ટાટા ઈન્ડિગો

વિકિપીડિયામાંથી
Tata Indigo
Tata Indigo Manza
ManufacturerTata Motors
Production2002–present
AssemblyPune, Maharashtra, India
ClassCompact car


ટાટા ઈન્ડિગો ભારતની ટાટા મોટર્સ દ્વારા ઉત્પાદિત એક નાની કાર છે.

ઈન્ડિગો (2002-2009) (1લી પેઢી)[ફેરફાર કરો]

ઈન્ડિગો સેડાન (2002-2009)[ફેરફાર કરો]

Tata Indigo
Tata Indigo
ManufacturerTata Motors
Production2002–present
ClassSubompact car
Body style(s)4-door sedan
4-door station wagon
LayoutFront engine, front-wheel drive
Engine(s)1.4 L I4
1.4 L turbodiesel I4
1.4 L Intercooled turbodiesel I4
1.4 L DiCOR I4
Transmission(s)5-speed manual
Wheelbase2,450 mm (96.5 in)
XL: 2,650 mm (104.3 in)
Length4,150 mm (163.4 in)
CS: 3,988 mm (157.0 in)
Marina: 4,158 mm (163.7 in)
XL: 4,377 mm (172.3 in)
Width1,700 mm (66.9 in)
Height1,540 mm (60.6 in)
Marina: 1,575 mm (62.0 in)
RelatedTata Indica
DesignerI.DE.A Institute


2002માં, ટાટાએ ભારતની સ્પર્ધાત્મક સ્વદેશી સેડાન ઇન્ડિગોની રજૂ કરી હતી. પોતાના જ ઘરમાં આકાર પામેલી, આ ગાડી ટાટા ઈન્ડિકાની સેડાન આવૃત્તિ છે, જેમાં સંખ્યાબંધ સમાન પાર્ટ્સ (ભાગો)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટર્બોડીઝલ અને પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ થયા બાદ, તેમાં ઈન્ટરકૂલ્ડ ‘ટીડીઆઈ’ ('TDI) એન્જિન, અને ડિકોર એન્જિન ઉમેરવામાં આવ્યા હતા. 2006માં નજીવા ફેરફારોથી નવુ સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં ડ્યુઅલ ચેમ્બર હેડલેમ્પ્સ (બે ખાના વાળી મુખ્ય બત્તી) અને વિવિધ બમ્પર ઉમેરવામાં આવ્યા હતા. 2009માં આવેલી ટાટા ઈન્ડિગો માન્ઝાએ તેનું સ્થાન લીધું હતું.

ઈન્ડિગો મરીના (2004-2010)[ફેરફાર કરો]

ઈન્ડિગો મરીના (નિકાસ બજારમાં ઈન્ડિગો એસડબ્લ્યુ (SW)) તરીકે ઓળખતી સ્ટેશન વેગન (સવલતભરી મોટરગાડી) આવૃત્તિ નવી દિલ્હી ઓટો એક્સ્પો 2004માં અનાવરિત કરવામાં આવી હતી.વિવિધ આધુનિક ખાસિયતો યુક્ત ઈન્ડિગો મરીનામાં આગળ અને પાછળ સ્પોટ રિડિંગ લેમ્પ સાથેના કેબિન લેમ્પ, એચવીએસી (HVAC) પ્રણાલી, 4 સ્પોક વ્હીલ, ગિયર બદલવાના એલ્યુમિનિયમમાંથી બનેલા હાથા, પાવર વિન્ડોઝ, બોડીના રંગના બમ્પરો, રુફ રેઈલ (ઉપરના ભાગે બે પટ્ટાઓ), દરવાજા પરના રબ રેઈલ (ઘર્ષણ વિરોધી પટ્ટા), સંપૂર્ણ પૈડાં પરના ઢાંકણ, ડિઝિટલ ઘડિયાળ, અલગ કરી શકાય તેવુ લગેજ કવર, સાઈડ ઈમ્પેક્ટ બીમ્સ, કોલેપ્સિબલ (ખોલ-બંધ થઈ શકે તેવા) સ્ટીઅરિંગ કોલમ જેવી ભિન્નતાઓ હતી. 2010માં, મરીનાનું ઉત્પાદન અટકાવી દેવાતા, આ વાહન મોટાભાગના ટાટા ડીલરો પાસે હવે તૈયાર મળતુ નથી.

ઈન્ડિગો એક્સએલ (XL) (2007-હાલમાં)[ફેરફાર કરો]

ટાટા ઈન્ડિગો એક્સએલ (XL) થી ઓળખાતી લાંબા પૈડા આધારિત આવૃત્તિ જાન્યુઆરી 2007થી વેચાણ માટે મુકવામાં આવી હતી.[૧]. ઈન્ડિગો સેડાનની આ લાંબા પૈડા આધારિત આવૃત્તિ છે. તેમાં એક 200 mm (7.9 in) પહોળો વ્હીલબેઝ (પૈડાનો આધાર) અને 101 એચપી (hp)નું એન્જિન છે.પેટ્રોલ મોડેલમાં એમપીએફઆઈ (MPFI) 16 ટ્વીન કેમ એન્જિન છે, જ્યારે કંપનીમાં જ વિકસાવાયેલા ડિકોર (DICOR) એન્જિન ડીઝલ રૂપાંતરણમાં છે. કેટલીક ખાસિયતોમાં આગળની પાવર્ડ સીટો (ડ્રાઈવર અને પેસેન્જર), પાછળ વાતાનુકૂલન માટે અલગ અંકુશ સાથે કોન્સોલ (ચોકઠુ), ઓટો પાવર ડાઉન કામગીરી સાથે તમામ ચારેય પાવર વિન્ડો, અને કાર ફોનનો સમાવેશ થાય છે.ટાટા ઈન્ડિગો એક્સએલ (XL) વધુમાં 32 બીટ માઈક્રોપ્રોસેસર, 1396 સીસી (cc), 16 વાલ્વ એન્જિન, વધારાયેલી વ્હીલબેઝ (પૈડાના આધાર)ની શક્તિ100 PS (74 kW; 99 hp),200 mm (7.9 in) ઈંધણ ટેન્કની ક્ષમતા જેવી ઉત્કૃષ્ટ ટોચની વિશેષતાઓથી સુસજ્જ છેઃ42 L (9.2 imp gal; 11.1 US gal)

ઈન્ડિગો સીએસ (CS) (2008-હાલમાં)[ફેરફાર કરો]

ટાટાએ 2008માં નવી દિલ્હી ખાતે ઓટો એક્સપોમાં ટાટા ઈન્ડિગો સીએસ (CS) લોન્ચ કરી હતી. સીએસ (CS) નાની સેડાન તરીકે ગણાય છે અને વિશ્વની સૌથી નાની સેડાન છે. ઈન્ડિગો સીએસ (CS) ઓછી આબકારી જકાતને આધીન છે. પેટ્રોલ અને ડીઝલ બંને આવૃત્તિમાં ત્રણ-ત્રણ મોડેલ છે. ઈન્ડિગો સીએસ (CS)માં 1.2 લિટર, 65 PS (48 kW; 64 hp), એમપીએફઆઈ (MPFI) એન્જિન સ્વરૂપ અને 1.4 લિટર ટીસીઆઈસી (TCIC) એન્જિન ડીઝલ આવૃત્તિમાં છે. ઈન્ડિગો સીએસ (CS) શરૂઆતમાં ઈન્ડિકા ગ્રિલ (આગળની જાળી) અને હેડલાઈટ (મુખ્ય બત્તીઓ) સાથે રજૂ કરવામાં આવી હતી, અને 2009માં ઈન્ડિગો ડ્યુઅલ ચેમ્બર હેડલાઈટ્સ (બે ખાના વાળી મુખ્ય બત્તી) અને ગ્રિલ (આગળની જાળી) સાથે રજૂ કરવામાં આવી હતી. ડિકોર (DiCOR) વિકલ્પ પણ ઉમેરવામાં આવ્યો હતો.

2010માં, તેમાં નવુ બીએસ-4 (BS-4) કમ્પ્લાયન્ટ કોમન રેલ સીઆર4 (CR4) એન્જિન લગાવવામાં આવ્યું અને તકનિકના વર્ગ તેમજ રૂપરેખામાં સુધારો કરી ઈન્ડિગો સીએસ (CS) ઈ-સિરિઝ નામથી બજારમાં મુકવામાં આવી.

ખાસિયતો:- ઈન્ડિગો સીએસ (CS) વિશ્વની સૌથી નાની સેડાન કાર છે, જેમાં સેડાન કારની જેવો જ હેચબૅક (પાછળનો હિસ્સો) અને જગ્યા હતા. બેઝ ઈન્ટિરિઅર, એસી (AC) સંચાલન માટેનું નવુ બોર્ડ, રિડિંગ લેમ્પ, સ્પોર્ટી સ્ટીઅરિંગ વ્હીલ, ઓજાર પેનલ, નવી શૈલીની આગળની ગ્રિલ (જાળી), આગળ અને પાછળના બમ્પર, કોમળ સ્પર્શ વાળી શ્રેષ્ઠ ગુણવત્તાની બેઠકો, સેન્ટર ક્લસ્ટર અને વાતાનુકૂલન નિયંત્રણ, પરાવર્તન ન થાય તેવા પાછળનું દ્રશ્ય બતાવતા કાચ, અને સસ્પેન્સન પ્રણાલી સાથેના સ્વતંત્ર મેકફેર્સન ટેકાથી સજ્જ 380 લિટરની જગ્યાની ટ્રન્ક.

ઈન્ડિગો માન્ઝા (2009-હાલમાં) (2જી પેઢી)[ફેરફાર કરો]

Tata Indigo Manza
ManufacturerTata Motors
Production2009–present
ClassCompact car
Body style(s)4-door sedan
LayoutFront engine, front-wheel drive
PlatformTata X1 platform
Engine(s)1.4L Saffire 90 hp (67 kW) L4
1.3L Quadrajet diesel 90 hp (67 kW)
Transmission(s)5-speed manual
Wheelbase2,520 mm (99.2 in)
Length4,413 mm (173.7 in)
Width1,703 mm (67.0 in)
Height1,550 mm (61.0 in)
RelatedTata Elegante
Tata Indica Vista
DesignerTata Motors


ટાટા મોટર્સે 14 ઓક્ટોબર 2009ના રોજ ઈન્ડિગો માન્ઝા રજૂ કરી હતી. આ રૂપાંતરણ ટાટા એક્સ1 (X1) મંચ પર આધારિત છે, જેને ટાટા મોટર્સ દ્વારા 2007 જીનેવા મોટર્સ શોમાં એલિગન્ટ કન્સેપ્ટ તરીકે ઓળખતી પ્રતિકૃતિના રૂપમાં રજૂ કરવામાં આવ્યું હતું. તેની કિંમત રૂ. 4.8 લાખ અને રૂ. 6.75 લાખની વચ્ચે રાખવામાં આવી છે.[૨] આ રજૂઆત ઈન્ડિગોની પ્રારંભિક સેડાન આવૃત્તિના વિકાસની સાથે થઈ હતી. 1.4 લિટર પેટ્રોલ અને 1.3 લિટર ડીઝલ એન્જિનના વિકલ્પ સાથે ચાર ભિન્ન રૂપાંતરણો એક્વા, ઔરા, ઔરા (એબીએસ (ABS)) અને ઔરા+ (પ્લસ) છે, જે ફિઆટ લિનેઆ જેવા છે.

ટાટા મોટર્સે ચોક્કસપણે કહ્યું હતું કે ઈન્ડિગો માન્ઝા એકમાત્ર મંચ તરીકે રહેશે અને અગાઉની પેઢીઓની જેમ તેમાં નવા રૂપાંતરણો રજૂ કરાશે નહીં.[૩]

ખાસિયતો[ફેરફાર કરો]

માન્ઝામાં સૌથી વૈભવી ખાસિયતો જેમ કે યુએસબી (USB), એયુએક્સ (AUX) અને બ્લૂટૂથ જોડાણને સમર્થન આપે તેવી 2 ડીઆઈએન (DIN) મ્યુઝિક સિસ્ટમ, સ્ટીઅરિંગ પર લગાવેલા ધ્વનિ નિયંત્રણો, એબીએસ (ABS), ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, રંગ બદલતો ટેકોમીટરનો કાટો જે કાર જ્યારે રેડલાઈન (જોખમી રેખા) સુધી પહોચે ત્યારે લાલ રંગનો બની જાય, એન્જિન ઈમોબિલાઈઝર (એન્જિનને સજ્જડ રીતે પકડી રાખનાર), અને વિવિધ ઉપલબ્ધમાં સેન્ટ્રલ લોકિંગનો સમાવેશ થાય છે.

નોંધ[ફેરફાર કરો]

  1. "Tata unveils Indigo XL at Rs 6.7 lakh". tata.com/tata_motors. મૂળ સંગ્રહિત માંથી 2007-07-13 પર સંગ્રહિત. મેળવેલ 2008-01-10.
  2. "Tata Motors launches Indigo Manza". The Economic Times. 2009-10-14. મેળવેલ 2009-10-15.
  3. "Tata launches Indigo Manza sedan". Business Standard Motoring. 2009-10-14. મૂળ માંથી 2009-10-17 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-15.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]