ચીનનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
ચીન
Flag of the People's Republic of China.svg
નામપંચ તારક લાલ ધ્વજ
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોસપ્ટેમ્બર ૨૭, ૧૯૪૯[૧]
રચનાલાલ પૃષ્ઠભૂમિ પર એક મોટો સોનેરી તારો અને તેની ફરતી ચાપમાં ચાર નાના સોનેરી તારા
રચનાકારઝેન્ગ લીઆનસોન્ગ

ચીનના રાષ્ટ્રધ્વજ બનવા માટે આશરે ૩,૦૦૦ જેટલી કૃતિઓ આવી હતી જેમાંથી ઝેન્ગ લીઆનસોન્ગની કૃતિ પસંદગી પામી અને તેને માન્યતા મળી હતી.


ધ્વજ ભાવના[ફેરફાર કરો]

લાલ રંગ સામ્યવાદી ક્રાંતિનું, પાંચ સોનેરી તારા ચીનના સામ્યવાદી પક્ષના નેતૃત્વના સમર્થનમાં લોકોની એકતાનું પ્રતિનિધિત્વ કરે છે. તારાની ગોઠવણ એ પણ સૂચવે છે કે એકતા કોઈકને કેન્દ્રીત હોવી જોઈએ. કેટલાક બિનસત્તાવાર અર્થઘટન એમ પણ સૂચવે છે કે પાંચ તારા દેશના સૌથી વધુ સંખ્યા ધરાવતા પાંચ વંશીય જૂથોના પ્રતિક છે. (હાન, મંચુ, મંગોલ, હુઇ અને તિબેટિયન).

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ચીનના રાષ્ટ્રધ્વજનો જન્મ". CPC News. મૂળ માંથી 2019-01-06 પર સંગ્રહિત. મેળવેલ 2009-11-04.