પંચમઢી

વિકિપીડિયામાંથી
પંચમઢી

पचमढी
હિલ સ્ટેશન
પંચમઢી ખીણ
પંચમઢી ખીણ
અન્ય નામો: 
સાપુતારાની રાણી
પંચમઢી is located in Madhya Pradesh
પંચમઢી
પંચમઢી
પંચમઢી is located in ભારત
પંચમઢી
પંચમઢી
અક્ષાંશ-રેખાંશ: 22°28′00″N 78°26′00″E / 22.4667°N 78.4333°E / 22.4667; 78.4333
દેશભારત
રાજ્યમધ્ય પ્રદેશ
જિલ્લોહોશંગાબાદ
ઊંચાઇ૧,૦૬૭ m (૩૫૦૧ ft)
ભાષાઓ
 • અધિકૃતહિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિન કોડ
૪૬૧૮૮૧
ટેલિફોન કોડ૯૧૭૫૭૮
વાહન નોંધણીMP-05
નજીકનું શહેરપીપરીયા

પંચમઢી ભારતના મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલું એક ગિરિમથક છે, અને તેના પંચમઢી છાવણી માટે જાણીતું છે. ૧૦૦૦ મીટરની ઊંચાઈએ આવેલ આ શહેર સાતપુડાની રાણી તરીકે પણ ઓળખાય છે. મધ્ય ભારતના વિંધ્ય અને સાતપુડા પર્વત માળાનું સૌથી ઊંચુ શિખર ધૂપગઢ (૧૧૦૦મી) અહીં આવેલું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

૧૮૫૭માં બ્રિટિશ આર્મીના એક કેપ્ટન જેમ્સ ફોરસીથએ આ સ્થળની ઓળખ વિશ્વને કરાવી. આ ભારતના મધ્યક્ષેત્રની બ્રિટિશ સેના માટે અહીં ગિરિમથક અને સેનેટોરિયમ બન્યું. ૧૯૦૧માં અહીંની વસ્તી ૩૦૨૦ હતી જે ઉનાળા દરમ્યાન બમણી થઈ જતી. મધ્ય ક્ષેત્રનું આ ઉનાળુ રાજધાની પણ હતી. આ શહેરની આસપાસનું જંગલ ક્ષેત્ર ઘણી દુર્લભ વનસ્પતિ પ્રજાતિનું ઘર છે. મે ૨૦૦૯માં યુનેસ્કોએ પંચમઢી ઉદ્યાન ને આરક્ષિત જીવાવરણ ઘોષીત કર્યું છે.[૨][૩]

નગર[ફેરફાર કરો]

આ નગર મોટું નથી. આ નગરનો મોટો ભાગ ભારતીય સેનાના તાબા હેઠળ છે અને પંચમઢી છાવણી હેઠળ આવે છે. અહીંની વસતિ લગભગ ૧૦,૦૦૦ છે, તેમાંની બહુમતી સેનામાં છે.

નાગરી શહેર નાનકડું છે અને તળાવની છેડે આવેલ છે. અહીં અમુક હોટેલ અને એક સિનેમા ઘર છે. અહીં એક બજાર છે. ભૂમિનો મોટોભાગ સેના હેઠળ છે જેમાં ક્લબ નજીકનું ક્ષેત્ર અને એક ગોલ્ફ કોર્સનો સમાવેશ થાય છે. ભાગ્યેજ વપરાતી એક હવાઈ પટ્ટી ધુપગઢ તરફ આવેલી છે. તેના પર ઘાસ ઊગી નીકળ્યું છે. આ હવાઈ પટ્ટી નજીક વાઘ દેખાયા છે. પંચમઢી છાવણીની કિનાર પર ચિત્તા પણ દેખાય છે.

પર્યટન[ફેરફાર કરો]

પાંડવ ગુફા પંચમઢી

પંચમઢી એ એક શાંત પ્રવાસી સ્થાન છે. દિવાળી અને શિયાળામાં અહીં ઘણાં પ્રવાસીઓ આવે છે. કુમકુમ કોટેજ અને ગોલ્ફ વ્યુએ અહીં સારા રહેવાના સ્થળ છે અહીંની ઊંચાઈ અને સાતપુડાના જંગલો તેના ઝરણા અને વહેળાને કારણે વન્યજીવનને પોષે અને અને ખૂબ સુંદર છે. મધ્ય ભારતના સૌથી ઊંચાઈ પર આવેલા બે જંગલ ૧૯૯૯માં બે જંગલ ક્ષેત્રોને જોડવાના પ્રયાસ રૂપે ઘોષીત કરેલા પંચમઢી આરક્ષિત જીવાવરણ ક્ષેત્રમાં પંચમઢી આવેલું છે.

પંચમઢીની આસપાસના જંગલોમાં આવેલી ગુફાઓમાં ઘણાં ભીંત ચિત્રો જોવા મળે છે, આમાંથી અમુક ૧૦૦૦૦ વર્ષોથી પણ વધુ જૂની હોવાનું મનાય છે. ચિત્રમાં પાંડવ ગુફા તરીકે ઓળખાતી ગુફાની બહાર આવેલ બગીચો દેખાય છે. આ ગુફા મૂળ તો બૌદ્ધ ઉદ્ગમની છે, પણ આ નામ જ પ્રચલિત છે. આ ક્ષેત્ર (સાગના વૃક્ષો ધરાવતો) એક મોટું લાકડાનો પુરવઠો છે પણ જીવાવરણ ક્ષેત્ર હોવાને કારણે અહીં કોઇ નવું બાંધકામ કરવાની તેમજ વૃક્ષાછેદન કરવાની મનાઇ છે.

અન્ય પ્રવાસી આકર્ષણો:

  • રજત પ્રપાત (મોટો ધોધ)
  • બી ફોલ
  • પાંડવ ગુફાઓ
  • બડા મહાદેવ
  • ગુપ્ત મહાદેવ
  • ચૌરાગઢ (મહા શિવરાત્રીના દિવસે અહીં ઘણાં લોકો આવે છે)
  • ધૂપગઢ (મધ્ય પ્રદેશના સાતપુડાનું સૌથી ઊંચું સ્થળ)
  • હાંડી ખોહ (ઊંડી ખીણ)
  • અપ્સરા ધોધ (ફેરી પુલ)
  • જટાશંકર
  • ડ્યુશ ધોધ
  • પંચમઢી ટેકરી
  • પાંસી તળાવ
  • વોટર્સ મીટ
  • પીકાડીલી સર્કસ
  • પથ્થર છત્તા
  • ક્રમ્પની ભેખડ
  • લેડી રોબર્ટસંસ વ્યુ
  • કોલેટીન ભેખડ
  • માઉંટ રોસા

મધ્ય પ્રદેશ સરકારના પર્યટન ખાતા દ્વારા ચલાવાતી હોટેલ સહિત અહીં અન્ય ઘણી હોટેલો આવેલી છે. નીજી કોટેજ રીસોર્ટ અને હોટેલો પણ છે. મુખ્ય શહેરથી ૪ કિમી દૂર ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સની કેમ્પ સાઈટ છે.

પ્રવાસીઓને બીએસેનએલના મોબાઈલ સાથે રાખવાની સલાહ અપાય છે કેમકે અન્ય નિજી કંપનીઓએ અહીં સેવા શરૂ નથી કરી. અહીં રૂપિયા સાથે રાખવાની પણ સલાહ અપાય છે કેમકે અહીં એસ.બી.આઈ. (SBI)નું એક જ એટીએમ કાર્યરત છે. એક્સિસ બેંક અહીં એટીએમ ૫ જાન્યુઆરી, ૨૦૧૧ સુધીમાં ખોલવા કાર્યરત છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://www.traveldest.org/destinations/asia/india/pachmarhi
  2. "Three Indian sites added to UNESCO list of biosphere reserves". Sify. ૨૭ મે, ૨૦૦૯. મેળવેલ ૨૦૦૯-૦૫-૩૦. Check date values in: |date= (મદદ)
  3. "UNESCO Designates 22 New Biosphere Reserves". Environment News Service. ૨૭ મે, ૨૦૦૯. મૂળ માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૯-૦૫-૩૦. Check date values in: |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: