જોન્ગમ્યો

વિકિપીડિયામાંથી


જોન્ગમ્યો
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ

જોન્ગમ્યો એ એક કોન્ફ્યુશિયન સમાધિ છે. આ સમાધિ કોરિયન જોસિયોન વંશ (૧૩૯૨–૧૮૯૭)ના રાજાઓ અને રાણીઓને સમર્પિત છે. યુનેસ્કો અનુસાર આ સમધિ જાળવાયેલી સૌથી જૂની કોન્ફ્યુશિયન શાહી સમધિ છે. અહીં ૧૪મી સદીમાં આરંભાયેલી પરંપરાઓ હજી પણ ચાલુ છે. આવી અન્ય સમાધિઓ કોરિયાના ત્રિરાજ કાળમાં પણ અસ્તિત્વ ધરાવતી હતી પણ તેનું સંવર્ધન થયું નથી. ૧૯૯૫માં જોન્ગમ્યો સમાધિને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં ઉમેરવામાં આવી.

જોન્ગમ્યો દક્ષિણે આવેલા ચેન્ગડકગુન્ગ અને ચેન્ગ્યોગગુન્ગની (તે નામના બે મહેલો) નજીકમાં આવેલું છે. જોસિયોન સમયમાં આ બંને જોડાયેલા હતા. પણ ત્યાર બાદ જાપાની વસાહતવાદીઓએ તે બેની વચમાં રસ્તો બાંધી તેમને જુદા કર્યા હતા. સમાધિને પાછા જુના સ્વરૂપે આણવાના પ્રયત્નો ચાલુ છે.

આ સમાધિની મુખ્ય ઈમારતનું બાંધકામ ઑક્ટોબર ૧૩૯૪માં કરવામાં આવ્યું હતું જ્યારે જોસિયોન રાજા તીજોએ તેની રાજધાની સીયોલમાં ખસેડી. ઈ. સ. ૧૫૯૨–૯૮ દરમ્યાન જાપાને કરેલા કોરિયા પરના આક્રમણમાં તેનો નાશ થયો. ૧૬૦૮માં તેને ફરી બાંધવામાં આવ્યું

ઇતિહાસ[ફેરફાર કરો]

૧૩૯૪માં જ્યારે તીજો રાજાના આદેશ પર આ ઈમારત બાંધવામાં આવી ત્યારે તે એશિયાની સૌથી લાંબી ઈમારત હતી. તેના મુખ્ય ખંડ જોન્ગયોનમાં સાત ઓરડા હતા. દરેક ઓરડો એક રાજા અને તેની રાણીમાટે આરક્ષિત હતો. ત્યાર બાદ રાજા સેનોન્ગ(ઈ.સ. ૧૪૧૮-૫૦)ના આદેશ અનુસાર તેનું વિસ્તરણ કરવામાં આવ્યું અને યોન્ગયોન્ગજીયોન (શાહી એશો-આરામ ધરાવતો ખંડ)નામનો ઓરડો બાંધવામાં આવ્યો. ઈમારત વિસ્તરણની આ પરંપરા આગળ ચાલુ રહી અને આ સમાધિ પશ્ચિમથી પૂર્વ તરફ વધતી ગઈ. નવા નવા રાજાની યાદગિરી રૂપે નવા ખંડો ઉમેરાતા કુલ ૧૯ ખંડ બન્યા. ઈ.સ. ૧૫૯૨-૯૮ દરમ્યાન થયેલા જાપાની આક્રમણ સમયે ચાલેલા સાત-વર્ષી યુદ્ધમાં આ સમાધિને બાળી નાખવામાં આવી હતી. તેનું પુનઃબાંધકામ ૧૬૦૧માં થયું અને તે આજ સુધી ટક્યું છે. જુના રાજાઓના સ્મરણ-તખ્તાઓને સામાન્ય માણસના ઘરમાં સંતાડીને આક્રમણ સમયે બચાવી લેવામાં આવ્યા હતા.[૧] રાજાના મરણ પછી ત્રણ વર્ષે તેના સ્મરણ - તખ્તાને સમાધિસ્ત કરવામાં આવતા. અત્યારે અહીં ૧૯ રાજાઓના અને ૩૦ રાણીઓના સ્મરણ તખ્તાઓ છે. દરેક ઓરડાઓ એક્દમ સાદગીથી બાંધવામાં આવ્યા છે. માત્ર બે જ રાજાઓના તખ્તાઓને અહીં સમાધિસ્ત કરવામાં નથી આવ્યા.[૨] આ સ્મરણ તખ્તા સિવાય રાજાઓની ઉપલબ્ધિઓની તક્તિ પણ મુકવામાં આવી છે.

અત્યારે જીયોન્ગજીયોન (કોરિયા રાષ્ટ્રીય ખાજાનો ક્રમાંક ૨૨૭) એ સુધી લાંબી પારંપારિક કોરિયન વાસ્તુ ધરાવતી ઈમારત છે.[૩]

વર્ણન[ફેરફાર કરો]

ગ્યોન્બોકગુન્ગ મહેલમાં રાજાના સિંહાસનથી જોતા જોન્ગમ્યો સમાધિ રાજાની ડાબે દેખાય છે અને અન્ય એક મહત્ત્વપૂર્ણ કોન્ફ્યુશિયસ સમાધિ સાજિક સમાધિ રાજાની જમણે દેખાતી. આ વ્યવસ્થા ચીની પરંપરાનું અનુકરણ હતી. તેના મુખ્ય ખંડો ટેકરીઓથી ઘેરાયેલા છે. મુખ્ય ખંડની આગળ આંગણું છે જેને વોલ્ડેલ કહે છે. તે ૧૫૦ મીટર લાંબુ અને ૧૦૦ મીટર પહોળું છે.

દક્ષિણતરફનું દ્વાર આત્માઓની આવક જાવક માટે અનામત રખાય છે. પૂર્વ તરફનું દ્વાર રાજાઓ માટે હોય છે. પશ્ચિમ તરફના દ્વારમાંથી શાહી ક્રીયાકાંડ કરનારા આદિ પ્રવેશ કરે છે.[૪]

જોન્ગમ્યો સમાધિ ૧૫ મુખ્ય ભાગોમાં વહેંચાએલી છે.

ક્રિયાકાંડ અને કાર્યક્રમો[ફેરફાર કરો]

જોન્ગમ્યો જેર્યીક[ફેરફાર કરો]

મે, ૨૦૦૭ માં થયેલું જોન્ગમ્યો જેર્યીકનો કાર્યક્રમ.

જોન્ગમ્યો જેર્યેની વિધિના એક ભાગ તરીકે અહીં "જોન્ગમ્યો જેર્યીક" નામનો પ્રાચીન શાહી વાદ્ય અને નૃત્યનો કાર્યક્રમ યોજવામાં આવે છે. સંગીતકારો, નૃત્યકારો અને બુદ્ધિજીવીઓ અહીં કોન્ફ્યુશિયન વિધિ પ્રમાણે વર્ષમાં પાંચ વખત જોન્ગમ્યો દાઈજે (શાહી સમાધિ વિધિ)નામની વિધિ કરે છે. [૪]. હાલના સમયમાં આ વિધિઓનું પુનર્નવીનીકરણ કરાયું છે. જોન્ગમ્યો દાઈજે ને મહત્વ પૂર્ણ અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર (ક્રમાંક ૫૬ - કોરિયા સરકારની યાદિ પ્રમાણે)તરીકે ગણવામાં આવી છે. અને દર વર્ષે મે મહિનામાં તેનુ આયોજન થાય છે. [૫]. આ ઉત્સવમાં પારંપારીક દરબારી સંગીતને શાહી દરબારી સંગીત વૃંદ ( કોરિયા સરકારની મહત્વ પૂર્ણ અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર કમાંક ૧) દ્વારા વગાડવામાં આવે છે.[૬]. આ સંગીતનું મૂળ ચીનમાં છે. ગોર્યો (ઈ.સ. ૯૧૮-૧૩૯૨)ના સમય દરમ્યાન તેને ચીનથી કોરિયામાં લવાઈ હતી. [૭]. રાજા સેનોન્ગએ ઈ.સ. ૧૪૪૭ અને ઈ.સ. ૧૪૬૨માં હ્યાન્ગાક ના આધારે નવા સંગીતની રચના કરી. [૮].

સંદર્ભ[ફેરફાર કરો]

  1. [૧]
  2. [૨]
  3. [૩]
  4. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2005-12-24 પર સંગ્રહિત. મેળવેલ 2015-11-16.

પુસ્તક સંદર્ભ[ફેરફાર કરો]

  • Hoon, Shin Young (2008). The Royal Palaces of Korea: Six Centuries of Dynastic Grandeur (Hardback). Singapore: Stallion Press. ISBN 978-981-08-0806-8.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]