જામીનગીરીઓ

વિકિપીડિયામાંથી

જામીનગીરી એક સ્થાવર પ્રકારનો વટાવ ખત છે જેની એક નિશ્ચિત નાણાકીય કિંમત હોય છે. જામીનગીરીઓને મુખ્યત્વે દેવાં જામીનગીરીઓ (જેમ કે બેન્કની હૂંડીઓ, બોન્ડ્ઝ અને ડિબેન્ચર્સ) અને શેરમૂડી જામીનગીરીઓ જેમ કે સામાન્ય શેરો, ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ એટલેકે ફોર્વર્ડ્ઝ, વાયદાના સોદાઓ ઓપ્શન્સ અને સ્વેપના વિભાગોમાં વહેંચી શકાય છે. જે કંપની કે સંસ્થા જામીનગીરીની ફાળવણી કરે છે તેને ફાળવણીકાર કહેવામાં આવે છે. જામીનગીરીમાં કયા પ્રકારની ગુણવત્તા હોવી જોઇએ તે દેશનાં નિયમનકારી માળખા દ્વારા નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે ખાનગી રોકાણકારો પાસે અન્ય કેટલાક પ્રકારની જામીનગીરીઓ હોય છે પરંતુ તેઓ નોંધણી પામેલી સંસ્થાઓ કે નિયમનકારી તરીકે કામ નથી કરતા કારણ કે તેઓ ઉપર વધુ અંકુશ લાદવામાં આવ્યા હોય છે.

મુખ્યત્વે જામીનગીરીઓનું પ્રતિનિધિત્વ પ્રમાણપત્ર દ્વારા અથવા તો બિન પ્રમાણપત્ર આધારિત કરવામાં આવે છે. બિન પ્રમાણપત્ર આધારિત જામીનગીરીઓ ઇલેક્ટ્રોનિક અથવા તો માત્ર ચોપડે નોંધણી પદ્ધતિના સ્વરૂપે હોઈ શકે છે. પ્રમાણપત્રો શાહજોગ સ્વરૂપે હોઈ શકે છે જેનો મતલબ એવો થાય કે જે ધારક પ્રમાણપત્ર ધરાવતો હોય તેના કારણે તે જામીનગીરી મેળવવાનો હક્કદાર બની જાય છે. આ ઉપરાંત નોંધણી પામેલા ધારકો જેનો મતલબ એવો થાય છે કે ફાળવણીકાર દ્વારા તેના ચોપડે કે મધ્યસ્થીના ચોપડે નોંધવામાં આવેલા જામીનગીરી ધારકો જ તે જામીનગીરી મેળવવાને લાયક બને છે. આપ્રકારની જામીનગીરીઓમાં કંપનીના શેર્સ અથવા તો મ્યુચ્યુઅલ ફંડ્ઝ, કોર્પોરેશન કે સરકારી એજન્સીઓ દ્વારા ફાળવવામાં આવેલાં બોન્ડ્ઝ, સ્ટોક ઓપ્શન્સ અથવા અન્ય ઓપ્શન્સ, મર્યાદિત ભાગીદારી એકમો, અને અન્ય ઔપચારિક રોકાણનાં સાધનો કે જે વટાવખત અને સ્થાવર પ્રકારનાં હોય તેનો સમાવેશ થાય છે.

વર્ગીકરણ[ફેરફાર કરો]

જામીનગીરીઓનું વર્ગીકરણ વિવિધ પ્રકારો અથવાતો વર્ગીકરણ પદ્ધતિને આધારે કરી શકાય છે.

 • ચલણનાં મૂલ્યવર્ગ અનુસાર
 • માલિકીના હક્કો અનુસાર
 • પાકતી મુદત અનુસાર
 • તરલતાના અંશો અનુસાર
 • આવકની ચૂકવણી અનુસાર
 • કરવેરાની ગણતરી અનુસાર
 • ક્રેડિટ રેટિંગ અનુસાર
 • ઔદ્યોગિક ક્ષેત્ર અથવા ઉદ્યોગ અનુસાર (ઘણી વખત ક્ષેત્રો વિશાળ શ્રેણીના ઉચ્ચ સ્તરને દર્શાવતા હોય છે.જેમ કે ગ્રાહકની મુનસફીને આધારે જેમાં ઉદ્યોગને નીચલાં સ્તરનાં વર્ગીકરણમાં મૂકવામાં આવે છે. દા. ત કન્ઝ્યુમર એપ્લાયન્સિઝ કેટલીક વર્ગીકરણ પદ્ધતિઓની ચર્ચા માટે જુઓ ઉદ્યોગ.)
 • દેશ અથવા તો પ્રાંત (જેમ કે કંપનીનો દેશ, પોતાનાં વેચાણ/બજાર અથવા તો સેવાનો મુખ્ય દેશ, અથવા તો એવો દેશ કે જેમાં જામીનગીરીઓનો વેપાર થતો હોય અને તેનું મુખ્ય બજાર તે દેશમાં આવેલું હોય) તેના આધારે
 • માર્કેટ કેપિટલાઇઝેશન
 • રાજ્ય (ખાસ કરીને યુએસનાં બજારોમાં જે રીતે મ્યુનિસિપલ કે કરમુક્ત બોન્ડ્ઝ ફાળવવામાં આવે છે.) પ્રમાણે

નવી મૂડી[ફેરફાર કરો]

સામાન્યતઃ કંપનીઓ જામીનગીરીઓનો ઉપયોગ નવી મૂડી ઊભી કરવા માટે કરતી હોય છે. બેન્ક મારફતે લેવાતી લોન કરતાં જામીનગીરીઓનો વિકલ્પ વધારે આકર્ષક છે.પોતાની આગવી લાક્ષણિકતાને કારણે તે તેની કિંમત અને બજારની માગને આધારિત હોય છે. બેન્ક મારફતે નવી લોન લેવા માટેનો વધુ એક ગેરલાભ એ છે કે બેન્કો જો તેમની લોન ભરપાઈ ન થઈ શકે તો તેવા ભયને કારણે લેણદારો (કંપનીઓ) પાસેથી રક્ષણ માગતી હોય છે. જે દૂરગામી નાણાકીય કરારો મારફતે કરવામાં આવે છે. જામીનગીરી મારફતે મૂડી રોકાણકારો પાસેથી એકત્રિત કરવામાં આવે છે. રોકાણકારો કંપનીનની જામીનગીરીઓમાં રોકાણ કરે છે. કંપનીઓ પ્રાથમિક ધોરણે તેમને જામીનગીરીઓ ફાળવે છે. તેવી જ રીતે સરકાર પણ જામીનગીરીઓની ફાળવણી કરીને મૂડી એકત્રિત કરી શકે છે. (સરકારી દેવું જુઓ)

પુનઃરચના[ફેરફાર કરો]

તાજેતરના દાયકાઓમા હાલની અસ્ક્યામતોની પુનઃરચના કરીને જામીનગીરીઓની ફાળવણી કરવામાં આવે છે. પરંપરાગત રીતે ફાળવવામાં આવતી જામીનગીરીઓમાં નાણાકીય સંસ્થાઓનિયમનકારી દ્વારા નિર્દેશિત કરવામાં આવેલા મૂડીનાં કાર્યક્ષમતાના ધોરણોને પૂરા કરવા માટે પોતાનાં પાકાં સરવૈયામાંથી અસ્ક્યામતો દૂર કરી શકે છે. અથવા તો પોતાની મૂળ અસ્ક્યામતોમાંથી રોકડનો પ્રવાહ વધારી શકે છે. વૈકલ્પિક રીતે મધ્યસ્થી નાણાકીય અસ્ક્યામતો ખરીદીને તેમાંથી નફો મેળવી શકે છે. અને તેની પુનઃરચના કરીને રોકાણકારો માટે વધારે આકર્ષક બનાવી શકે છે. અન્ય શબ્દોમાં કહીએ તો અસ્ક્યામતોનું સમગ્ર જૂથ અન્ય કાયદેસરની સંસ્થા કે કંપનીને ટ્રસ્ટ કે એસપીવી તરીકે તબદિલ કરવામાં આવે છે. ત્યારબાદ તે શેરધારકોને શેરોની ફાળવણી કરે છે. આ પ્રકારની અસ્ક્યામતો કોઈ ગ્રાહક સીધી ખરીદી લે તેની શોધ કરવા કરતા વિપરીત આના કારણે પ્રાયોજક કંપની માટે આ અસ્ક્યામતો થકી મૂડી એકત્રિત કરવાનું ખૂબ જ આસાન બની જાય છે.

ધારકના પ્રકારને આધારે[ફેરફાર કરો]

જામીનગીરીમાં રોકાણ કરનારો છૂટક રોકાણકાર હોઈ શકે દા. ત. વેપારી ધોરણે રોકાણ ન કરતો હોઈ તે જાહેર લોકો દ્વારા કરવામાં આવતાં રોકાણકારોમાંનો એક હોય તેનો સમાવેશ થાય છે. આ પ્રકારનાં રોકાણમાં સૌથી વધારે મોટો ફાળો જથ્થાબંધ રોકાણકારોનો હોય છે. દા. ત. કોઈ નાણાકીય સંસ્થાઓ પોતાનાં ખાતાંમાં જામીનગીરીઓની લે-વેચ કરતી હોય અથવા તો તેમના ગ્રાહકો વતી સોદાઓ કરતી હોય. અગત્યનાં સંસ્થાકીય રોકાણકારોમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કો, વીમા કંપનીઓ, પેન્શન ભંડોળો અને સંચાલિત કરવામાં આવતાં અન્ય ભંડોળોનો સમાવેશ કરવામાં આવે છે.

રોકાણ[ફેરફાર કરો]

પરંપરાગત રીતે જામીનગીરીઓ ખરીદવાનું મુખ્ય આર્થિક પાસું રોકાણ કરવા માટેનું હોય છે. જે આવક મેળવવાની આશયથી કે નાણાકીય લાભ મેળવવા માટે કરવામાં આવે છે. દેવાં જામીનગીરીઓ બેન્કોની થાપણો કરતાં ઊંચું વ્યાજ ચૂકવે છે. અને ઇક્વિટીમાં રોકાણ કરવાથી મૂડીની વૃદ્ધિ થઈ શક છે. ઇક્વિટીમાં રોકાણ કરવાને કારણે ફાળવણીકારના વ્યવસાય ઉપર અંકુશ પણ મળી શકે છે. જો કંપની નવી હોય કે જૂની પરંતુ તે કદાચ પુનઃરચના તરફ જાય તો પણ રોકાણકારો જો દેવાં ધારક હોય તો કંપની ઉપર અંકુશ મેળવવાની તક તેમને મળી શકે છે. આપ્રકારના કિસ્સાઓમાં જો વ્યાજની ચુકવણી કરવામાં ન આવે તો ધિરાણદારો કંપની ઉપર પોતાનો અંકુશ લઈને તેમનાં રોકાણની વસૂલાત કરવા માટે તેને ફડચામાં લઈ જાય છે.

કબૂલાત ઉપરાંતની જામીનગીરી[ફેરફાર કરો]

છેલ્લા એક દાયકા દરમિયાન જામીનગીરીઓનો ઉપયોગ કબૂલાત ઉપરાંતની જામીનગીરી તરીકે જંગી માત્રામાં વિકાસ પામ્યો છે. ઉછીનાં નાણાં લઈને ખરીદવામાં આવેલી જામીનગીરીઓને અન્ય જામીનગીરીઓ અથવા તો રોકડ વડે સલામત બનાવી દેવામાં આવે છે જેને સીમાંત ઉપરની ખરીદી કહેવામાં આવે છે. અહીં એ નામની વ્યક્તિએ બી નામની વ્યક્તિ પાસેથી દેવું કે અન્ય કોઈ જવાબદારી લીધી હોય તો એએ બીને જામીનગીરી પેટે પોતાની અસ્ક્યામતના હક્કો બીને આપવાના રહે છે. એ માટે તે શરૂઆતમાં (અસ્ક્યામતો તબદિલ થાય ત્યારે) કે પછી કસૂરવાર ઠરે ત્યારે (દસ્તાવેજો તબદિલ ન કરે ત્યારે) સંસ્થાકીય લોન માટે અસ્ક્યામતોનાં હક્કો તબદિલ નથી કરવાના હોતા પરંતુ એને પોતાના દાવાઓ અંગે સંતુષ્ટ થાય તેટલો સક્ષમ બનાવવાનો હોય છે કે જો બી એનું બાકી લેણું ચૂકવવામાં નિષ્ફળ જાય તો અથવા તો પછી દેવાળિયો બની જાય છે. કબૂલાત ઉપરાંતની જામીનગીરીઓને મુખ્યત્વે બે શ્રેણીમાં વહેંચવામાં આવે છે જેમનાં નામ જામીનગીરી હિતો અને કબૂલાત ઉપરાંતની જામીનગીરીઓની બારોબાર તબદિલી કહેવામાં આવે છે. સામાન્યતઃ વેપારી બેન્કો, ઇન્વેસ્ટમેન્ટ બેન્કો, સરકારી એજન્સીઓ અને અન્ય સંસ્થાકીય રોકાણકારો જેમ કે મ્યુચ્યુઅલ ફંડો નોંધપાત્ર માત્રામાં કબૂલાત ઉપરાંતની જામીનગીરી લે છે અને આપે પણ છે. ઉપરાંત વ્યક્તિગત લોકો પણ પોર્ટફોલિયો લોન માટે જામીનગીરી ધિરાણમાં શેર અથવા તો અન્ય જામીનગીરીઓનો ઉપયોગ કબૂલાત ઉપરાંતની જામીનગીરી તરીકે કરી શકે છે.

છેલ્લા એક દાયકાથી ગ્રાહકોનાં સ્તરે જામીનગીરી સામેની લોનને ત્રણ અલગ-અલગ જૂથમાં વહેંચવામાં આવી છે. 1) પ્રમાણભૂત સંસ્થાકીય લોન , સામાન્યતઃ કિંમતની સરખામણીએ ખૂબ જ નીચી હોય છે અને તેની ઉઘરાણી અને ધારાધોરણો ખૂબ જ કડક હોય છે. 2) હક્કોના અધિકારની તબદિલીવાળી લોન (ટીઓટી) ખાસ કરીને આ પ્રકારની લોન ખાનગી કે વ્યક્તિગત લોકો દ્વારા આપવામાં આવતી હોય છે. જેમાં ઉછીનાં નાણાં લેનારની માલિકી લોનમાં કરવામાં આવેલા કરારો અનુસાર વિલુપ્ત થઈને બચાવવામાં આવે છે. અને 3) વિસ્તૃત સંસ્થાકીય લોન સુવિધાઓ કે જેમાં ખાનગી તેમજ જાહેર કંપનીઓ વચ્ચે જોડાણ કરવામાં આવે છે. આ જોડાણ સંપૂર્ણ નિયમનનાં સ્વરૂપે કરવામાં આવે છે. સંસ્થાકીય રીતે તેનું સંચાલન પૂરક રીતે એ પ્રમાણે કરવામાં આવે છે કે તેમાં ગ્રાહક જ્યાં સુધી નાણાંની ચૂકવણી કરવામાં કસૂરવાર ન ઠરે ત્યાં સુધી જામીનગીરી તેના અધિકાર અને કબજામાં રહે છે. ઉપરોક્ત ત્રણ પ્રકારની લોન પૈકી હક્કોના અધિકારોની તબદિલીવાળી લોનમાં ધિરાણદારને જામીનગીરીને વેચવાની અથવા તો (જો આખી જામીનગીરી ન વેચે તો) તેનો અમુક ભાગ વેચવાના હક્કો મળે છે. જેનો આશય ભંડોળ ઊભું કરવા માટેનો હોય છે. ઘણા લોકો નાણાકીય નિયમનની બહાર જઈને પણ ખાનગી લોનના ધોરણે તેનો ઉપયોગ કરતા હોય છે. બીજી તરફ સંસ્થાકીય રીતે સંચાલિત લોન અન્ય નાણાકીય સંસ્થાનોના સ્રોતો પાસેથી લોનનાં ભંડોળની વ્યવસ્થા કરે છે. તેઓ ઉછીનાં નાણાં લેનારાની માલિકીપણાંનાં નુકસાનમાં સામેલ થતાં નથી કે તેમના ઉપર અંકુશ રાખતા નથી તેથી તેઓ વધારે પારદર્શક દેખાય છે.

દેવું અને શેરમૂડી[ફેરફાર કરો]

પરંપરાગત રીતે જામીનગીરીઓને દેવાં જામીનગીરી અને ઇક્વિટી જામીનગીરી એમ બે વિભાગમાં વહેંચી શકાય (ડેરિવેટિવ્સ પણ જુઓ)

દેવું[ફેરફાર કરો]

દેવાં જામીનગીરીઓ ડિબેન્ચર્સ, બોન્ડ્ઝ, થાપણો, વચનચિઠ્ઠીઓ અથવા તો વ્યાપારિક દસ્તાવેજોને કહી શકાય. જે તેમની પાકતી મુદ્દત અને અન્ય આગવી લાક્ષણિકતાઓ ઉપર આધાર રાખે છે. દેવાં જામીનગીરીનો ધારક વ્યાજ અને મુદ્દલ બંને મેળવવાનો અધિકારી બને છે. આ ઉપરાંત ફાળવણી વખતે કરવામાં આવેલા કરાર અનુસાર તેને અન્ય હક્કો પણ મળે છે. જેમ કે અમુક પ્રકારની ચોક્કસ માહિતી મેળવવાનો હક્ક. સામાન્યતઃ દેવાં જામીનગીરીઓની ફાળવણી એક નિશ્ચિત મુદ્દત માટે કરવામાં આવે છે અને તેની મુદ્દત પૂરી થઈ ગયા બાદ ધારક તેને વેચી શકે છે. દેવાં જામીનગીરી કબૂલાત ઉપરાંતની જામીનગીરીથી રક્ષિત અથવા તો અસુરક્ષિત પણ હોઇ શકે છે. જો તે અસુરક્ષિત હોય તો તે અન્ય અસુરક્ષિત દેવાંઓની સરખામણીએ વરિષ્ઠ ગણાય છે. એટલે કે જો આ જામીનગીરીનો ફાળવણીકાર ફડચામાં જાય તો તેનાં ધારકોને અગ્રીમતા આપવામાં આવે છે. જે દેવાંને વરિષ્ઠ નથી ગણવામાં આવતું તેને "ગૌણ" કહેવામાં આવે છે.

કોર્પોરેટ બોન્ડ્ઝ વ્યાપારી પેઢીઓ કે ઉદ્યોગોનાં દેવાંનું પ્રતિનિધિત્વ કરે છે. ડિબેન્ચર્સની પાકતી મુદ્દત ખૂબ લાંબા ગાળાની હોય છે કમસે કમ દસ વર્ષની જ્યારે વચનચિઠ્ઠીની પાકતી મુદત ખૂબ ટૂંકાગાળાની હોય છે. વ્યાપારિક દસ્તાવેજ એ દેવાં જામીનગીરીનું સાદું સ્વરૂપ છે. આ એક પ્રકારનો પાછલી તારીખનો ચેક હોય છે કે જેની પાકતી મુદ્દત 270 દિવસ કરતા વધારે નથી હોતી.

નાણાં બજારનાં સાધનો એ ટૂંકાગાળાનાં દેવાં સાધનો હોય છે. તેમનાં લક્ષણો થાપણનાં ખાતાંઓ પ્રકારનાં હોય છે. જેમ કે થાપણોનાં પ્રમાણપત્રોઅથવા તો તબદિલી માટેનાં કેટલાંક બિલો. તેમાં ખૂબ જ તરલતા રહેલી હોય છે અને કેટલીક વખત તેને "રોકડની નજીક" ગણવામાં આવે છે. વ્યાપારિક દ્સાતવેજો પણ ઘણી વખત ખૂબ જ તરલ હોય છે.

યુરો દેવાં જામીનગીરીઓ એ પ્રકારની જામીનગીરીઓ છે કે જેની ફાળવણી તેના દેશની બહાર આંતરરાષ્ટ્રીય બજારોમાં કરવામાં આવે છે. તેનું મૂલ્યવર્ગ ફાળવણીકારના વતન કરતા અલગ હોય છે. આ પ્રકારની જામીનગીરીઓમાં યુરોબોન્ડ્ઝ અને યુરોનોટ્સનો સમાવેશ થાય છે. લાક્ષણિક રીતે યુરોબોન્ડ્ઝ ઉપર મડી પરત કરવાની જવાબદારી હોય છે અને તે સલામત નથી હોતા. તેના ઉપર ચૂકવવામાં આવતું વ્યાજ સંયુક્ત રીતે ચૂકવાય છે. યુરોનોટ્સનો પ્રકાર યુરો કોમર્શિયલ પેપર (ઈસીપી) અથવા તો યુરો સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ જેવો હોય છે.

સરકારી બોન્ડ્ઝ એ લાંબાગાળાની દેવાં જામીનગીરીનું માધ્યમ છે. જેની ફાળવણી શાસક સરકાર અથવા તો તેમની એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે. સામાન્યતઃ તેમના વ્યાજર કોર્પોરેટ બોન્ડ્ઝ કરતા ઓછા હોય છે. તે સરકાર માટે નાણાંના સ્રોત તરીકે કામ કરે છે. યુએસ ફેડરલ સરકાર દ્વારા ફાળવવામાં આવતા બોન્ડ્ઝને ટ્રેઝરિઝ કહે છે. તેમની તરલતા અને ઓછાં જોખમને કારણે ટ્રેઝરિઝનો ઉપયોગ ખુલ્લાં બજારમાં નાણાંના પુરવઠાનું સંચાલન કરવા માટે કરવામાં આવે છે. જેના થકી યુએસની મધ્યસ્થ બેન્કનું સંચાલન કરવામાં આવે છે.

ગૌણ-શાસક સરકારી બોન્ડ્ઝ કે જેને યુએસમાં મ્યુનિસિપલ બોન્ડ્ઝ તરીકે ઓળખવામાં આવે છે. આ બોન્ડ્ઝ શાસક સરકાર સિવાય રાજ્ય, પ્રાંત, પ્રાદેશિક મ્યુનિસિપલ અથવા તો અન્ય સરકારી એકમોનાં દેવાંનું પ્રતિનિધિત્વ કરે છે.

સુપર નેશનલ બોન્ડ્ઝ એ વિશ્વસ્તરનાં મંડળો જેવાંકે વિશ્વ બેન્ક, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ વગેરેનાં દેવાંનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં પ્રાદેશિક સ્તરની બહુવિધ વિકાસ બેન્કો અને અન્ય સંસ્થાઓનો સમાવેશ પણ કરવામાં આવે છે.

શેરમૂડી[ફેરફાર કરો]

ઇક્વિટી જામીનગીરી એ કંપનીની શેરમૂડીમાંથી આપવામાં આવતો ભાગ છે. જેમ કે કંપની, ટ્રસ્ટમાંથી ફાળવવામાં આવતો કેપિટલ સ્ટોક અથવા ભાગીદારી. ઇક્વિટીની ફાળવણીનું કે જામીનગીરીનું સૌથી સરળ સ્વરૂપ સામાન્ય શેરની ફાળવણી છે. આ ઉપરાંત કેપિટલ સ્ટોકમાંથી પ્રિફર્ડ ઇક્વિટીની ફાળવણી કરી શકાય છે. ઇક્વિટીનો ધારક શેરધારક કહેવાય છે કે જે પોતાની પાસે કંપનીના શેર ધરાવતો હોય છે. અથવા તો ફાળવણીકારનો નાનો અંશ ધરાવતો હોય છે. દેવાં જામીનગીરી કે જેમાં નિયમિતપણે ધારકોને વ્યાજ ચૂકવવું પડે છે તેથી વિપરીત ઇકિવિટીજામીનગીરીમાં કોઈ જ પ્રકારની ચૂકવણી નિયમિતપણે કરવાની હોતી નથી. નાદારીની સ્થિતિમાં તે ફાળવણીકારનાં બાકી રહેલા વ્યાજની જ ચૂકવણી વહેંચે છે. આ ચૂકવણી ધિરાણદારોને તમામ ચૂકવણી કરી દીધા બાદ ચૂકવવામાં આવે છે. જોકે, ઇક્વિટી જામીનગીરી ધારકોને કંપનીમાં આંશિક અંકુશ પ્રોરેટા ધોરણે ફાળવે છે. તેનો મતલબ એ થાય કે સામાન્યતઃ વધારે ઇક્વિટી ધરાવતો ધારક ફાળવણીકાર ઉપર અંકુશ મેળવી શકે છે. ઇક્વિટી જામીનગીરીમાં નફાની વહેંચણી અને મૂડી વધારાના હક્કો મળે છે. જ્યારે દેવાં જામીનગીરીના ધારકોને માત્ર વ્યાજ અને મુદ્દલની જ ચૂકવણી કરવામાં આવે છે. જેનો આધાર ફાળવણીકારના નાણાકીય દેખાવ ઉપર રહેલો હોય છે. વધુમાં દેવાં જામીનગીરીમાં નાદારીની બહાર મતદાનનો અધિકાર મળતો નથી. અન્ય શબ્દોમાં કહીએ તો ઇક્વિટીધારકોને હંમેશા ઉપર રહેવાનો અધિકાર હોય છે અને તેઓ વેપાર ઉપર અંકુશ લઈ શકે છે.

 • સ્ટોક(શેર)

મિશ્ર જામીનગીરીઓ[ફેરફાર કરો]

મિશ્ર જામીનગીરીઓમાં દેવાં અને ઇક્વિટી જામીનગીરી બંનેનાં લક્ષણો રહેલાં હોય છે.

પ્રેફરન્સ શેર્સ ઇક્વિટી અને દેવાં બંને પ્રકારની જામીનગીરીનું મધ્યમ સ્વરૂપ છે. જો ફાળવણીકાર ફડચામાં જાય તો તેમને વ્યજમેળવવાનો અને/અથવા મૂડી ઉપરનું વળતર મેળવવાનો અધિકાર સામાન્ય શેરધારકો કરતા અગ્રીમતાના ધોરણે મળે છે. જોકે, કાયદાકીય રીતો જોઇએ તો તેમને મૂડી શેરો કહેવામાં આવે છે અને તેના કારણે તેમના ધારકોને અંકુશ લેવાનો અધિકાર પણ મળે છે પણ તે ધારકોને મતાધિકાર મળ્યો છે કે નહીં તેના ઉપર આધાર રાખે છે.

રૂપાંતરણીય એ બોન્ડ્ઝ અથવા તો પ્રિફર્ડ શેરના સ્વરૂપે હોઈ શકે છે. ધારકોની રૂપાંતરણીયની ચૂંટણીને આધારે તેમને ફાળવણીકાર કંપનીના સામાન્ય શેર્સમાં રૂપાંતરિત કરી શકાય છે. જોકે, જો કન્વર્ટિબલ એટલે કે રૂપાંતરણીય હાજર બોન્ડ હોય તો રૂપાંતરણિયાતા આપમેળે કરી દેવામાં આવે છે અને ફાળવણીકાર બોન્ડ પાછા લઈ લે છે. તેનું રૂપાંતરણ કરાવવા માટે બોન્ડધારકોને એક માસનો સમય મળે છે. અથવા તો બોન્ડધરકો પાસેથી ફળવણીકાર બોન્ડ ાછા લઈને તેને રોકડ ચૂકવી દે છે. આ કિંમત રૂપાંતરણીય શેરો કરતા ઓછી હોઈ શકે છે. આ પ્રક્રિયાને દબાણપૂર્વક કરવામાં આવેલું રૂપાંતરણ કહેવામાં આવે છે.

ઇક્વિટી અધિકારપત્ર એ કંપની દ્વારા ફાળવવામાં આવેલા ઓપ્શન્સ છે. ઇક્વિટી વોરન્ટ ધારકને કંપનીના શેર્સ અમુક ચોક્કસ સમયગાળામાં અમુક ચોક્કસ સંખ્યામાં, અમુક ચોક્કસ કિંમતે ખરીદવાનો અધિકાર મળે છે. ઘણી વખત તેમની ફાળવણી બોન્ડ્ઝ અથવા તો અસ્તિત્વ ધરાવતી ઇક્વિટી સાથે કરવામા આવે છે. જ્યારે આ વોરન્ટનો ધારક તેને ખરીદે છે ત્યારે તે સીધાં કંપનીને નાણાં આપે છે અને કંપની ધારકને નવા શેર્સની ફાળવણી કરી આપે છે.

અન્ય રૂપાંતરણિય જામીનગીરીઓની જેમ જ વોરન્ટ્સ એટલે કે અધિકાર પત્રો પણ શેરોની સંખ્યામાં વધારો કરે છે. અને નાણાકીય અહેવાલમાં સંપૂર્ણ ભરપાઈ થયેલી મૂડીની શેરદીઠ કમાણીમાં તેનું યોગદાન રહે છે. શેરદીઠ કમાણીના કારણે એવી ખાતરી મળે છે કે કંપનીના તમામ અધિકારપત્રો અને રૂપાંતરણિયોનો વેપાર થઈ રહ્યો છે.

જામીનગીરીઓનું બજાર[ફેરફાર કરો]

પ્રાયમરી અને સેકન્ડરી બજાર[ફેરફાર કરો]

યુએસ ખાતે જાહેર જામીનગીરીઓનાં બજારને પ્રાયમરી અને સેકન્ડરી તેમ બે વિભાગમાં વહેંચી શકાય છે. આ બંને બજારો વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે પ્રાયમરી બજારમાં જામીનગીરી માટેનાં નાણાં ફાળવણીકારો દ્વારા મેળવવામાં આવે છે જે તેમને રોકાણકારો દ્વારા આપવામાં આવે છે. જેમ કે જાહેર ભરણાંનાં સોદા દ્વારા. જ્યારે સેકન્ડરી બજારમાં જામીનગીરીઓ માત્ર અસ્ક્યમતો હોય છે કે જે એક ધારક દ્વારા બીજા ધારકને વેચવામાં આવે છે. (એટલે નાણાં એક રોકાણકાર પાસેથી બીજાં રોક જાહેર ભરણું એટલે કંપની દ્વારા લોકોને નવા શેરોની ફાળવણી કરવામાં આવે છે. જેને ટૂંકમાં "આઈપીઓ " કહેવામાં આવે છે. જે રોકાણકારોએ પોતાની નોંધણી અગાઉ કરાવી હોય તેમને પાછળથી કંપની વધુ નવા શેર્સની ફાળવણી પણ કરી શકે છે. બાદમાં આ નવા ઇશ્યૂઓનું વેચાણ પ્રાયમરી બજારમાં થઈ શકે છે પરંતુ તેને આઈપીઓ તરીકે ગણવામાં આવતા નથી પરંતુ તેમને "સેકન્ડરી ઓફરિંગ " તરીકે ઓળખવામાં આવે છે. આઈપીઓનાં સંચાલનમાં મદદ કરવા માટે ફાળવણીકારો ઇન્વેસ્ટમેન્ટ બેન્કોની મદદ લેતા હોય છે. તેઓ ભરણાંની મંજીરી લેવા માટે એસઈસી અથવા તો નિયમનકારી મંડળની મંજૂરી લઈને નવા ઇશ્યૂનું વેચાણ કરતા હોય છે. જ્યારે ઇન્વેસ્ટમેન્ટ બેન્ક સમગ્ર ઇશ્યૂ ફાળવણીકાર પાસેથી ફરીથી કિંમત વધારીને વેચવા માટે વળતરમાં ખરીદી લે તો તેને ફર્મ કમિટમેન્ટ અંડરરાઇટિંગ કહેવામાં આવે છે. જોકે, ઇન્વેસ્ટમેન્ટ બેન્કને અંડરરાઇટિંગમા વધારે જોખમ જણાય તો ત તે કરાર પૂરો કરવા માટેના શ્રેષ્ઠતમ પ્રયાસો કરે છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્ક તે ઇશ્યૂને વેચવા માટેના પ્રયાસો કરે છે.

પ્રાયમરી બજારની વૃદ્ધિ માટે સેકન્ડરી બજારની અથવા તો વૈકલ્પિક બજારની આવશ્યકતા છે. આ બજાર રકાણ જામીનગીરી માટ તરલતા પૂરી પાડે છે. અહીં જામીનગીરીધારકો તેમની પાસ રહેલી જામીનગીરીઓને રોકડેથી બીજા રોકાણકારોને વેચી શકે છે. અન્યથા કેટલાક લોકો પ્રાયમરી ઇશ્યૂઓની ખરીદી કરે છે. આમ, કંપનીઓ અને સરકરોને પોતાનાં સંચાલનો માટે નાણાં એકત્રિત કરતા અંકુશમાં લેવામાં આવે છે. સુવ્યવસ્થિત ધોરણે ચાલતા શેરબજારોથી સેકન્ડરી બજારનું નિર્માણ થાય છે. ઘણા નાના ઇશ્યૂઓ અને દેવાં જામીનગીરીનો વેપાર વિકેન્દ્રિત અને વિતરકો આધારિત ઓવર ધ કાઉન્ટર બજારમાં કરવામાં આવે છે.

યુરોપ ખાતે જામીનગીરીના વિતરકોનું પ્રમુખ વેપારી મંડળ ઇન્ટરનેશનલ કેપિટલ માર્કેટ્સ એસોસિયેશનના નામથી ઓળખાય છે. યુએસમાં જામીનગીરી વિતરકોનાં પ્રમુખ મંડળને સિક્યોરિટિઝ ઇન્ડસ્ટ્રી એન્ડ ફાઇનાન્સિયલ માર્કેટ્સ એસોસિયેશન તરીકે ઓળખવામાં આવે છે, અગાઉ સિક્યોરિટિઝ ઇન્ડસ્ટ્રી એસોસિયેશન અને બોન્ડ માર્કેટ એસોસિયેશન નામનાં બે મંડળોનું વિવિનીકરણ કરીને આ મંડળ બનાવવામાં આવ્યું છે. ફાઇનાન્સિયલ ઇન્ફર્મેશન સર્વિસિઝ ડિવિઝન ઓફ ધ સોફ્ટવેર એન્ડ ઇન્ફર્મેશન ઇન્ડસ્ટ્રી એસોસિયેશન (એફઆઈએસડી/એસઆઈઆઈએ) બજરની માહિતીનું એકત્રિકરણ કરતી કંપનીઓનું પ્રતિનિધત્વ કરે છે. તે ગ્રાહક, બજારો અને વેપારીઓ ઉપર ધ્યાન આપે છે.

જાહેર ભરણું અને ખાનગી ધોરણે ફાળવણી[ફેરફાર કરો]

પ્રાયમરી બજારમાં જામીનગીરીઓની ફાળવણી લોકોને અથવા તો જાહેર ભરણાં મારફતે થઈ શકે છે. વૈકલ્પિક રીતે કંપનીઓ લાયકાત ધરવતા મર્યાદિત લોકોને ખાનગી ધોરણે જામીનગીરીઓની ફાળવણી કરી શકે છે. ઘણી વખત તે બંનેને સંમિશ્રિત કરીને પણ ફાળવણી કરવામાં આવે છે. આ બંને વચ્ચેની ભેદરેખા જામીનગીરીના નિયમન અને કંપની ધારા માટે મહત્વની છે. ખાનગી ધોરણે ફાળવવામાં આવેલી જામીનગીરીઓનું વેચાણ ખુલ્લાં બજારમાં થઈ શકતું નથી. તેનું ખરીદ-વેચાણ લયકાત ધરાવતા રોકાણકારો વચ્ચે જ કરવામાં આવતું હોય છે. તેનાં પરિણામે સેકન્ડરી બજાર જાહેર (નોંધણી પામેલી) જામીનગીરીઓ માટે જેટલું તરલ હોય છે તેટલું રહેતું નથી.

અન્ય શ્રેણીમાં સોવરિન બોન્ડ્ઝનો સમાવેશ થાય છે. આ પ્રકારનાં બોન્ડનું વેચાણ હરાજી મારફતે ખાસ શ્રેણીના વિતરકો માટે કરવામાં આવે છે.

લિસ્ટિંગ અને ઓટીસી પ્રકારના સોદા[ફેરફાર કરો]

ઘણી વખત જામીનગીરીઓનું લિસ્ટિંગ શેરબજારમાં કરવામાં આવતું હોય છે. આ એક સુવ્યવસ્થિત સંચાલન કરતું અધિકૃત બજાર છે કે જેના ઉપર જામીનગીરીઓની લે-વેચ કરવામાં આવે છે. રોકાણકારોને આકર્ષવા માટે ફાળવણીકાર તેની જામીનગીરીની નોંધણી કે લિસ્ટિંગ શેરબજાર ઉપર થાય તેમ ઇચ્છે છે. તે ખાતરી આપે છે કે બજારમાં તરલતા છે અને તેનું નિયમન સુવ્યવસ્થિત ધોરણે થાય છે. જેના ઉપર રોકાણકારો જામીનગીરીની ખરીદ-વેચાણ કરી શકે છે.

અનૌપચારિક ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગનો વિકાસ થવાને પરિણામે શેરબજારના પરંપરાગત વેપાર સામે પડકારો ઊભા થયા છે. મોટા જથ્થામાં જામીનગીરીની ખરીદ-વેચાણ "ઓવર ધ કાઉન્ટર" (ઓટીસી) સોદાઓ મારફતે થતી હોય છે. ઓટીસી સોદાઓમાં ખરીદનાર અને વેચનાર તેમનો સોદો ટેલિફોન ઉપર એકબીજા સાથે વાતચીત કરીને અથવા તો ઇલેક્ટ્રોનિક પદ્ધતિ મારફતે કરે છે. આ સોદો ઇલેક્ટ્રોનિક બોર્ડ ઉપર દર્શાવવામાં આવતા ભાવના આધારે કરવામાં આવે છે. સામાન્યતઃ આ ભાવ વ્યાપારિક ધોરણે માહિતી આપનારા રોઇટર્સ અને બ્લૂમબર્ગ જેવા વેપારીઓ દ્વારા આપવામાં આવતા હોય છે.

યુરો જામીનગીરી પણ અસ્તિત્વમાં છે. આ પ્રકારની જામીનગીરીઓ તેમનાં સ્થાનિક બજારની બહાર એક કરતાં વધારે ન્યાયિક ક્ષેત્રોમાં ફાળવવામાં આવે છે. સામાન્યતઃ આ જામીનગીરીઓનું લિસ્ટિંગ લક્ઝેમ્બર્ગ સ્ટોક એક્સચેન્જ ખાતે અથવા તો લંડન ખાતે કરવામાં આવતું હોય છે. યુરો બોન્ડ્ઝનું લિસ્ટિંગ કરવા પાછળ નિયમન તેમજ કરવેરાના લાભો ઉપરાંત રોકાણ ઉપરનાં અંકુશોનો સમાવેશ થાય છે.

બજાર[ફેરફાર કરો]

લંડન એ યુરોનાં જામીનગીરી બજારનું કેન્દ્ર છે. વર્ષ 1980ના શરૂઆતના દાયકામાં લંડન ખાતે યુરો જામીનગીરી બજારમાં ખૂબ જ વૃદ્ધિ જોવા મળી હતી. હાલમાં યુરો જામીનગીરી બજારના સોદાઓની પતાવટ બે યુરોપીય કોમ્પ્યુટરાઇઝ્ડ ક્લિયરિંગ અને ડિપોઝિટરીઝ યુરોક્લિયર (બેલ્જિયમ સ્થિત) અને લક્ઝેમ્બર્ગ સ્થિત ક્લિયરસ્ટ્રિમ (ભૂતકાળમાં કેડેલબેન્ક)મારફતે કરવામાં આવે છે.

યુરોબોન્ડ્ઝનું મુખ્ય બજાર યુરોએમટીએસ છે જે બોર્સા ઇટાલિયાના અને યરોનેક્સ્ટની માલિકીનું છે. કેટલાંક ઉભરતાં દેશોમાં પણ બજારો આવેલાં છે પરંતુ તેમનો વિકાસ ખૂબ જ ધીમો છે.

જામીનગીરીઓનાં સ્થૂળ સ્વરૂપો[ફેરફાર કરો]

પ્રમાણપત્ર અધારિત જામીનગીરીઓ[ફેરફાર કરો]

જે જામીનગીરીઓ કાગળ ઉપર હોય (સ્થૂળ રૂપમાં) તેમને પ્રમાણપત્ર આધારિત જામીનગીરીઓ કહે છે. આપ્રકારની જામીનગીરીઓ શાહજોગ કે નોંધણી પામેલી હોઈ શકે છે.

શાહજોગ જામીનગીરીઓ[ફેરફાર કરો]

શાહજોગ જામીનગીરીઓ સંપૂર્ણપણે તબદિલ કરી શકાય તેવી હોય છે અને તેના દ્વારા ધારકને જામીનગીરી અંતર્ગત આવતા તમામ પ્રકારના હક્કો મળે છે. (દા. ત. જો દેવાં જામીનગીરી હોય તો ચૂકવણીનો હક્ક અને જો ઇક્વિટી જામીનગીરી હોય તો મતાધિકારનો હક્ક) આ સાધનને એક વ્યક્તિથી બીજી વ્યક્તિને સોંપીને તબદિલ કરી શકાય છે. ઘણા કિસ્સાઓમાં જામીનગીરીને સમર્થન આપીને કે તે સાધનની પાછળના ભાગે હસ્તાક્ષર કરીને તેને સુપરત કરી દેવાથી તે તબદિલ થઈ જાય છે.

ઘણી વખત નિયમનકારીઓ અને નાણાકીય સત્તાધિશો આ પ્રકારની જામીનગીરીઓને નકારાત્મક રીતે જોતા હોય છે. કારણ કે આ જામીનગીરીઓને કારણે નિયમનકારી અંકુશોનો ભંગ થાય છે અને કરવેરાના નિયમોનું પણ ઉલ્લંઘન થાય છે. દા. ત. યુનાઇટેડ કિંગડમમાં શાહજોગ જામીનગીરીની ફાળવણી ઉપર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આનો સૌથી પહેલા અમલ એક્સચેન્જ કન્ટ્રોલ એક્ટ 1947 અંતર્ગત 1953 સુધી કરવામાં આવ્યો હતો. યનાઇટેડ સ્ટેટ્સમાં પણ શાહજોગ જામનગીરીઓ નકારાત્મક કરનાં વલણને કારણે ઓછી માત્રામાં જોવા મળે છે. આ વેરો ફાળવણીકારો અથવા તો જામીનગીરી ધારકો ઉપર લાગી શકે છે.

નોંધણી પામેલી જામીનગીરીઓ[ફેરફાર કરો]

નોંધણી પામેલી જામીનગીરીઓના કિસ્સામાં પ્રમાણપત્રમાં ધારકનું નામ લખવામાં આવેલું હોય છે. પરંતુ તે માત્ર જામીનગીરીઓનું જ પ્રતિનિધિત્વ કરે છે. માણસ પાસે પ્રમાણપત્ર આવી જાય એટલે તેને તે જામીનગીરીની કાયદેસરની માલિકી મળી જતી નથી. તેના બદલે ફાળવણીકાર (અથવા તો તેનો નિયુક્ત એજન્ટ) એક રજિસ્ટરમાં તેની નોંધણી કરે છે જેમાં જામીનગીરી ધારકની તમામ વિગતો લખવામાં આવે છે અને તેમાં સતત સુધારાઓ કરવામાં આવે છે. નોંધણી પામેલી જામીનગીરીઓની તબદિલી રજિસ્ટરમાં સુધારો કરીને કરવામાં આવે છે.

પ્રમાણપત્રો વિનાની જામીનગીરીઓ અને વૈશ્વિક પ્રમાણપત્રો[ફેરફાર કરો]

આધુનિક પદ્ધતિ પ્રમાણે પ્રમાણપત્રો અને ફાળવણીકાર દ્વારા જામીનગીરીની ચોપડે કે રજિસ્ટરમાં નોંધણીની આ બંને પદ્ધતિઓ નીકળી ગઈ છે. આ પ્રક્રિયાને પૂરી કરવા માટે સામાન્યતઃ બે રસ્તાઓ અપનાવવામાં આવે છે.

પ્રમાણપત્ર વિનાની જામીનગીરીઓ[ફેરફાર કરો]

ફ્રાન્સ જેવાં કેટલાંક ન્યાયિક ક્ષેત્રોમાં એ બાબત શક્ય છે કે જે-તે ન્યાયિક ક્ષેત્રનો ફાળવણીકાર તેની જામીનગીરીનો રેકોર્ડ ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી સાચવી શકે છે.

યુનાઇટેડ સ્ટેટ્સ ખાતે હાલમાં યુનિફોર્મ કોમર્શિયલ કોડના આર્ટિકલ 8નું "અધિકૃત" વૃત્તાંત અનુસાર પ્રમાણપત્ર વિનાની જામીનગીરીઓને મંજૂરી આપવામાં આવી છે. જોકે, "અધિકૃત" યુસીસી એ માત્ર એક કાયદો છે જેનો અમલ યુએસનાં વિવિધ રાજ્યો દ્વારા અલગ-અલગ રીતે કરવામાં આવે છે. દેશના તમામ 50 રાજ્યો (ઉપરાંત ડિસ્ટ્રિક્ટ કોલંબિયા અને યુએસ વર્જિન આઇલેન્ડ્સ) દ્વારા આર્ટિકલ 8ના કેટલાક અંશોનો અમલ કર્યો હોવા છતાં પણ તેમાંનાં કેટલાંક રાજ્યો આર્ટિકલ 8નો જૂનો વૃત્તાંત જ અમલમાં મૂકે છે. તેમાંનાં કેટલાંક રાજ્યોએ તો પ્રમાણપત્ર વિનાની જામીનગીરીઓને મંજૂરી પણ નથી આપી. [૧]

આજે યુએસમાં મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડો શેરધારકોને પ્રમાણપત્ર વિનાના શેરોની ફાળવણી કરે છે. જોકે, કેટલાક વિનંતીના આધારે પ્રમાણપત્રો ફાળવે છે. પણ તેના પેટે ફીની વસૂલાત કરે છે. સામાન્યતઃ શેરધારકોને પ્રમાણપત્રોની જરૂર રહેતી નથી સિવાય કે તેના આધારે તેમણે કબૂલાત ઉપરાંતની જામીનગીરી આપવાની હોય અથવા તો લોન લેવાની હોય.

વૈશ્વિક પ્રમાણપત્રો, બુક એન્ટ્રી ઇન્ટરેસ્ટ અને થાપણો[ફેરફાર કરો]

આર્ટિકલ 8ના બિન સાતત્યપૂર્ણ વૃત્તાંતમાં પડ્યાવિના જામીનગીરીના વ્યાજની ઇલેક્ટ્રોનિક તબદિલી કરવા માટે એક પદ્ધતિ વિકસાવવામાં આવી છે જેમાં ફાળવણીકાર એક વૈશ્વિક પ્રમાણપત્રની ફાળવણી કરે છે જે તમામ પ્રકારની જામીનગીરીઓનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. આમાં તમામ શ્રેણીની વિશ્વ કક્ષાની જામીનગીરીઓ રહેલી હોય છે. આ પ્રકારની થાપણો રાખનારને ધ ડિપોઝિટરી ટ્રસ્ટ કંપની, અથવા તો ડીટીસી પેરન્ટ, ડિપોઝિટરી ટરસ્ટ એન્ડ ક્લિયરિંગ કોર્પોરેશન (ડીટીસીસી) કહેવામાં આવે છે. આ પ્રકારની કંપનીઓ નફો નહીં કરવાના હેતુથી ચલાવવામાં આવતી સહકારી કંપનીઓ છે જેની માલિકી વોલસ્ટ્રીટના અંદાજે 30 જેટલા દલાલોની છે. તેઓ જામીનગીરીઓના દલાલો કે વિતરકો તરીકે કામ કરે છે. આ ત્રીસ બેન્કોને ડીટીસીમાં ભાગ લેનારા તરીકે ઓળખવામાં આવે છે. ડીટીસી કાયદેસરના વારસદાર મારફતે તમામ ડીટીસીમાં ભાગ લેનારાઓ વતી પ્રત્યેક માટે એક વૈશ્વિક જામીનગીરીની માલિકી લે છે.

ડીટીસી મારફતે વેપાર કરવામાં આવતી તમામ જામીનગીરી ખરા અર્થમાં ઇલેક્ટ્રોનિક રૂપે, વિવિધ મધ્યસ્થીઓનાં ચોપડે અને અંતિમ માલિકના વચ્ચે નોંધાયેલી હોય છે. જેમ કે રિટેલ રોકાણકાર અને ડીટીસીમાં ભાગ લેનાર. દા. ત. શ્રીમાન સ્મિથ પાસે કોકાકોલા ઇન્ક.ના 100શેર સ્થાનિક દલાલ જોન્સ એન્ડ કંપની બ્રોકર્સ પાસે રહેલા તેના ખાતામાં પડ્યા છે. ત્યારબાદ જોન્સ એન્ડ કંપની કોકાકોલા કંપનીના વધુ 1,000 શેર્સની ખરીદી શ્રીમાન સ્મિથ અને અન્ય નવ ગ્રાહકો વતી કરે છે. જોન્સ એન્ડ કંપની દ્વારા ખરીદવામાં આવેલા 1,000 શેર્સ તેણે પોતાના ગોલ્ડમેન સાશનાં કે જે એક ડીટીસીમાં ભાગ લેનાર કંપની છે. તેનાં ખાતાંમાં અથવા તો અન્ય ડીટીસીમાં ભાગ લેનારી કંપનીનાં ખાતામાં રાખ્યા છે. તે બાદ ગોલ્ડમેન સાશ પાસે જોન્સ એન્ડ કંપની જેવા હજારો દલાલોના કોકાકોલા કંપનીના લાખો શેરો એક દિવસમાં આવતા હોય છે અને તેના ચોપડે નોંધાતા હોય છે. ડીટીસીમાં ભાગ લેનારા લોકો અન્ય ભાગ લેનારાઓ સાથે તેમનાં ખાતાની પતાવટ કરતા હોય છે. અને તેમના ચોપડે રહેલી શેરોની સંખ્યાને તેમના જોન્ય એન્ડ કંપની જેવા ગ્રાહકોને લાભ આપવા માટે ગોઠવતા હોય છે. આ પ્રકારની જામીનગીરીની માલિકીને લાભકારક માલિકી કહેવામાં આવે છે. આ પ્રકારની સાંકળમાં દરેક મધ્યસ્થી કોઈકના વતી જામીનગીરી લઈને બેઠો હોય છે. જેના અંતિમ માલિકને લાભ મેળવનાર માલિક કહેવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા કરવામાં આવેલાં રોકાણને "સ્ટ્રીટ નેમ"ની માલિકી હેઠળનું રોકાણ પણ કહેવામાં આવે છે.

દલાલો અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાં વિશાળ માત્રામાં મ્યુચ્યુઅલ ફંડ શેરોના સોદાઓ મધ્યસ્થીઓ વચ્ચે થતા હોય છે. જે શેરબજારમાં શેરોની સીધી વેચવાલી ફંડના ટ્રાન્સફર મેનેજર મારફતે કરવામાં આવતી હોય છે તેના કરતા વિપરિત છે. આ પ્રકારના મોટા ભાગના મધ્યસ્થીઓ જેમ કે દલાલી પેઢીઓ નેશનલ સિક્યોરિટિઝ ક્લિયરિંગ કોર્પોરેશન અથવા તો ડીટીસીસીની પેટા કંપની "એનએસસીસી" મારફતે ઇલેક્ટ્રોનિક રીતે સોદાનું ક્લિયરિંગ કરતા હોય છે.

અન્ય થાપણોઃ યુરોક્લિયર અને ક્લિયરસ્ટિમ[ફેરફાર કરો]

ડીટીસી ઉપરાંત અન્ય બે વિશાળ જામીનગીરીઓ ડિપોઝિટરિઝ અસ્તિત્વ ધરાવે છે. જે બંને યુરોપમાં છે અને તેમનાં નામ યુરોક્લિયર અને ક્લિયરસ્ટ્રિમ છે.

વિભાજિત અને અવિભાજિત જામીનગીરીઓ[ફેરફાર કરો]

શબ્દો "વિભાજિત" અને "અવિભાજિત" જામીનગીરીની માલિકી ઉપર આધાર રાખે છે.

દરેક વિભાજિત જામીનગીરીમાં અલગ અસ્ક્યામત રહેલી હોય છે. ફાળવવામાં આવેલી જામીનગીરીમાંની દરેક જામીનગીરીઓને એકબીજાથી અલગ પાડતી હોય છે. ઇલેક્ટ્રોનિક પૂર્વેની શાહજોગ જામીનગીરીઓ વિભાજિત હતી. દરેક સાધનમાં ફાળવણીકારનો અલગ કરાર અને તેનું અલગ દેવું રહેલું હોય છે.

અવિભાજિત જામીનગીરીઓમાં સમગ્ર ઇશ્યૂ એક અસ્ક્યામત ઉપર બનાવવામાં આવેલો હોય છે. દરેક જામીનગીરી આ અવિભાજિત જામીનગીરીનો થોડો અંશ ધરાવતી હોય છે. સેકન્ડરી બજારમાં વેચાતા શેરો હંમેશા અવિભાજિત હોય છે. પોતાના મેમોરેન્ડમ આર્ટિકલ્સ ઓફ એસોસિયેશન અને કંપની ધારા અંતર્ગત ફાળવણીકાર શેરધારકોના બંધન કરારનો એક જ હિસ્સો ધરાવતો હોય છે. શેર એ ફાળવણીકાર કંપનીના અવિભાજિત આંશિક હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. નોંધણી પામેલી દેવાં જામીનગીરીઓ પણ અવિભાજિત ગણવામાં આવે છે.

સ્થાવર અને જંગમ જામીનગીરીઓ[ફેરફાર કરો]

"સ્થાવર" અને "જંગમ" જામીનગીરીઓને જામીગીરી કઈ રીતે ધારણ કરેલી છે તેના આધારે નક્કી કરી શકાય છે.

જો જામીનગીરી માટે સ્થાવર શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો તેનો મતલબ એમ થાય છે કે જામીનગીરી કોઈકને ધિરાણ પેટે આપવામાં આવી છે અથવાતો તેના પાલક કે રખેવાળ પાસે પડી છે. એક વખત લોનની કે દેવાંની ચૂકવણી થઈ જાય તે બાદ તે જૂની અસ્ક્યામત જેટલી જ સંખ્યામાં તેને પરત કરી દે છે. અન્ય શબ્દોમાં કહીએ તો સ્થાવર જામીનગીરીની પુનઃ ડિલિવરી તેના કરતા ઓછી નથી હોતી.in specie [disambiguation needed] અન્ય શબ્દોમાં કહીએ તો આઈબીએમના 100 શેરનો ધારક જામીનગીરી પેટે તેના 100 શેર કોઈ પક્ષકારને આપીને તેના બદલામાં લોન લે તો લોન પૂરી થઈ ગયા બાદ પક્ષકારે તેને 100 આઈબીએમના શેર પરત કરવાના રહે છે. રોકાડાનાણાં પણ સ્થાવર અસ્ક્યામતનું એક ઉદાહરણ છે. રોકડમં ચૂકવવામાં આવેલાં નાણાંને અલગ મૂકવાની જરૂર નથી રહેતી તેને મૂળ માલિકને પરત કરી દેવાના રહે છે.

તાર્કિક જરૂરીયાતોને અનુસાર અવિભાજિત જામીનગીરીઓ હંમેશા સ્થાવર હોય છે. વિભાજિત જામીનગીરીઓ સ્થાવર હોઈ પણ શકે છે અને ન પણ હોઈ શકે તે બજારનાં રૂખને આધારિત હોય છે. હાલમાં સ્થાવર જામીનગીરીઓનો જમાનો ચાલી રહ્યો છે.

નિયમન[ફેરફાર કરો]

ઢાંચો:Global યુનાઇટેડ સ્ટેટ્સમાં જાહેર ભરણું અને જામીનગીરીઓનું વેચાણ યુએસ સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી) અંતર્ગત નોંધાયેલું અથવા તો તેમાંથી મુક્તિ પામેલું હોવું જોઇએ. જામીનગીરીઓનાં સોદાનું સાધારણ નિયમન ફેડરલ સત્તાધિશો (એસઈસી) અને રાજ્યોના જામીનગીરી વિભાગ દ્વારા પણ કરવામાં આવે છે. આ ઉપરાંત બ્રોકરેજ ઉદ્યોગ સ્વનિયમનકારી સંસ્થાઓ (એસઆરઓ) જેમ કે એફઆઈએનઆરએ (ફાઇનાન્સિયલ ઇન્ડસ્ટ્રી રેગ્યુલેટરી ઓથોરિટી), કે જેને ભૂતકાળમાં નેશનલ એસોસિયેશન ઓફ સિક્યોરિટિઝ ડિલર (અથવા એનએસએડી) અથવા તો એમએસઆરબી દ્વારા કરવામાં આવે છે.

તમામ પ્રકારની જામીનગીરીઓનો સમાવેશ એક જ વ્યાખ્યામાં થઈ શકે તેવી વ્યાખ્યા બનાવવાનું મુશ્કેલ હોવાને કારણે કોંગ્રેસે "જામીનગીરીઓ" માટે કંટાળીને (તેમ છતાં પણ ચોક્કસ નહીં) આ પ્રકારની વ્યાખ્યા બાંધી "કોઇ પણ વચન ચિઠ્ઠી, શેર, ટ્રેઝરી શેર, જામીનગીરી વાયદો, બોન્ડ, ડિબેન્ચર, વ્યાજનું પ્રમાણપત્ર અથવા તો નફાની વહેંચણીના કરારોમાં ભાગ લેવો, અથવા તો ઓઇલ, ગેસ કે અન્ય ખનીજોની રોયલ્ટી, ભાડાપટ્ટાની આવક, કોલેટરલ ટ્રસ્ટનું પ્રમાણપત્ર, સંગઠન મંડળ પૂર્વેનું પ્રમાણપત્ર કે લવાજમ, રૂપાંતરણિય શેર, રોકાણનો કરાર, વોટિંગ ટ્રસ્ટ સર્ટિફિકેટ, જામીનગીરી માટે થાપણનું પ્રમાણપત્ર, કોઇ પણ પ્રકારના પુટ, કોલ, સ્ટ્રેડલ, ઓપ્શન અથવા કોઈ પણ પ્રકારની જામીનગીરી ઉપર મળતો લાભ અથવા તો ગ્રૂપ ઓફ ઇન્ડેક્સ ઓફ સિક્યોરિટિઝ (જેમાં કોઈ પણ પ્રકારનું વ્યાજ કે કિંમત આવતી હોય તે સહિત), નેશનલ સિક્યોરિટિઝ એક્સચેન્જ આધારિત કોઇ પણ વિદેશી ચલણ ઉપર લીધેલા પુટ, કોલ, સ્ટ્રેડલ, ઓપ્શન અથવા લાભ અથવા સામાન્ય રીતે કોઈ પણ એવું સાધન કે જેને "જામીનગીરી" નામ આપવામાં આવે છે. અથવા તો કોઈ પણ વ્યાજનું પ્રમાણપત્ર અથવા તો હંગામી કે મધ્યમગાળા માટે લીધેલું પ્રમાણપત્ર, રસીદ, વોરન્ટ, ભરણું ભરવાનો કે તેને ખરીદવાનો અધિકાર પણ જેમાં નાણું કે વચન ચીઠ્ઠીનો સમાવેશ ન તતો હોવો જોઇએ. બજારનું બિલ કે ડ્રાફ્ટ, અથવા તો બેન્કરની એવી સ્વીકૃતિ કે ફાળવણી વખતે પાકતી મુદત નવ માસ કરતા વધારે નહોતી જેમાંથી વધારાના દિવસોને બાદ કરવામાં આવે અને પાકતી મુદત બાદ ફરીથી થાપણને રિન્યૂ કરાવવામાં આવે." - વર્ષ 1934ના જામીનગીરી ધારાની સેક્શન 3એ આઇટમ 10માંથી

રોકાણની યોજનાઓ જામીનગીરીની પરંપરાગત શ્રેણીઓમાં નથી આવતા (33માં ધારાનીસે. 2(એ)(1)અને 34મા ધારાની સે. 3(એ)(10)) તેથી યુએસની કોર્ટે જામીનગીરીની વિશાળ વ્યાખ્યા તૈયાર કરી છે. તેને એસઈસી સાથે નોંધણી કરાવેલી હોવી જોઇએ. જો તેમાં "રોકાણનો કરાર" રહેલો હોય તો તેને કોર્ટ સમક્ષનોંધાવીને નાણાંનું રોકાણ દરશાવવું પડે છે. સામાન્ય કંપનીઓ અને નફાની આશા અન્ય લોકો પાસેથી પોતાની પ્રાથમિકતામાં આવે છે. જુઓ એસઈસી વી. ડબલ્યૂ.જે. હોવે કંપની. અને એસઈસી વી. ગ્લેન ડબલ્યૂ. ટર્નર એન્ટરપ્રાઇઝિસ, ઇન્ક.

આ પણ જોશો[ફેરફાર કરો]

 • નાણાની જોગવાઇ
 • નાણાકીય બજારો
 • નાણાકીય નિયમન
 • નાણાકય વિષયોની યાદી
 • યુનાઇટેડ સ્ટેટ્સમાં જામીનગીરીઓનું નિયમન
 • પતાવટની સમજૂતી (નાણાકીય)
 • ટી 2 એસ
 • વિષગ્રસ્ત જામીનગીરીઓ

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]