ટાઇપ ૧ ડાયાબિટીસ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. (૨૦૨૪) |
| ટાઇપ ૧ ડાયાબિટીસ | |
|---|---|
| અન્ય નામો | ડાયાબિટીસ મેલિટસ ટાઇપ ૧, ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ,[૧] જુવેનાઇલ ડાયાબિટીસ[૨] |
| વાદળી વર્તુળ - ડાયાબિટીસનું પ્રતિક.[૩] | |
| ઉચ્ચાર | |
| ખાસિયત | અંત:સ્ત્રાવશાસ્ત્ર વિજ્ઞાન |
| લક્ષણો | વારંવાર પેશાબ કરવા જવું, અતિશય તરસ, અતિશય ભૂખ, વજનમાં ઘટાડો[૪] |
| જટિલ લક્ષણો | ડાયાબિટીક કીટોએસિડોસિસ, નોનકીટોટિક હાયપરઓસમોલર કોમા, જખમમાં રૂઝ આવતા વાર લાગવી, કાર્ડિયોવાસ્ક્યુલર રોગ, આંખોને નુકસાન[૨][૪][૫] |
| Usual onset | પ્રમાણમાં ટૂંકા સમયગાળામાં |
| અવધિ | લાંબો સમયગાળો[૪] |
| કારણો | શરીરમાં પૂરતી માત્રામાં ઇન્સ્યુલિન બનતું ન હોય[૪] |
| જોખમી પરિબળો | પારિવારિક ઇતિહાસ, સૅલીઆક રોગ[૫][૬] |
| નિદાન પદ્ધતિ | લોહીમાં રહેલી સુગર, A1C[૫][૭] |
| રોકવાની પદ્ધતિ | અજ્ઞાત[૪] |
| સારવાર | ઇન્સ્યુલિન, ડાયાબિટીસના દર્દી માટેનો યોગ્ય આહાર, કસરત[૧][૨] |
| દર્દીઓની સંખ્યા | ડાયાબિટીસના કેસમાંથી ~7.5% કેસ[૮] |
ટાઇપ ૧ ડાયાબિટીસ ( T1D ), જે અગાઉ જુવેનાઇલ ડાયાબિટીસ તરીકે ઓળખાતો હતો, તે ડાયાબિટીસનો એક પ્રકાર છે, જેમાં સ્વાદુપિંડ દ્વારા બહુ ઓછા પ્રમાણમાં અથવા નહીવત્ત ઇન્સ્યુલિન ઉત્ત્પન્ન થાય છે. [૪] ઇન્સ્યુલિન એ શરીરને લોહીમાંની શર્કરા (સુગર)નો ઉપયોગ કરવા માટે જરૂરી હોર્મોન છે. [૨] સારવાર આપવામાં આવે તે પહેલાં, આ પરિસ્થિતિના કારણે શરીરમાં લોહીમાં શર્કરા (સુગર)નું પ્રમાણ વધી જાય છે. [૧] સામાન્ય લક્ષણોમાં વારંવાર પેશાબ કરવા જવું પડે, તરસમાં વધારો થવો, વધારે ભૂખ લાગવી અને વજનમાં ઘટાડો થવો તે છે. [૪] અન્ય લક્ષણોમાં ધૂંધળું દેખાવું, થાક લાગવો અને કંઈપણ વાગે ત્યારે રૂઝ આવતા વાર લાગવી વગેરેનો સમાવેશ થઈ શકે છે. [૨] સામાન્ય રીતે ટૂંકા ગાળામાં લક્ષણો દેખાવા લાગે છે. [૧]
ટાઇપ ૧ ડાયાબિટીસ થવા પાછળનું કારણ અજ્ઞાત છે, [૪] પરંતુ એવું માનવામાં આવે છે કે તે થવા પાછળ આનુવંશિક અને પર્યાવરણીય એમ બન્ને પરિબળો રહેલા છે. [૧] જે લોકોના કોઈ કૌટુંબિક સભ્યને આ સ્થિતિનું નિદાન થયું હોય તેવા લોકો માટે ટાઇપ ૧ ડાયાબિટીસ થવાનું જોખમ રહેલું છે. [૫] સ્વાદુપિંડમાં રહેલા ઇન્સ્યુલિન બનાવવા માટે જવાબદાર બીટા કોષોનો, શરીરની સ્વયં-પ્રતિરક્ષાની પ્રક્રિયાના ભાગ રૂપે, નાશ થવાના પરિણામે આ સ્થિતિ ઉદ્ભવે છે. [૨] લોહીમાં રહેલી સુગરના અથવા ગ્લાયકૅટેડ હિમોગ્લોબિન (HbA૧C)ના સ્તરનું પરીક્ષણ કરીને ડાયાબિટીસનું નિદાન કરવામાં આવે છે. [૫] [૭] ઑટોએન્ટિબોડીની હાજરીનું પરીક્ષણ કરીને ટાઇપ ૧ ડાયાબિટીસને ટાઇપ ૨ ડાયાબિટીસથી અલગ તારવી શકાય છે. [૫]
ટાઇપ ૧ ડાયાબિટીસને રોકવાની કોઈ રીત શોધાઈ નથી. [૪] વ્યક્તિને બચાવવા માટે ઇન્સ્યુલિન સાથેની સારવાર જરૂરી છે. [૧] ઇન્સ્યુલિન થેરાપી સામાન્ય રીતે ત્વચાની નીચે ઇન્જેક્શન દ્વારા જ આપવામાં આવે છે, પરંતુ ઇન્સ્યુલિન પંપ દ્વારા પણ તે આપી શકાય છે. [૯] ડાયાબિટીસના દર્દી માટેનો યોગ્ય આહાર અને કસરત એ ડાયાબિટીસના યોગ્ય મેનેજમેન્ટના મહત્ત્વપૂર્ણ ભાગો છે. [૨] જો ડાયાબિટીસની સારવાર ન કરવામાં આવે તો ઘણી જટિલ પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. [૪] અમુક જટિલ પરિસ્થિતિઓની શરૂઆત પ્રમાણમાં ઝડપી થઈ શકે છે, જેમ કે ડાયાબિટીક કીટોએસિડોસિસ અને નોનકીટોટિક હાયપરઓસમોલર કોમા આવી જટિલ પરિસ્થિતિઓ છે. [૫] લાંબા ગાળાની જટિલ પરિસ્થિતિઓમાં હૃદય રોગ, સ્ટ્રોક, કિડની ખરાબ થઈ જવી, પગમાં અલ્સર અને આંખોને નુકસાનનો સમાવેશ થાય છે. [૪] ઉપરાંત, ઇન્સ્યુલિનના વધુ પડતા ડોઝથી લોહીમાં સુગરના ઓછા પ્રમાણને કારણે જટિલ પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. [૫]
ડાયાબિટીસના કુલ કેસોમાંથી અંદાજે ૫-૧૦% કેસ ટાઇપ ૧ ડાયાબિટીસના હોય છે. [૮] વૈશ્વિક સ્તરે અસરગ્રસ્ત લોકોની સંખ્યા અજ્ઞાત છે, જો કે એવો અંદાજ છે કે દર વર્ષે લગભગ ૮૦,૦૦૦ બાળકો આ રોગના ભોગ બને છે. [૫] દક્ષિણ-પૂર્વ એશિયામાં ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા મોટાભાગનાં બાળકોમાં સૌથી વધુ બાળકો ભારતનાં છે.[૧૦] ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરૅશન ડાયાબિટીસ એટલાસની ૬ઠ્ઠી આવૃત્તિ અનુસાર, ભારતમાં ૦-૧૪ વર્ષના ૧૦૦,૦૦૦ બાળકો દીઠ ૩ નવા કેસ થાય છે. ભારતમાં ડાયાબિટીસના કેસનો ફેલાવો થવાના આંકડાં બદલાતાં રહે છે. તેમજ માહિતીના ત્રણ જુદાં-જુદાં આકડાં અનુસાર, કર્ણાટકમાં ૧૭.૯૩ કેસ/૧૦૦,૦૦૦ બાળકો, ચેન્નાઈમાં ૩.૨ કેસ/૧૦૦,૦૦૦ બાળકો અને કરનાલમાં ૧૦.૨ કેસ/૧૦૦,૦૦૦ બાળકો છે.[૧૧][૧૨][૧૩] પૂર્વ એશિયા અને લેટિન અમેરિકામાં દર વર્ષે ૧૦૦,૦૦૦ દીઠ આશરે ૧ નવા કેસ અને સ્કેન્ડિનેવિયા અને કુવૈતમાં દર વર્ષે ૧૦૦,૦૦૦ દીઠ આશરે ૩૦ નવા કેસ સાથે રોગના દરો વ્યાપકપણે જુદા જુદા છે. [૧૪] [૧૫] તે સામાન્ય રીતે બાળકો અને યુવાન વયસ્કોમાં શરૂ થાય છે. [૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- 1 2 3 4 5 6 7 "Causes of Diabetes". NIDDK. August 2014. મૂળ સંગ્રહિત માંથી 10 August 2016 પર સંગ્રહિત. મેળવેલ 31 July 2016.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - 1 2 3 4 5 6 7 "Types of Diabetes". NIDDK. February 2014. મૂળ સંગ્રહિત માંથી 16 August 2016 પર સંગ્રહિત. મેળવેલ 31 July 2016.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "Diabetes Blue Circle Symbol". International Diabetes Federation. 17 March 2006. મૂળ માંથી 5 August 2007 પર સંગ્રહિત.
{{cite web}}: Check date values in:|date=and|archive-date=(મદદ) - 1 2 3 4 5 6 7 8 9 10 11 "Diabetes Fact sheet N°312". WHO. November 2016. મૂળ સંગ્રહિત માંથી 26 August 2013 પર સંગ્રહિત. મેળવેલ 29 May 2017.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - 1 2 3 4 5 6 7 8 9 Chiang JL, Kirkman MS, Laffel LM, Peters AL (July 2014). "Type 1 diabetes through the life span: a position statement of the American Diabetes Association". Diabetes Care. 37 (7): 2034–54. doi:10.2337/dc14-1140. PMC 5865481. PMID 24935775.
- ↑ Elfström P, Sundström J, Ludvigsson JF (નવેમ્બર ૨૦૧૪). "Systematic review with meta-analysis: associations between coeliac disease and type 1 diabetes". Alimentary Pharmacology & Therapeutics. 40 (10): 1123–32. doi:10.1111/apt.12973. PMID 25270960.
- 1 2 "Diagnosis of Diabetes and Prediabetes". NIDDK. May 2015. મૂળ સંગ્રહિત માંથી 16 August 2016 પર સંગ્રહિત. મેળવેલ 31 July 2016.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - 1 2 Daneman D (March 2006). "Type 1 diabetes". Lancet. 367 (9513): 847–58. doi:10.1016/S0140-6736(06)68341-4. PMID 16530579.
- ↑ "Alternative Devices for Taking Insulin". NIDDK. July 2016. મૂળ સંગ્રહિત માંથી 16 August 2016 પર સંગ્રહિત. મેળવેલ 31 July 2016.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ Aguiree, F; Brown, A; Cho, NH; Dahlquist, G; Dodd, S; et al. (2013). IDF Diabetes Atlas (અંગ્રેજીમાં) (6th આવૃત્તિ). Brussels, Belgium: International Diabetes Federation.
- ↑ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 621: attempt to compare nil with number.
- ↑ Kalra, Sanjay; Kalra, Bharti; Sharma, Amit (2010-03-09). "Prevalence of type 1 diabetes mellitus in Karnal district, Haryana state, India". Diabetology & Metabolic Syndrome. 2: 14. doi:10.1186/1758-5996-2-14. ISSN 1758-5996. PMC 2844357. PMID 20214794.
{{cite journal}}: Check date values in:|date=(મદદ)CS1 maint: unflagged free DOI (link) - ↑ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 621: attempt to compare nil with number.
- ↑ Global report on diabetes (PDF). World Health Organization. 2016. pp. 26–27. ISBN 978-92-4-156525-7. મૂળ (PDF) માંથી 7 October 2016 પર સંગ્રહિત. મેળવેલ 31 July 2016.
{{cite book}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ Skyler, Jay (2012). Atlas of diabetes (4th આવૃત્તિ). New York: Springer. pp. 67–68. ISBN 978-1-4614-1028-7. મૂળ માંથી 8 September 2017 પર સંગ્રહિત.
{{cite book}}: Check date values in:|archive-date=(મદદ)