જય વિલાસ મહેલ, ગ્વાલિયર

વિકિપીડિયામાંથી

right|thumb|300x300px|જયવિલાસ મહેલ, ગ્વાલિયર

જય વિલાસ મહેલ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલ મધ્ય પ્રદેશ રાજ્યના ગ્વાલિયર શહેર ખાતે સિંધિયા રાજપરિવારનું નિવાસસ્થાન જ નહીં પણ એક ભવ્ય સંગ્રહાલય છે. આ મહેલના ૩૫ રૂમમાં સંગ્રહાલય બનાવવામાં આવેલ છે. આ મહેલનું મોટા ભાગનું નિર્માણ ઇટાલિયન સ્થાપત્ય-શૈલીથી પ્રભાવિત છે. આ મહેલનો પ્રસિદ્ધ દરબાર ખંડ (હોલ) આ મહેલના ભવ્ય ભૂતકાળનો સાક્ષી છે. અહીં ટીંગાડેલ બે ફાનસનું વજન બે-બે ટન જેટલું છે, કહેવાય છે કે તેને લટકાવતાં પહેલાં દસ હાથી છત પર ચડાવી છતની મજબુતાઈ માપવામાં આવી હતી. અહીંના સંગ્રહાલય ખાતે અન્ય એક પ્રખ્યાત વસ્તુ ચાંદીની રેલગાડી છે, જેના પાટા ડાઇનિંગ ટેબલ પર લગાડેલ છે. વિશિષ્ટ ભોજનસમારંભ વખતે આ રેલગાડી મોટે ભાગે પીણાંઓ પીરસતી આગળ વધે છે. આ ઉપરાંત ઇટાલી, ફ્રાન્સ, ચીન અને અન્ય ઘણા દેશોમાંથી લવાયેલી દુર્લભ કલાકૃતિઓ પણ અહીં છે.