લખાણ પર જાઓ

ચોસઠ જોગણી મંદિર, ખજુરાહો

વિકિપીડિયામાંથી
ચોસઠ જોગણી મંદિર
ધર્મ
જોડાણશાક્ત
જિલ્લોછત્તરપુર
સ્થાન
સ્થાનખજુરાહો
રાજ્યમધ્ય પ્રદેશ
ચોસઠ જોગણી મંદિર, ખજુરાહો is located in Madhya Pradesh
ચોસઠ જોગણી મંદિર, ખજુરાહો
ચોસઠ જોગણી મંદિરની સ્થિતિ
ચોસઠ જોગણી મંદિર, ખજુરાહો is located in India
ચોસઠ જોગણી મંદિર, ખજુરાહો
ચોસઠ જોગણી મંદિર, ખજુરાહો (India)
અક્ષાંશ-રેખાંશ24°50′58″N 79°55′05″E / 24.8495199°N 79.9181333°E / 24.8495199; 79.9181333

ચોસઠ જોગણી મંદિર ભારત દેશના મધ્ય ભાગમાં આવેલ મધ્ય પ્રદેશ રાજ્યમાં છત્તરપુર જિલ્લામાં ખજુરાહો ખાતે સ્થિત દેવીનું મંદિર છે, જે ધ્વસ્ત હાલતમાં છે. આ ખજુરાહોનું સૌથી પ્રાચીન મંદિર છે, જે હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. અન્ય સ્થળોએ પણ ચોસઠ જોગણી મંદિર છે , પરંતુ આ એકમાત્ર મંદિર છે જેના બાંધકામનું આયોજન લંબચોરસ આકારમાં કરવામાં આવેલ છે.

શિવસાગર સરોવરની દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત ચોસઠ જોગણી મંદિર ચંદેલ કલાની પ્રથમ કૃતિ છે. આ મંદિર ભારતનાં સમસ્ત જોગણી મંદિરોમાં ઉત્તમ છે અને તે નિર્માણની દૃષ્ટિએ સૌથી પ્રાચીન છે. આ મંદિર ખજુરાહોનું એક માત્ર મંદિર છે, જે સ્થાનિક કણાશ્મ પત્થરોમાંથી બનાવેલ છે અને તેના રૂપરેખાંકન ઉત્તર-પૂર્વ થી દક્ષિણ-પશ્ચિમ બાજુ તરફ છે અને આ મંદિર ૧૮ ફૂટ જગતી પર સાથે લંબચોરસ આકારે બનાવવામાં આવેલ છે. એમાં ઘણા કક્ષ બનાવવામાં આવેલ છે. દરેક કક્ષ ૨.૫ ફુટ પહોળા અને ૪ ફુટ લાંબા છે. તેમના પ્રવેશદ્વાર ૩૨ ઇંચ ઊંચા છે અને ૧૬ ઇંચ પહોળા છે. દરેક એક કક્ષ ઉપર નાના નાના કોણસ્તુપ આકારના શિખર છે. શિખરના નીચેના ભાગમાં ચૈત્યગવાક્ષો જેવા ત્રિભુજાકાર છે.