ચીનાઈ માટી

વિકિપીડિયામાંથી

ચિનાઈ માટી એ જમીનમાંથી મળતી સાદી માટી છે, જે ચીનના કેટલાક પ્રદેશોમાં મળી આવે છે અને તે કેઓલીન નામ વડે ઓળખાય છે. ચીનથી મળતી આ માટી સૌથી વધુ સફેદ હોય છે. ચીન સિવાય ભારત, અમેરિકા અને ઇરાન ખાતે પણ ચિનાઈ માટીની ખાણો આવેલી છે.

પૃથ્વીના જમીનના જુદા જુદા સ્તરોમાં હવામાનની જુદી જુદી અસરોને થતી હોય છે, જેને કારણે માટીના પણ જુદા જુદા રંગો જોવા મળે છે. દરિયા કિનારાની રેતી, રણની રેતી અને નદી કાંઠે જમા થતો કાંપ માટીના જ જુદા જુદા સ્વરૃપ છે. ચિનાઈ માટીને સિરામિક કહેવાય છે. જે સ્ફટિકમય ઓકસાઈડ, નાઈટ્રાઈટ કે કાર્બાઈડ પદાર્થ વડે બનેલી હોય છે[૧]..

આ માટી ૧૦૦૦ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલી ગરમીમાં સહન કરી શકે છે અને પીગળતી પણ નથી. આ ઉપરાંત તે વીજળીનું વહન કરતી ન હોવાને કારણે વીજળીના સાધનોમાં તેનો અવાહક (ઇન્સ્યુલેટર) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ માટીમાં જુદી જુદી ધાતુઓના ઓકસાઈડ ભેળવી તેને ગુલાબી, પીળો કે ભૂરો રંગ આપી શકાય છે. ખાણમાંથી મળતી ચિનાઈ માટીનું શુદ્ધિકરણ કરી સફેદ પાવડર બનાવવામાં આવે છે. બાથરૂમની ટાઈલ્સ, વોશબેસીન અને બાથટબથી માંડીને કપ- રકાબી જેવા વાસણો બનાવવામાં આ માટી ખૂબ જ ઉપયોગી થાય છે. આ માટીનું પડ ચડાવેલા કાગળ (કોટેડ પેપર) પણ બને છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "ચિનાઈ માટી શું છે ?". ગુજરાત સમાચાર. ૧૮ મે ૨૦૧૬. મેળવેલ ૧૨ મે ૨૦૧૮.