જુનાગઢ કિલ્લો, બિકાનેર
જુનાગઢ કિલ્લો, બિકાનેર | |
---|---|
બિકાનેર, ભારત | |
જુનાગઢ કિલ્લાનું દ્રશ્ય | |
પ્રકાર | કિલ્લો |
બાંધકામ વર્ષ | ૧૫૮૮-૧૫૯૩ |
બંધાવનાર; | કરણ ચંદ- બિકાનેરના રાજા રાય સિંહના નેતૃત્વમાં |
બાંધકામ બાંધકામ પદાર્થો |
લાલ રેતીયા પથ્થર (ડુલમેરા) અને આરસ |
લોકો માટે;to ખુલ્લું; |
હા |
નિયંત્રણ | રાજસ્થાન સરકાર |
અનુપ મહેલના નીજી મંત્રણા કક્ષનું દ્રશ્ય |
જુનાગઢ કિલ્લો (Hindi: जुनाग्द क़िला) એ ભારતના રાજસ્થાન રાજ્યના બિકાનેર શહેરમાં આવેલ એક કિલ્લો છે. આ કિલ્લાને પહેલાં ચિંતામણી તરીકે ઓળખાતો પાછળથી જ્યારે રાજપરિવાર લાલગઢ કિલ્લામાં સ્થળાંતરીત થયો ત્યારથી તેને જુનો કિલ્લો અર્થાત્ જુનાગઢ તરીકે ઓળખવામાં આવ્યો. આ રાજસ્થાનના અમુક કિલ્લાઓમાં છે જેને ટેકરી ઉપર બાંધવામાં નથી આવ્યો. અધુનિક બિકાનેર શહેર આ કિલ્લાની ફરતે વિકસ્યું છે.[૧][૨][૩]
આ કિલ્લાનું બાંધકામ બિકાનેરના છઠ્ઠા રાજા રાય સિંહ (૧૫૭૧-૧૬૧૧)ના મુખ્ય મંત્રીના કરણ ચંદની દેખરેખમાં કરવામાં આવ્યું. આની ભીંતો અને કોટનું બાંધકામ ૧૫૮૮માં શરુ થયું અને ૧૫૯૩માં પુરું થયું. જોકે, આ કિલ્લો શહેરના મૂળ કિલ્લાની બહાર બાંધવામાં આવ્યો. લક્ષ્મી નારાયણ મંદિરની બાજુમાં આજે પણ પ્રાચીન કિલ્લાના અવષેષો જોઈ શકાય છે.[૩][૧][૪]
ઐતિહાસીક પુરાવા બતાવે છે જે વારંવાર થતાં હુમલા છતાં આ કિલ્લા પર કોઈનો તાબો થયો ન હતો. સિવાય કે એમ જ વખત એક દિવસ માટે કામરાન મિર્ઝા તેના પર તાબો કરી શક્યાં હતાં. કામરાન બાબરનો બીજો પુત્ર હતો જેણે ૧૫૩૪માં બિકાનેર પર આક્રમણ કર્યું હતું, બિકાનેર પર તે સમયે રાઓ જૈત સિંહનું વર્ચસ્વ હતું. આ યુદ્ધમાં રાઠોડોએ મોગલોને હરાવ્યા અને કામરાન લાહોર ભાગી ગયો.[૩][૫]
આ કિલ્લાના સંકુલમાં ૩૭ મહેલો, ઘણાં મંદિરો અને ગલિયારાઓ આવેલાં છે.[૨][૩]
ભૂગોળ
[ફેરફાર કરો]જુનાગઢનો કિલ્લો રાજસ્થાનના બિકાનેરમાં થરના રણની વચ્ચે આવેલું છે. તેની વાયવ્ય સરહદે અરવલ્લી પર્વતોની હારમાળા છે. રણમાં આવેલા ત્રણ શહેરો જે એક ત્રિકોણ રચે છે તેમાંનું બિકાનેર એક છે. અન્ય બે શહેરો છે જેસલમેર અને જોધપુર. એમ કહે છે ઈશાનમાં આવેલા અરવલ્લી પર્વતમાળાથી રણ વિસ્તરતો અટકે છે. બિકાનેર નું શહેર અને કિલ્લો જે સ્થાન પર છે તે સ્થાન પહેલાં જીંગ્લાદેશ તરીકે ઓળખાતું.[૪][૬]
ઇતિહાસ
[ફેરફાર કરો]જુનાગઢ કિલ્લો બંધાયો તે પહેલાં અહીં એક પથ્થરનો કિલ્લો હતો જેને રાઓ બીકા એ ૧૪૭૮માં બંધાવ્યો. રાઓ બીકાના નામ પર જ આ શહેરનું નામ બીકાનેર પડ્યું જેમણે આ શહેર ૧૪૭૨માં આ શહેર વસાવ્યું હતું. આઓ બીકા રાઠોડ વંશના જોધપુર શહેર વસાવનાર રાઓ જોધાના દ્વીતીય પુત્ર હતાં.તેમણ ઉત્તરી રાજસ્થાનના ઘણાં મોટા શુષ્ક પ્રદેશ પર કબ્જો જમાવી પોતાની આણ વર્તાવી. તેઓ રાઓ જોધાના દ્વીતીય પુત્ર હોવાથી રાજાની રાજગાદી કે જોધપુરનું રાજ મળવાની તેમને કોઈ સંભાવના ન હતી. આથી તેમણે મન મનાવી તે સમયે જુંગ્લાદેશ કે જંગ્લાદેશ તરીકે ઓળખાતા ક્ષેત્રમાં પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપવાનું નક્કી કર્યું. બીકાનેર ભલે થરના રણની વચમાં હતું પણ પાણીના સ્ત્રોતની આપૂરતિ હોવાથી તે એક રણ દ્વીપ હતું. ગુજરાતના કિનારા અને મધ્ય એશિયા વચ્ચેના વેપાર માર્ગનું તે એક મહત્ત્વનું સ્થાન હતું. આમ બીકા નું નામ બીકાનેર શહેર અને તેના દ્વારા ચાલતાં રાજ્યને મળ્યું. બીકાનેરનો અને તેના કિલ્લાનો ઇતિહાસ આમ શરુ થયો.[૪][૭][૮]
આ ઘટનાના ૧૦૦ વર્ષ ઉપરાંત જ બીકાનેરના છઠ્ઠા શાસક રાજા રાય સિંહજીના રાજ દરમ્યાન(૧૫૭૧-૧૬૧૧) બીકાનેરના ભાગ્યમાં તેજી આવી. ભારતવર્ષ પર મોગલોના શાસન દરમ્યાન તેમણે મોગલોની શરણાગતિ સ્વીકારી અને અકબર અને અકબરના પુત્ર જહાંગીરના દરબારમાં સેનાપતિના પદે રહ્યાં. તેમની મેવાડ પરની સફળ ચડાઈ દરમ્યાન અડધું મેવાડ મોગલોના કબ્જે કરાવી દેવાથીમોગલો તેમના પર ખુશ થયા અને તેમણે મોગલો તરફથી ઘણાં શિરપાવ મેળવ્યાં. તેમને ગુજરાત અને બુરહાન પુરની જમીનો જાગીર તરીકે ઈનામમાં મળી. આ ક્ષેત્રમાંથે થતી ઉપજની કમાઈમાંથી તેમણે સપાટ ક્ષેત્રની જમીન પર જુનાગઢનો કિલ્લો બંધાવ્યો. જેની સરાસરી ઊંચાઈ ૭૬૦ ફૂટ છે. તેઓ એક નિપુણ વાસ્તુકાર અને કલા પારખુ હતાં. વિવિધ ક્ષેત્રોમાં તેમણે કરેલી કૂચ દ્વારા મળેલ અનુભવનો નીચોડ તેમના જુનાગઢના બાંધકામમાં દેખાઈ આવે છે.[૪][૯]
મોગલોના આધિપત્ય નીચે રાજ કરતાં કરણ સિંહે (૧૬૩૧-૧૬૩૯) કરણ મહેલ નામનો મહેલ બંધાવ્યો. ત્યાર બાદના રાજાઓએ આમાં વધુ માળા ચડાવ્યાં અને વધુ સજાવટ ઉમેરી. અનુપ સિંહે (૧૬૬૯-૯૮) આ કિલ્લામાં ઘણા ફેરફાર આણ્યા. નવા મહેલો અને જનાનાનું બાંધકામ કરાવ્યું. તેમણે કરણ મહેલમાં દિવાન-એ-આમ બંધાવ્યો જેને તેમણે અમનુપ મહેલ નામ આપ્યું. ગજસિંહે (૧૭૪૬-૧૭૮૭) તેમાં ચન્દ્ર મહેલનો ઉમેરો કર્યો. તેની પછીના પાટવી સૂરત સિંહે (૧૯૮૭-૧૮૨૮) દરબારને કાંચ અને ચિત્રકારીથી સજાવ્યો.(માહિતીચોકઠું). ડુંગર સિંહે (૧૮૭૨-૮૭) બિકાનેરમાં જવલ્લેજ જોવા મળતી વરસતા વરસાદના ચિત્ર પરથી આનું નામ બાદલ મહેલ રાખ્યું. ગંગા સિંહ (૧૮૮૭-૧૯૪૩) ગંગા નિવાસ પેલેસ બંધાવ્યો જેના આગળના ભાગમાં મિનાર છે. આ મહેલ સર સેમ્યુઅલ સ્વીંટન જેકબ દ્વારા પરિકલ્પિત હતો.[૧૦] ગંગાસિંગનો પુત્ર સાદુલ સિંહ ૧૯૪૩માં ગાદીએ આવ્યો અને તેણે ૧૯૪૯માં પોતાના રાજ્યને ભારતમાં ભેળવી દીધું. તેઓ ૧૯૫૦માં મૃત્યુ પામ્યા.[૭]
૧૮૧૮ની પૅરામાઉંટસીની સંધી સ્વીકારતાં બિકાનેર બ્રિટિશ રાજ નીચે આવ્યું. ત્યાર બાદ બિકાનેરના મહારાજાઓએજુના ગઢના બાંધકામ ઉપર વધુ ખર્ચ કરવા માંડ્યો. [૧૧] ૧૮મી સદી દરમ્યાન, આ સંધિ પર હસ્તાક્ષર થયાં તે પહેલાં, બિકાનેરનું જોધપુર અને અન્ય ઠાકુરો સાથે સતત આંતરિક યુદ્ધ ચાલ્યા કરતું, બ્રિટિશ સૈન્યના દ્વારા તે બંધ થયું.[૮]
ગંગા સિંહ રાજસ્થાનના સૌથી પ્રખ્યાત રાજાઓ માંના એક હતાં. તે બ્રિટિશ રાજના ઘણાં માનીતા હતાં તેમને નાઈઘ્ટ કમાંડર નામનું ચંદ્રક પણ બ્રિટિશ રાજ એ એનાયત કર્યું હતું. તે (બ્રિટિશ) શાહી યુદ્ધ મંડળના સદસ્ય હતાં, તેમણે પ્રથમ વિશ્વ યુદ્ધને લાગતી વર્સેઈલ્સની પરિચર્ચામાં ભાગ લીધો હતો. બીજા વિશ્વ યુદ્ધના સંપત્તિના સ્થાનાંતરણથી પણ તેઓ વાકેફ હતાં પણ મિત્ર રાસ્ટ્રો યુદ્ધ જીતે તે પહેલાં જ તેઓ ૧૯૪૩માં મૃત્યુ પામયાં. બિકાનેરમાં બાંધકામ સંબધી તેમણે કરેલ વધારામાં જન અને નિજી મંત્રણા ના કક્ષોને જુદા કરવા અને ઔપચારીક સમારંભ માટે દરબાર હોલનું નિર્માણ છે. જે ખંડમાં તેમણે બિકાનેરના રાજા તરીકે ની સુવર્ણ જયંતિ મનાવે તેને હવે સંગ્રહાલયમાં પરિવર્તિત કરાઈ છે. તેમણે જુનાગઢ કિલ્લાની ઉત્તરમાં લાલગઢ મહેલ બંધાવ્યો. જેનું નામ તેમણે પોતાના પિતાની યાદગીરીમાં રાખ્યું. ૧૯૧૨ માં તેઓ ત્યાં રહેવા ચાલ્યાં ગયાં. હજી પણ શાહી પરિવાર આ મહેલના એક ભાગમાં રહે છે. આ મહેલ હવે એક ધરોહર હોટેલ છે.[૧૧]
ઈમારતો
[ફેરફાર કરો]જુનાગઢના કિલ્લામાં આવેલ ઈમારતો મહેલો અને મંદિરો છે, જે લાલ (ડુલમેરા) પથ્થર અને આરસનો બનેલ છે. આ ઝરોખા, ગલિયારા, બારી આદિથી અન્યંત મનોરમ્ય દ્રશ્ય છે.[૮]
નીરીક્ષણ
[ફેરફાર કરો]બીકાનેરના મેદાન પ્રદેશમાં બનેલ આ વિશાળ કિલ્લો ૧૦૦૦ યાર્ડ લાંબો છે અને તેની ફરતે ખાઈ આવેલી છે. ૩૭ બુરજ અને પાંચ દ્વાર થકી આ મહેલ દુશ્મનોના હુમલાને ખાળવા સમર્થ છે. આ કિલ્લાને રાવ બીકા દ્વારા બનેલા પ્રાચીન કિલ્લા પર બંધાવાયો.[૪]
આ કિલ્લામાં ૩૭ મહેલ અને ઘણાં હિંદુ અને જૈન મંદિરો આવેલાં છે જે ૧૫મી સદી જેટલાં પ્રાચીન છે.આ કિલ્લાની મુખ્ય વિશેષતા તેના લાલ અને સોનેરી પથ્થરમાં કરેલી કોતરણી છે. આ કિલ્લાની આંતરીક સજાવટ પારંપારિક રાજસ્થાની ચિત્રકારી દર્શાવે છે. જુનાગઢના મહેલોમાં ઘણાં ઓરડા છે કેમકે દરેક રાજાઓએ પોતાની માટે અલગ ઓરદા બંધાવ્યાં. આ ઈમારતો ફ્રાંસના લ્યુઈસ કે રશિયાના રાજસી ઈમારતોની કક્ષાની છે.[૩][૭]
પ્રવેશ દ્વાર
[ફેરફાર કરો]અહીંનો મુખ્ય દ્વાર કરણ પોળ છે, પણ પ્રવેશના દ્વારને સૂર્ય પોળ કહે છે, 'પોળ' નો સ્થાનીય ભાષામાં ઉચ્ચારણ પ્રોળ તરીકે પણ કરાય છે, અન્ય દ્વાર કે ઈમારતો થી વિપરીત આ પોળ લાલ રેતીયા પ્થ્થરની ન બનાવતા તેને સોનેરી કે પીલા પથ્થરની બનાવેલી છે. આનો મુખ્ય પ્રવેશ દ્વાર પૂર્વને જોએ છે આથી ઉગતા સૂર્યના સવારના કિરણો કિલ્લામાં પ્રવેશે છે જેને શુકન મનાય છે. આ દરવાજા પર લોખંડ ભાલા જેવા તીક્ષ્ણ ભાગ જડાયા છે જેથી હાથી દ્વારા તેને તોડી ન શકાય. આ કિલ્લાના દરવાજા પર રેતીના પથ્થરમાંથી કોતરેલા મહાવત સહીતના હાથી છે જે દ્વારપાળ જેવા લાગે છે. આ દ્વારની ઉપર આવેલ મંડપમાંથી આવતાં જતાં રાજ વ્યક્તિની ઘોષણા થતી અને સંગીત વગાડાતું. અન્ય દ્વારના નામ છે કરણ પોળ, દૌલત પોળ, ચાંદ પોળ અને ફતેહ પોળ; આ દરવાજા દ્વારા વિવિધ ઈમારતો સુધી પહોંચી શકાય છે. કરણ પોળ માં પણ દરવાજા પર લોખંડ ભાલા જેવા તીક્ષ્ણ ભાગ જડાયા છે જેથી હાથી દ્વારા તેને તોડી ન શકાય. આ દ્વારની જમણી તરફ દૌલત પોળ છે. દૌલત પોળ દરવાજાની ભીંત પર ૪૧ સતી થનાર રાણીઓના હાથની લાલ છાપ છે.[૭][૩][૭][૧૦][૧૨]
મુખ્ય દરવાજા અને મહેલ એક ચોક છે. ત્યાંથી આગળ ત્રિપોળીયા દ્વાર છે જેમાં ત્રણ દ્વાર છે. આ દ્વાર પછી મહેલ સંકુલમાઁ આવી શકાય છે. આ દ્વાર પાર કર્યાં પછી એક નાનકડું મંદિર આવે છે જેને હર મંદિર કહે છે, જ્યાં શાહી પરિવાર પૂજા કરવા આવતું. આ મંદિરની આગળ એક ચોક છે,જેમાં એક મોટઓ મંડપ અન તળાવ છે (તળાવ હજી પણ કાર્ય રત છે)જેને કરારા ઈટાલીયન આરસથી બનાવેલ છે. કરણ મહેલ, જેમાં કરણ સિંહ (૧૬૩૧-૩૯)અને તેમના અનુગામીઓ દ્વારા દિવાન-એ-આમ માં જન સભા આયોજાતી, તે પણ આ ચોકમાં જ આવેલી છે.[૧૦]
મંદિર
[ફેરફાર કરો]હર મંદિર એ એક શાહી મંદિર હતું- શાહી પરિવારનું નીજી મંદિર. જેમાં શાહી પરિવાર દશેરા ગનગૌર જેવા તહેવાર મનાવતાૢ લગ્ન અને અન્ય પારિવારીક સંમેલન ના સમયે પણ તેઓ અહીં આવતાં. દશેરાના કાર્યક્રમમાં અહીં શસ્ત્રો અને ઘોડાઓની પુજા થતી. આ મંદિર માં પુજાતા મુખ્ય દેવો છે લક્ષ્મી નારાયણ. [૭][૧૩]
રતન બિહારી મંદિર એ આરસનું મંદિર છે જે ભારતીય મોગલ શૈલિ પ્રમાણે છે. આ જુનાગઢ કિલ્લાની નજીક આવેલું છે. આને ૧૮૪૬માં બિકાનેરના ૧૮ મા શાસક દ્વારા બંધાવાયું હતું. આ મંદિરના અધિષ્ટ દેવ શ્રી કૃષ્ણ છે.[૧૪]
મહેલો
[ફેરફાર કરો]કરણ મહેલ ૧૭મી સદીમાં મોગલો સમ્રાટ ઔરંગઝેબની પર પોતાની વિજયની ખુશીમાં કરણ સિંહ દ્વારા બંધાવવામાં આવ્યો હતો. આ મહેલ એક અત્યંત નાજુક કળાકારીગીરી વાપરીને બંધાવેલ મહેલ મનાય છે. તે રાજસ્થાની કળાની સૌંદર્ય મીમાંસાની ઓળખ કરાવે છે. આમાં સ્ટેઈંડ કાચ (રંગ બેરંગી કાચ ના ટુકડાને જોડીને બનાવેલી ભાત) ની બારીઓ છે. સૂક્ષ્મ નક્શી કરેલ ઝરોખા અને લાકડા જેવું કામ દર્શાવતા સ્તંભો તેની વિશેષતા છે. ત્યાર બાદના રાજા,અનુપ સિંહ અને સૂરત સિંહે, આ મહેલમાં પોલીક્રોમ કાંચૢ સૂક્ષ્મ કાચ કારીગીરીૢ અને લાલ અને સોનેરી રંગકામ કરાવી ચળકાટ ઉમેર્યો. રાજ્યભિષેક ખંડમાં એક ઉપસેલો એક ખાંચો છે, જેને સિંહાસન તરીકે વપરાતો. આના ૧૦૦ વર્ષો ગજ સિંહ દ્વારા ફૂલ મહેલ ઉમેરવામાં આવ્યો હતો.[૭][૧૨]
અનુપ મહેલ એક બહુમાળી ઈમારત છે, આ મહેલ રાજ્યની શાકીય ઈમારત હતી. આમાં લાકડાની છત બેસાડેલી છેૢ જેમાં કાચૢ ઈટાલિયન લાદી બેસાડેલી છે. બારી પર સુંદર કોતરણી છે. અમુક સોનાના વરખ પર કરેલ ચિત્રકારી પણ છે. આ એક વિશાળ બાંધકામ મનાય છે.[૩][૮][૧૨]
ચંદ્ર મહેલ માં આ મહેલઓ સૌથી વૈભવી અને આરામદાયક ઓરડો છે. આમાં સોનાનું પાણી ચડાવેલ દેવતાની મૂર્તિ કિમતી પથ્થરો જડેલ ચિત્રો આદિ છે.[૧૨] રાજસી શયન કક્ષમાં કાચને એવી રીતે બેસાડવામાં આવ્યાં છે કે તેમના કક્ષમાં પ્રવેશતા માનસને રાજા તેમના પલંગ પરથી જ જોઈ શકે.[૧૩]
ગંગા મહેલને ૨૦મી સદીમાં મહારાજા ગંગાસિંગ દ્વારા બંધાવવમાં આવ્યો જેમણે ૧૮૮૭થી ૧૯૪૩ સુધીના ૫૬ વર્ષો સુધી બિકાનેર પર રાજ્ય કર્યું,આ મહેલમાં એક મોટો દરબાર હોલ ચે જેને ગંગા સિંહ હોલ કહે છે. હવે આને સંગ્રહાલયમાં રૂપાંતરીત કરાયું છે. આ સંગ્રહાલયમાં ઘણો શસ્ત્ર સરંજામ પ્રદર્શિત છે અને વિશ્વ યુદ્ધ-૧ નું એક વિમાન પણ છે જે નો સારો રખ રખાવ કરાયેલ છે.[૧૨]
બાદલ મહેલ (આબોહવા મહેલ) એ અનુપ મહેલના વિસ્તારનો એક ભાગ છે. આ મહેલ મં શેખાવટી થકુરો વિવિધ રંગોની પાઘડી પહેરી રાજાને સલામ ભરતા દ્રાશ્યોનું ચિત્ર છે. આ મહેલમાં લોકોને ખીલાઓ ઉપરૢ લાકડાં ઉપર તલવારો ઉપર અને કરવતો ઉપર ઉભેલા પણ દર્શાવાયા છે – જે લોકોની ભક્તિ અને સહન શીલતા બતાવે છે.[૭] આ મહેલની બીંતો ઉપર ફ્રેસ્કો ચિત્રકારી કરેલી છે જેમાં વાદળોની વચમાં કૃષ્ણ રાધા બતાવાયાં છે.[૩]
કિલ્લાનું સંગ્રહાલય
[ફેરફાર કરો]આ સંગ્રહાલયની સ્થાપના સન ૨૦૦૦માં થઈ હતી. તેમાં ઘણાં સંસ્કૃત અને પર્શિયન ભાષાની પાંડુ લિપીઓ છે. લઘુ ચિત્રો, ઘરેણા, રાજસી પોષાક, ફરમાન, ચિત્રો, ભગવાનનઅ પોષાક, પાઘડીઓ, પાલખીઓ, નગારા આદિ પ્રદર્શિત છે.
વાહન વ્યવહાર
[ફેરફાર કરો]બિકાનેર શહેર જુનાગઢ કિલ્લાની ફરતે વસેલ છે અને તેને ચારે તરફથી પ્રવેશ છે. આ શહેર દેશ સાથે રસ્તા, રેલ્વે અને સડક માર્ગે જોડાયેલ છે.[૩]
બિકાનેરમાં નળ એરપોર્ટ નામે એક હવાઈ મથક આવેલ છે જે શહેરથી ૧૭ કિમી દૂર છે. જોકે હજી તે પૂર્ણ રીતે કાર્ય રત નથી. જોકે જોધપુર અને જયપુરના હવાઈમથક કડી પૂરી પાડી શકે છે. બિકાનેર રેલ્વે દ્વારા બે સ્ટેશન દ્વારા રેલ્વે માર્ગે જોડાયેલ છે. બિકાનેર અને લાલગઢ.
શહેરના આંતરીક વ્યવહાર માટે રસ્તાઓ છે, જેમાં દરેક પ્રકારના સાધન મળી રહે છે. બિકાનેર કિલ્લાના પ્રવાસીઓને ખાસ કરીને હવેલીની ગૃહ વાસ્તુકલાનું આકર્ષણ હોય છે. આલ્ડ્યુઅસ હક્સલી નામના એક એક પ્રવાસી લખે છે કે આ હવેલીઓ બિકાનેરની શાન છે. આ હવેલીઓ જૂના શહેરની તંગ ગલીઓમાં આવેલી છે. પ્રસિદ્ધ હવેલીઓમાં રામપુરિયા ગ્રુપની હવેલીઓ, રીખજી બાગરીની હવેલી, ડાગ ચોક હવેલી, ભૈરવોની હવેલી અને કોઠારી સમ્પત લાલા અગરવાલ હવેલી.[૧૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Michell p. 222
- ↑ ૨.૦ ૨.૧ Ring pp. 129-33
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ ૩.૭ ૩.૮ "Junagarh Fort of Bikaner in Rajasthan, India". મૂળ માંથી 2009-10-11 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-07.
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ Ring p.129
- ↑ "A fort that was ruled by Yaduvanshis". The Tribune. 2001-01-13. મેળવેલ 2009-12-09.
- ↑ "Geography of Rajasthan". મેળવેલ 2009-12-09.
- ↑ ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ ૭.૪ ૭.૫ ૭.૬ ૭.૭ Ward pp.116-9
- ↑ ૮.૦ ૮.૧ ૮.૨ ૮.૩ "History". National Informatics centre, Bikaner district. મેળવેલ 2009-12-07.
- ↑ "Junagarh Fort, Bikaner". મૂળ માંથી 2009-04-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-07.
- ↑ ૧૦.૦ ૧૦.૧ ૧૦.૨ Ring p.132
- ↑ ૧૧.૦ ૧૧.૧ Ring p.133
- ↑ ૧૨.૦ ૧૨.૧ ૧૨.૨ ૧૨.૩ ૧૨.૪ Abram pp. 216-8
- ↑ ૧૩.૦ ૧૩.૧ Stott p. 253
- ↑ "Ratan Behari temple". National Informatics Centre, Bikaner. મૂળ માંથી 2010-01-03 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-07.
- ↑ "Bikaner Havelies". National Informatics Centre, Bikaner. મૂળ માંથી 2009-12-10 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-07.
ગ્રંથસૂચી
[ફેરફાર કરો]- Abram, David (2003). Rough guide to India. Junagarh Fort. Rough Guides. ISBN 1843530899.
- Beny, Roland; Matheson, Sylvia A. (1984). Rajasthan - Land of Kings. London: Frederick Muller. ISBN 0-584-95061-6.
- Crump, Vivien; Toh, Irene. Rajasthan. London: Everyman Guides. ISBN 1-85715-887-3.
- Michell, George; Martinelli, Antonio (2005). The Palaces of Rajasthan. Junagarh. London: Frances Lincoln. ISBN 978-0711225053.
- Ring, Trudy; Salkin, Robert M.; La Boda, Sharon (1996). International Dictionary of Historic Places: Asia and Oceania. Bikaner. Taylor & Francis. ISBN 1884964044. મેળવેલ 2009-12-07.
- Stott, David (2007). Footprint Rajasthan. Junagarh. Footprint Travel Guides. ISBN 1906098077. મેળવેલ 2009-12-07.
- Tillotson, G.H.R (1987). The Rajput Palaces - The Development of an Architectural Style (First આવૃત્તિ). New Haven and London: Yale University Press. ISBN 03000 37384.
- Tod, James (First Indian Edition 1983 (Originally Published in 1829-32)). Annals and Antiquities of Rajasthan, Volume II. Oriental Books Reprint Corporation. 54, Jhansi Road, New Delhi-1100055. Check date values in:
|year=
(મદદ) - Ward, Philip (1989). Northern India, Rajasthan, Agra, Delhi: a travel guide. Junagarh Fort. Pelican Publishing Company. ISBN 0882897535. મેળવેલ 2009-12-07.