લખાણ પર જાઓ

લાલગઢ મહેલ

વિકિપીડિયામાંથી

લાલગઢ મહેલભારતના રાજસ્થાન રાજ્યના એક શહેર બિકાનેર માં આવેલો એક મહેલ છે. આ મહેલ ૧૯૦૨થી ૧૯૨૬ની વચમાં રાજપૂતૢ મોગલ અને યુરોપીય શૈલિના સંમિશ્રણ કરીને બંધાયો હતો. આ ઈમારત બ્રિટિશ નિયંત્રિત રજવાડાના મહારાજા ગંગા સિંહ (૧૮૮૧–૧૯૪૨) માટે કાર્યાંવીત થઈ []જે સમયે તેઓ હજી સગીર વયના હતાં અને તેમને લાગ્યું કે આધુનિક શાસક માટે જુનાગઢ અપુરતો છે. ગંગાસિંહે નક્કી કર્યું કે નવા મહેલનું નામ તેમના પિતા મહારાજા લાલ સિંહની યાદગિરીમાં રખાય મહારાજા લાલ સિંહ.[].

આ સંકુલની પરિકલ્પના બ્રિટિશ વાસ્તુકાર સરસેમ્યુઅલ સ્વીંટન જેકબદ્વારા કરવામાં આવી. ધાર્મિક ક્રિયા કાંડ પછે ૧૮૯૬માં આજના જુનાગઢથી ૫ માઈલ દૂર []અત્યારના ડો. કરણી સિંહજી રોડપ્ર આ મહેલનું બાંધકામ શરૂ થયું. આ મહેલના બે પ્રાંગણ હતાં જેમાંથી સૌથી વૈભવી અને આકર્ષક ઈમારત લક્ષ્મી નિવાસનું બાંધકામ ૧૯૦૨માં પૂર્ણ થયું.[] બાકીની ત્રણ પાંખો ટપ્પામાં પૂરી કરવામાં આવી અને ૧૯૨૬માં આ આખું સંકુલ બનીને તૈયાર થયું.[] લોર્ડ કરઝન આ મહેલના પહેલા ગણમાન્ય મહેમાન હતાં. ગંગા સિંહ તેમના ગજનેરના આખેટ વનમાં શિકાર આયોજ માટે જાણીતાં હતાં ખાસ કરીને ક્રિસમસના નાતાલ સમય દરમ્યાન (ઈમ્પીરાય સેંડ ગ્રાઉસના) તેતરના શિકાર માટે.[] આને લીધે આ મહેલ ઘણાં મહેમાનોનું યજમાન બન્યું જેમાં જ્યોર્જ ક્લિમેંસ્યુ, રાણી મેરી, રાજા જ્યોર્જ-૫, લોર્ડ હાર્ડીઁગ અને લોર્ડ ઈર્વીન.


આ મહેલના બાંધકામનો ખર્ચ પહેલાં રૂ. ૧ૢ૦૦ૢ૦૦૦[] અંદાજાયો હતો કેમકે તેમાં કોતરણી કરેલા પથ્થર ને બદલે સાદા પથ્થરૢ સસ્તાં પદાર્થો અને સ્ટુકો વાપ્રવાનું પ્રાવધાન હતું. થોડા જ સમયમાં બધાં મૂલ્ય કપાત કાર્યક્રમને પડતં મૂકાયાં અને તેના પ્રથમ પક્ષનો ખર્ચ જ રૂ ૧૦ૢ૦૦ૢ૦૦૦ ને આંબી ગયો કેમકે તમાં સર્વોત્તમ પથ્થરો અને કોતરણીનું કાર્ય કરવામાં આવ્યું હતું. [].

રાત્રિના સમયે મહેલ

ત્રણમાળના આ મહેલની થરના રણમાં મળતાં લાલ પથ્થરથી મઢવામાં આવ્યો છે. આ મહેલમાં ૧૯મી સદીમાં એક મહેલમાં જરૂરી હોય એવી સર્વ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી જેમકે: ડ્રોઈંગ રૂમ, સ્મોકીંગ રૂમ, ગેસ્ટ સ્યુટ, ઘણાં વિશાળ કક્ષો, વિષ્રાંતિ સ્થાન, ઘુમ્મટી, શામિયાના, બોજન કક્ષ જેમાં ૪૦૦ લોકો જમી શકે.આ સંકુલમાં જાજરમાન સ્તંભો, મોટા આગની સ્થાન, ઈટાલિયન સ્તંભમાળા અને મહીમ જાળીકામ અને ધાતુતાર નક્શી કામ. કરણી નિવાસ[] પક્ષમાં દરબાર હોલ છે અને આર્ટ ડેકો આંતરીક સ્વીમીંગ પુલ છે.


૧૯૭૨માં બિકાનેરના મહારાજા, ડો કરણીસિંહે ગંગાસિંહજી ચેરીટેબલ (ધર્માદા) ટ્રસ્ટની સ્થાપના કરી. તેમણે આ મહેલનો અમુક ભાગ ટ્રસ્ટના કામ કાજ માટે દાન કર્યો. આના બે પક્ષોને સ્વટ6ટ્ર હોટેલમાં ફેરવી દેવાઈ. આ હોટેલથી થતી કમાણીને ટ્રસ્ટના કામમાં વપરાય છે.

હાલમાં આ મહેલમાં નીચેની અસ્કાયતો છે:

  • શ્રી શાદુલ મ્યુઝીયમ [] જે મહેલની પશ્ચિમ પક્ષમાં આવેલ છે આમાં વિશ્વની ચોથું સૌથી મોટું નિજી પુસ્તકલય આવેલું છે. આ મ્યુઝીયમ સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી રવિવાર સિવાય ખુલ્લું રહે છે.
  • આની એક પાંખમાં બિકાનેરનું રાજ કુટુંબ રહે છે.
  • લાલગઢ પેલેસ હોટેલ. આ વૈભવી હોટેલ વેલકમ હેરીટેજ ગ્રુપ દ્વારા ચલાવાય છે.
  • લક્ષ્મી નિવાસ પેલેસ. આ વૈભવી હોટેલ, ગોલ્ડન ટ્રાએંગલ કિલ્લો અને મહેલ પ્રા. લિ.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Patnaik, pages 27 and 58.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Crites, page 94.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Crites, page 98.
  4. Patnaik, pages 67.
  5. ૫.૦ ૫.૧ http://www.lallgarhpalace.com/about_us.htm સંગ્રહિત ૨૦૧૨-૦૨-૧૧ ના રોજ વેબેક મશિન. Retrieved 12 April 2008

સાહિત્ય

[ફેરફાર કરો]
  • Crump, Vivien; Toh, Irene. Rajasthan (hardback) |format= requires |url= (મદદ). London: Everyman Guides. પૃષ્ઠ 400 pages. ISBN 1-85715-887-3. Unknown parameter |origdate= ignored (|orig-date= suggested) (મદદ)CS1 maint: multiple names: authors list (link)
  • Michell, George; Martinelli, Antonio. The Palaces of Rajasthan. London: Frances Lincoln. પૃષ્ઠ 271 pages. ISBN 978-0711225053. Unknown parameter |origdate= ignored (|orig-date= suggested) (મદદ)CS1 maint: multiple names: authors list (link)
  • Crites, Mitchell Shelby; Nanji, Ameeta. India Sublime – Princely Palace Hotels of Rajasthan (hardback) |format= requires |url= (મદદ). New York: Rizzoli. પૃષ્ઠ 272 pages. ISBN 978-0-8478-2979-9. Unknown parameter |origdate= ignored (|orig-date= suggested) (મદદ)CS1 maint: multiple names: authors list (link)
  • Patnaik, Naveen. A Desert Kingdom – The Rajputs of Bikaner (hardback) |format= requires |url= (મદદ). London: Weidenfeld and Nicolson. પૃષ્ઠ 120 pages. No known ISBN. Unknown parameter |origdate= ignored (|orig-date= suggested) (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]