લખાણ પર જાઓ

જૉર્ડનનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
જૉર્ડન
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યો૧૮ એપ્રિલ ૧૯૨૮
રચનાકાળો, સફેદ, અને લીલા રંગનાં ત્રણ આડા પટ્ટા તથા ધ્વજદંડ તરફ લાલ ત્રિકોણ જેમાં કેન્દ્રમાં સાત ખૂણાવાળો સિતારો

જૉર્ડનનો રાષ્ટ્રધ્વજ સત્તાવાર રીતે ૧૮ એપ્રિલ ૧૯૨૮ના રોજ અપનાવાયો. તે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઓટોમાન સામ્રાજ્ય વિરુદ્ધ આરબ બળવાના ધ્વજ પર આધારિત છે. તેમાં કાળા, સફેદ અને લીલા રંગના ત્રણ આડા પટ્ટા જે લાલ ત્રિકોણ વડે જોડાયેલ છે. ધ્વજમાં રહેલા રંગો સમગ્ર આરબ રંગો છે, જેમાં કાળો રંગ અબ્બાસી, સફેદ રંગ ઉમ્માયદ અને લીલો ફાતિમી ખિલાફતના પ્રતિક છે. લાલ ત્રિકોણ હશેમી વંશનું તેમજ આરબ બળવાનું પ્રતિક છે.[][][]

લાક્ષણિકતાઓ

[ફેરફાર કરો]

પટ્ટા અને ત્રિકોણ ઉપરાંત ધ્વજમાં સાત ખૂણા ધરાવતો એક સિતારો પણ છે જે લાલ ત્રિકોણમાં આવેલ છે. તે સિતારો આરબ પ્રજાની એકતાનું પ્રતિક છે. એમ પણ કહેવાય છે કે તે કુરાનની પ્રથમ સુરાની સાત કલમોનું પ્રતિનિધિત્વ કરે છે. તેને જોર્ડનનું પાટનગર અમાન જે સાત ટેકરીઓ પર વસેલું છે તેનું પ્રતિક પણ ગણાય છે. સાત ખૂણાઓ એકેશ્વરમાં શ્રદ્ધા, માનવતા, વિનમ્રતા, રાષ્ટ્ર ભાવના, સદગુણો, સામાજિક ન્યાય અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

૧૯૨૮થી ૧૯૩૯ સુધી થોડો અલગ ધ્વજ વપરાતો હતો

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Flags of the World: Jordan".
  2. "The World Fact Book: Middle east: Jordan". cia.gov. Central Intelligence Agency. મૂળ માંથી 2016-05-21 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-01.
  3. "National Anthem". kinghussein.gov.jo. Government of Jordan.

બાહ્ય કડી

[ફેરફાર કરો]