લખાણ પર જાઓ

જુલિયન શ્વાઇન્ગર

વિકિપીડિયામાંથી
જુલિયન શ્વાઇન્ગર
જન્મની વિગત(1918-02-12)12 February 1918
મૃત્યુ16 July 1994(1994-07-16) (ઉંમર 76)
રાષ્ટ્રીયતાયુનાઇટેડ સ્ટેટ્સ
શિક્ષણ સંસ્થાસિટી કૉલેજ ઑફ ન્યૂ યૉર્ક
કોલંબિયા યુનિવર્સિટી
પ્રખ્યાત કાર્યક્વૉન્ટમ વિજગતિશાસ્ત્ર
જીવનસાથીક્લૅરિશ કૅરોલ (લગ્ન. 1947)
પુરસ્કારોઆલ્બર્ટ આઇન્સ્ટાઇન ઍવોર્ડ (૧૯૫૧)
નૅશનલ મૅડલ ઑફ સાયન્સ (૧૯૬૪)
ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક (૧૯૬૫)
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રભૌતિકશાસ્ત્ર
કાર્ય સંસ્થાઓયુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, બરકલી
Purdue University
મેસેચ્યુસેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજિ
હાર્વડ યુનિવર્સિટી
યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, લોસ એન્જેલસ
ડોક્ટરલ સલાહકારઈસિડોર આઇઝેક રબી

જુલિયન શ્વાઇન્ગર (૧૨ ફેબ્રુઆરી ૧૯૧૮ - ૧૬ જુલાઈ ૧૯૯૪)[૧] એક ભૌતિકશાસ્ત્રી હતા. ભૌતિકશાસ્ત્રમાં પ્રાથમિક કણોના મૂળ સુધી લઈ જતા તેમના ક્વૉન્ટમડાઇનૅમિક્સ (ક્વૉન્ટમ વિજગતિશાસ્ત્ર)ના કાર્ય બદલ તેમને જાપાની વિજ્ઞાની ટોમોનાગા અને અમેરિકન વિજ્ઞાની રિચાર્ડ ફીનમૅનની ભાગીદારીમાં ૧૯૬૫ના વર્ષનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો.[૨]

જીવન[ફેરફાર કરો]

જુલિયન શ્વાઇન્ગરનો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૯૧૮ના રોજ ન્યૂ યૉર્ક શહેર ખાતે એક મધ્યમવર્ગીય કુટુંબમાં થયો હતો.[૩] તેમના પિતા બેન્જામીન શ્વાઇન્ગર કાપડના વહેપારી હતા.[૧] જુલિયન શ્વાઇન્ગરના માતાનું નામ બેલા હતું.

તેઓ પોતાની કિશોરવસ્થામાં પોતાના જેટલી ઉંમરના બાળકોની પ્રવૃત્તિમાં ખાસ રૂચિ ધરાવતા ન હતા. વાંચન તેમની શોખની પ્રવૃર્તિ હતી. તેમને પી.એ.એમ ડિરાકનું પુસ્તક ધી પ્રિન્સિપલ્સ્ ઑફ ક્વૉન્ટમ મિકેનિક્સ ૧૯૩૧માં, એટલે કે પુસ્તક પ્રગટ થયું એના બીજા જ વર્ષે, વાંચી નાખ્યું હતું. ત્યારે તેમની ઉંમર ૧૩ વર્ષની હતી.[૩]

શ્વાઇન્ગર અભ્યાસ માટે સૌપ્રથમ ટાઉનસેન્ડ હેરિસ હાઈસસ્કૂલમાં દાખલ થયા હતા અને ત્યારબાદ સિટી કૉલેજ ઑફ ન્યૂ યૉર્કમાં જોડાયા હતાં.[૩]

સંશોધન[ફેરફાર કરો]

શ્વાઇન્ગરે ૧૬ વર્ષની વયે તેમનો સૌપ્રથમ સંશોધન લેખ પ્રગટ કર્યો હતો. તેઓ ભૌતિકશાસ્ત્રમાં સૈદ્ધાંતિક મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતા હતા અને પ્રાયોગિક પાસાઓ પ્રત્યે ઓછુ લક્ષ આપતા હતા.[૨]

૧૯૫૭માં તેમણે બે પ્રકારનાં ન્યૂટ્રિનોના અસ્તિત્વનું પુર્વાનુમાન કર્યું હતું. આવાં બે ન્યૂટ્રિનો ઈલેક્ટ્રૉન અને મ્યૂઑન સાથે સંકળાયેલા હોય છે. આ પ્રકારના બે ન્યૂટ્રિનો (
ν
e
) અને મ્યૂઑન ન્યૂટ્રિનો (
ν
μ
)ની ત્યારબાદ પ્રાયોગિક રીતે શોધ થઈ હતી. જીવનના પાછલા વર્ષોમાં તેમણે ખાસ કરીને કણોના ઘટનાવિજ્ઞાન સંબંધી (phenomenological) સિદ્ધાંતનું વ્યાવહારિક મહત્ત્વ સમજાવવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ બાબતે તેમણે, ફોટૉન અને ગ્રેવિટૉન જેવા પ્રબળ આંતરક્રિયામાં ભાગ લેતા કણોને એકસરખી રીતે લાગુ પાડી શકાય તેવો સિદ્ધાંત વિકસાવ્યો હતો. તેમના બધાં જ વૈજ્ઞાનિક સંશોધનોનું તેમના પુસ્તક પર્ટિકલ્સ સૉર્સિસ ઍન્ડ ફિલ્ડ્ઝ નામના ગ્રંથના બે ખંડોમાં સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે.[૨]

પ્રકાશનો[ફેરફાર કરો]

  • Schwinger, J (1948). "On Quantum-Electrodynamics and the Magnetic Moment of the Electron". Phys. Rev. 73: 416–417. Bibcode:1948PhRv...73..416S. doi:10.1103/PhysRev.73.416.
  • Schwinger, J (1948). "Quantum Electrodynamics. I. A Covariant Formulation". Phys. Rev. 74: 1439–1461. Bibcode:1948PhRv...74.1439S. doi:10.1103/PhysRev.74.1439.
  • Schwinger, J (1949). "Quantum Electrodynamics. II. Vacuum Polarization and Self-Energy". Phys. Rev. 75: 651–679. Bibcode:1949PhRv...75..651S. doi:10.1103/PhysRev.75.651.
  • Schwinger, J (1949). "Quantum Electrodynamics. III. The Electromagnetic Properties of the Electron Radiative Corrections to Scattering". Phys. Rev. 76: 790–817. Bibcode:1949PhRv...76..790S. doi:10.1103/PhysRev.76.790.

પૂરક વાચન[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Zund, Joseph D. (1999). "Schwinger, Julian Seymour". American National Biography. New York: Oxford University Press. doi:10.1093/anb/9780198606697.article.1302601. (લવાજમ જરૂરી)(લવાજમ જરૂરી)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ પટેલ, પ્રહલાદ છ. (April 2006). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૧. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭૮૫. OCLC 162213102. Cite has empty unknown parameter: |1= (મદદ)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Mehra, Jagdish; Milton, Kimball (2003). Climbing the Mountain: The Scientific Biography of Julian Schwinger. Oxford University Press. પૃષ્ઠ 1–5. doi:10.1093/acprof:oso/9780198527459.001.0001 – Oxford Scholarship વડે.(લવાજમ જરૂરી)

બાહ્ય કડિઓ[ફેરફાર કરો]