લખાણ પર જાઓ

રજત પ્રપાત

વિકિપીડિયામાંથી
રજત પ્રપાત
સ્થાનહોશંગાબાદ જિલ્લો, મધ્ય પ્રદેશ, ભારત
પ્રકારહોર્સટેઈલ
કુલ ઉંચાઇ107 metres (351 ft)
ધોધની સંખ્યા
નદીઅજ્ઞાત
રજત પ્રપાત, પંચમઢી

રજત પ્રપાત એક જળધોધ છે, જે ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના હોશંગાબાદ જિલ્લામાં આવેલ છે. તે ભારતના સૌથી ઊંચા ધોધ પૈકી ૩૦મા ક્રમે આવે છે.[]

આ એક ઘોડાની પુંછડી (horsetail) પ્રકારનો ધોધ છે, જેની ધારા 107 metres (351 ft) ઊંચાઈ પરથી સીધી નીચે પછડાય છે.[]

વ્યુત્પત્તિશાસ્ત્ર

[ફેરફાર કરો]

જ્યારે આ જળ પ્રપાત પર સૂર્યનાં કિરણો પડે છે, તે રજત એટલે કે ચાંદી માફક ચમકવા લાગે છે, આથી તે રજત પ્રપાત તરીકે ઓળખાય છે.[] હિન્દી ભાષામાં 'રજત'નો અર્થ ચાંદી અને 'પ્રપાત'નો અર્થ પડવું થાય છે.

રજત પ્રપાત સાતપુડાની રાણી તરીકે ઓળખાતા પંચમઢી ગિરિમથક નજીક આવેલ છે. અહીં અપ્સરા વિહાર ખાતેથી પગપાળા નાના-મોટા પથ્થરોવાળા રસ્તે ૧૦ મિનિટમાં પહોંચી શકાય છે.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  • પંચમઢી પ્રવાસન માહિતી વિકિવોયજ પર

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Showing all Waterfalls in India". World Waterfalls Database. મૂળ માંથી 2012-08-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૦-૦૬-૨૦. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. "Rajat Prapat Falls". World Waterfall Database. મૂળ માંથી 2011-06-11 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૦-૦૭-૦૧. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  3. "Pachmarhi – Rajat Prapat or Silver Falls". Dazzling India. મૂળ માંથી 2011-10-06 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૦-૦૭-૦૧. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  4. "Rajat Prapat". india9. મેળવેલ ૨૦૧૦-૦૭-૦૧. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)