લખાણ પર જાઓ

જટાશંકર, પંચમઢી

વિકિપીડિયામાંથી
જટાશંકર શિવ મંદિર - પંચમઢીના પર્વતોમાં 

જટાશંકર (જટા શંકર) એક કુદરતી ગુફા છે, જે ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના [[હોશંગાબાદ જિલ્લો]| હોશંગાબાદ જિલ્લા]માં આવેલ પ્રસિદ્ધ ગિરિમથક પંચમઢીના ઉત્તર ભાગમાં આવેલ છે. આ ગુફા ઊંડા કોતરમાં પ્રચંડ શિલામાં બનેલ છે. ગુફામાં ટપકતા પાણી સાથેના રેતી-ખનીજના જમા થયેલા ઢગ વડે બનેલ કુદરતી રચનાને શિવલીંગ તરીકે પૂજવામાં આવે છે[]. આ મંદિર ભગવાન શિવના ધામ તરીકે યાત્રાળુઓ માટે લોકપ્રિય સ્થળ છે. જટાનો અર્થ વાળ અને શંકર એ ભગવાન શિવનું અન્ય નામ છે. ત્યાં બે અલગ અલગ જાતનાં ઝરણાંના પાણી વડે બનેલ નાનકડાં તળાવ જોવા મળે છે. આ તળાવોમાં એક ઠંડા પાણીનું અને અન્ય એક ગરમ પાણીનું છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "शिवजी का पहला घर कैलाश पर्वत, दूसरा घर MP में, आप भी करें दर्शन". www.patrika.com (હિન્દીમાં). મેળવેલ ૧૯-૦૫-૨૦૧૮. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]