લખાણ પર જાઓ

જોગીદાસ ખુમાણ

વિકિપીડિયામાંથી
જોગીદાસ ખુમાણ
જન્મઆંબરડી (તા. સાવરકુંડલા) (ભારતEdit this on Wikidata

જોગીદાસ ખુમાણ ભાવનગર રાજ્યના કુંડલાના આંબરડી (હવે, સાવરકુંડલા તાલુકામાં)ના કાઠી દરબાર હતા. તેઓ અને તેમના પિતા હાદા ખુમાણ ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડ્યા હતા.[][]

ભાવનગરના દરબાર વજેસિંહે તેમના પૂર્વજોને આપેલા ગામો પાછાં લઇ લેતાં તેઓ રાજ્ય સામે બહારવટે ચડ્યા હતા અને છેવટે ભાવનગરના રાજવીએ સમાધાનનો પ્રસ્તાવ મૂકતા બંનેની વચ્ચે સમાધાન થયું હતું.

માધ્યમોમાં

[ફેરફાર કરો]

ગુજરાતી દિગ્દર્શક મનહર રસકપુરે ૧૯૪૮, ૧૯૬૨ અને ૧૯૭૫માં જોગીદાસ ખુમાણના જીવન પરથી તે જ નામના ચલચિત્રો બનાવ્યા હતા.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. યાજ્ઞિક, ઝવેરીલાલ ઉમિયાશંકર (૧૮૮૬). Gaorishankar Udayashankar, G.S.I., ex-minister of Bhavnagar, now in retirement as a Sanyasi [ગૌરીશંકર ઉદયશંકર, સી.એસ.આઇ., ભાવનગર રાજના માજી દિવાન હવે નિવૃત્ત અને સન્યાસી] (અંગ્રેજીમાં). મુંબઈ: એજ્યુકેશન સોસાયટીઝ પ્રેસ, ભાયખલ્લા. પૃષ્ઠ ૭-૮. મેળવેલ ૨૩ ઓગસ્ટ ૨૦૧૬.
  2. "સંતો મહંતોના હસ્તે ભૂમિપુજન અને ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાશે". ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૪. મેળવેલ ૨૩ ઓગસ્ટ ૨૦૧૬.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]