લખાણ પર જાઓ

જૈવિક ખેતી

વિકિપીડિયામાંથી

જૈવિક ખેતી ભારત દેશ ખેતી પ્રઘાન દેશ છે અને દેશની ૮૦% વસ્તી ખેતી પર નભે છે એમા ગુજરાત રાજ્ય ના મોટા ભાગમાં ખેતી વરસાદ પર નિર્ભય છે, અને ઘણા વર્ષો થી ગ્લોબલવોર્મિગ ના કારણે વરસાદની ઉણપ તેમજ કમોસમી વરસાદ ના કારણે ખેડુતો પુરતો પાક લેવા માટે રાસાયણીક ખાતરો અને દવાનો ભરપુર ઉપયોગ કરતા થયા છે અને જેના કારણે અનાજ માં રાસાયણીક દવા નું પ્રમાણ વઘતા તેના કારણે રોગો પણ વઘ્યા છે જેના કારણે હવે ખેડુતો જૈવિક ખાતર નો ઉપયોગ કરી ને ખેતી ની શરુઆત કરી છે જેમાં રાસાયણીક ખાતર કે દવાનો ઉપયોગ વગર ખેતી કરવામાં આવે છે છાણીયુ ખાતર, અળસીયા નું ખાતર તેમજ દવામાં પણ ગૌમૂત્ર લીમડાનું તેલ તેવી કુદરતી વસ્તુ ઓજ વપરાય છે