ઝડપી ગોલંદાજી

વિકિપીડિયામાંથી

ઝડપી ગોલંદાજી ક્યારેક પૅસ બૉલિંગ તરીકે પણ ઓળખાય છે, ક્રિકેટની રમતમાં બૉલિંગના જે બે મુખ્ય અભિગમો છે તે માં નો આ એક છે. બીજો છે તેને સ્પિન બૉલિંગ કહેવાય છે. ઝડપી ગોલંદાજી કરનારા સામાન્ય રીતે ફાસ્ટ બૉલરો , ફાસ્ટમૅન , પૅસ બૉલરો અથવા પૅસમૅન તરીકે જાણીતા હોય છે. તેમ છતાં ક્યારેક વિશિષ્ટ ઝડપી ગોલંદાજીની ટેકનિક માટે સ્વિંગ બૉલર અથવા સીમ બૉલર જેવા ખાસ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે.

ઝડપી ગોલંદાજીનો મુખ્ય હેતુ છે ક્રિકેટના સખત દડાને વધુ ઝડપે બૅટ્સમૅન તરફ ફેંકવો અને પિચ ઉપરથી અણધારી રીતે ઊંચે ઉછળે તેમ ફેંકવો અથવા હવામાં આજુબાજુ ઝડપથી વળે તેમ ફેંકવો, આ બધાં કારણે બૅટ્સમૅનને દડાને ધારી રીતે ફટકારવામાં મુશ્કેલી પડે. વિશિષ્ટ ઝડપી ગોલંદાજીની ગતિ 136થી 150 કિ.મી./પ્રતિ કલાક (85થી 95 માઈલ પ્રતિ કલાક) હોય છે. સૌથી ઝડપી ડિલિવરી સત્તાવાર રીતે ઘડિયાળ પર નોંધાઈ હતી 161.38 કિ.મી./કલાક (100.3 મા/ક) અને તે દડો પાકિસ્તાનના શોએબ અખ્તર દ્વારા 2003ના વિશ્વકપમાં ઇંગ્લૅન્ડ સામે રમાતી મૅચ દરમ્યાન ફેંકાયો હતો. એ દડાનો સામનો કરનાર બૅટ્સમૅન હતો નિક નાઈટ, જેને લેગ સાઈડ વાળવામાં આવ્યો હતો.[૧] આટલી તેજ ગતિની બરાબરી ત્યારપછી બ્રેટ લી દ્વારા કરવામાં આવી હતી એમ કહેવાય છે, જો કે આ ભૂલભરેલું રેકૉર્ડિંગ રેજારના સંકેતોના બાહ્ય વિક્ષેપના કારણે નોંધાયું હતું. બે બૅક-અપ રડારોએ દડો ફેંકાયાની સાચી ગતિ 142 km/h (88 mph) જેટલી નોંધી હતી.[૨]

ક્રિકેટ રમતા મોટા ભાગના દેશોમાં ઝડપી ગોલંદાજોને ધીમા ગોલંદાજોના ટેકામાં ભૂમિકા ભજવતા ટીમના બૉલિંગ આક્રમણના મુખ્ય આધાર માનવામાં આવે છે. ઉપખંડોમાં ખાસ કરીને ભારત અને શ્રીલંકા જેવા દેશોમાં આ તથ્ય ઘણી વાર ઊલટું સાચું પડે છે. ઝડપી ગોલંદાજો મોટા ભાગે સ્પિનરો માટે નવા દડાને પોચો પાડે છે. આ બાબત મહદઅંશે એ દેશોની પિચોની સ્થિતિને કારણે હોય છે, જે ઝડપી ગોલંદાજો કરતાં સ્પિનરોને વધુ મદદ કરે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમના પૅસ બૉલરોની સરખામણીમાં તેમના સ્પિનરોનું કૌશલ અદ્ભુત હોવાનું પ્રતિબિંબિત થયું છે. વિરોધાભાસની રીતે, બીજા મહત્ત્વના ઉપખંડીય દેશ, પાકિસ્તાને ખતરનાક પૅસમૅનની કેટલીક પેઢીઓ ઉછેરી છે, જેનું કારણ એ દેશની રિવર્સ સ્વિંગની નિપુણતા અને ત્યાંની પિચો અપેક્ષાકૃત ઝડપી ગોલંદાજોને વધુ મદદ કરે છે એ છે.

ઝડપી ગોલંદાજીનું શ્રેણીકરણ[ફેરફાર કરો]

ઝડપી ગોલંદાજ ખાસ કરીને યુવાન અને નવો હોય ત્યારે તે ફક્ત તેજ ગતિ પર એકાગ્ર હોય છે, પરંતુ જેમ જેમ ઝડપી ગોલંદાજ પરિપક્વ થતા જાય છે તેમ તેમ તેઓ નવા કૌશલ અજમાવે છે અને સ્વિંગ બૉલિંગ અથવા સીમ બૉલિંગ પર વધુ આધાર રાખવાનું વલણ ધરાવે છે. મોટા ભાગના ઝડપી ગોલંદાજો આ બે ક્ષેત્રોમાંથી એકમાં વિશિષ્ટ બનશે, અને ક્યારેક સ્વિંગ અથવા સીમ બૉલર તરીકે વર્ગીકૃત થઈને ત્રાટકશે. જો કે આ વર્ગીકરણ સંતોષજનક નથી કારણ કે વર્ગીકરણો એ પારસ્પરિક રીતે એકાંતિક નથી અને કુશળ ગોલંદાજ સામાન્ય રીતે કોઈ એક શૈલીને બદલે ઝડપી, સ્વિંગ કરતો, સીમ કરતો અને કટિંગ દડો ફેંકવાનું પસંદ કરશે, ભલે તેને એક કરતાં અન્ય શૈલી પસંદ હોય.

સન 2005માં બ્રેટ લી WACAમાં દક્ષિણ આફ્રિકા સામે બૉલિંગ કરી રહ્યો છે.

તેને બદલે, તેમની દડો ફેંકવાની સરેરાશ ગતિ અનુસાર નીચે પ્રમાણે ઝડપી ગોલંદાજોના પેટા વિભાગ પાડવાનું વધુ સામાન્ય છે.

ઝડપી ગોલંદાજોનું વર્ગીકરણ
પ્રકાર માઈલ પ્રતિ કલાક(mph) કિ.મી./કલાક
ઝડપી 85+ 135+
ઝડપી-મધ્યમ 80થી 85 128થી 135
મધ્યમ-ઝડપી 70થી 80 113થી 128
મધ્યમ 60થી 70 97થી 113

આ શબ્દાવલિના ઉપયોગમાં વ્યક્તિનિષ્ઠતાનો અંશ રહેલો છે; દાખલા તરીકે ક્રિકઇન્ફો આંતર-પરિવર્તનીય શબ્દો વાપરે છે – "ફાસ્ટ-મીડિયમ" અને "મીડિયમ-ફાસ્ટ".[૩] સૌથી વધુ ઝડપી ગોલંદાજ એને કહેવાય જે એક્સપ્રેસ ગતિથી દડો ફેંકે. સરખામણી માટે, મોટા ભાગના સ્પિન બૉલરો વ્યાવસાયિક ક્રિકેટમાં સરેરાશ 45થી 55 માઈલ પ્રતિ કલાક (70થી 90 કિ.મી./ક.)ની ગતિથી દડો ફેંકે છે. કેટલાક ગેંદબાજોમાં વિભિન્ન પરિવર્તનો સાથે ગોલંદાજી કરવાની ક્ષમતા હોય છે, તેમના દરજ્જા કરતાં વધુ ઝડપે યા વધુ ધીમે, તેને લીધે થોડો ગુંચવાડો થઈ શકે છે, તેથી તેમને વિભિન્ન શ્રેણીઓમાં મૂકવા પડે એવું દેખાય છે. દાખલા તરીકે બ્રેટ લી તેનો સ્ટૉક બૉલ લગભગ 145 કિ.મી./ક.ની ગતિથી ફેંકે છે, જે તેને ઝડપી ગોલંદાજ બનાવે છે, તેમ છતાં તે ક્યારેક 115 કિ.મી./ક.ની ગતિથી પ્રમાણમાં ધીમો દડો ફેંકશે. તેથી ઊલટું, શાહિદ આફ્રિદી એક સ્પિન બૉલર છે, જે વધુ ઝડપથી પણ બૉલ ફેંકે છે, જે 130 કિ.મી./ક.ની ગતિએ પહોંચી શકે છે. જો કે ગોલંદાજ કઈ કક્ષાનો છે તેના નિર્ધારણ માટે આવી વાતો ભાગ્યે જ ગણતરીમાં લેવાય છે, કારણ કે આવી રીતે બૉલ ફેંકવાની રીત માત્ર વિવિધ પરિવર્તન માટે જ હોય છે, જેનો ઇરાદો બૅટ્સમૅનને આશ્ચર્યમાં નાખવાનો હોય છે અને તે ગોલંદાજની પ્રમાણભૂત ગતિ નથી હોતી.

ઝડપી ગોલંદાજ વધુ ધીમો દડો ફેંકે, તેમણે નીચેની યાદી પ્રમાણે વિકેટો લેવા માટે વિવિધ પરિવર્તન કરવાની ટૅકનિકો પર વધુ આધાર રાખવો પડે છે, જ્યારે ઝડપી અને ઓછો ઝડપી ફાસ્ટ-મીડિયમ તથા મીડિયમ-ફાસ્ટ ગોલંદાજો ઘણી વખત તેમની તીવ્ર ઝડપ અને આક્રમણ દ્વારા બૅટ્સમૅનને આઉટ કરી શકે છે. વ્યવહારમાં, ઘણા ઓછા વિશિષ્ટ ગોલંદાજો મધ્યમ કક્ષાના બૉલરોમાં આવે છે, જેઓ આ ગતિએ દડો ફેંકી શકે છે, તેઓ મોટા ભાગે બૅટ્સમૅન હોય છે, જે વખત પડ્યે થોડી ઑવર ગોલંદાજી કરતા હોય છે. આવા ગોલંદાજો મીડિયમ પૅસર્સ તરીકે ઓળખાય છે. મીડિયમ-સ્લો અને સ્લો-મીડિયમ કક્ષાઓ મોટા ભાગે સ્પિન બૉલરો ધરાવે છે, કારણ કે આવી ગતિઓએ ફેંકેલા દડા સ્પિન કરતાં ઝડપી ગોલંદાજી ટૅકનિકથી ફેંકેલા હોય છે, જેને ફટકારવા એકદમ સહેલા લાગે છે. તેમ છતાં સ્પિનરોને ઘણી વખત લોકભાષામાં "સ્લો બૉલર્સ" લેખવામાં આવે છે. વ્યાવસાયિક ક્રિકેટમાં ખૂબ થોડા ખેલાડીઓ ખરેખર "ધીમી" કક્ષાના બૉલરો છે (જુઓ 40 mph or 64 km/h).

ઝડપી ગોલંદાજીમાં ટેકનિક[ફેરફાર કરો]

ઝડપી ગોલંદાજીમાં પકડ.

પકડ[ફેરફાર કરો]

પ્રથમ વાત એ છે કે ઝડપી ગોલંદાજોએ બૉલને યોગ્ય રીતે પકડવો જરૂરી છે. વધુમાં વધુ ઝડપ મેળવવા માટે ઝડપી ગોલંદાજીના પાયામાં એ વાત છે કે દડાની સાંધ ઉપર રહે અને પહેલી તથા મધ્ય આંગળી સાંધની ઉપર સાથે નજીક રહે તેમ જ અંગૂઠાની પકડ સાંધના તળિયે રહે એ રીતે દડાને પકડવો પડે છે. જમણી બાજુની આકૃતિ સાચી પકડ દર્શાવે છે. પહેલી બે આંગળીઓ અને અંગૂઠા વડે બાકીના હાથથી આગળ બૉલને પકડવો જોઈએ અને બીજી બે આંગળીઓ હથેળીને અડકવી જોઈએ. દડાને તદ્દન ઢીલો પકડવો જોઈએ જેથી તે હાથમાંથી સહેલાઈથી છૂટી શકે. બીજી પકડો પણ શક્ય છે, અને તેનાં પરિણામો વિભિન્ન રીતે ગોલંદાજી પર પડે છે – જુઓ નીચે સ્વિંગ બૉલિંગ અને સીમ બૉલિંગ. ગોલંદાજ સામાન્ય રીતે તેનો બીજો હાથ છેલ્લી ઘડી સુધી બૉલ પકડેલા હાથની ઉપર રાખે છે, જેથી બૅટ્સમૅન ગોલંદાજની પકડનો પ્રકાર ન જોઈ શકે અને તે પ્રમાણે પોતાને તૈયાર ન રાખી શકે.

રન-અપ[ફેરફાર કરો]

ઝડપી ગોલંદાજે વિકેટ તરફ પહોંચવા માટે સ્પિનર કરતાં વધુ લાંબો રન-અપ લેવો પડે છે. તેનું કારણ એ છે કે ઝડપથી દડો ફેંકવા માટે જરૂરી ગતિ માત્રા – સંવેગ અને લય પેદા કરવા માટે તે આવશ્યક છે. ઝડપી ગોલંદાજો તેમના ઇચ્છિત રન-અપને લાંબા ડગલાંમાં માપશે અને વિકેટથી તેના અંતર પર નિશાન મૂકશે. ગોલંદાજ માટે એ ચોક્કસ જાણવું મહત્ત્વનું છે કે તેનો રન-અપ કેટલો લાંબો હોવો જોઈએ, કારણ કે તેણે દડો ફેંકવાની ક્રીઝની અંદર પોતાની દોડ અટકાવવી જરૂરી છે. જો બૉલરનો પગ એ ક્રીઝની બહાર પડી જાય, તો તેણે ફેંકેલો બૉલ 'નો-બૉલ' લેખાશે.

ઍક્શન[ફેરફાર કરો]

રન-અપના અંતે ગોલંદાજ પોતાનો આગળનો પગ નીચે દોરેલી પીચની રેખા પર લાવશે અને તે ઘૂંટણને બને તેટલો સીધો રાખશે. આ ક્રિયા ગતિ વધારવામાં મદદ કરે છે, પરંતુ આ ક્રિયાને કારણે ઘૂંટણના સાંધા પર જે દબાણ આવે છે તે ખતરનાક બની શકે છે. ઝડપી ગોલંદાજો માટે ઘૂંટણની ઈજાઓ અસામાન્ય નથી. દાખલા તરીકે અંગ્રેજ પેસ બૉલર ડેવિડ લૉરેન્સને તેના ઢીંચણની ઢાંકણી બે ભાગમાં ચીરાઈ જવાના કારણે ઘણા મહિનાઓ સુધી ક્રિકેટથી અળગા રહેવું પડ્યું હતું. આગળના પગ પર આવતું દબાણ એટલું બધું વધારે હોય છે કે કેટલાક ઝડપી ગોલંદાજો પોતાના જૂતાનો આગળનો ભાગ કાપી નાખે છે, જેથી તેમના પંજાને જૂતાની અંદરની સામેની બાજુએ દર વખતે દબાવવો પડે છે તેને લીધે થતી ઇજાને રોકી શકાય. પછી ગોલંદાજ તેનો દડો ફેંકનારો હાથ પોતાના માથા ઉપર લાવશે અને તેઓ જે યોગ્ય ઊંચાઈએ દડાને પિચ પર નાખવા ઇચ્છે તે રીતે દડાને હાથમાંથી મુક્ત કરશે. ફરી પાછો, એ હાથ સીધો જ રહેવો જોઈએ. જો કે આ સ્થિતિ ઝડપને મદદરૂપ થવા માટે નહીં, પરંતુ એ ક્રિકેટના નિયમોમાં જણાવ્યું છે માટે તેમ કરવું પડે છે. કોણીથી હાથ વાળવો અને દડાને "ચકિંગ" કરવાની (થ્રો કરવાની અથવા સીધો ફેંકવાની) મનાઈ છે, કારણ કે તેમ કરવાથી ગોલંદાજ ચોક્કસ નિશાન સહેલાઈથી લઈ શકે છે અને બૅટ્સમૅનની વિકેટ લઈને તેને આઉટ કરી શકે છે.

મિચેલ જૉન્સન બૉલિંગ."સ્લિંગિંગ" ઍક્શનની નોંધ લો.

ઝડપી ગોલંદાજો રનર-અપના અંતે એક બાજુ ઉપર અથવા છાતી ઉપર હાથ જાય ત્યારે બૉલ છોડવાની ક્રિયા થાય તેવું વલણ ધરાવતા હોય છે. એ રીતે છાતી ઉપરની ક્રિયાવાળા ગોલંદાજની છાતી અને નિતંબ પાછલા પગના સંપર્ક સમયે બૅટ્સમૅન તરફ સીધી લીટીમાં હોય છે, જ્યારે બાજુ ઉપરની ક્રિયાવાળા ગોલંદાજની છાતી અને નિતંબ પાછલા પગના સંપર્ક સમયે બૅટ્સમૅન તરફ નેવું અંશની સીધમાં રહે છે. વેસ્ટ ઈન્ડીઝના ગોલંદાજ માલ્કમ માર્શલ છાતી પરના ગોલંદાજનું આદર્શ ઉદાહરણ છે, જ્યારે ઑસ્ટ્રેલિયન પેસ બૉલર ડેનિસ લિલી બાજુ પરની ટેકનિકમાં ભવ્ય પ્રભાવ પાડી શકતા હતા.

જો કે ગોલંદાજની ક્રિયા તેઓ જે દડો ફેંકે છે તેની ગતિ પર અસર નથી કરતી, તેઓ જે દડો ફેંકે છે તે દડાની શૈલીને મર્યાદિત કરી શકે છે. તેમ છતાં, તેને માટે કોઈ કડક નિયમો નથી, બાજુએ હાથ રાખનારા ગોલંદાજો સામાન્ય રીતે આઉટસ્વિંગર દડા ફેંકનારા હોય છે, અને સામે હાથ રાખનારા ગોલંદાજો સાધારણ રીતે ઇનસ્વિંગર દડા ફેંકે છે.

ઝડપી ગોલંદાજોની ક્રિયામાં જુદા પડનારા સ્લિંગ (ક્યારેક તેનો સ્લિંગશૉટ અથવા જૅવેલિન તરીકે ઉલ્લેખ થાય છે) હોય છે, જેમાં ગોલંદાજ દડો ફેંકવાની ક્રિયાનો પ્રારંભ તેનો હાથ પૂરેપૂરો તેમની પાછળની બાજુએ લંબાવીને કરે છે. આ સ્લિંગિંગ (ગોફણની જેમ દડો ફેંકવાની) ક્રિયા દડાને વધુ ગતિ આપે છે, પરંતુ નિયંત્રણનું બલિદાન આપે છે. સ્લિંગિંગ ક્રિયાના સૌથી પ્રખ્યાત ખેલાડી છે જેફ થોમ્સન, જેમણે ટૂંકો રનર-અપ લઈને પણ ઉત્કૃષ્ટ ગતિએ ગોલંદાજી કરી છે. વર્તમાન આંતરરાષ્ટ્રીય ગોલંદાજોમાં જેમણે સ્લિંગિંગ ક્રિયા અપનાવી છે તેમાં ફિડેલ એડવર્ડઝ, શૌન ટેટ, લસિત મલિંગા, કામરાન ખાન અને મિચેલ જૉન્સનનો સમાવેશ થાય છે.

ફૉલો થ્રૂ (પૂર્ણ કરવું)[ફેરફાર કરો]

મૅથ્યૂ હોગર્ડ તાલીમમાં તેના ફોલો-થ્રૂની શરૂઆત કરે છે

દડાને બૅટ્સમૅન તરફ ફેંકી દીધા પછી ગોલંદાજ તેની ક્રિયાના અંતે "ફૉલો થ્રૂ" કરે છે. તેમાં આગળ દોડતાં એક તરફ ફરી જઈને દિશા બદલવાનું હોય છે, જેથી પિચ પર ચાલવું ન પડે, તે રીતે જાતે ધીમા પડવા માટે થોડાંક કદમ આગળ ચાલવાનું હોય છે. દડો ફેંક્યા પછી પિચ પર ચાલવા કે દોડવાથી પિચની સપાટીને નુકસાન થઈ શકે છે. તેને પરિણામે પિચ પર ખરબચડા ખાડા પડે છે, જેનો ગેરલાભ સ્પિન ગોલંદાજ દડાને વધુ પડતો વળાંક આપવામાં લઈ શકે છે; ગોલંદાજ પિચને કચરે તે રમતના નિયમો અનુસાર પણ ગેરકાનૂની છે. જે ગોલંદાજ સતત પિચ પર દોડતો હોય તેને અમ્પાયર ચેતવણી આપી શકે છે. એવી ત્રણ ચેતવણીઓ પછી એ ગોલંદાજને અપાત્ર ઠેરવી ચાલુ દાવ દરમ્યાન ફરી દડો ફેંકવાથી દૂર કરી શકાય છે.

લાઈન અને લેન્થ (રેખા અને લંબાઈ)[ફેરફાર કરો]

એક અસરકારક ઝડપી ગોલંદાજે બૅટ્સમૅનની સ્ટમ્પ તરફ સતત સીધી રેખામાં અને ચોક્કસ લંબાઈમાં દડો ફેંકવા સમર્થ હોવાની જરૂર છે, અથવા સાદા શબ્દોમાં કહીએ તો ચોક્કસ રહેવાની આવશ્યકતા છે. આ સંદર્ભમાં લાઈનનો અર્થ થાય છે દડાનો બૅટ્સમૅન સુધી પહોંચવાનો રસ્તો, જે દડો જમીન સરસો દોડીને બૅટ્સમૅનની આગળની (ઑફ) બાજુએ અથવા પાછળની (લેગ) બાજુએ જતો હોય, જ્યારે દડો ઉછળે તે પહેલાં બૅટ્સમૅન તરફ કેટલા અંતર સુધી પ્રવાસ કરે છે તે લેન્થ (લંબાઈ) વર્ણવે છે. ઝડપી બૉલર માટે આ બંનેમાં લેન્થ જોવાનું સામાન્ય રીતે વધુ મહત્ત્વપૂર્ણ હોય છે. ઝડપી ગોલંદાજ એટલે સખત ગોલંદાજે સતત લાઈન અને લેન્થ જાળવી રાખવાની હોય છે, પરંતુ શુદ્ધ ગતિ તેની કમીની પૂર્તિ કરી શકે છે. ઝડપી ગોલંદાજો જેઓ ચોક્કસ રેખા અને લંબાઈમાં દડો ફેંકવાની વ્યવસ્થા પણ જાળવી શકે છે તેઓ અસરકારક રીતે વિનાશ વેરી શકે છે, દાખલા તરીકે ઑસ્ટ્રેલિયન પેસ બૉલર ગ્લેન મેકગ્રાથ અને દક્ષિણ આફ્રિકન પેસ બૉલર શૌન પોલોક.

લાઈન[ફેરફાર કરો]

આધુનિક ક્રિકેટમાં, ઝડપી ગોલંદાજો દ્વારા સામાન્ય રીતે લાઈનને લક્ષ્ય કરવામાં આવે છે તે તથાકથિત અનિશ્ચિતતાની પરસાળ છે, આ ક્ષેત્ર બસ બૅટ્સમૅનની ઑફ સ્ટમ્પથી થોડી બહાર હોય છે. આવો દડો વિકેટ સાથે અથડાશે કે નહીં એ બૅટ્સમૅને કહેવું અથવા ધારવું મુશ્કેલ હોય છે, તેથી એવા દડા પર આક્રમણ કરવું, સંરક્ષણ કરવું કે તેને જવા દેવો એ નક્કી કરવું મુશ્કેલ થાય છે. આ ટેકનિક ઐતિહાસિક રૂપે 'ઑફ થિઅરી' તરીકે જાણીતી હતી, જે લેગ થિઅરીથી વિરુદ્ધની હતી. પરંતુ હવે તે એટલી બધી સામાન્ય થઈ ગઈ છે કે તેને ભાગ્યે જ કોઈ નામ આપવામાં આવે છે. બેશક, લાઈનમાં વિવિધતા પણ એટલી જ મહત્ત્વની છે અને લેગ સ્ટમ્પને લક્ષ્ય કરીને ફેંકેલા દડા પણ હેતુ સિદ્ધ કરે છે.

જ્યારે બૅટ્સમૅનની અમુક ચોક્કસ શૉટ મારવામાં નબળાઈ જાણીતી હોય ત્યારે દડાની લાઈનની ચોક્કસ નિપુણતાનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે છે, કારણ કે તેમાં ગોલંદાજો અસરકારક લાઈન પર નબળા સ્થાને વખતોવખત દડો ફેંકી શકે છે. બૅટ્સમૅનોની દડાને અમુક લાઈન પર મારવાની સતત અક્ષમતાથી ઉપર ઊઠવાની નિષ્ફળતાને જો એક વખત કુશળ લાઈન ગોલંદાજો જાણી ગયો તો એવા અણઘડ બૅટ્સમૅનોની કારકિર્દીનો અંત લાવવામાં તેમને પૂરતી સફળતા મળે છે.

લેન્થ (લંબાઈ)[ફેરફાર કરો]

નામ અને બાઉન્સની ઊંચાઈ સાથે દડાની લંબાઈ દર્શાવે છે

સારી લંબાઈનો દડો તેને કહેવાય જે બૅટ્સમૅનની કમરની આસપાસની ઊંચાઈએ પહોંચે. સારી લંબાઈ માટે અથવા ક્રિકેટમાં ખરેખર કોઈ પણ અન્ય દડાની લંબાઈ માટે કોઈ નિશ્ચિત અંતર નથી, કારણ કે દડાની ગતિ, પિચની સ્થિતિ તથા ગોલંદાજ અને બૅટ્સમૅનની ઊંચાઈ અનુસાર જરૂરી અંતર ઘટતું-વધતું રહે છે. એ નોંધવું જોઈએ કે "ગુડ લેન્થ" બૉલ ફેંકવો તે આ અર્થમાં હંમેશાં યોગ્ય નથી- કેટલીક પરિસ્થિતિઓમાં, કેટલીક પિચો પર અને કેટલાક બૅટ્સમેનો સામે અન્ય લંબાઈ વધુ અસરકારક રહેશે. જમણી બાજુએ આપેલી રેખાકૃતિ વિવિધ લંબાઈનો અર્થ શું છે તેની સ્પષ્ટતા માટે મદદરૂપ થશે.

ગોલંદાજે ફેંકલો જે દડો સારી લંબાઈ પહેલાં થોડે દૂર ઊછળે છે અને બૅટ્સમૅનના પેટ સુધી ઊંચો ઊઠે છે તેને શૉર્ટ પિચ કહે છે અથવા લૉંગ હોપ(લાંબા કૂદકા) તરીકે વર્ણવે છે અને તેવા દડાને ફટકારવો બૅટ્સમૅનને સરળ પડે છે, કારણ કે દડો ઊછળે ત્યાર પછી તેની ઊંચાઈ અથવા લાઈનનું વાંકાચૂંકા ફંટાવું જોવા માટે બૅટ્સમૅનને વધુ સમય મળી રહે છે. શૉર્ટ પિચ દડો બૅટ્સમૅનને આક્રમક પુલશૉટ મારવા માટે વધુ અનુકૂળ ઊંચાઈએ પણ મળે છે. જે દડો સારી લંબાઈએ પહોંચતાં પહેલાં ઊછળે છે અને બૅટ્સમૅનના ખભા અથવા માથાની ઊંચાઈ સુધી ઊછળે છે તે બાઉન્સર છે અને તે અસરકારક ડિલીવરી બની શકે છે. કોઈ દડો જે બૅટ્સમૅનના માથાની ઉપર બાઉન્સ થવા માટે પૂરતો ટૂંકો હોય છે તેને અમ્પાયર દ્વારા સામાન્ય રીતે વાઈડ કહેવામાં આવે છે. શૉર્ટ પિચ અથવા વાઈડ બૉલ દડા ફેંકવા એ ખરાબ વિચાર છે કારણ કે તેવા દડાથી બચવું અથવા તેને ફટકારવો બૅટ્સમૅન માટે અપેક્ષાકૃત સહેલું થાય છે.

બીજી બાજુ સ્કેલને અંતે જે દડો બૅટ્સમૅનથી ગુડ લેન્થ કરતાં થોડો નજીક જઈને ઊછળે તેને ફુલ પિચ્ડ અથવા ઑવર પિચ્ડ કહેવાય છે કે પછી હાફ વૉલી તરીકે વર્ણવાય છે. આવા દડા બૅટ્સમૅનને ગુડલેન્થ કરતાં રમવામાં વધુ સહેલા પડે છે, કારણ કે તેને સાંધાથી ઊછળ્યા પછી આમતેમ ફંટાવાનો વધુ વખત મળતો નથી. બૅટ્સમૅનના પગની નજીક દડાનો ટપ્પો પડે એ યૉર્કર, જો યોગ્ય રીતે ફેંકવામાં આવ્યો હોય તો તે ઘણી અસરકારક લંબાઈ કહેવાય. જો દડો બૅટ્સમૅન પાસે પહોંચે તે પહેલાં ટપ્પો ખાઈને ઉછળવામાં નિષ્ફળ જાય અને સીધો જ પહોંચે તો તેને ફુલ ટૉસ કહેવામાં આવે છે. આવા દડાને ફટકારવો બૅટ્સમૅન માટે ખૂબ જ સહેલો થાય છે, કારણ કે તે પિચ પરથી ઊછળીને વાંકોચૂંકો ફંટાતો નથી.

આ ત્રણ અસરકારક લંબાઈ(ગુડલેન્થ, બાઉન્સર અને યૉર્કર)ને કારણે આ બધા લંબાઈ દ્વારા આંતરિક રીતે વિસ્તારિત હોય છે, જેને ફટકારવા બૅટ્સમૅન માટે સહેલા છે, તેથી લંબાઈ ઉપર નિયંત્રણ રાખવું એ ઝડપી ગોલંદાજ માટે મહત્ત્વની શિસ્ત છે. બીજી બાજુ, સ્પિન બૉલરો (ફિરકી ગોલંદાજો) હંમેશાં મોટા ભાગે સારી લંબાઈને લક્ષ્યમાં રાખીને ગોલંદાજી કરે છે, પરંતુ તેમાં પણ અસરકારકતા લાવવા માટે દડાની ઊડાન અને લાઈન પર ચોક્કસ નિયંત્રણ રાખવું વધુ જરૂરી છે. એક ઝડપી ગોલંદાજ પોતાની સમગ્ર ક્રિકેટ કારકિર્દીમાં શારીરિક રીતે ચુસ્ત રહેવાનો પ્રયત્ન કરે છે, તેની કારકિર્દી એકાદ દાયકા કરતાં વધુ હોઈ શકે છે. એ કહેવાની જરૂર નથી કે એમ કરવું ખૂબ જ અઘરું છે અને તેમાં શિસ્ત તથા ભાગ્યની પણ જરૂર છે.

સ્ટ્રાઇક બૉલિંગ (પ્રહારાત્મક ગોલંદાજી)[ફેરફાર કરો]

સ્ટ્રાઇક બૉલિંગ શબ્દ સામાન્ય રીતે એવા ગોલંદાજોને લાગુ પડે છે જે મોટા ભાગે શક્ય તેટલા ઓછા રન ખર્ચીને બૅટ્સમૅનને આઉટ કરીને વિકેટ ઝડપે છે. ઝડપી ગોલંદાજો દડાને હવામાં ફેરવીને અથવા પિચ પર ઉછાળીને વિકેટો લેવાનો પ્રયત્ન કરવા કરતાં તીવ્ર ગતિ અને આક્રમણ દ્વારા આ સિદ્ધિ હાંસલ કરે છે. તેમ છતાં, વધુ સામાન્ય રીતે આક્રમક દડો ફેંકવાની ટેકનિકને સ્વિંગ બૉલિંગ અને સીમ બૉલિંગ ટેકનિક સાથે મિશ્રિત કરી શકાય છે, જે ગમે તે ગતિવાળા ગોલંદાજના હાથોમાં બૅટ્સમૅનથી ન રમી શકાય તેવી ઉચ્ચ કળાની રચના કરે છે. ઈનસ્વિંગિંગ યૉર્કર વિશિષ્ટરૂપે ઘાતક બનતો જોવા મળ્યો છે.

બાઉન્સર[ફેરફાર કરો]

બાઉન્સર એક એવો દડો હોય છે જેનું લક્ષ્ય પિચના પહેલા અર્ધા ભાગ પર ટપ્પો ખવડાવવાનું હોય છે, એટલે કે તેની પાસે આગળ ઉપર એટલો સમય રહે કે તે બરાબર બૅટ્સમૅનની છાતી સુધી અથવા માથા ઉપરની ઊંચાઈ સુધી ઊછળે. આવા દડાનો સામનો કરનાર બૅટ્સમૅન સામે બે સમસ્યાઓ ઊભી થાય છે. જો તે આવા દડાને રમવાનો પ્રયત્ન કરે તો તેણે બૅટને પોતાની આંખના સ્તરે લાવવું પડે, જે તેને સારી રીતે ફટકો મારવા માટે દડાને સારી રીતે જોવામાં અને સમયમાં મુશ્કેલ બને છે. જો તે દડાને છોડી દે અથવા ચૂકી જાય તો તેને દડો માથામાં અથવા છાતી પર સખત રીતે લાગે અને ક્યારેક તેનાથી ઈજા પણ થાય. આ કારણે ગોલંદાજીમાં સતત બાઉન્સર પડે તો તેને ઇન્ટિમિડેટરી બૉલિંગ એટલે ધમકીભરી ગોલંદાજી કહેવાય.

બાઉન્સર સામે બૅટ્સમૅન માટેની સામાન્ય પ્રતિક્રિયા તો બસ નીચે બેસી જઈને દડાને માથેથી જવા દેવો તે છે, પરંતુ તે માટે ઝડપી પ્રતિક્રિયાઓ અને મજબૂત હિંમતની જરૂર પડે છે, અને તેમાં બૅટ્સમૅન ક્યારેક ફટકો પણ મારી બેસે છે. કુદરતી પ્રતિક્રિયા એ થાય છે કે સીધા બૅટ વડે પોતાના માથાનું રક્ષણ કરવામાં આવે, પરંતુ તે જો શક્ય હોય તો દબાવી દેવું, અથવા કચડી નાખવું જોઈએ, કારણ કે તોવા ફટકાને પરિણામે દડો બૅટને અથડાઈને અનિયંત્રિત કોણ બનતાં તે ઊંચે ઊછળશે અને સહેલો કૅચ બની જશે. બાઉન્સર આવે એટલે મોટા ભાગના બૅટ્સમૅનો ગભરાઈ જાય છે અને તેમની કારકિર્દીમાં આ રીતે ઘણી વખત પોતાની વિકેટો ખોઈ બેસે છે.

શારીરિક રીતે શક્તિમાન બૅટ્સમૅન ઘણી વાર આવા ઊંચા દડાને ફટકારવાનો પ્રયત્ન કરે છે, જો કે આવો દડો તેમની દૃષ્ટિને અવરોધે તેમ છતાં એ પણ અસામાન્ય નથી કે તેમનું તીવ્ર પશુ બળ દડાની ઝડપી ગતિ સાથે ભળવાથી દડો ઊડીને મેદાનની સરહદને ઓળંગી જાય છે. આ શક્યતામાં એ મુશ્કેલી ભળે છે કે વિકેટકીપર ઊંચા દડાને એટલે એ બાઉન્સરને રોકવાનો પ્રયત્ન કરશે અને તે કુશળ બૅટ્સમૅન સામે રનની દૃષ્ટિએ ખર્ચાળ બની શકે છે.

સ્લૉઅર બૉલ (વધુ ધીમો દડો)[ફેરફાર કરો]

પ્રમાણમાં ધીમા દડાની પકડ

સ્લૉઅર બૉલ એવો દડો હોય છે જે ઍક્શન અને રન-અપના અર્થમાં બરાબર સામાન્ય પેસ ડિલીવરીની જેમ જ ફેંકાયેલો હોય છે, પરંતુ તેમાં દડાને ધીમો પાડી દેવા માટે પકડ થોડી બદલાયેલી હોય છે. આ યુક્તિ બૅટ્સમૅનને થાપ ખવડાવે છે, જે પૂરી ઝડપથી આવતા દડાને ફટકારવાનો પ્રયત્ન કરશે અને દડો ધીમો આવશે ત્યારે તેને ફટકારવામાં ખોટો સમય થાપ ખવડાવશે. પરિણામે દડો નીચો રહીને સામાન્ય રીતે ધીમી ગતિએ બૅટને નીચે અથડાશે. (ક્રિકેટ બૅટ આ વખતે મધ્ય માં બૉલને ફટકારવા માટેનું હોય છે, જે દડાને શક્ય તેટલી વધુમાં વધુ ફટકારવાની ઊર્જા સાથે દડા પ્રત્યે ફેરવાય છે; કારણ કે દડો મધ્ય માંથી ફટકારવામાં આવે છે એટલે ઊર્જા સ્થાનાન્તરિત થાય છે અને તેથી ઝડપ ઘટશે.) તે સિવાય, બૅટ સામાન્ય રીતે તે જ્યારે દડાને ફટકારવા આગળ ઘપે છે ત્યારે તેના વળાંકના ઉપરના ભાગ પર હોય છે, અને દડો બૅટના ઢાળવાળા ભાગને અથડાઈને આગળ વધે છે. આ બન્નેના મિશ્રણથી ગતિશીલતા ધીમી થાય છે, દડો નજીક છટકે છે જેને કૅચ કરવો અપેક્ષાકૃત સહેલો થાય છે. અતિશયતાના કિસ્સામાં બૅટ્સમૅન દડાને વહેલો ફટકારવા માટે બૅટ વાળશે અને ધીમા આવતા દડાને પૂરેપૂરો ચૂકી જશે અને દડો સ્ટમ્પમાં જઈને અથડાશે. બૅટ્સમૅન ક્લિન-બૉલ્ડ થશે.

વિવિધ પ્રકારની પકડો માંહેની એક પકડ જમણી બાજુ ચિત્રિત કરવામાં આવી છે. તેમાં અનિવાર્ય રૂપે એક માત્ર ફરક એ છે કે મધ્ય અને તર્જની (પહેલી) આંગળીઓને છૂટી પાડવામાં આવે છે અને તે નીચેની તરફ આવી સાંધની બંને બાજુએ ગોઠવાય છે. તેને ડિલિવરી ધીમી પાડતાં, દડો હાથમાંથી છૂટે ત્યારે તેની ગતિ પર વધુ અવરોધ પેદા થાય છે. ધીમા દડા ઑફ સ્પિનરો દ્વારા વપરાતી ઑફ બ્રેક પકડ અને આંગળીની ક્રિયા વાપરીને પણ ફેંકવામાં આવે છે. ધીમો દડો લેગ-સ્પિન પકડ અને કાંડાની ક્રિયા વાપરીને અથવા દડાને ઉપરના પાસાને ફક્ત એક આંગળીથી અથવા આંગળીના વેઢા વડે પકડીને ફેંકવામાં આવે છે, જે બહુ સામાન્ય નથી.

આવો ધીમો દડો ખાસ કરીને એવા બૅટ્સમૅન સામે અસરકારક પુરવાર થાય છે, જે ઝડપથી રન કરવા માગતો હોય. પરિણામે તેનું મહત્ત્વ એક દિવસીય ક્રિકેટના વિકાસ સાથે વધી ગયું છે, અને ખાસ કરીને દાવના અંતે જ્યારે બૅટ્સમૅન આક્રમક થઈને ઝૂડવા માંડે છે ત્યારે ધીમો દડો ફેંકવાની તરકીબ અજમાવવામાં આવે છે.

વધુ અનુભવી બૅટ્સમૅન એવા અચાનક ધીમા આવતા દડાને ફટકારતી વખતે ઘડીભર પોતાની મુદ્રા બદલીને, દડાને મધ્ય બૅટ પર લઈને ફટકારવાની સ્થિતિમાં બંધબેસતો થઈ જવાની ક્ષમતા ધરાવતો હોય છે.

ધીમા દડાની બીજી આવૃત્તિ સ્લૉબ(SLOB) તરીકે ઓળખાય છે અને તે ફક્ત ઉચ્ચ આંગળીઓ વડે ફેંકવામાં આવે છે. "બીમર" તરીકે લક્ષ્ય કરેલી દડો ફેંકવાની આ પદ્ધતિને કારણે દડો ઊંચાઈમાં નાટકીય ઢબે નીચે ઊતરી આવે છે અને યૉર્કર લંબાઈએ પહોંચી જાય છે. આ યુક્તિ ખૂબ જ જાણીતી રીતે ક્રિસ કૅર્ન્સ દ્વારા ક્રિસ રીડ સામે વપરાઈ હતી, જે તેના તરફ ફુલ લેન્થ દડામાં રન લેવા દેતો ન હતો અને જે સ્ટમ્પને ઉડાડવા માટે મોકલાયો હોય.

યૉર્કર[ફેરફાર કરો]

યૉર્કર દડો એ છે જે બરાબર બૅટ્સમૅનના પગ પાસે જ પિચ પરથી ઊછળે છે (અથવા તેમાં બૅટ્સમૅનના પંજાને જ નિશાન બનાવાયું હોય છે), આ ક્ષેત્ર બ્લૉક હોલ તરીકે જાણીતું છે. કારણ કે દાવ લેનાર બૅટ્સમૅનની ઊભા રહેવાની સામાન્ય છટા અને ક્રિકેટ બૅટની લંબાઈના નિયમ અનુસાર જ્યારે બૅટ્સમૅન દડાને ફટકારવા માટે તૈયારી કરે છે ત્યારે સામાન્ય રીતે બૅટને જમીન સરસું રાખીને તે ઊભો રહેતો નથી, એટલે યૉર્કર દડો ફેંકાયેલો દેખાય કે તુરત તેને રમવા માટે ઝડપથી પોતાના બૅટની ઊંચાઈમાં ફેરફાર કરવાની જરૂર પડે છે. આ મુશ્કેલ છે, અને યૉર્કર ઘણી વખત છીંડાંમાંથી દાખલ થઈને વિકેટ તોડી શકે છે. આ પ્રકારની ડિલિવરીની સફળતાપૂર્વકની રમત યૉર્કર ખોદી કાઢવા રૂપે પણ ઓળખાય છે.

યૉર્કર દડો ફેંકવા માટે ખૂબ જ ચોક્સાઈની જરૂર રહે છે, કારણ કે જો તેમ કરવા જતાં થોડીક જ લંબાઈ વધી જાય તો એ દડો ફુલ ટૉસ અથવા ફુલ પિચ ડિલિવરી બની જાય અને બૅટ્સમૅનને તેવા દડાને રમવું સહેલું થઈ પડે કારણ કે તેવો દડો સીધો આવતો હોવાથી પિચ પર પછડાઈને ઉછળતો નથી એટલે વાંકોચૂંકો ફંટાતો નથી. આવા દડાનું ઘણું મૂલ્ય હોય છે, કારણ કે તે આશ્ચર્ય પમાડનારો દડો હોય છે. આ બે કારણોને લીધે મોટા ભાગની સ્થિતિમાં યૉર્કર દડા ફેંકવાનું સામાન્ય નથી.

એક દિવસીય ક્રિકેટમાં દાવ લેનાર ઊતરતે તબક્કે, બૅટ્સમૅન જ્યારે દરેક દડાને ઝુડવાનું ઇચ્છે છે. ખાસ કરીને આવી પરિસ્થિતિમાં યૉર્કર દડો ફેંકવાનું અસરકારક બને છે, બન્ને રીતે- વિકેટો લેવામાં અને ફટકારાતી બાઉન્ડ્રીઓ રોકવામાં. તેથી, આવી પરિસ્થિતિમાં યૉર્કર વારંવાર ફેંકવામાં આવે છે, અને ક્રિકેટના આ સ્વરૂપમાં જે ગોલંદાજો ચોક્સાઈપૂર્વક યૉર્કર દડો ફેંકી શકે છે તે ઇનામને પાત્ર બને છે.

સીમ બૉલિંગ[ફેરફાર કરો]

ઇંગ્લૅન્ડનો ઍન્ડ્ર્યૂ ફિલન્ટૉફ નેટમાં દડો ફેંકે છે, કેવિન શાઈન દ્વારા નિરીક્ષણ.ઊભી (સીધી) સીમની નોંધ લો

સીમ બૉલિંગ એક એવી ક્રિયા છે જેમાં દડાની સાંધનો ઉપયોગ કરીને દડો ફેંકવામાં આવે છે, જે પિચ પર અથડાયા પછી અણધારેલી રીતે ઉછળે છે. કુશળ બૅટ્સમૅન એ પારખવામાં સક્ષમ બનશે કે દડો ઉછળ્યા પછી ક્યાં જઈ રહ્યો છે અને તે પરથી બરાબર જાણી લેશે કે તેની પાસે દડો ક્યારે અને કેટલી ઊંચાઈએ પહોંચશે. દડાની ઉછાળમાં વિવિધતા ઉત્પન્ન કરીને કુશળ ગોલંદાજ તેને વધુ પડતો એવો વિચિત્ર બનાવી શકે છે કે બૅટ્સમૅન દડાનું અનુમાન બાંધવામાં થાપ ખાઈ જશે અને પોતાની વિકેટ ખોઈ બેસશે.

સીમ ડિલિવરીમાં દડો કોઈ પણ ગતિએ ફેંકી શકાય, પરંતુ અત્યંત વિશિષ્ટ સીમરો દડાને મધ્યમ, મધ્યમ-તેજ અથવા તેજ-મધ્યમ ગતિએ ગોલંદાજી કરે છે. સીમ બૉલિંગની પાયાની ટેકનિક એ છે કે તેમાં સામાન્ય ઝડપી બૉલિંગ અથવા ધીમી દડા પકડ રાખવામાં આવે છે અને તેમાં એટલું નિશ્ચિત કરવાની કોશિશ હોય છે કે દડો પિચ સાથે અથડાય ત્યાં સુધી તેની સીમ(સાંધો) ઉપર સીધો રહે. જો સાંધો સીધો ઉપર રહે તો દડો તેની આડી ધરી આસપાસ ફરતો રહે, તો તેને લીધે જોઈજાણી શકાય એટલા પ્રમાણમાં મૅગ્નસ ઈફેક્ટ (મહત્ત્વપૂર્ણ અસર) નહીં થાય અને દડો હવામાં દિશા નહીં બદલે. દડાનો સાંધો ઊંચો આવે છે અને તેને લીધે જો દડાનો પહેલો ભાગ પિચ સાથે અથડાય તો ઉછાળ અને હિલચાલમાં વિવિધતા આવશે.

સીમ ગોલંદાજો કેટલાક પ્રકારની પિચો પરથી ઘણી મદદ મેળવી શકે છે. સખત પિચો જેના પર તિરાડો હોય અને ધારવાળી સપાટી હોય તો તે સીમ બૉલિંગ માટે શ્રેષ્ઠ છે કારણ કે પિચનું સખતપણું દડાની ગતિ ગુમાવ્યા વગર દડાને સહેલાઈથી ઉછાળ આપી શકશે, જ્યારે અસમાન સપાટી દડો પિચ પર અથડાય પછી અણધાર્યા ઉછાળનો વધારો કરે છે. આ વૅરિયેબલ બાઉન્સ (વિવિધતાપૂર્ણ ઉછાળ) તરીકે જાણીતો છે. કોઈ વિરલ પ્રસંગો પર જે પિચ અત્યંત સખત અને અસમાન હોય તો તેને રમવા માટે ખૂબ જ ખતરનાક જાહેર કરવામાં આવે છે, કારણ કે બૅટ્સમૅન દડો પિચ પર ટપ્પો ખાઈને ક્યાં આવશે તેની કોઈ ધારણા કરી શકતો નથી, અને પરિણામે એવા દડા વારંવાર બૅટ્સમૅનના શરીરને અથડાય તેવી સંભાવના રહે છે. હરિયાળી પિચો પણ સીમ બૉલરને મદદ કરી શકે છે, કારણ કે ઘાસનાં નાનકડાં ઠુંઠાં પણ પિચની સપાટીને અસમાન બનાવે છે, જો કે આવી પિચ મિશ્ર આશીર્વાદ સમાન હોય છે કારણ કે ઘાસવાળી સપાટી દડાની ગતિને થોડી ધીમી બનાવે છે. એકદમ સપાટ અને સમતલ પિચ પર અસરકારક બનવું સીમ બૉલર માટે મુશ્કેલ છે (આવી પિચ ક્રિકેટની દેશી ભાષામાં ફ્લૅટ ટ્રેક ના નામે ઓળખાય છે) અને સીમ બૉલરો સામાન્ય રીતે આવી સપાટી પર આક્રમક બૉલિંગ યુક્તિઓ અને/અથવા બૉલિંગ કટર્સ રીતોનો આશરો લે છે.

કટર્સ[ફેરફાર કરો]

લેગ-કટર પકડ
ઑફ-કટર પકડ
મુખ્ય લેખઃ ઑફ કટર, લેગ કટર

કટર્સ શબ્દ એવી ક્રિયા માટે વપરાય છે જેમાં ઝડપી દડો, જે ફરતો હોય, એટલે કે એવી ડિલિવરી જેમાં સાંધાને સીધો રાખવાને બદલે દડો વિરુદ્ધ ધરીની આસપાસ ફરતો હોય. જ્યારે દડાનું આ પરિભ્રમણ સ્પિન ગોલંદાજ દ્વારા જે રીતે પ્રાપ્ત કરવામાં આવે છે તેની ક્યાંય નજીકનું પણ નથી હોતું. એ થોડી વિવિધતા પણ ઊભી કરી શકે તો બૅટ્સમૅનને બેચેન કરવા માટે પૂરતી છે, કારણ કે એ દડાની ગતિ ઝડપી હોય છે. સીમ બૉલરને જો પિચ તરફથી વધુ મદદ ન મળતી હોય તો દડાને આમતેમ દિશા આપવા માટે કટર્સ ફેંકવા ઉપયોગી થઈ શકે છે.

દડો જ્યારે પિચ પર પછડાય ત્યારે તે સીમની આસપાસ જે રીતે ફરતો હોય તેના આધારે તે જમણી અથવા ડાબી બાજુએ ફંટાય છે. એ કઈ દિશામાં ફંટાશે તેનો આધાર દડો કયા પ્રકારે ફરે તેના પર હોય છે. દડો ઉછળીને જમણી બાજુએ વળે તેને ઑફ કટર કહે છે, કારણ કે તે જમણેરી બૅટ્સમૅન માટે ઑફ સ્ટમ્પથી લેગ સ્ટમ્પ તરફ જાય છે. તેથી ઊલટું, જ્યારે દડો ઉછળીને ડાબી તરફ વળે તેને લેગ કટર કહે છે, કારણ કે તે જમણેરી બૅટ્સમૅન માટે લેગ સ્ટમ્પથી ઑફ સ્ટમ્પ તરફ જાય છે. કટર્સનું સામાન્ય રીતે લક્ષ્ય હોય છે કે દડો બૅટ્સમૅનની ઑફ સ્ટમ્પથી જરાક જ બહાર પિચ પર પટકાય અને વિકેટથી દૂર ચાલ્યા જાય. આમ થવાથી દડો બૅટના મધ્ય ભાગમાં અથડાવાને બદલે બહારની બાજુએ કટ લાગે અને દડો ઉછળીને સ્લિપમાં ઊભેલા ફિલ્ડરના હાથમાં ઝડપાઈ જાય.

કટર દડો ફેંકવા માટે ગોલંદાજ જુદી પકડ કામે લગાડે છે. બે પ્રકારની પકડ જમણી બાજુએ દર્શાવવામાં આવી છે, તેમાં ઉપરની બાજુએ છે તે લેગ કટર પરિણામ ઉત્પન્ન કરે છે અને નીચે છે તે ઑફ કટર માટે જરૂરી પકડ બતાવે છે. તેમ જ બદલાતી પકડ, ગોલંદાજે પોતાની આંગળીઓ નીચે યોગ્ય રીતે દડાની બાજુ પર બરાબર ગોઠવવી જોઈએ, કારણ કે તેથી તે હાથમાંથી જરૂરી સ્પિન કરાવવા માટે છૂટે છે. કટર બૉલિંગની ક્રિયા દડા ઉપર ગતિ અવરોધ વધારે છે, જેવો દડો હાથમાંથી છૂટે છે તેની ગતિ બરાબર એ જ રીતે ધીમી થઈ જાય છે જેવી રીતે ધીમા દડાની અને આ સ્થિતિ પણ બૅટ્સમૅનને મૂંઝવવામાં મદદ કરે છે.

સ્વિંગ બૉલિંગ[ફેરફાર કરો]

સ્વિંગ બૉલરો દડાને સીમ બૉલરોની જેમ ઑફ પિચ નાખવાને બદલે હવામાં બાજુ પરની દિશાએ લહેરાવે છે. સામાન્ય અથવા પરંપરાગત સ્વિંગ બૉલિંગ દડાની સાંધને ઉપર ઉઠાવીને પ્રોત્સાહિત કરવામાં આવે છે, અને પરંપરાગત સ્વિંગ દડો જ્યારે નવો હોય ત્યારે સૌથી વધુ ઉપયોગી થાય છે, કારણ કે એવા દડાની સાંધ ઉપર ઉઠેલી હોય છે. જેમ દડો જૂનો થાય તેમ તેની સાંધ ઘસાય એટલે સ્વિંગ (ડોલન) મેળવવું મુશ્કેલ થાય. પરંતુ આ સ્થિતિનો સામનો થઈ શકે છે, જો દાવ દેનારી ટીમના ખેલાડીઓ પદ્ધતિસર દડાની એકબાજુને ઘસીને ચમકતી અને સુંવાળી રાખે, જ્યારે બીજી બાજુને ખરબચડી થવા દે. જ્યારે દડાને એક બાજુથી ખૂબ જ સુંવાળો અને ચળકતો રાખવામાં આવે તથા તેની બીજી બાજુને ખરબચડી રહેવા દે ત્યારે જો દડો ખૂબ જ તેજ ગતિએ નાખવામાં આવે (કલાકના 85 માઇલ અથવા તેથી વધુ ગતિએ) તો તે રિવર્સ સ્વિંગ પેદા કરે છે અને તે પરંપરાગત સ્વિંગની વિરુદ્ધ દિશામાં સ્વિંગ કરે છે. પ્રચલિત અભિપ્રાયથી વિરુદ્ધ, આ સ્વિંગ દડાની ખરબચડી બાજુની સરખામણીએ મુલાયમ અથવા 'ચળકતી' બાજુ પર વધુ ઝડપથી હવાના વહેવાથી ઉત્પન્ન થતી નથી.

એક બાજુથી દડા પર પડનારા ફાંસલાની પૂરેપૂરી બળવાન ક્રિયા દ્વારા સ્વિંગ ઉત્પન્ન થાય છે; અને આ બાજુ તે વધુ અનિયમિત સરહદી સ્તર સહિતની બાજુ હોય છે. પરંપરાગત સ્વિંગ બૉલિંગ માટે ઊંચા ઊઠેલા સાંધા અને તેને જે દિશામાં ચીંધ્યા હોય તે સ્વિંગની દિશા નક્કી કરે છે. દડાની સાંધનો જે કોણ અપનાવ્યો હોય, તેને લીધે વહેતી હવા એ બાજુ પર અનિયમિતતા ઉત્પન્ન કરે છે જે તરફ સાંધાનો કોણ નિર્ધારિત કર્યો હોય. તેને લીધે જ્યાં ચળકતો સરહદી સ્તર પહેલાં જુદો પાડે છે એવી બીજી બાજુ (વધુ આગળ દડાની પાછળની બાજુ તરફ) કરતાં દડાની પછીની સપાટીમાંથી જુદા પાડવા માટે આ તરલ સરહદી સ્તર ઉત્પન્ન થાય છે. તેમાં આ ચોખ્ખો દબાણ તફાવત છે (ચળકતા સરહદી સ્તર સાથે બાજુ પર વધુ મોટું દબાણ) અને આ રીતે ચોખ્ખું બળ દડાને એ તરફ ઝુકાવે છે જે દિશામાં સાંધાનો કોણ નિર્ધારિત કર્યો હોય. પરંપરાગત સ્વિંગ બૉલિંગમાં દડો સાંધા કોણ સાથે ફેંકવામાં આવે છે જેમ કે દડાની સુંવાળી અથવા ચળકતી બાજુ આગળ સાંધાની દિશામાં દડો આગળ ગતિ કરે, એટલે કે ખરબચડી બાજુ તરફ.

સ્વિંગિંગ દડાને કાં તો આઉટસ્વિંગર તરીકે, જે બૅટ્સમૅનથી દૂર ફંટાય છે, અથવા તો ઇનસ્વિંગર તરીકે, કે જે બૅટ્સમૅન તરફ ગતિ કરે છે. મોટા ભાગના કિસ્સામાં આઉટસ્વિંગર દડો વધુ ખતરનાક લેખાય છે, કારણ કે બૅટ્સમૅન તેને પારખવામાં નિષ્ફળ જાય છે, તેને બૅટના મધ્ય ભાગને બદલે બહારનો છેડો પકડાય છે, પરિણામે દડો ઊંચે ઉછળે છે અને તે સ્લિપમાં ઊભેલા દાવ આપનાર ખેલાડીના હાથમાં ઝીલાઈ જાય છે. ઇનસ્વિંગર દડાની પણ પોતાની જગ્યા છે, ખાસ કરીને યૉર્કર સાથે મિશ્રિત તરીકે તે વિશેષ સ્થાન ભોગવે છે. ઇનસ્વિંગર અંદરની બાજુનો છેડો પકડીને વિકેટને તોડી પાડી શકે છે અથવા તે બૅટને બદલે પૅડ પર અથડાય છે, પરિણામે એલ.બી.ડબ્લ્યૂ.(LBW)ના નિર્ણયની શક્યતા રહે છે.

સ્વિંગ બૉલિંગને સામાન્ય ભાષામાં વહેલી સ્વિંગ અથવા મોડી સ્વિંગ તરીકે પણ વર્ગીકૃત કરી શકાય, જ્યારે પ્રક્ષેપપથમાં દડો અનુકૂળ દિશા બદલશે – મોડેથી દડો સ્વિંગ થશે એટલે કે જુદી દિશામાં ફંટાશે, તેને લીધે દડાની અચાનક બદલાતી ગતિને કારણે બૅટ્સમૅનને બંધબેસતો ફટકો મારવાની તક ઓછી રહે છે.

સ્વિંગ દડા ઝડપી ગોલંદાજી જેવી જ પકડ અને ટેકનિકથી ફેંકવામાં આવે છે, તેમ છતાં તેમાં સાંધને સીધી કરતાં સહેજ કોણ પર પકડવામાં આવે છે અને તેમાં ધીમા દડાની પકડનો ઉપયોગ થઈ શકે છે. આઉટસ્વિંગર ગોલંદાજ માટે દડાની ચળકતી બાજુ બૅટ્સમૅનની સૌથી નજીક અને સાંધ તેનાથી દૂરના કોણ પર રાખવી, જ્યારે ઇનસ્વિંગર માટે ખરબચડી બાજુ બૅટ્સમૅનની સૌથી નજીક અને સાંધ તેનાથી નજીકના કોણ પર રાખવી જરૂરી છે. સ્વિંગ સાથે કટર પકડ સાધવી મુશ્કેલ છે કારણ કે દડો ઉડાનમાં સ્પિન થશે, તે હવામાં થઈને ગતિ કરે છે તેથી ચળકતી અને ખરબચડી સપાટીઓના દિશા વળાંક બદલાતા રહેશે. ઘણા રમતવીરો, રમતનો આંખે જોયો અહેવાલ સંભળાવનારા, ટિપ્પણી કરનારા અને પ્રશંસકો એ વાતે સહમત થાય છે કે સ્વિંગ ભેજવાળી અને વાદળછાયી પરિસ્થિતિઓમાં સહેલાઈથી સફળ થાય છે, અને ટેસ્ટ ક્રિકેટમાં જે લાલ દડો વપરાય છે તે એક દિવસીય રમતમાં વપરાતા સફેદ દડા કરતાં વધુ સારી સ્વિંગ આપે છે.

રિવર્સ સ્વિંગ[ફેરફાર કરો]

રિવર્સ સ્વિંગ એ અદ્ભુત ઘટના છે, જેને લીધે સામાન્ય રીતે દડાની ચળકતી અને ખરબચડી બાજુઓના વળાંક દ્વારા જે સ્થિતિ ઉત્પન્ન થાય છે તેનાથી વિપરીત દિશામાં દડો સ્વિંગ થાય છે. જ્યારે દડો રિવર્સ સ્વિંગિંગ થતો હોય ત્યારે તે ચળકતી બાજુ તરફ સ્વિંગ થશે. દડા જ્યારે રિવર્સ સ્વિંગ થાય છે ત્યારે પરંપરાગત રીતે સ્વિંગ થતા દડા કરતાં તે ખૂબ વધારે મોડેથી અને ખૂબ વધારે તીવ્રપણે ઊલટી તરફ લહેરાય છે. આ બન્ને કારણો બૅટ્સમૅન જે દડાને ફટકારવાનો પ્રયત્ન કરતો હોય તેની મુશ્કેલી વધારી દેશે.

રિવર્સ સ્વિંગ એ સામાન્ય સ્વિંગ કરતાં પરિસ્થિતિઓ પર ઘણો વધુ આધાર રાખે છે, અને તેથી તેમાં સતત સફળ થવું એ લગભગ અશક્ય જેવું છે. રિવર્સ સ્વિંગની ઘટના સામાન્ય રીતે ઘટતી નથી જ્યાં સુધી દડો 45 ઑવર જેટલો જૂનો ન થાય, અને તેમાં વાતાવરણ ગરમ અને સૂકું હોવું જરૂરી છે. રિવર્સ સ્વિંગ દડા ફેંકવાની ટેકનિક સૌ પ્રથમ 1980ના દશકમાં પાકિસ્તાની ગોલંદાજો દ્વારા આવિષ્કૃત થઈ અને તેને સંપૂર્ણ રૂપ અપાયું, પરંતુ ત્યાર પછી તે ક્રિકેટ રમતાં બધાં રાષ્ટ્રોમાં ફેલાઈ ગઈ.

રિવર્સ સ્વિંગમાં ખરબચડી બાજુને આગળ તરફ રાખવામાં આવે છે. સાંધો એવા જ ખૂણે રાખવામાં આવે છે જેવો પરંપરાગત સ્વિંગમાં રાખવામાં આવે છે (એક બાજુએ 10-20 અંશ પર) પરંતુ બંને સરહદી સ્તર બન્ને દિશાએ ઉગ્ર હોય છે. સાંધાની નેટ અસર અને ખરબચડી બાજુ એ છે જેનાથી દડો જેના તરફ સાંધો લક્ષિત હોય તેનાથી બરાબર ઊલટી દિશામાં સ્વિંગ થાય છે. સારી રિવર્સ સ્વિંગ ગોલંદાજીમાં ગોલંદાજ માટે દડાને ખૂબ સારી તેજ (80-85 માઈલ પ્રતિ કલાક અથવા તેથી વધારે) ગતિએ ફેંકવો જરૂરી બને છે, જે વિશ્વમાં પસંદગીના ફક્ત બહુ થોડા ઝડપી ગોલંદાજો દ્વારા સિદ્ધ થઈ શક્યું છે.

હવે, એક દિવસીય ક્રિકેટમાં 35 ઑવર પછી દડો બદલવાનું ફરજિયાત થઈ ગયું છે, તેને લીધે રિવર્સ સ્વિંગનું પ્રમાણ ઘટી ગયું છે, આમ દાવ દેનારી ટીમે નવો દડો લેવાનું નિયમાનુસાર બનાવી દેતાં રિવર્સ સ્વિંગને અવકાશ જ નથી રહ્યો.

[ઉગ્ર સરહદી સ્તર મોડેથી જુદો પડે છે તે ગોલ્ફ બૉલમાં પડતાં ખંજનો દ્વારા ઉત્પન્ન થતી અસર સમાન હોય છે. ગોલ્ફ બૉલના કિસ્સામાં, બૉલની બંને બાજુ ઉગ્રતા અથવા ખળભળાટ ઉત્પન્ન થાય અને બન્ને બાજુ પર સરહદી સ્તરની મોડેથી જુદા પડવાની નેટ-અસર થાય તથા દડાની પાછળની બાજુમાં નાનકડી સાવધાની અને નીચે પડતું નેટ ડ્રેગ ઊભું થાય તેનું કારણ આગળ અને પાછળની વચ્ચે વિભેદ કરતું દબાણ ઉત્પન્ન થાય – આ સ્થિતિ ગોલ્ફ બૉલને આગળ જવામાં સમર્થ બનાવે છે.]

ડિપર્સ[ફેરફાર કરો]

મુખ્ય લેખોઃ ઇન ડિપર, આઉટ ડિપર

ડિપર એ સ્વિંગિંગ બૉલ છે, જે જાણી જોઈને યૉર્કર અથવા ફુલ ટૉસ રૂપે ફેંકવામાં આવ્યો હોય છે. સામાન્ય રીતે ઝડપી ગોલંદાજ ફુલ ટૉસ દડો નાખવો પસંદ કરતા નથી. ઇનડિપર જમણેરી બૅટ્સમૅનની અંદરની બાજુએ વળે છે જ્યારે આઉટ ડિપર બહારની બાજુએ.

અસરકારક બનવા માટે ડિપરે વિવિધતા લાવવા ઘણી બધી સ્વિંગ પેદા કરવાની રહે છે કારણ કે દડો પિચ પર અથડાઈને ઉછળતો નથી તેને લીધે ખોવાયેલી ગતિશીલતામાં વિવિધતા ઊભી કરવા માટે એ જરૂરી છે. તેમ છતાં, કારણ કે બૅટ્સમૅન વધુ રન કરવા માટે સામાન્ય રીતે ફુલ ટૉસની અપેક્ષા રાખે, જેને રમવા સહેલા પડે. ડિપરમાં ખૂબ મોટું આશ્ચર્ય મૂલ્ય હોય છે અને ખાસ કરીને જો અસલી ફુલ ટૉસ કરતાં ખૂબ જ ચોક્કસાઈ પૂર્વક યૉર્કર ફેંકવાની મહેનત ગોલંદાજ કરી શકે તો બૅટ્સમૅન માટે એવા દડાને રમવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

ઈન્ટિમિડેટરી બૉલિંગ (આક્રમક ગોલંદાજી)[ફેરફાર કરો]

બૅટ્સમૅનને ભયભીત કરનારી અથવા આક્રમક ગોલંદાજીનો અર્થ છે નિયમાનુસાર અને તર્કસંગત ગોલંદાજીની યુક્તિ સાથે બૅટ્સમૅનને દડો ફટકારવાના ઉદ્દેશથી બૉલિંગ કરવી. આ પ્રકારનાં કેટલાંક નિયંત્રણો ક્રિકેટના નિયમોમાં છે. તેમાં વધુ પડતા બાઉન્સરોનો ઉપયોગ તથા કોઈ બીમરનો ઉપયોગ, જેમાં સીધું બૅટ્સમૅનના માથાનું લક્ષ્ય લેવામાં આવ્યું હોય તે પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. સફળ ઇન્ટિમિડેટરી બૉલિંગ સામાન્ય રીતે બૅટ્સમૅનના માથા, છાતી અને પાંસળીઓની દીવાલને નિશાન બનાવીને બાઉન્સર અને શૉર્ટ પિચ ગોલંદાજીનું મિશ્રણ કામ લગાડે છે. તેમાં ઉદ્દેશ હોય છે બૅટ્સમૅનનું ધ્યાન ભંગ કરવાનો, અને છેવટે તે ભૂલ કરે અને બૅટ્સમૅનની વિકેટનું બલિદાન લેવામાં આવે. ઘણીવાર બાઉન્સર અથવા શૉર્ટ પિચ દડાથી સંભાવિત વિકેટ નહીં પડે, પરંતુ તેને બદલે વધુ પ્રમાણભૂત, આદર્શ ગોલંદાજી કરવામાં આવે તો બૅટ્સમૅન તેની અપેક્ષા ન રાખતો હોય અથવા તે પોતાની સામાન્ય રીતે રમવામાં અસ્થાયી રૂપે અસમર્થ હોય (ભય, દર્દ, આશ્ચર્ય અથવા આ ત્રણેયના મિશ્રણથી).

એક ઉત્કૃષ્ટ અભિગમ તો એ છે કે બૅટ્સમૅનની છાતી તરફ કેટલાક શૉર્ટ દડા ફેંકીને તેને ઊંચા બૅટ સાથે પાછળ હટીને પોતાના રક્ષણ માટે વિવશ કરવો, અને પછી સ્ટમ્પ્સના પાયાને નિશાન બનાવીને ઝડપી યૉર્કરનો મારો બોલાવવો. જો બૅટ્સમૅન પાછળ જઈને ઊંચા દડાને રક્ષણાત્મક રીતે રમવાની અપેક્ષા રાખતો હોય તો આ વખતે તેને પોતાના શરીરનું વજન અને ધ્યાન પોતાના પગ તરફ લઈ જઈને રમવાની ફરજ પડશે. અને આવો દડો આવશે તેનાથી તે પૂરતો આશ્ચર્યચકિત થશે, તેથી તે ગભરાશે અને આ સ્થિતિમાં તે સંભવતઃ પોતાની વિકેટ ગુમાવી બેસશે.

ઝડપી ગોલંદાજ ધમકીભરી યુક્તિઓ અજમાવ્યા પછી બૅટ્સમૅનને સીધા દડા આપીને અવિચારી ફટકા મારવા ગુસ્સે (અથવા હતાશ) કરી શકે છે. ધમકીભરી ગોલંદાજી વિવિધ કોણ બદલવા માટે દરેક ઝડપી ગોલંદાજની આક્રમણભરી રમતનો ભાગ હોય છે, અને તેમાં શ્રેષ્ઠ બૅટ્સમૅન ક્યારેક ગંભીર ઈજા પામે છે, જે તેને મેદાનની બહાર અને રમતની બહાર થઈ જવા માટે મજબૂર કરી શકે છે. લગભગ મોટા ભાગના પ્રસંગોમાં મૌખિક 'ખીંચાઈ' પણ આક્રમણ સાથે ચાલતી હોય છે.

ધમકીભરી અથવા ડરાવનારી યુક્તિઓ ઉત્કૃષ્ટ ઝડપી ગોલંદાજ માટે રમતમાં ખેલદિલીનો અભાવ લેખવામાં આવે છે, અને ઘણી ટીમો તથા ખેલાડીઓ તેનાથી દૂર રહે છે. ગોલંદાજીના અતિરેકભર્યા ઉપયોગની એક ઘટના બૉડીલાઈન સિરીઝમાં થઈ હતી, જ્યાં અંગ્રેજ ક્રિકેટ કૅપ્ટન (1932-1933) ડગ્લાસ જાર્ડાઈને, ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ અને તેના પ્રમુખ ખેલાડી ડૉનાલ્ડ બ્રૅડમૅનની કુશળતાને રોકવા માટે આવી યુક્તિ અજમાવી હતી. યુક્તિ એ હતી કે દડો બૅટ્સમૅનના શરીર પર ખૂબ જ તેજ ગતિથી અને અત્યંત ટૂંકો ફેંકવો. બૉડીલાઈન સિરીઝ જે તેના નામથી જ પ્રખ્યાત બની, તેના પછી આવી યુક્તિઓ ફરીથી ન અજમાવી શકાય તે માટે ક્રિકેટના કેટલાક નિયમો બદલવામાં આવ્યા, જેવા કે ક્રિકેટના રિઅર લેગ સાઈડ ક્વૉડ્રન્ટ(પગની પાછળની બાજુએ વૃત્ત પાદ)માં બે ફીલ્ડરો(વિકેટકીપર સિવાય)થી વધારે ઊભા ન રહી શકે.

યુક્તિઓ[ફેરફાર કરો]

કારણ કે લગભગ બધી જ ક્રિકેટ ટીમોમાં વિવિધ ગતિ અને વિવિધ શૈલીના કેટલાક ઝડપી ગોલંદાજો રહેશે, ઝડપી ગોલંદાજીની યુક્તિઓ ફક્ત દાવ દેનાર ટીમના ફીલ્ડર ખેલાડીઓની જગ્યાની ફેરબદલી પર આધાર નથી રાખતી, પરંતુ તે ગોલંદાજની ફેરબદલી, પ્રકાર અને દડા ફેંકવાની હારમાળાઓ ઉપર પણ નિર્ભર છે. નિશ્ચિત વ્યૂહરચના ઘણાં પાસાંઓ પર નિર્ધારિત કરવામાં આવશે, જેમાં સમાવિષ્ટ છે રમતની હાલત, પિચની સ્થિતિ, હવામાન તેમ જ ગોલંદાડી કરવા માટે ઉપલબ્ધ ખેલાડીઓની સુસંગત ઊર્જા તથા કૌશલ.

ઝડપી ગોલંદાજીમાં મોટા પ્રમાણમાં ઊર્જાની આવશ્યકતા રહે છે અને આરામની જરૂર પડે તે પહેલાં મોટા ભાગના ઝડપી ગોલંદાજો પાસેથી સળંગ 4-6 ઑવર ગોલંદાજી કરવાની અપેક્ષા રાખી શકાય છે. એ પરિસ્થિતિઓ પર અવલંબિત છે કે તેમની પાસેથી ટીમને વધુ લાંબા ગાળા માટે ગોલંદાજી કરાવવાની જરૂર પડી શકે, તેમ છતાં તેનું પરિણામ સામાન્ય રીતે અંતે એ આવે છે કે ગોલંદાજ લાંબી અવધિને અંતે થાકી જાય છે અને તેની અસરકારકતા ઓછી થાય છે. ઑવરની અવધિના ભાગ રૂપે કયો દડો કેમ ફેંકવો અને કયા ક્રમે ફેંકવો એ તેમની વ્યૂહાત્મક શિસ્તમાં હોય છે અને તેની પસંદગી તેની પોતાની હોય છે.

ગોલંદાજોનું પરિનિયોજન[ફેરફાર કરો]

મોટા ભાગના પક્ષે ઝડપી ગોલંદાજોનું મિશ્રણ હોય છે જેઓ આક્રમકતા અને/અથવા સીમ ટેકનિકોના નિષ્ણાત હોય છે અને કેટલાક સ્વિંગ બૉલિંગમાં નિપુણ હોય છે. જ્યારે દડો નવો હોય ત્યારે તે સામાન્ય રીતે ખૂબ ઓછો સ્વિંગ થાય છે, પરંતુ તે ગજબની ગતિ, બાઉન્સ અને સીમ સાથેની વિવિધતા ઉત્પન્ન કરે છે (કારણ કે નવા દડા પર તેનો સાંધો જૂના દડા કરતાં વધારે ઉપર ઊઠેલો હોય છે). તેથી સીમ બૉલરો સામાન્ય રીતે નવા દડાથી કાં તો દાવની શરૂઆતમાં અથવા જ્યારે નવો દડો લેવામાં આવે ત્યારે ગોલંદાજી કરવાનું પસંદ કરે છે, વૈકલ્પિક રીતે દાવ દેનાર પક્ષને દડો 80 ઑવર જૂનો થાય ત્યારે એક વખત દડો મળે છે. તેનાથી વિપરીત, સ્વિંગ બૉલરો વધુ અસરકારક ત્યારે બને છે જ્યારે એક વખત દડાની ઘસાવાની શરૂઆત થાય છે, અને રિવર્સ સ્વિંગને તો વધુ ઘસાયેલો દડો જ જરૂરી બને છે. રિવર્સ સ્વિંગ બૉલરો દડો 80 ઑવર જૂનો થાય પછી તેમાંથી દિશા-ચાલનનો અર્ક કાઢવાનું મોટા પ્રમાણમાં ચાલુ રાખી શકે છે.

બે સીમ બૉલરો પાસેથી સામાન્ય રીતે અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ પહેલી 10 અથવા તેટલી ઑવરો માટે આગળ-પાછળના ક્રમે બૉલિંગ કરે, ત્યાર પછી દડો સ્વિંગ થવો શરૂ થશે અને તેમાંથી એક અથવા બન્ને સ્વિંગ બૉલર અથવા સ્પિન બૉલર તરીકે કામ કરવું શરૂ કરશે. આ કારણે જ મોટા ભાગની ટીમો ઓછામાં ઓછા બે સીમ બૉલરોને સમાવવાનું પસંદ કરે છે, જેઓ ઑપનિંગ બૉલર્સ તરીકે ઓળખાય છે. સીમ બૉલિંગ વધુ જૂના દડા વડે ખૂબ જ બિનઅસરકારક નીવડે છે અને વાસ્તવમાં તે 60 અથવા તેથી વધુ ઑવરો પછી ખરેખર બેકાર બની જાય છે, અને તેને પરિણામે એવી બૉલિંગને બાજુએ રાખીને સ્વિંગ અથવા સ્પિન ગોલંદાજોને સ્થાન આપવામાં આવે છે.

ફીલ્ડરો(ક્ષેત્રરક્ષકો)નું પરિનિયોજન[ફેરફાર કરો]

ઝડપી ગોલંદાજો માટેનું ક્ષેત્ર રક્ષણ સામાન્ય રીતે આક્રમક હોય છે, તેથી એમ કહેવાય છે કે એ ગોઠવણી રનનો પ્રવાહ રોકવા કરતાં વિકેટ લેવાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી હોય છે. એવા વખતે ખાસ કરીને જ્યારે ફીલ્ડર ટીમ છેલ્લે દાવ લેતી હોય અને વિરોધી દળે કરેલા રનને પહોંચી વળવા મથતી હોય ત્યારે સંરક્ષણાત્મક ફીલ્ડિંગ જરૂરી બને છે. સામાન્ય નિયમ તરીકે સંરક્ષણાત્મક ઝડપી ગોલંદાજી કરવી મુશ્કેલ છે – એ કઠિન કામગીરી સ્પિન બૉલરોને વધુ અનુકૂળ આવે છે.

ઝડપી ગોલંદાજીની વિવિધ નિપુણતાઓ બૅટ્સમૅનને આઉટ કરવા માટે ગોલંદાજોને ત્રણ રીતો અજમાવવા તરફ પ્રવૃત્ત કરે છે. બૅટ્સમૅનો દડાની તેજ ગતિ, યૉર્કર, સીમ અથવા સ્વિંગ દ્વારા બોલ્ડ થાય છે અથવા એલ.બી.ડબ્લ્યૂ.(LBW)માં ઝડપાઈ જાય છે કારણ કે દડો તેમના તરફ વળે છે, આવી સ્થિતિમાં ફીલ્ડરોનું પરિનિયોજન અથવા ગોઠવણી અસંગત છે. સ્વિંગ અથવા સીમ બૉલિંગમાં ફીલ્ડરોની ગોઠવણી શક્ય છે, કારણ કે તેમાં દડો બૅટ્સમૅનથી થોડો દૂર જતો હોય છે, જેને ફટકારવા જતાં બૅટનો બહારનો છેડો અથડાય અને દડો ઉછળીને નજીકમાં સ્લિપમાં ઊભેલા ફીલ્ડરના હાથમાં ઝીલાઈ જાય છે. બાઉન્સરને જો બૅટ્સમૅન ખરાબ રીતે ફટકારે તો કાં તો એ ઉપર ઉછળે અને બૅટનો બહારનો છેડો અથડાય તો ઉપર પ્રમાણેનો કવખતનો દડો સરહદ પાસે કૅચ કરી લઈ શકાય છે.

આક્રમક ઝડપી ગોલંદાજી માટે અત્યંત અસરકારક રીતે ફીલ્ડરોની ગોઠવણી અનુસાર બહારનું ક્ષેત્ર સુરક્ષિત કરવું અને સ્લિપ તથા ગલીને ઘેરો ઘાલવો, કારણ કે એ જગ્યાઓ એવી છે, જેમાં બૅટ્સમૅન મોટા ભાગે ઝડપાઈ જાય છે. બહારના ક્ષેત્રોમાં યોગ્ય સ્થળે ઘણી જગ્યાએ ફીલ્ડરો ઊભા રાખવા એ વધારાનો લાભ છે, જેથી બૅટ્સમૅનને બાઉન્ડ્રી ફટકારીને વધુ રન લેતો રોકી શકાય. બીજી નજીકની જગ્યાનું ક્ષેત્ર રક્ષણ જેવું કે સિલી મિડ ઑન/ઑફ તથા વિવિધ મિડવિકેટ સ્થળો સામાન્ય રીતે અનાવશ્યક છે.

તેથી વિપરીત, ઝડપી ગોલંદાજી માટેનું સંરક્ષણાત્મક ફીલ્ડિંગ ગલી, પૉઈન્ટ અને કવરના પૂરા વર્તુળ પર બૅટ્સમૅનને ઘેરીને ગોઠવાશે. કૅચ પકડવાની દૃષ્ટિએ એક અથવા બે સ્લિપ અને એક અથવા બે આઉટફીલ્ડર રહેશે. કારણ કે બૅટ્સમૅન સાધારણ રીતે દડો ઉછળે અને આ ફીલ્ડરો દ્વારા કૅચ ઝડપાય તેવું જોખમ લેવાને બદલે જમીન સરસો દડો આગળ જાય તેવી રીતે ફટકારવાનો પ્રયત્ન કરશે. આ ક્ષેત્ર રક્ષણ દડાને વચ્ચેથી અટકાવીને મોટા ભાગની બાઉન્ડ્રીઓ રોકી શકે છે. જ્યારે બાકીના પિચની પૂરતા નજીક ઊભેલા ફીલ્ડરો જો બૅટ્સમૅન એકલ રન લેવા પ્રયત્ન કરે તો તેને રનઆઉટ કરવાનો પ્રયત્ન કરે છે. સંરક્ષણાત્મક ઝડપી ગોલંદાજી મુશ્કેલ છે કારણ કે કુશળ બૅટ્સમૅન પોતાના ક્ષેત્રનો પ્રકાર ગોઠવી લે છે અને બસ પોતાની ચાતુરી વિશ્વાસ રાખીને તે મિડવિકેટ રિંગના માથા પરથી અને બાહ્ય ફીલ્ડર જ્યાં હાજર નથી તેવી જગ્યાએ દડાને બાઉન્ડ્રી બહાર ફટકારીને રનના ઢગલા ખડકે છે.

ઑવરમાં ગોલંદાજી કરવી[ફેરફાર કરો]

કોઈ પણ ગોલંદાજનું પ્રાથમિક લક્ષ્ય બૅટ્સમૅનની વિકેટ લેવાનું હોય છે. બીજું લક્ષ્ય હોય છે બૅટ્સમૅનને રન કરતો રોકવાનું. બીજું લક્ષ્ય એ ઘણીવાર પહેલા લક્ષ્યનો માર્ગ બને છે, કારણ કે રન ન કરી શકતો બૅટ્સમૅન ઘણીવાર હતાશ થઈ જાય છે અને રન કરવા માટે જોખમી શૉટ મારવાનો પ્રયત્ન કરે તેવી સંભાવના વધી જાય છે. તદુપરાંત, બૅટ્સમૅનને રન કરતો રોકવો એટલે સામાન્ય રીતે ગોલંદાજ એ જ બૅટ્સમૅનને સતત કેટલાક એવા જ દડા મોકલશે. આવું કરીને તે કોઈ પ્રકારની વ્યૂહાત્મક હારમાળા સ્થાપિત કરશે.

વિપરીત અંતઃપ્રજ્ઞાત્મક રીતે, ઝડપી ગોલંદાજ માટે શ્રેષ્ઠ અભિગમ વિકેટ પર સતત એકસરખા દડા ફેંકવાનું લક્ષ્ય ન હોવું જોઈએ કારણ કે તેનાથી ત્વરિત એક અચૂક અને સહેલી પ્રતિક્રિયા જન્મે છે. બૅટ્સમૅન સહજ રીતે પોતાની વિકેટની રક્ષા કરી શકે છે અને ક્યારેક આવતા ખરાબ દડાને ફટકારે છે. ખૂબ વધુ અસરકારક અભિગમ તો એ થશે કે લાઈન અને લેન્થ બૉલિંગ કરીને અચોક્કસતા ઊભી કરવી, તેનાથી બૅટ્સમૅન અનિશ્ચિત બની જશે કે તેણે આક્રમણ કરવું, સંરક્ષણ કરવું કે દડાને જવા દેવો અને આમ દડા ફેંકવાની રીતોનું મિશ્રણ કરવું, જેથી બૅટ્સમૅન કદી નિશ્ચિત નહીં કરી શકે કે હવે પછીનો દડો કયા પ્રકારનો આવશે. સારી રીતે ગોલંદાજી થતી હોય તેમાં મોટા ભાગના દડા સામાન્ય રીતે સ્વિંગ થતા હોય અથવા સીમ થતા હોય, જે છાતીની ઊંચાઈએથી પસાર થતા હોય, ઑફ સ્ટમ્પથી સહેજ બહારની બાજુએ ટપ્પો ખાઈને બૅટ્સમૅનથી દૂર ચાલ્યા જતા હોય, કારણ કે આ એવી જગ્યા છે જ્યાં બૅટ્સમૅનને એકદમ ઉચિત પ્રતિક્રિયા આપવાનું પસંદ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ પડે છે. સામાન્ય વૈવિધ્ય અને તેની વ્યૂહાત્મક કામગીરીની ચર્ચા નીચે કરવામાં આવી છે.

ગોલંદાજ દ્વારા એક ઑવર દરમિયાન પસંદ કરેલા ચોક્કસ દડા મૅચ, બૅટ્સમૅનનું કૌશલ અને ક્રીઝ પર બૅટ્સમૅન કઈ રીતે સ્થિર થયો છે તેના પર નિર્ભર છે. જે બૅટ્સમૅન હમણાં જ વિકેટ પર આવ્યો છે તેના પર સફળ શૉર્ટ પિચ દડા અથવા બાઉન્સર વડે આક્રમણ કરવું સામાન્ય છે. તેમાં બેવડા હેતુઓ રહેલા હોવા જોઈએ, એક તો તેને આઉટ કરવો અને બીજો તેને રન કરતો અટકાવવો. તે ક્રીઝ પર જામી ન જાય તે માટે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તેને રમતના આક્રમક પ્રકારમાં સ્થિર થવા ન દેવો. જે બૅટ્સમૅન ક્રીઝ પર જામી ગયો હોય તેની સામે શૉર્ટ બૉલ ફેંકવા જોખમી છે કારણ કે તેના પર તે સહેલાઈથી બાઉન્ડ્રીઓ ફટકારી શકશે, પરંતુ મોટા ભાગના ગોલંદાજો તેમ છતાં પાળી દરમિયાન કેટલાક મિશ્ર દડાઓ ફેંકે છે, જેથી બૅટ્સમૅન અટકળ કરતો રહે.

મોટા ભાગના બૅટ્સમૅનો આગળ આવીને અથવા પાછળ હઠીને દડાને ફટકારવાનું પસંદ કરે છે અને તેની એ રીત ગોલંદાજની પસંદગી પર પ્રભાવ પાડે છે. ફ્રન્ટ ફુટથી શૉર્ટ બૉલ્સને રમવા મુશ્કેલ થાય છે તેથી ગોલંદાજો જે બૅટ્સમૅન ફ્રન્ટફુટ પસંદ કરે છે તેની સામે વધુ શૉર્ટ બૉલ ફેંકશે. એ જ પ્રમાણે બૅકફુટ પર જઈને યૉર્કર અને ફુલ પિચ દડા રમવા ખૂબ જ કઠિન છે. તેથી ગોલંદાજો બૅક ફુટ ખેલાડીઓ સામે એવા દડા ફેંકવાનું પસંદ કરે છે. જો ગોલંદાજ બૅટ્સમૅનને યોગ્ય પિચ પર એકસરખા દડાની હારમાળા ફેંકીને એટલું જાણી લે કે કયો પગ તેને ઓછો ફાવે છે, તો પછી તે અચાનક વિરુદ્ધ પ્રકારનો દડો – ફુલ બૉલ્સની પાછળ બાઉન્સર અથવા શૉર્ટ બૉલ્સની પાછળ યૉર્કર ફેંકીને આશ્ચર્યનું તત્ત્વ મેળવી શકે છે. કોઈ નિરીક્ષણ શક્તિના અભાવવાળો અથવા આત્મસંતુષ્ટ બૅટ્સમૅન અજાણતાં ઝડપાઈ જઈને પોતાની વિકેટ ખોઈ બેસી શકે છે.

એક બીજું પરિવર્તન, ખાસ કરીને જે બૅટ્સમૅનો વિકેટ પર જામી ગયા હોય અને વધુ મુક્તરૂપે રન લેવાનું શરૂ કરી દેતા હોય તેમને ઑફ સ્ટમ્પની બહાર દડા મોકલવાનું અચાનક બંધ કરીને સીધા લેગ સ્ટમ્પ પર આક્રમણ કરવાનું છે. બૅટ્સમૅને આ દડાને પ્રતિક્રિયા આપવી પડશે, તેમ નહીં કરે તો તેણે આઉટ થવાનું અન્યથા એલ.બી.ડબ્લ્યૂ.(LBW) થવાનું જોખમ ઉઠાવવું પડશે, પરંતુ જો તેમ કરે છે અને પોતાનું બૅટ લેગ સાઈડ તરફ ફેરવે છે તો ઑફ સાઈડ ઉઘાડી પડી જાય છે એટલે અસુરક્ષિત બની જાય છે. જો ગોલંદાજ સ્વિંગ અથવા સીમ ટૅકનિક સાથે ઑફ સાઈડ તરફ દડાને પૂરતી ગતિ આપી શકે તો બૅટ્સમૅન ઘણીવાર બૅટની બહારની ધાર વાગવાથી કૅચ આપી બેસશે અથવા દડો સીધો સ્ટમ્પમાં અથડાશે.

એ યાદ રાખવું જોઈએ કે બૉલિંગમાં બૅટ્સમૅનને અચંભામાં નાખી દેવો એ ખૂબ મોટું મહત્ત્વનું તત્ત્વ છે, અને ગોલંદાજો બૅટ્સમૅનને રમતમાં ખોટો ફટકો મારવા માટે સહજ રીતે મૂંઝવણમાં મૂકવાની આશાએ ઘણીવાર આવા સામાન્ય વ્યૂહાત્મક અભિગમોથી દૂર રહેશે. દાખલા તરીકે નવા બૅટ્સમૅન સામે યૉર્કર ફેંકવો, જે સામાન્ય રીતે બાઉન્સર અથવા ઓછામાં ઓછો આદર્શ લાઈન અને લેન્થના દડાની અપેક્ષા રાખી રહ્યો હોય તેવામાં આ આશ્ચર્યથી ઘણા બૅટ્સમૅનો પહેલે જ દડે પોતાની વિકેટ ખોઈ બેસે છે.

ઈજા પામવાનાં જોખમો[ફેરફાર કરો]

મનુષ્યનું શરીર ઝડપી ગોલંદાજીના કામના બોજને ઉઠાવવા માટે નથી બન્યું. ઝડપી ગોલંદાજી આખા શરીર પર, ખાસ કરીને પગ, પીઠ, અને ખભા પર ભયંકર દબાણ લાદે છે. એ શરીરનાં ઘણાં અંગોને ઈજા પામવાના ભયંકર જોખમ હેઠળ મૂકી દે છે. તેમાં ઘૂંટીઓમાં દબાણને કારણે તિરાડ અથવા અસ્થિભંગ થવાનું જોખમ છે, કારણ કે દડો ફેંકતી વખતે પગ જમીન પર સખત રીતે પડે છે, દડો જ્યારે ફેંકવામાં આવે છે ત્યારે શરીર કમાન સમાન વળે છે, ત્યારે પીઠ પર અતિ મરોડ અને તાણ તથા ખેંચાણ આવે છે અને દડો જ્યારે ફેંકવામાં આવે તેથી તુરત પહેલાં અચાનક અચૂક ઝાટકો લાગે છે, તેને કારણે ખભાના સ્નાયુબંધો તૂટી જાય છે.

ઉલ્લેખનીય ઝડપી ગોલંદાજો[ફેરફાર કરો]

જૂન 2009 મુજબ, આઈ.સી.સી. (ICC) ખેલાડી ક્રમાંકનમાં ઓછામાં ઓછા 850 પૉઇન્ટ હાંસલ કર્યા હોય તેવા સર્વોચ્ચ ક્રમાંકિત ઝડપી ગોલંદાજો આ પ્રમાણે છે.[૪]


16 રૅ લિન્ડવૉલ ઑસ્ટ્રેલિયા 897
16 ડૅલ સ્ટેયન દક્ષિણ આફ્રિકા 897
18 ઍલાન ડૉનાલ્ડ દક્ષિણ આફ્રિકા 895
18 ફઝલ મહમૂદ પાકિસ્તાન 895
20 ઍન્ડી રોબર્ટ્સ વેસ્ટ ઇન્ડિઝ 891
21 જોએલ ગાર્નર વેસ્ટ ઇન્ડિઝ 890
22 કૉલિન ક્રોફ્ટ વેસ્ટ ઇન્ડીઝ 887
23 ડેનિસ લિલી ઑસ્ટ્રેલિયા 884
24 કપિલ દેવ ભારત 877
25 સ્ટીવ હાર્મિસન ઇંગ્લૅન્ડ 875
26 કર્ટની વૉલ્શ વેસ્ટ ઇન્ડીઝ 867
27 સ્ટુઅર્ટ ક્લાર્ક ઑસ્ટ્રેલિયા 863
27 મખાયા ન્તિની દક્ષિણ આફ્રિકા 863
29 કેઇથ મિલર ઑસ્ટ્રેલિયા 862
30 માઇકલ હોલ્ડિંગ વેસ્ટ ઇન્ડીઝ 860
31 મૌરિસ ટાટે ઇંગ્લૅન્ડ 857
32 શોએબ અખ્તર પાકિસ્તાન 855
32 ચાર્લ્સ ટર્નર ઑસ્ટ્રેલિયા 855
32 જીઑફ લૉસન ઑસ્ટ્રેલિયા 855

આ પણ જુઓ[ફેરફાર કરો]

 • બૉલિંગ (ક્રિકેટ)
 • સ્પિન બૉલિંગ
 • ક્રિકેટમાં ગોલંદાજોના પ્રકારો
 • ક્રિકેટની પારિભાષિક શબ્દાવલી
 • ક્રિકેટના આંકડા

નોંધ[ફેરફાર કરો]

 1. Selvey, Mike (2010-07-07). "Shaun Tait is certainly very fast, but 100mph?". The Guardian. મેળવેલ 2010-07-09. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 2. http://stats.cricinfo.com/ci/content/records/283875.html
 3. જુઓ, દાખલા તરીકે એવિન ચૅટફીલ્ડ, ઍલ્બી મોર્કેલ અને ગ્રેમ લૅબ્રૂય માટેની ક્રિકઇન્ફો રૂપરેખા.
 4. "Reliance Mobile ICC Best-Ever Test Championship Rating". ICC. મૂળ માંથી 2010-01-03 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-27.

સંદર્ભો[ફેરફાર કરો]

 • હ્યુગ્સ, સિમોન (2002), જાર્ગોનબસ્ટિંગઃ ધ ઍનાલિસ્ટ્સ ગાઈડ ટુ ટેસ્ટ ક્રિકેટ, ચૅનલ 4 બુક્સ, ISBN 0-7522-6508-3
 • લેવિસ, ટોની (તંત્રી) (1995), એમ.સી.સી.(MCC) માસ્ટરક્લાસ, વેઇડનફેલ્ડ અને નિકોલસન, ISBN 0-297-81578-4

ઢાંચો:Cricket positions