ટ્રાન્સપોર્ટ ફોર લંડન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ટ્રાન્સપોર્ટ ફોર લંડન
સામાન્ય માહિતી
કાર્ય-વિસ્તાર ગ્રેટર લંડન
સ્થાનિક લંડન, ઈંગ્લેન્ડ
સ્ટેશનની સંખ્યા ૨૭૦
વાર્ષિક આવનજાવન ૧,૧૦,૭૦,૦૦,૦૦૦
મુખ્ય અધિકારી લંડનના મેયર, બોરીસ જ્હોનસન
મુખ્યાલય વિન્ડસર હાઉસ, વિક્ટોરિયા સ્ટ્રીટ, વેસ્ટમિનિસ્ટર, લંડન
વેબસાઈટ http://www.tfl.gov.uk/
કામગીરી
કામગીરીની શરૂઆત ૩ જુલાઈ ૨૦૦૦
તકનિકી માહિતી
સમગ્ર તંત્રની લંબાઈ ૨૪૯ માઈલ (૪૦૧ કિ.મી)

ટ્રાન્સપોર્ટ ફોર લંડન (અંગ્રેજી: Transport for London, ટીએફએલ) એ સ્થાનિક સરકારી નિગમ છે જે ગ્રેટર લંડન વિસ્તારના પરિવહન માટે જવાબદાર છે. તે સમગ્ર લંડન વિસ્તારમાં પરિવહનનું વ્યૂહાત્મક રીતે પ્રબંધન કરે છે.[૧] તેનું મુખ્યાલય વેસ્ટમિનિસ્ટર શહેરમાં વિન્ડસર હાઉસ ખાતે આવેલ છે.[૨]

ઈતિહાસ[ફેરફાર કરો]

તેની શરૂઆત ૩ જુલાઈ ૨૦૦૦ના રોજ ગ્રેટર લંડન ઓથોરિટી એક્ટ, ૧૯૯૯ હેઠળ ગ્રેટર લંડન ઓથોરિટીના ભાગ રૂપે થઈ.[૩] તેની મોટાભાગની કાર્યરીતિ સાલ ૨૦૦૦માં તેણે તેના પુરોગામી લંડન રીજીયોનલ ટ્રાન્સપોર્ટ પાસેથી મેળવી. તેના પ્રથમ આયુક્ત બોબ કાઈલી હતા. તેના પ્રથમ પ્રમુખ લંડનના મેયર કેન લિવિંગસ્ટોન અને પ્રથમ ઉપ-પ્રમુખ ડેવ વેટ્ઝેલ હતા. તે બંને ૨૦૦૮માં બોરીસ જ્હોનસનની ચૂંટણી સુધી પદ પર રહ્યા. ટ્રાન્સપોર્ટ ફોર લંડને ૨૦૦૩માં વિવાદાસ્પદ પબ્લિક પ્રાઈવેટ ભાગીદારી હેઠળ જાળવણીનો કોન્ટ્રાક્ટ માટે સહમતી બાદ જ લંડન અન્ડરગ્રાઉન્ડની જવાબદારી સંભાળી.

૭ જુલાઈ ૨૦૦૫ના બસ અને અન્ડરગ્રાઉન્ડના બોમ્બ ધડાકા બાદ ટ્રાન્સપોર્ટ ફોર લંડનના ઘણા કર્મચારીઓને તેમની કામગીરી માટે ૨૦૦૬ના નવા વર્ષના સન્માનીયની યાદીમાં સમાવાયા હતા. તેઓએ ઘાયલોને સારવાર માટે ખસેડ્યા, મૃતદેહોને દૂર કર્યા અને પરિવહન વ્યવસ્થા ફરીથી સક્રિય કરી દીધી.[૪][૫][૬]

સંગઠન[ફેરફાર કરો]

વિન્ડસર હાઉસ

ટ્રાન્સપોર્ટ ફોર લંડન એક બોર્ડ દ્વારા સંચાલિત છે જેના સભ્યોની નિમણૂક લંડનના મેયર દ્વારા થાય છે,[૧] જે હાલમાં બોરીસ જ્હોનસન છે જેઓ બોર્ડના પ્રમુખ પણ છે. ટ્રાન્સપોર્ટ ફોર લંડનના આયુક્ત (૧૭ જાન્યુઆરી ૨૦૦૬થી પીટર હેન્ડિ) બોર્ડને જવાબદાર છે અને પ્રબંધન ટીમનું નેતૃત્ત્વ કરે છે જે અલગ અલગ કાર્યલક્ષી વિભાગો સંભાળે છે.

એકમ ત્રણ મુખ્ય વિભાગોમાં વહેંચાયેલ છે જે વિવિધ પાસાં અને પરિવહનના અલગ અલગ પ્રકારો પર ધ્યાન આપે છે. ત્રણ મુખ્ય પ્રકારો છે:

ભાડું[ફેરફાર કરો]

ટ્રાન્સપોર્ટ ફોર લંડનની દરેક સેવાને પોતાની ભાડાંની વ્યવસ્થા અલગ છે. ભાડું વિવિધ વિભાગ પ્રમાણે નક્કી થાય છે. લંડન ૧૧ વિભાગોમાં વહેંચાયેલ છે. દરેક વિભાગ ગોળાકારે છે અને બહારની તરફ તેનો વ્યાસ વધતો જાય તે પ્રમાણેનું આયોજન કરેલ છે.

ટ્રાવેલકાર્ડ[ફેરફાર કરો]

આ પદ્ધતિ હેઠળ વિભાગ દીઠ ટ્રાવેલકાર્ડ આપવામાં આવે છે. જેની માન્યતા એક દિવસથી લઈને એક વર્ષ સુધીની હોય છે. તે વિવિધ પરિવહન પ્રકારોમાં સ્વીકારાય છે અને પ્રકાર બદલવા સાથે તે બદલાવવાની જરૂરિયાત નથી.

ઑયસ્ટર કાર્ડ[ફેરફાર કરો]

તે જાહેર જનતા માટે ૨૦૦૩માં લાગુ કરવામાં આવેલ સ્માર્ટકાર્ડ પદ્ધતિ છે. તે મુસાફરદીઠ પૈસા ચુકવવા માટે વપરાય છે. તે કાર્ડ રીડરની નજીક પકડી રાખીને વાપરી શકાય છે. તેમાં દિવસની મહત્તમ શુલ્કની મર્યાદા છે.

દારૂબંધી[ફેરફાર કરો]

શોખીનો લંડન અન્ડરગ્રાઉન્ડ પર દારૂ પીવાનો આખરી મોકો માણી રહ્યા છે

૧ જૂન ૨૦૦૮થી ટ્રાન્સપોર્ટ ફોર લંડન દ્વારા સંચાલિત અન્ડરગ્રાઉન્ડ, બસ, ટ્રેન કે ટ્રામ પર દારૂ પીવા પર પ્રતિબંધ મુકાયો, દેખાય તેવી રીતે દારૂની બોટલ પણ સાથે રાખવા પર પ્રતિબંધ મુકાયો. આ પ્રતિબંધ મુસાફરોને સલામત અને વધુ સુખદ યાત્રાનો અનુભવ થાય તે માટે મુકાયો.[૭][૮]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Lua error in વિભાગ:Citation/CS1 at line 4077: bad argument #1 to 'pairs' (table expected, got nil).
  2. "Company information." Transport for London. Retrieved: 2011-02-09. "Registered office: Windsor House, 42–50 Victoria Street, London SW1H 0TL."
  3. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  4. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  5. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  6. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  7. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  8. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]