લખાણ પર જાઓ

છુઈખદાન રજવાડું

વિકિપીડિયામાંથી
છુઈખદાન રિયાસત ધ્વજ
ઇમ્પીરીઅલ ગેઝેટિયરમાં દર્શાવવામાં આવેલ છુઈખદાન રજવાડાનો નકશો

છુઈખદાન (હિંદી: छुईखदान रियासत) અંગ્રેજોના શાસનકાળમાં ભારત દેશમાં આવેલ એક નાનું રજવાડું હતું. તેને કોંડકા પણ કહેવાય છે. ભારત દેશની સ્વતંત્રતા પછી આ રજવાડાને મધ્ય પ્રદેશ રાજ્યમાં સામેલ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી વિભાજન થતાં આ વિભાગ હાલમાં છત્તીસગઢ રાજ્યમાં સામેલ છે.

આ રજવાડું ૩૨૦ ચોરસ માઇલ વિસ્તાર ધરાવતું હતું, જેમાંથી ૨૭૯૦૭ એકર વિસ્તારમાં ખેતી કરવામાં આવતી હતી અને ૪૮૫૩૮ એકર જમીન ખેતીલાયક હતી. વર્ષ ૧૮૭૦માં આ રજવાડામાં ૧૨૦ ગામો હતાં, જેની કુલ વસ્તી ૧૩૨૮૧ હતી. વર્ષ ૧૯૪૧માં રાજ્યની વસ્તી ૩૨૭૩૧ હતી[]. આ રજવાડાની રાજધાની છુઈખદાન ખાતે હતી.

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  • છુઈખદાન

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Columbia-Lippincott Gazetteer (New York: Columbia University Press, 1952) p. 389