જોહાર ઘાટી (ખીણ)
Appearance
જોહાર ઘાટી, જેને મીલમ ઘાટી અથવા ગોરીગંગા ઘાટી પણ કહેવામાં આવે છે. ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યના કુમાઉ મંડલના પિથોરાગઢ જિલ્લામાં સ્થિત હિમાલય પર્વતમાળામાં આ એક પ્રખ્યાત ખીણપ્રદેશ છે. ગોરી નદી આ જ ખીણમાં થઈને વહે છે. પહેલાંના સમયમાં આ ખીણમાંથી તિબેટ જવા માટેનો મહત્વપૂર્ણ વ્યાપારી માર્ગ પસાર થતો હતો. મીલમ અને મારતોલી આ ખીણમાં આવેલ અગ્રણી ગામો છે.
જોહાર ઘાટીમાં આવેલ ૧૨ ગામો મેલમ હિમનદી ખાતેથી નીકળતી ગોરી નદીના કિનારા પર વસેલાં છે. ગિરિમથક મુનસ્યારી ખાતેથી ૬ હજાર થી ૧૦ હજાર ફૂટ ઉંચાઈ પર વસવાટ કરતાં આ ગામો સુધી પહોંચવા માટે ૬૫ કિમી પગપાળા યાત્રા કરવી પડે છે.[૧]
આ પણ જુઓ
[ફેરફાર કરો]- કુમાઉ
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "जोहार घाटी के लोगों की पहचान है गांव". હલ્દવાની: અમર ઉજાલા. ૯ નવેમ્બર ૨૦૧૩. મેળવેલ ૨૩ એપ્રિલ ૨૦૧૮.