર સાથે પણ જોડાયેલા હતા. મુરારીપુકુર બોમ્બ કેસમાં ઘણા ક્રાંતિકારીઓને દોષિત ઠેરવવા માટે કુખ્યાત સરકારી વકીલ આશુતોષ વિશ્વાસ જવાબદાર હતા. બંગાળમાં ભાગલા વિરોધી ચળવળ પછી તરત જ વિશ્વાસે અન્ય ઘણા ખોટા કેસો હાથ પર લીધા હતા. મુરારીપુર બોમ્બ કેસમાં ઘણા ક્રાંતિકારીઓને સજા થાય તે માટે તેમણે જુદી જુદી રીતે પુરાવા એકત્રિત કરવામાં અને કાગળો અને સાક્ષીઓની વ્યવસ્થા કરવામાં પણ સક્રિયપણે મદદ કરી હતી. એક ગુપ્ત યોજના મુજબ આશુતોષ વિશ્વાસની ૧૦ ફેબ્રુઆરી, ૧૯૦૯ના રોજ ચારુચંદ્ર બોઝે ગોળી મારીને હત્યા કરી હતી. તેમણે રિવોલ્વર પોતાના અપંગ હાથ સાથે સજ્જડ રીતે બાંધી અને તેને શાલ ઓઢાડી દીધી હતી. બપોરના સમયે પોઇન્ટ-બ્લેન્ક રેન્જથી વિશ્વાસને ઠાર માર્યા હતા. હત્યાના સ્થળ પર એક કોન્સ્ટેબલે ચારુચંદ્ર બોઝની ધરપકડ કરી હતી.[૬]

અવસાન[ફેરફાર કરો]

૧૯ માર્ચ ૧૯૦૯ના રોજ અલીપોર સેન્ટ્રલ જેલમાં તેમને ફાંસી આપવામાં આવી હતી.[૭]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Charu Chandra Bose" (PDF). મેળવેલ February 17, 2022.
  2. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  3. "Charu Chandra Bose". મેળવેલ February 17, 2022.
  4. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  5. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  6. "A TRIBUTE TO CHARU CHANDRA BOSE, A PHYSICALLY CHALLENGED MARTYR OF INDIA'S FREEDOM MOVEMENT". મેળવેલ February 17, 2022.
  7. "Charu Chandra Bose". મેળવેલ February 17, 2022.